________________
નવેમ્બર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
પાલીતાણા ખાતે જૈનકથા સાહિત્યની રાષ્ટ્રીયસંગોષ્ઠીનો ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો
‘જ્યાં સુધી સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખનારાઓ જૈનકથાઓ ત૨ફ પોતાનું ધ્યાન નહીં આપે ત્યાં સુધી એ ઇતિહાસ અધૂરો જ રહેવાનો છે.' આ શબ્દો કોઈ જૈનાચાર્યે ઉચ્ચાર્યા નથી, બલ્કે ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના સાત ભાષાના વિભાગોના સૌથી વડા વસંતભાઈ ભટ્ટે ઉચ્ચાર્યા છે. તે જ રીતે દિલ્હી યુનિવર્સિટી, દિલ્હીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ મિથિલેશ ચતુર્વેદી શું કહે છેઃ ‘જૈન આચાર્યોએ જે વિપુલ પ્રમાણમાં કથાસાહિત્યની રચના કરી છે તેની તુલના અન્ય કોઈ ધર્મના સાહિત્ય સાથે થઈ ન શકે.'
પાલીતાણા ખાતે તા. ૧ અને ૨ સપ્ટેમ્બરના રોજ જૈનાચાર્ય શ્રી જિનચન્દ્ર સૂરીશ્વરજી, આ. શ્રી યોગતિલકસૂરીશ્વરજી આદિની નિશ્રામાં જૈનકથાસાહિત્ય પર એક રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન થયેલું, એ પ્રસંગે બોલાયેલા ઉપરના શબ્દો છે. ‘વીરશાસનમ્' નામની જૈનોમાં વિખ્યાત સંસ્થા છેલ્લા ચારેક વર્ષથી જિનમૂર્તિ, જિનમંદિર, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા–આ સાતેય ક્ષેત્રમાં સેવા-સુરક્ષાનું ગજબ કામ કરી રહી છે. તેમાં પ્રાચીન જૈન સાહિત્યની સુરક્ષા માટે આ. શ્રી યોગતિલકસૂરિજીના માર્ગદર્શનથી ખૂબ જ સુંદર કાર્ય આ સંસ્થાએ કર્યું છે. સંસ્કૃત ભાષામાં ગદ્યશૈલીમાં લખાયેલા ૮૦૦ થી ૧૦૦૦ વર્ષ જૂના ૫૦ ગ્રન્થો ‘કથા-સાહિત્યમાલા’ ભાગ-૧ થી ૧૬ના નામે આ સંસ્થાએ તાજેતરમાં જ પ્રગટ કર્યા છે. તે ૧૬ ભાગ મોટી સાઈઝના કુલ છ હજા૨ ને સિત્તેર જેટલા પાનામાં પથરાયેલા છે. તેમાં સમાવેલા ગ્રન્થોનું કુલ શ્લોકપ્રમાણ એક લાખ ને બાસઠ હજા૨ જેટલું થવા જાય છે.
જૈન સાહિત્યનું પ્રકાશન છેલ્લા દોઢસો-બસો વર્ષથી થતું હશે, પણ એક સાથે આટલા બધા ગ્રન્થો આ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસાપાત્ર બને તેવા સંપાદનપૂર્વક પ્રથમવાર પ્રકાશિત થઈ રહ્યા છે. એ દૃષ્ટિએ તો આ એક ઐતિહાસિક ઘટના હતી જ, સાથે-સાથે જૈનાચાર્યોના કથા-સાહિત્યને કેન્દ્રમાં રાખીને યોજાયેલી આ રાષ્ટ્રીય સંગોષ્ઠીમાં, દિલ્હી યુનિવર્સિટીના મિથિલેશ ચતુર્વેદી, સંસ્કૃતભારતી કે જે ભારતવ્યાપી આર. એસ. એસ. સાથે સંલગ્ન એક એવું સંગઠન છે, જેણે છેલ્લા ત્રીશ વર્ષમાં ભારતમાં હજારો લોકોને સંસ્કૃત બોલતા કર્યા છે, તે સંગઠનના પ્રમુખ ચમૂકૃષ્ણશાસ્ત્રી, કાશી વિદ્યાપીઠ વારાણસીના પ્રભુનાથ દ્વિવેદી, સોમનાથ વિશ્વવિદ્યાલય વેરાવળના કુલપતિ વેમ્પટી કુટુમ્બશાસ્ત્રી, રોહતક હરિયાણાથી આવેલા સુરેન્દ્રનાથ ત્રિપાઠી, છેક હિમાચલ પ્રદેશ-કાંગડાથી વિજયપાલશાસ્ત્રી, લાલબહાદુર શાસ્ત્રી વિશ્વવિદ્યાલયના અનેકાન્ત જૈન અને વીરસાગર જૈન જેવા ધુરંધર વિદ્વાનો ઉપસ્થિત રહ્યા અને જૈન સાહિત્ય પ્રત્યેનો પોતાનો
૧૩
અહોભાવ વ્યક્ત કર્યો તે દૃષ્ટિએ પણ આ ઐતિહાસિક ઘટના હતી. જે સોળ ભાગોનું પ્રકાશન ‘વીરશાસનમ્’ દ્વારા થયું તેનો સમર્પણ સમારોહ પણ આ બે દિવસ દરમિયાન થયો. આ આયોજનમાં વીરશાસનમ્ જેવી જૈન સંસ્થાની સાથે પી.એન.આર. શાહ મહિલા આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, પાલીતાણા પણ શામેલ હતી. એટલું જ નહિ બલ્કે જૈનાચાર્યોની નિશ્રામાં યોજાતા પ્રસંગમાં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના પ્રોફેસ૨ કમલેશભાઈ ચોકસીએ જૈન સિદ્ધાંતોને વફાદાર રહીને સભા સંચાલન કર્યું હતું.
