________________
૨
)
પાવતીને સહવાસ તેથી જ એ ગણરાજ્યના આગેવાન અને લિચ્છવી–મલ્લકાઓના હદય સ્વામી છે એટલું જ નહીં પણ એમાં આગેવાન તરિકે અનેખું ગૌરવ ધરાવે છે. પણ મારી કે આસપાસના મગધ-કૌશામ્બી આદિ રાજ્યની વાત જ જુદી છે. જમીન લેભ, અને સત્તાને શેખ વતતે હેવાથી અમારા વચ્ચે સંગઠનનાં સૂત્રો ગંઠાય એવો સંભવ જ નથી ! વારે કવારે તલવારો ખખડે છે અને દુશ્મનાવટ પણ ચાલુ જ છે. ભડ થાય તેવી સામગ્રી તૈયાર પડી હોય છે, ફક્ત એકાદ અંગાર પડવો, જોઈએ.
• ગણરાજ્ય યાને પ્રજાસત્તાક એવું આ વિશાલીનું રાજ્ય કયાં! અને સામ્રાજ્યના અભિલાષ ધરતાં અમારા વ્યક્તિ સત્તાના મદમાં ઘેરાયેલાં રાજ્યો ક્યાં ! જમીન આસમાન જેટલું અંતર ! ઉભય વચ્ચે મેળની ભૂમિકા નથી સર્જાઇ શકી ત્યાં મારા પ્રયાસને ફળ બેસવાની વાત કયાંથી સંભવે ?
ચેટકરાજના સહવાસ સમાગમથી મારા અંતરમાં એમના પવિત્ર જીવન સંબંધમાં જે છાપ ઉઠી છે તે હવે ભૂસાય તેમ નથી જ. મારા અંગત જીવનમાં પલ્ટો આણવાને મેં નિશ્ચય કર્યો છે. અંગદેશ પિતાની પ્રગતિ વૈશાલીને નજર સામે રાખીને જ કરશે.
જવા દો તમારી એ રાજ્ય ખટપટ. રામરાજ્યની ભાવના જ્યાં ભૂલાતી હોય અને પ્રજાને પાલક રાજા પોતાની જાતને માલિક ગણવાના મેહમાં તણાતો હોય ત્યાં લડાઈ ટંટા અનિવાર્ય ગણાય જ. બખેડા-બંડ વારે કવારે ફૂટી નીકળે છે. સ્વાર્થવૃત્તિ રાજામાંથી પ્રજમાં ઉતરે એટલે સત-અસત્ જોવાની શક્તિ ઓછી થાય અને પાડોશી ધર્મ પણ ભૂલાય. ઉભય વચ્ચે આંતરિક કલેશના બીજા પણ થાય. એથી લાભ ત્રીજાને મળે. પણ સત્તાના મદ આ નિતાં સત્ય ગળે ઉતરવા ન દે. પરિણામે સર્વ નાશ આવવાનો જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com