________________
માર્ચ, ૨૦૧૨
વખતે ભાવના જાગી કે જિનશાસનના ઉપરોક્ત સુંદરમાં સુંદર, દુર્લભ ચિત્રકલાના નમૂનાઓ દેશભરથી ભેગા કરીને નવપદ મહિમાવંત એવા આ મહત્ત્વપૂર્ણ ગ્રંથમાં સંગ્રહી લેવા. અમારા આ પ્રયાસની ળક્રુતિરૂપે અમે ગ્રંથનો શણગાર નિમ્નોક્ત રીતે કર્યો છે.
પ્રબુદ્ધ જીવન
શ્રીપાલરાસની મૂળ મારૂગૂર્જર ભાષામાં લખાયેલ લગભગ ૧૨૫૨ ગાયાને કલાત્મક રીતે શણગારવા ઉત્તમમાં ઉત્તમ, પ્રાચીન કલ્પસૂત્ર અને અન્ય સૂત્રીની સચિત્ર પ્રશ્નોનો આધાર લીધો છે. આ ઉજ્જવળ પ્રતોમાંથી પ્રાપ્ત કરેલ લગભગ ૩૦૦ અતિસુંદર હાંસિયાઓ અને કિનારીઓથી શ્રીપાલરાસની ગાથાઓને સુર્શોભિત કરી છે. આ પ્રાચીન પ્રર્તા મુખ્યપણે ૧૬મી સદીની છે છે અને થોડીઘણી ઉત્તમ શૈલીની, સત્તરમી સદીની, બુંદી કલમની છે. હાંસિયાઓ અને કિનારીઓની શોભા અપ્રતિમ, હૃદયંગમ, મનોહ૨, બેનમૂન અને અજોડ છે. આ જૈન ચિત્રકલાનો એક અૌકિક અમૂલ્ય સંગ્રહ છે, જેના નમૂનાઓ ગ્રંથમાં પ્રદર્શિત કર્યા છે. આ પ્રકારની કલાકૃતિના દર્શન પણ વાચકવર્ગને માટે દુર્લભ છે. ગ્રંથમાં પ્રસ્તુત અન્ય શૈલી અને વિષયોની કલાકૃતિઓ તો અતિ સૌંદર્યસભર અને મનમોહક છે, એમાં પણ પ્રાચીનતાની દૃષ્ટિએ વિશિષ્ટપણે તરી આવે એવા આ અનૂઠા હાંસિયાકિનારીઓનું અવલોકન એક આનંદ મહોત્સવનો અવસર છે
કથામાં આવતા દરેક મુખ્ય પ્રસંગોને ચિત્રોમાં આવરી લેવા માટે તે અંગે સંશોધન કરતાં જાણવા મળ્યું કે શ્રીપાલરાસની પ્રાચીન સચિત્ર હસ્તપ્રતોમાં બધાં જ ચિત્રો લગભગ સિરોહી કલમી કે એમાંથી નિષ્પન્ન થયેલાં છે કે જે એક લોકકલાનું ઉદાહરણ છે. આવા પ્રકારની શ્રીપાલરાસની સચિત્ર હસ્તપ્રતોના કેટલાક
નમૂનાઓ અમે પરિશિષ્ટમાં પ્રકાશિત કર્યા છે. એની તુલનામાં આ ગ્રંથમાં લીધેલા જયપુર મોગલ શૈલીના ચિત્રો વધુ ઉચ્ચ કોટિના છે. ગ્રંથમાં સમાવિષ્ટ ઉત્તમ કલાકૃતિઓ પણ કથાપ્રસંગોને પૂર્ણ ન્યાય આપીને એમાં પ્રાણનો સંચાર કરે છે.
