________________
પ્રકરણ ૩ જું પદ્માવતીના સહવાસ
ઓહ! રાજકુમાર તમારા દર્શન બહુ મોઘાં થઈ ગયાં છે! તમારી રાજ્ય ચિંતા કાઈ અનેખી જણાય છે ! - રાજકુંવરી, એવું કંઈ જ નથી. વૈશાલી છેડતાં પૂર્વે એકવાર હું તમને મળવાને હતો જ. જે કાર્ય સારું આવવું જવું થાય છે એને ઉકેલ તો સૌ પ્રથમ આણવો જ ઘટે ને?
સાંભળ્યા પ્રમાણે, એ કાર્ય તે નિશ્ચિત થઈ ગયું છે.
નારે ! ના, વૈશાલી અને ચંપા આજે પણ નિરાળા તંત્રમાં ઉભાં છે. આમાં દેશની પરિસ્થિતિ, પ્રજા માનસની વિચિત્રતા, અને રાજ્ય કર્તાની ભિન્ન ભિન્ન વિચાર સરણું અગ્રસ્થાન ભજવે છે. આમ છતાં પરસ્પરનાં દૃષ્ટિબિન્દુ સમજવાની જે તક પ્રાપ્ત થઈ છે એ કંઈ જે તેવો લાભ નથી થયો.
તમારા પિતાશ્રીની નિર્લોભવૃતિ અને દક્ષતા તેમજ હદયની નિર્મળતા એકાદ રાજવી કરતાં એકાદ સંતને વધુ મળતી આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com