Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 517
________________ ડિસેમ્બર, ૨૦૧૨ શુદ્ધ જાગૃતિને બદલે સ્વજાગૃતિ (સેલ્ફ અવેરનેસ) આવે છે. સેન્સિટીવીટી એજાઈલ થાય છે અને પછી બુદ્ધિરૂપે પ્રગટ થાય છે. વલ્લભદર્શન મુજબ પ્રકૃતિ, કાલ, કર્મ અને દ્રવ્યનું એક્સટેન્શન સત્, પુરુષનું એક્સટેન્શન ચિત્ત અને પરમાત્મા કે શ્રીકૃષ્ણનું એક્સટેન્શન આનંદ છે. વૈજ્ઞાનિકો ઈશ્વરને નકારી શકે છે પણ બ્રહ્મને નકારી શકતા નથી. આપણે વિવિધ પ્રયોગશાળામાં ટેસ્ટ કરાવીએ પછી તે બધા રિઝનો સમાહાર કરવો તે સભંગિ ન્યાય છે. બધા રિઝનો સમાહાર તાદાત્મ્ય પેટે કરવો તે વલ્લભવેદાંતની દૃષ્ટિ છે. જૈન અને વલ્લભ વેદાંત બંને કબૂલ કરે છે કે સર્વષ્ટિ અનુગ્રહ એટલા માટે આવશ્યક છે ક તત્ત્વ અનેકાંત છે. જે તત્ત્વ છે તે બાય ડીફોલ્ટ ખામીયુક્ત હોવાની શક્યતા છે. તે એક હોવા છતાં અનેક હોઈ શકે છે. શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે તમે બુદ્ધિથી અનુભાવન કરો તો તેના માટે તે રૂપ સાચું પ્રગટ થાય છે. બીજા માટે અલગ કે ખોટું હોઈ શકે છે. મહાયોગી શ્રી અરવિંદનું દર્શન માણસની પ્રકૃતિ બદલી શકે છે. શ્રીમતી જ્યોતિબહેન થાનકીએ 'મહાયોગી શ્રી અરિવંદનું જીવનદર્શન' અંગે જણાવ્યું કે મહાયોગી શ્રી અરવિંદનું દર્શન ખૂબ જ વૈજ્ઞાનિક પદ્ધતિનું છે. તેમાં દર્શાવેલી સાધના વડે માાસની પ્રકૃતિ બદલાઈ શકે છે. ભારતમાં યુગોથી સાધના થતી આવી છે. આમ છતાં મનમાં તારુંમારું, સંકુચિતતા, પૂર્વગ્રહ અને ઈર્ષ્યા જેવા ભાવો રામાયણ-મહાભારતના કાળથી યથાવત્ છે. શરીર માટે જન્મ, જરા, વ્યાધિ અને મૃત્યુ યુગોયુગોથી છે. તે રીતે શરીરને ભૂખ અને વાસના પણ છે. તપશ્ચર્યા છતાં તેમાં બદલાવ આવ્યો નથી મહાયોગી અરવિંદ કહે છે કે પ્રકૃતિ બદલી શકાય છે. તેના માટે સાધના છે. મહાયોગી અરવિંદનું દર્શન સમજવા માટે સાત બાબતો ઉત્ક્રાંતિ, અતિમનસ, આરોહણ, અવતરવા, રૂપકીર્તન, દિવ્યજીવન અને પૂર્ણયોગને જાણવી જોઈએ. વૈજ્ઞાનિકો કહે છે કે મનુષ્ય એ ઉત્ક્રાંતિનું સહુથી વિકસિત પ્રાણી છે, તે ઉત્ક્રાંતિનું અંતિમ સોપાન છે. મહાયોગી અરવિંદ કહે છે કે પરમાત્મા પૂર્ણ છે. તેથી પરમાત્માના સર્જન આપણે અપૂર્ણ હોઈ શકીએ નહીં. આપણે હજી વચગાળાનું પ્રાણી છીએ. આપણે હજી આગળ ધપવાનું છે. તેમાં કદાચ હજુ એક હજા૨ વર્ષ પણ લાગી શકે. અતિમનસ (સુપ્રાર્મન્ટલ) એ મહાઇટિલ તત્ત્વ નથી. પણ પરમાત્માની ચેતના છે. તેમાં પ્રેમ, આનંદ, જ્ઞાન, શક્તિ અને પૂર્ણતા છે. પરમાત્માની એ ચેતના સુધી આપણું આરોહણ થાય. સચ્ચિદાનંદ એ દિવ્ય ચેતનાની સ્વાભાવિક શક્તિ છે. બધા જ ધર્મો અને દર્શનો બધા લોકો પરમાત્માને ગોતવા ઉપર ચડે છે. પરમાત્માનો અંશ તો આપણામાં રહેલો છે. આપણે કોઈપણ માર્ગે આપણી અંદર રહેલા પરમાત્મા સાથે અનુસંધાન પ્રબુદ્ધ જીવન ૨૫ સાધવાનું છે. આપણી અંદર રહેલા નિસ્વાર્થ પરમતત્ત્વના અંશ સાથે એકતા