________________
૨૮
પ્રબુદ્ધ જીવન
ડિસેમ્બર, ૨૦૧૨
મેં વર્ષોથી ઝંખના રાખી હતી, તે મને આજે સાક્ષાત્ મળ્યા છે.’
નાનુભાઈ શાસ્ત્રીએ ઊભા થવાની તૈયારી કરી, તો કે. લાલે ફરી એમને બેસાડ્યા અને કહ્યું, ‘નાનુભાઈ, આજે ઉતાવળ ન કરશો, કારણ એટલું જ કે આ મારા એવા લેખક છે કે જેમણે મને જીવન
પાસે પહોંચી જાઉં અને એમને આદરપૂર્વક વંદન કરું, પરંતુ એમણે પોતાની જાત પ૨ સંયમ રાખ્યો. એમ થયું કે ચાલુ શો દરમિયાન આમ દોડી જવું બરાબર નથી. એને બદલે શો પૂર્ણ થયા પછી નિરાંતે મળીશ. આ સંદર્ભમાં શ્રી કે. લાલે ગુજરાતના પ્રસિદ્ધ લેખક શ્રી રજનીકુમાર પંડ્યાને કહ્યું હતું, ‘મને લાગે છે કે એ વખતે મારામાં કદાચ ભક્તનીઆપ્યું છે. બાળપણમાં શ્રી રમાલાલ વ. દેસાઈની નવલકથાઓ ભગવાન પ્રત્યેની ભાવ-ઉત્કટતા આવી ગઈ.’ વાંચતો, ત્યારે એમનાં પાત્રો જેવા બનવાનું મન થતું. ગુણવંતરાય આચાર્યની નવલકથા વાંચતાં સમુદ્ર ખેડવાની ઇચ્છા થતી. ઝવેરચંદ મેઘાણીની કોઈ વાર્તા કે કાવ્ય વાંચતાં મનમાં શૌર્યરસ ઊભરાતો હતો. મને બાળપણમાં રહસ્યકથાઓ વાંચવાનો ભારે શોખ. ત્યારે ડર પણ લાગતો, છતાં હું પોતે ચિત્રગુપ્ત કે મનહ૨ હોઉં તેમ તેમાં મગ્ન હું બની જતો. કવિ દુલા કાગનાં ગીતો સાંભળ્યાં અને મારો કંઠ સારો હોવાથી હું જાહેર કાર્યક્રમોમાં એ ગાતો પણ ખરો. પણ આ જીવનનું સંગીત તો જયભિખ્ખુભાઈ પાસેથી પામ્યો છું.’
બાજુમાં ઊભેલા મનસુખ ોશીએ આશ્ચર્ય પ્રગટ કરતાં કહ્યું. એ‘લાલસાહેબ, હજી તમે માંડ જયભિખ્ખુને ઓળખી શક્યા, તો પછી કઈ રીતે એમને પામ્યા છો ?’
જયભિખ્ખુએ આ શો ભરપૂર માણ્યો. કે, વાલની જાદુકલાના એક એક ખેલને એમણે તાલીઓથી વધાવ્યો. એમની સાથે એમના સાથી સાધક શ્રી નાનુભાઈ શાસ્ત્રી પણ એના આનંદમાં ડૂબી ગયા. શો પૂરો થયો. પ્રેક્ષકો હૉલની બહાર જવા લાગ્યા અને કે. લાલના એક સાથી જયભિખ્ખુ પાસે આવ્યા.
‘લાલસા'બ આપકો અંદર બુલાતે હૈ...' અને પછી એ આદરપૂર્વક જયભિખ્ખુને કે. લાલ પાસે લઈ ગયા.
કે. લાલ હજુ જાદુગરના ચમકદાર વસ્ત્રોમાં હતા. ચહેરા પર મેકઅપ હતો. જયભિખ્ખુને જોતાં જ એમના ચરણસ્પર્શ કરવા માટે નીચા નમ્યા. જયભિખ્ખુએ એમને બે હાથથી પકડી લેતાં કહ્યું, ‘તમારા જેવા કલાકા૨નું તો મારે સન્માન કરવાનું હોય. તમે આવું માન કેમ આપો છો ? તમારી કલાસાધના જોઈને હું આફરીન થઈ ગયો છું.'
કે. લાલે કહ્યું, 'કલકત્તામાં સાહિત્ય પરિષદ વખતે એક વાર આપને અલપઝલપ જોયા હતા, પરંતુ આપની કલમ પર હું એથીય વધુ આફરીન થયો છું. અમે ભલે જાદુગર હોઈએ, પણ તમે તો જાદુગરના ય જાદુગર છો. મારા જીવનમાં ઘણાં સર્જકોનાં પાત્રો સાથે હું એકરૂપ બન્યો છું. પરંતુ આપની વાર્તાઓમાં જેવી માનવતાની સુગંધ મહેકતી જોઈ છે એવી મને બીજે ક્યાંયથી મળી નથી. એમાંથી બીજા માટે કંઈક કરી છૂટવાની ભાવના અને બીજાના સુખે સુખી કેમ થવું તેનું જ્ઞાન મને તમારી કથાઓમાંથી મળ્યું છે. એમાંથી મળતો માનવીમાંથી માનવ બનવાનો સંદેશ મારા જીવનનો આદર્શ છે.