હવે નવપદ અંતર્ગત પ્રત્યેક પદને અનુરૂપ સચિત્ર પ્રસંગો માટે શ્રી જિનશાસનના ઉત્તમ જ્ઞાનભંડારો, મંદિરો, સંસ્થાઓ અને વ્યક્તિગત સંગ્રહવાળી વ્યક્તિઓને વિનંતી કરીને એમની પાસેથી સર્વશ્રેષ્ઠ ચિત્રોને ગ્રહણ કરી આ ગ્રંથમાં પ્રસ્તુત કર્યાં છે. ઉદાહરણ તરીકે (૧) 'અરિહંત પદને ઉજ્જવળ કરતાં ચિત્રો મોટા ભાગે કલકત્તાના શીતલનાથ મંદિર (દાદાવાડી), બડામંદિર (તુલાપટ્ટી) તથા જિયાગંજના વિમલનાથ મંદિર વિગેરે સ્થાનેથી પ્રાપ્ત કરીને અહીં પ્રસ્તુત કર્યાં છે. વળી ૧૭મી સદીના અતિસુંદર બુંદી શૈલીના સચિત્ર કલ્પસૂત્રમાંથી પણ અનેક પ્રસંગોનો અહીં સમાવેશ કર્યો છે. (૨) ‘આચાર્ય પદ'ને પુષ્ટ કરતાં નિમ્નલિખિત જીવનચરિત્રો અમે અહીં પ્રકાશિત કર્યાં છે-(અ) જિનદત્તસૂરિજી, જિનચંદ્રસૂરિજી અને જિનકુશલસૂરિજીના ચમત્કારિક પ્રસંગો (આ) શ્રી હેમચંદ્રસૂરિજી
૫
દ્વારા કુમારપાળને પ્રતિબોધ કરવા પ્રયુક્ત ચમત્કારિક પ્રસંગો, (ઈ) સ્તંભન પાર્શ્વનાથને પ્રગટ કરતા શ્રી જયંતિ પણ સ્તોત્ર'ના રચયિતા શ્રી અભયદેવસૂરિજી (૩) ‘જ્ઞાનપદ’ અંતર્ગત કેવળજ્ઞાનને દર્શાવવા, સંયમની સાધના કરીને કેવળજ્ઞાનને વરેલા અને કેવલી થઈને તરત જ નિર્વાણ પામેલા મહાત્માઓના પ્રસંગોનો સહારો લીધો છે. જેમકે (અ) મૃગાવતીજી અને ચંદનબાળાનો પ્રસંગ (બ) આફ્રિકા ભવનમાં કેવળજ્ઞાન પામેલા ભરત ચક્રવર્તીનો પ્રસંગ અને (ક) હાથીની અંબાડી પર કેવી થયેલ મરૂદેવા માતાજીનો પ્રસંગ, (૪) ‘દર્શનપદ'ની અંતર્ગત સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને ત્યાર બાદ તે સમ્યગ્દર્શનના પુષ્ટિકારક એવા સ્થાવર-જંગમ તીર્થોનાં વિવિધ ચિત્રો, જેમ કે ચંપાપુરીજી, હસ્તિનાપુ૨, કેશરિયા, રાણકપુર, તારંગા, ગિરનાર, ભરૂચ, શત્રુંજય, સહસ્ત્રકૂટ, અષ્ટાપદજી, ઈન્દ્ર મહારાજા દ્વારા પ્રતિબોધિત થયેલા દશાર્ણભદ્રનો પ્રસંગ વગેરેને આવરી લેવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે.
આચારાંગ સૂત્રની નિર્યુક્તિમાં કહ્યું છે કેહંસ-ના-ચારો, તવ ચેરનું ય ૩ પાહીં |
जाय जहा ताय तहा, लक्खणं वुच्छं सलक्खणओ ।। ३२९ ।। તિસ્થારાળ માવો, પવયળ-પાવળ-અસડ્ડીપ્ન । અશિામળ-નમળ-રિસળ, વિત્તળ સંપૂઞળા થુળળ ||રૂ રૂ૦ || ભાવાર્થ : તીર્થંકર ભગવંતો, પ્રવચન, પ્રાવચનિક પ્રભાવકો, અનિશ્ચય સુધ્ધિધારી એવા મુનિ ભગવંતોની સન્મુખ જવામાં, નમસ્કાર કરવામાં, દર્શન-કીર્તન-પૂજન-સ્તુતિ કરવામાં દર્શનજ્ઞાન-તપ-વૈરાગ્ય ચારિત્ર આદિ ગુણોની શુદ્ધિ થાય છે.
એવી જ રીતે શેષ પદને પણ તેમને અનુરૂપ ધર્મકથાઓના કલાત્મક અને મૂલ્યવાન ચિત્રો દ્વારા પુષ્ટ કરવાનો સવિશેષ પ્રયાસ કર્યો છે. આમ નવપદ માટે ૧૫૦ થી વધારે ચિત્રોનો સમાવેશ કર્યો છે.
પ્રસ્તુત રાસના મૂલ પ્રોતા ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા છે, પણ ત્રીજા ખંડની પાંચમી ઢાળની રચના દરમ્યાન આયુષ્ય પૂર્ણ થતા તેઓ સ્વર્ગવાસી થયા અને તેમને પૂર્વે આપેલ વચન મુજબ મહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ બાકીનો રાસ પૂર્ણ કર્યો. આમ તો બન્ને ઉપાધ્યાય ભગવંતો વિજ્ઞાન અને આરાધક હતા છતાં સંપૂર્ણ રામનું અવલોકન કરતાં પૂ શ્રી વિનયવિજયજી મ.સા.ની શાંત છબી અને પૂ. શ્રી યશોવિજયજી મ.સા.ની તાત્ત્વિક છબી પ્રકટ થયા વગર રહેતી નથી. જો કે પ્રારંભકારે પણ ઉચિત સ્થાને તત્ત્વ તો દર્શાવ્યું જ છે છતાં પૂર્ણકારે રાસને ગહન તત્ત્વોથી વધુ અલંકૃત કર્યો છે, જેની પ્રતીતિ ગ્રંથને સોપાંગ જોયા પછી થયા વગર રહેતી નથી.’’
સંઘકર્તાની પ્રસ્તુત પ્રસ્તાવનાના અંશોમાંથી સંશોધકની આ ગ્રંથ માટેની સજ્જતા, સંશોધનની ઊંડી સૂઝ અને એ માટે કરેલ પ્રબળ પુરુષાર્થના દર્શન થાય છે.