________________
જૂન, ૨૦૧૨
અવસર
(*)
પ્રબુદ્ધ જીવન
જૈન શાસનના ઇતિહાસમાં એક અદ્ભુત અવસર શંખેશ્વર ખાતે પ્રવચન શ્રુતતીર્થ નિર્માણનો શુભારંભ પ્રે૨ક :સિદ્ધહસ્ત લેખક, સૂરિમંત્ર પ્રભાવક
પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માર્ગદર્શક : હૃદયસ્પર્શી પ્રવચન પ્રભાવક, તરલા સંકલ્પશિલ્પી પુ. આચાર્ય શ્રી વિજય યુગચન્દ્રસૂરિજી મહારાજ જૈન ધર્મ વિશ્વનો અતિપ્રાચીન અને પ્રભાવવંત ધર્મ રહ્યો છે, તેનું મૂળભૂત કારણ તેને વારસામાં મળેલા ધર્મગ્રંથો આગમ શાસ્ત્રો છે. એને સૈકાઓથી સુરક્ષિત કરવા માટે જેનસંઘ સમર્થ સમયે તેને પ્રાચીન પદ્ધતિ મુજબ ટકાઉ કાગળો અને તાડપત્રો પર આલેખન કરાવતો રહેતો હતો. ચાલી આવતી આ પરંપરા છેલ્લા સો-દોઢસો વર્ષથી લગભગ વિસ્તૃત પ્રાયઃ બનવા પામેલ. પરંતુ સંઘના સદ્ભાગ્યે અને ગીતાર્થ ગુરુદેવોના માર્ગદર્શનના કારણે હસ્તલેખનની પરંપરા પુનર્જીવિત બની જેના માધ્યમે શાસ્ત્ર સુરક્ષાનો એક મહત્ત્વનો પ્રકલ્પ અસ્તિત્વમાં આવ્યો.
મુખ્યત્વે હાથવણાટના પોંડીચેરી આશ્રમના સફેદ કાગળ ઉપર ગ્રંથનું લેખન ચાલતું હતું પણ સાધનો દ્વારા તેનું નોંધપાત્ર ટકાઉપણું ન જણાતા કાશ્મીરી કાગળ જેવા રાજસ્થાનના સાંગાનેરી કાગળ પર ગ્રંથલેખન શરુ થયું. જેને વિશાળ ફલક સુધી લઈ જવાની શરૂઆત મુંબઈ-ઑગસ્ટ ક્રાંતિ મેદાન ખાતે યોજાયેલ 'શ્રુતમહાપૂજા' દ્વારા આવેલી જાગૃત્તિ બાદ થઈ. મુંબઈ લુહારચાલ ખાતે શ્રુતમંદિરની વિધિવત્ સ્થાપના થતા તેના નેજા હેઠળ પાંચેક કેન્દ્રોમાં ૧૨૫થી અધિક
લહિયાઓ દ્વારા નિરંતર લેખન કાર્ય આગળ ધપવા માંડ્યું. આ રીતે લગભગ પાંચેક હજાર ગ્રંથો લખાઈ ચૂક્યા છે.
સ્તરે
ઘણા સમયથી કેટલાય શ્રુતપ્રેમીઓના મનમાં એવી ભાવના જાગૃત થઈ હતી કે, વધુ જેનો જ્યાં સહજતાથી આવતા હોય ત્યાં વિરાટ શ્રુતમંદિરનું નવતર સર્જન થવું જોઈએ. આ ભાવના બીજની ફલશ્રુતિ રૂપે શંખેશ્વર મહાતીર્થનું સ્થળ પસંદ કરવામાં આવ્યું. શંખેશ્વર બસ
સ્ટેન્ડથી વિરમગામ તરફના રાજમાર્ગ ટચ, માત્ર ૧ કિ.મિ. દૂર સાડાચાર લાખ સ્કેવર ફીટના વિશાળ ભૂખંડ પર પ્રવચન શ્રુતતીર્થનું નિર્માણ
હાથ ધરાયું.
સમવસરણ મંદિર, શ્રુતલેખન ભવન, સરસ્વતી સાધનાપીઠ, પ્રાચીન અર્વાચીન હસ્તપ્રત શ્રુતમંદિર, મુદ્રિત લાયબ્રેરી, ૨૫૦૦ વર્ષનો શ્રુતનો
સીલસીલાબંધ નિહાસ દર્શાવતી આર્ટગેલેરી વગેરે અનેકાનેક વિશેષતા
ધરાવતા સ્થાપત્યોના સર્જનના શુભારંભ માટે ભૂમિપૂજન-ખનનવિધિ ચાલુ મહિનાની જેઠવદ-૧૧, તા. ૧૫ જુન શુક્રવારે સવારે ૮ થી ૧૧
દરમિયાન કરવામાં આવશે.