જૈન શાસનના આ એક મહત્ત્વના પ્રસંગની ઊંચાઈને બરોબ૨ પ્રમાણતા પાલીતાણાસ્થિત અન્ય આચાર્યભગવંતો આ. શ્રી નવરત્નસાગર સૂ., આ. શ્રી અશોકસાગર સૂ., આ. શ્રી કુલચંદ્ર સૂ., આ. શ્રી રત્નાકર સૂ., આ. શ્રી રવિરત્નસૂ., આ. શ્રી રત્નસેન સૂ., આ. શ્રી હર્ષતિલક સૂ. વિગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સંગોષ્ઠી અઢીઅઢી કલાકના ચાર સત્રોમાં સંપન્ન થઈ હતી.
તા. ૧ સપ્ટેમ્બરની સવારે નવ વાગે બહુમાનપૂર્વક ૧૬ ગ્રન્થોની તેમજ ગુરુ ભગવંતોની વાજિંત્રોના નાદ સાથે મંડપમાં પધરામણી થઈ. ત્યારબાદ ‘વીરશાસનમ્' સંસ્થાના ઉદ્દેશ અને હાર્દને આવરી લેતું સુંદર ગીત રજૂ થયું. તે પછી ગ્રન્થોના પ્રકાશનમાં પોતાના જ્ઞાનનિધિમાંથી લાભ લેનારા જુદા-જુદા સંઘના ટ્રસ્ટીઓ તેમજ પધારેલા શીર્ષસ્થ વિદ્વાનોના હાથે તે ૧૬ પૈકીના ૪ ગ્રન્થો આચાર્ય ભગવંતના કકમલમાં સમર્પિત કરવામાં આવ્યા. આ રીતે દરેક સભામાં ૪-૪ ગ્રન્થોનું અર્પણ કરવામાં આવ્યું.
ત્યારબાદ ચમૂકૃષ્ણશાસ્ત્રીએ સંસ્કૃત ભાષાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે, ‘પાપ’નો સમાનાર્થી શબ્દ `Sin' તમને અંગ્રેજીમાં મળશે પણ પુણ્ય’નો સમાનાર્થી શબ્દ તમને અંગ્રેજીમાં નહીં મળે. મારું અંગ્રેજી ભાષાનું જ્ઞાન જો સશક્ત નહીં હોય તો ‘હરક્યુલીયન’ જેવો અંગ્રેજી શબ્દ મને કદાચ નહીં સમજાય. પણ એ નહીં સમજાય તો મારા જીવનમાં બહુ ફરક નહીં પડે. જો ‘પુણ્ય’ શબ્દ અને તેનું જીવનમાં મહત્ત્વ મને નહીં સમજાય તો મારા જીવનમાં બહુ મોટી નુકસાની થઈ જશે.
કૃષ્ણશાસ્ત્રીએ ખૂબ સરસ રીતે એ સમજાવ્યું કે આપણા જીવનનો મુદ્રાલેખ એ હોવો જોઈએ કે ‘સ્વર્સી સ્વભ્યમ્, સમાજાય સર્વસ્વમ્’ – પોતાના માટે એકદમ થોડું અને સમાજ માટે સર્વસ્વ. તેમણે વધુમાં એમ પણ કહ્યું કે, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, સામાજિક જીવનમાં, વેપાર, વાણિજ્ય, પ્રશાસન, ન્યાય વિગેરે બધી જ જગ્યાએ ‘ધર્મ’ જરૂરી છે. ‘ધર્મ’ એટલે પોતાના કર્તવ્યનું પાલન અને તે બધે જ આવશ્યક છે. આ કર્તવ્યનું પાલન શીખવવા માટે જ આ કથા સાહિત્ય છે.