________________
પદ્માવતીનો સહવાસ લેખાય. પણ ચેડા રાજના પ્રતાપ ને ગૌરવ જોતાં, એમની સમક્ષ એ વાત કરવાની–તેમની ઇચ્છા જાણવાની, હજુ મેં હિંમત કરી નથી.
તમે પણ કોથળામાંથી બિલાડું કહાવા જેવું કરો છો ! ક્ષત્રિય થઈને આ વણિક કળાને શા સારૂ સધિયારો શોધે છો? એમાં પિતાજીની અનુમતિને પ્રશ્ન છે જ ક્યાં ? ક્ષત્રિય તનયાએ પોતાના જીવનસાથી શોધવામાં વિતંત્ર હોય છે. મારી કોઈ પણ બહેનના લગ્ન જોડવામાં એમણે ભાગ લીધો જ નથી. એમાં આ તો વૈશાલી. આ રથાનની દરેક વ્યક્તિ, જન્મથી જ સ્વતંત્રતાના ઘેરા પાઠ પઢેલી. જવાબ તો તમારે આપવાનો રહે છે. મારી પેલી વાત યાદ છે ને ?
કદાચ ભૂલી ગયા છે તે તાજી કરાવું કે ઝટ કાર્યનો ઉકેલ થઈ શકે. કેટલાક રાજાઓ કરી રહ્યાં છે એવું જનાના મંડળ મારો હાથ ગ્રહ્યા પછી નહિ કરી શકાય. પુપ જોતાંજ જેમ ભ્રમર રસ ચાટતો ભટક્યા કરે એવું જીવન જીવવાના મને કેડ નથી. મારા ભરથારનું એ રીતનું ભટકવું મને પસંદ પણ નથી. મારા બનેવી ચંડપ્રદ્યતનું જીવન એવું જ છે. બહેન શીવશ્રી ભલે એ સાંખી શકે પણ આ પદ્વા તો ઘડીભર નહિ ચલાવી લે. એવા જીવનમાં પ્રેમનું બેટ સરખું ન ગણાય. જ્યાં અંતરને પ્રેમ નથી–હાર્દિક ઉમળકો નથી–પરસ્પરનું આકર્ષણ નથી–ત્યાં મારું મન માનતું જ નથી. પણ એ સાચો. પ્રેમ હોય તો જ લગ્ન દષ્ટ લેખાય અને તોજ સંસારને કંસાર માઠે લાગે.
બેલે, તમારો એ સંબંધમાં શો જવાબ છે ?
કુંવરી, તમારી એ વાત, અરે શરત કહે તો શરત, મને એ સો ટકા મંજૂર છે. તમારા સરખી બુદ્ધિમત્તા પ્રમદાને મેળવી અન્યત્ર ભટકવા જનાર એ કઈ રસિક તો ન જ હેય પણ ગમાર જ સંભવે. પ્રેમની વ્યાખ્યા ડું પણ જાણું છું. અનુભવજ એની પ્રતીતિ કરાવી શકે. લૂખાં વચના વદવાને કંઈજ અર્થ મ લેખાય..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com