પ્રત્યેક જૈન જ નહિ સામાન્ય જનને પણ જ્ઞાનની પરમ આવશ્યકતા છે. જ્ઞાન-પ્રાપ્તિને રોકતા પરિબળોને દૂર હટાવવા અને જ્ઞાનપ્રાપ્તિને
૩૩
સુગમ બનાવવા પ્રવચન શ્રુતતીર્થ સાથે અનુસંધાન અવશ્ય જરૂરી છે. સમગ્ર સંધનું પરમ અને ચરમ કર્તવ્ય છે કે, શ્રુતરક્ષાની જ્યોતને જ્વલંત બનાવવા પોતાના સમય, સંપત્તિ, સંનિ અને સાતિની સ્વૈચ્છિક ન્યોચ્છાવરી ઉદારદિલે કરવા કટિબદ્ધ બનવું જોઈએ.
આ પ્રસંગે પ્રવચન શ્રુતતીર્થ પ્રેરણાદાતા સિદ્ધહસ્ત લેખક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા, શ્રુતરક્ષા સંકલ્પ શિલ્પી પૂ. આચાર્યશ્રી વિજય યુગચન્દ્રસૂરિજી મહારાજ નિશ્રાપ્રદાન કરશે. વિધિ વિધાન માટે શુોપાસક પંડિતશ્રી ચંદ્રકાંતભાઈ સંઘવીપાટણ, સંગીતકાર નિલેશ રાણાવત ઉપસ્થિત રહેશે.
સ્થળ : શંખેશ્વર વિરમગામ હાઈવે, જિ. પાટા-૩૮૪૨૪૬ ગુજરાત. સંપર્ક : 7567991440. Email : pravachanshruttirtha pall.com
(૨)
‘જૈન વિશ્વકોશ'ના પ્રકાશન માટે ઘાટકોપરમાં જૈન વિદ્વાનોની મહત્ત્વની સભા સાનંદ સંપન્ન યુગાદિવાકર પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત ઉવસગહરં સાધના ટ્રસ્ટ પારસધામ ઘાટકોપર દ્વારા ‘જૈન આગમ પરિચય કોશ' અને ‘જૈન વિશ્વકોશ'નું સંપાદન પ્રકાશન કાર્ય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેમાં મુખ્ય સંપાદકો તરીકે ડૉ. કુમારપાળ દેસાઈ અને ગુણવંત બરવાળિયાની નિયુક્તિ કરવામાં આવી છે.
‘જૈન આગમ પરિચય કોશ’ અને ‘જૈન વિશ્વકોશ’નું કાર્ય જૈન સાહિત્યનું એક વિરાટ કાર્ય છે. વિદ્વાનોના સામૂહિક સહયોગ વિના આ કાર્ય કરવું ઘણું મુશ્કેલ છે જેથી વિદ્વાનોની એક સભા તા. ૨૪-૫-૧૨ના પારધામ ખાતે મળી હતી જેમાં બાવન જેટલા વિદ્વાનો ઉપસ્થિત હતા.
ઉપસ્થિત જૈન વિદ્વાનોનું સ્વાગત અને જૈન વિશ્વકોશની પૂર્વભૂમિકા પ્રસ્તુત કરતા ગુણવંત બરવાળિયાએ જણાવ્યું હતું કે યુગદિવાકર પૂ.
ગુરુદેવ નમ્રમુનિ મ.સા. પ્રેરિત Global Jain Aagam Mission
અંતર્ગત ચાલી રહેલ તમામ પ્રોજેક્ટસ આપ સૌના સાતત્યભર્યા
સહિયારા પ્રયાસથી, જૈન ધર્મના આ મહત્ત્વપૂર્ણ કાર્યો આપણે અવશ્ય પૂર્ણ કરીશું.
ડૉ. કુમારપાળ દેસાઈએ જૈન વિશ્વકોશની રૂપરેખા આપતાં જણાવ્યું છે
હતું કે વિશ્વના વિવિધ ધર્મના વિશ્વકોશો (એન્સાઈક્લોપીડીઆ) છે પરંતુ જૈન ધર્મનો વિશ્વકર્માશ નથી. આજના યુગમાં તેની અત્યંત જરૂરીયાત
છે, કારણકે વિશ્વકોશ એ ધર્મ ક્રાંતિનું મોટું સાધન બની શકે તેમ છે.
પ્રમુખ સ્થાનેથી સમાપનમાં ડૉ. ધનવંતભાઈ શાહે સર્વ વિદ્વાનોને ટીમમાં જોડાઈ કાર્યરત બનવા અપીલ કરી હતી.
સભામાં ડૉ. બિપીન દોશી, ડૉ. ગીતાબેન મહેતા, ડૉ. કલાબેન શાહ, ડૉ. ઉત્પલાબેન મોદી, ડૉ. ગુલાબ દેઢિયા, ડૉ. રેણુકાબેન પોરવાલ, ડૉ. રસિકભાઈ મહેતા, નરીતમ રાણા, ડૉ. અભય દોશી, ડૉ. ફાલ્ગુની ઝવેરી, ડૉ. કેતકી શાહ, બીના ગાંધી, ગિરીશભાઈ શાહ (અમેરિકા), ડૉ, કોકિલાબેન શાહ, ડૉ. રેખા વોરા, ચીમનલાલ કલાધર વિ.એ.પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.