કે. લાલના ચહેરા પર પોતાના આદર્શને મળ્યા હોય એવી પ્રસન્નના હતી. એમના અવાજમાં આનંદનો રણકાર હતો, તો એમના શબ્દોમાં કોઈ નવીન ઉત્સાહ પ્રગટતો હતો.
જયભિખ્ખુએ પણ કોણ જાણે વર્ષોનો પરિચય હોય એ રીતે કે. લાલને બાથમાં લીધા. એમને એટલી બધી શાબાશી આપી કે કલ્પના પણ ન આવે. એમણે કહ્યું, ‘તમને જોઈને તો એક શાયરનો શે૨ જ કહેવાનું મન થાય :
‘તેરે નામ પર નૌજવાની લૂંટા હૂં, જવાની નહિ જિંદગાની લૂંટા છું.'
‘આવું ન કહેશો બાલાભાઈ, હું તમારી આગળ બાળક છું, તમે મારા સંસ્કારદાતા મુરબ્બી છો. મારી પાસે હાથની કરામત છે, તમારી પાસે કલમનો જાદુ છે.’
બંને વચ્ચે ઘણી વાતો થઈ. થોડીવારમાં તો આત્મીયતા સધાઈ ગઈ. બહાર કે. લાલના સાથીઓ તેમની રાહ જોઈને બેઠા હતા. બીજા અન્ય પરિચિતો પણ કે. લાલને મળવા આવ્યા હતા, પરંતુ કે. લાલે સહુને કહ્યું, ‘આજે તમને કોઈને હું મળવાનો નથી. જેમને મળવાની
કે. લાલે કહ્યું, ‘જયભિખ્ખુના પુસ્તકો વાંચ્યા પછી હું વિચારમાં પડ્યો કે મારે શું કરવું જોઈએ. એના પરિણામે જ મેં જાદુકલાની બાબતમાં અલ્પ વિચાર ન કરતાં વિશાળ દિલની ભાવના રાખી. કેટલાય જાદુગરોને તૈયાર કર્યા. આજે તો આખી દુનિયામાં આ વિદ્યાની નામના થાય તે માટે પુરુષાર્થ ખેડી રહ્યો છું. મને આવી વિશાળ દૃષ્ટિ જયભિખ્ખુભાઈના સાહિત્યમાંથી મળી. (જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સ્મરણિકા, પૃ. ૧૩૭)
જયભિખ્ખુએ કહ્યું, 'લાલ, જો સમય હોય તો કાલે નિરાંતે સાથે ભોજન લઈએ. તમે આવશો ને !'
કે. લાલે કહ્યું, ‘ભગવાન બોલાવે અને ભક્ત ન આવે એવું બને ખરું ? જરૂર આવીશ.”
અને એક એવો સંબંધ બંધાયો કે જે અવ્યાખ્યય છે. એની કોઈ વ્યાખ્યા થઈ શકે તેમ નથી. એમાં લોહીની સગાઈનો કશો સંબંધ ન હોવા છતાં દિલની અતૂટ સગાઈ સર્જાય છે. એમની વચ્ચે કોઈ જોડનારો સંબંધ તંતુ નહોતો, છતાં સ્નેહના અતૂટ તાંતણા બંધાયા. કે. લાલ વસે કલકત્તામાં અને જયભિખ્ખુ અમદાવાદમાં. એમના કુટુંબની પણ કોઈ વ્યક્તિનો પરિચય નહીં અને છતાં એક એવો સંબંધ સર્જાયો કે જેમાં કે. લાલને દુઃખ થાય અને જયભિખ્ખુની આંખો રડે. જયભિખ્ખુ કોઈ સલાહ આપે તો કે. લાલ અને તત્કાળ શિરોધાર્ય કરે. ભાભવના ઋણાનુબંધ જેવો એક વિરલ સંબંધ સર્જાયો.
કે. લાલ જે કોઈ શહેરમાં શો કરે, ત્યાં પહેલું કામ કલાકારોને નિમંત્રણ આપવાનું કરે. એ સાહિત્યકાર હોય, રંગભૂમિનો કલાકાર હોય કે પછી ફિલ્મનો અદાકાર હોય. આને પરિણામે ગુજરાતી સાહિત્યના અનેક સર્જકો સાથે એમને પરિચય થયો. ધૂમકેતુ, ઈશ્વર પેટલીકર, પીતાંબર પટેલ, પન્નાલાલ પટેલ, બચુભાઈ રાવત જેવી ઘણી વ્યક્તિઓ કે. લાલના શોમાં આવી, કે. લાલ એમને મળ્યા પણ કોઈ એવો સંબંધ રચાયો નહીં કે જે જીવનભર ટકી રહે. જયભિખ્ખુ