________________
ભાભીના વાસમાં
કયા ઉધાનમાં જવાનું છે એ અમે જાણતા નહોતા અને પાછળથી આવેલ જયંતીબેન પણ જાણતા નહતા. એમણે માની લીધું કે મહારાજશ્રી જ્યાં ઉતર્યા છે એ તરફ જ અમે પગલાં ભરી રહ્યા છીએ. કૌશલ્મી કરતાં ત્રણ ઉધાન હતાં. વળી એના રસ્તા • ભાગોળ વટાવી થોડું આગળ વધતાં જુદા પડતા હતા. વાતેના રસમાં માર્ગ કાપી રહેલા અમે, પાછળ કોણ આવે છે કિંવા એ શી ચેષ્ટા કરે છે એ જેમ જાણતા નહોતા, તેમ ક્યા ઉદ્યાને જઈ રહ્યા છીએ તે પણ જાણતા નડેના.
બનેલું એમ કે એક ગરાસદારના દિકરાને હરિફાઈના પ્રસંગથી જયંતી બેનની લગની લાગેલી. એ મળવા સારૂ તક શોધ્યા કરે પણ યોગ સાંપડેલો નહીં. વાત એણે પિતાના એક વણિક મિત્રને કહીં. એ ભાઈશ્રી સાધ્વીજવાળી વસતી નજીક રહેતા હોવાથી અમારા ત્યાંના આગમનથી માહિતગાર હતા. અને પાછા ફરતા જોઈને એ સમાચાર તેમણે પેલા રાજપૂતમિત્રને પહોંચાડેલી. મેળાપનો આ સારે યોગ છે એમ માની લઇ ઉભય મિત્રોએ અમારી પૂઠ પકડી હતી. પાછળનું અંત્ય એછું કરતાં ને ટેળ ટપ્પાં ઉડાવતાં તેઓ જ્યાં ભાગોળ મૂકી નેળમાં પગ મેલીએ છીએ ત્યાં આવી પહોંચી લગોલગ થઈ ગયા. હસતાં હસતાં બોલ્યા
શિકાર ઝડપાયો! આખરે પકડી પાડીને ! આમ કયાં જાવ છો ? કાઈ રસિકની શોધમાં તો થી નિકલ્યા ને ! ઠઠારે પણ બહુ ભારી ! આળખાણ—પરિચય વગરના આ શબ્દો કાને અથડાતાં જ અમે વણિક બાળાઓ ડઘાઈ ગઈ.
ત્યાં તે યંતી બેનને પડકાર સંભળાયો— તમે કોણ છે? કોની મજાક ઉડાવ છો? અમારી પ્રવૃત્તિ જાણવાનું તમને શું પ્રયજન છે? શો અધિકાર છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com