સાધવાની છે. પ્રાર્થના દ્વારા ભગવાનની પૂર્ણ ચૈતના સાથે એકરૂપ થવાનું છે. આપણે ભગવાનનું જીવનમાં અવતરણ કરવાનું છે. તેમને જીવનમાં ઉતારવાના છે. તેનાથી જ મન દિવ્ય અને જ્યોતિર્મય બનશે. પ્રાણમય પુરુષ ભગવાનની સીધી શક્તિ બનશે. તેથી દોષનું દ્રવ્ય બદલાશે. પરમાત્માની શક્તિમાં વિભાજન થશે. ઈશ્વરની શક્તિ જીવનમાં ઉતારશું તો મૃત્યુનો ભય નહીં હોય. જીવન તેજોમય બનશે અને શરીર દિવ્ય બનશે. મહાર્યાગી અરિવંદનું અવસાન પાંચમી ડિસેમ્બર, ૧૯૫૦ના દિવસે થયું. ત્યારપછી પાંચ દિવસ સુધી તેમાં વિઘટનની પ્રક્રિયા શરૂ થઈ નહોતી એમ ફ્રેન્ચ તબીબો કહે છે. યોગ એ વ્યક્તિનો નહીં પણ સમષ્ટિનો છે. આખી માનવચેતનનો યોગ છે. તેમાં હજારો વર્ષો પણ નીકળી જાય. દિવ્યચેતના સામૂહિક રીતે કાર્ય કરે. વધુમાં વધુ લોકો તેના પ્રત્યે જાગૃત થાય. આપણે કદાચ ૩૦ નહીં પણ ૩૦૦ જન્મો સુધીમાં પૂર્ણયોગ સુધી પહોંચી શકીએ. ધર્મનું આચરણ જીવનના દરેક ક્ષેત્રમાં ભેળવો ડૉ. થોમસ પરમારે ‘ઈસુના ગિરિ પ્રવચનો’ અંગે જણાવ્યું હતું કે જો ભ્રૂણ અલૂણુ થાય તો તે કશા કામનું રહેતું નથી. મીઠું ખારાશ ગુમાવે તો તેને રસોઈમાં ભેળવવાનો અર્થ નથી. આપણે ધર્મનું આચરણ દરેક ક્ષેત્રમાં ભેળવવું જોઈએ. તેને દરેક ક્ષેત્રમાં ન ભેળવીએ તો ધર્મનો અર્થ રહેતો નથી. ખ્રિસ્તી ધર્મ ક્ષમાનો ધર્મ છે. માફી માંગનાર માટે શરત એ છે કે તેણે પણ બીજાઓને માફ કરી દેવા. તેથી તેને ૧૦૦ ટકા માફી મળી શકે. જૈન ધર્મની જેમ ખ્રિસ્તી ધર્મમાં પણ ભગવાન ઈસુએ અપરિગ્રહની વાત કરી છે અને તેઓએ પૃથ્વી ઉપર સંપત્તિનો સંગ્રહ કરવાની મનાઈ કરી છે. પૃથ્વી ઉપરની સંપત્તિની ચોરી થઈ શકે છે. સંપત્તિનો સંગ્રહ સ્વર્ગમાં કરવો જોઈએ. પરમેશ્વર અને પૈસા એમ બે માલિકની સેવા કરવાથી મુશ્કેલી થાય છે. મહેનતમાં શ્રદ્ધાનું પરિબળ ઉમેરાવું જોઈએ. આપણે ઈશ્વર પાસે આજ માટે બે રોટલા માગવા જોઈએ. કોઈ પિતા કે ઈશ્વર તેના સંતાન રોટલા માર્ગ અને પથ્થ૨ આપે એ બની શકે નહીં. આ વાત ભિખારીવેડાની નહીં પણ શ્રદ્ધાની વાન છે. પ્રભુ તરફ જનારો માર્ગ સાંકડો છે અને ત્યાં જનારા પણ ઓછા છે. જે રીતે વૃક્ષ તેના ફળથી ઓળખાય છે તે રીતે આપણા કર્મ અને વાણીથી હ્રદય ઓળખાય છે એમ ડૉ. થોમસ પરમારે ઉમેર્યું હતું. હૃદય, બુદ્ધિ અને હાથ કેળવાય એવા શિક્ષણની હિમાયત ગાંધીજીએ કરી હતી ગુજરાતના વિદ્યાપીઠના ઉપકુલપતિ ડૉ. સુદર્શન આયંગરે ‘ધર્મ અને શિક્ષણ' અંગે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીએ વ્યક્તિ કેળવાય એવા શિક્ષણની તેમની કલ્પના હતી. જો કે આપણે અમેરિકાની સદાચરામાં જીવન વિતાવનાર દીર્ઘજીવી હોય છે, એનાં સંતાન પણ એને સુખ આપનારાં હોય છે, એ ધન-સંપત્તિ પણ પ્રાપ્ત કરે છે. ખરાબ લોકો એની સંગતમાં આવે તો તેઓનું આચરણ પદ્મ સુધરી જાય છે.

Loading...

Page Navigation
1 ... 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528