Book Title: Prabuddha Jivan 2012 Year 59 Ank 01 to 12
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 502
________________ ૧૦ પ્રબુદ્ધ જીવન ડિસેમ્બર, ૨૦૧૨ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. થવી જોઈએ. દાન, પ્રાર્થના અને ઉપવાસ એ ઉત્તમ ધર્મકાર્યો છે, અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવી પડશે; તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે.' આમ ગુસ્સો કરવો, ગાળ દેવી કે તિરસ્કાર કરવો તે પણ ઈસુની દૃષ્ટિએ હિંસાના કૃત્યો જ છે. કોઈને પણ આપણી સામે ફરિયાદ હોય તો પ્રથમ તેની સાથે સમાધાન કર્યા પછી જ વેદી સમક્ષ નૈવેદ્ય ધરાવવું. અવ્યભિચાર આધ્યાત્મિક પ્રગતિના સોપાનો છે-ભક્તિના સાધનો છે. તેથી તેમાં દેખાડો-જાહેરાત ન ઘટે. ફાધર વાલેસ કહે છે કે, 'જાહેરાત એ ધર્મની ઉધઈ છે; તેનું સત્ત્વ ખાય છે, તેને પોકળ અને મિથ્યા બનાવે છે.’ આદર્શ પ્રાર્થના વ્યભિચાર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરંતુ ઈસુ એથી પણ આગળ વધીને કહે છે કે, જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસનાભરી નજર નાંખે છે, તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. વ્યભિચાર ન થાય તે માટે ઈસુ વાસનાભરી દૃષ્ટિથી મુક્ત થવાનું જણાવે છે. વેર સામે પ્રેમ, સમદષ્ટિ ઉપકારનો બદલો ઉપકાર હોય તે સ્વાભાવિક છે. પરંતુ ઈસુ તો અપકારની સામે પણ ઉપકા૨ ક૨વાનું જણાવે છે. દુષ્ટની સામે પણ દુષ્ટતા ન કરો. બૂરું કરનારનો સામનો નહિ કરવાનું, એક ગાલ પર તમાચો કોઈ મારે તો બીજો ગાલ પણ ધરી દેવાનું અને શત્રુ ઉપર પણ પ્રેમ રાખવાનું ઈસુ જણાવે છે. પ્રેમ રાખનાર ઉપર પ્રેમ રાખી તેમાં કંઈ વિશેષ કર્યું ન કહેવાય. વિરોધીઓને, શત્રુઓને કે આપણને તિરસ્કાર કરનાર લોકોને પણ પ્રેમ કરીએ તો તે વિશેષ કર્યું ગણાય. એક ગાલ પર કોઈ તમાર્ચો મારે તેની સામે બીજો ગાલ પણ ધરી દેવી એ અધરું છે. માફી આપવી, એક ગાલ સામે બીજો ગાલ ધરી દેવો, પહેરણ માંગે તો ડગલો આપી દેવો, માર્ગ તેને આપવું એમાં અંતિમ વિજય છે. ઈશ્વ૨ પાપી અને પુણ્યશાળી સૌની ઉપર એક સરખો સૂર્યનો પ્રકાશ અને વરસાદ વરસાવે છે. ઈશ્વર પૂર્ણ છે તેવા જ પૂર્ણ આપણે પણ બનવાનું છે. જીવનના અસ્તિત્વ માટે સહિષ્ણુતા જરૂરી છે. હિંસાની સામે હિંસા કરવાથી માનવતાનું ઝરણું સૂકાઈ જાય. વેર કદાપિ ઘેરથી શાંત થતું નથી, પણ પ્રેમથી શાંત થાય છે. આ સનાતન નિયમ છે. અદંભિત્વ અભિત્વ એટલે દંભનો ત્યાગ, દંભવિહીન રહેવું તે. દાન, ઉપવાસ અને પ્રાર્થના જેવા ધર્મકાર્યોનો દેખાડો ન થવો જોઈએ, લોકોની નજરે ચડવા માટે આવા ધર્મકાર્યો કરવાથી ઇશ્વર તરફથી તેનો બદલો મળતો નથી. દાંભિકો લોકોની વાહ વાહ મેળવવા માટે દાનધર્મનો ઢોલ પીટે છે. દાન કરીયે ત્યારે જમણો હાથ શું આપે છે તેની ડાબા હાથને પા જાણ ન થવી જોઈએ, અર્થાત્ દાન ગુપ્ત હોવું જોઈએ. ગુપ્ત રીતે આપેલા દાનનો ઈશ્વર બદલો આપશે. પ્રાર્થના પણ બંધ બારણે એકાંતમાં કરવી જોઈએ. તે જ રીતે ઉપવાસ કરીએ ત્યારે દાંભિકોની જેમ ઉદાસ દેખાવાનો પ્રયત્ન ન કરવો. ઉપવાસની જાણ લોકોને ન પ્રાર્થના આત્માનો ખોરાક છે. સાધનાનો રાજમાર્ગ છે. ચિત્તની એકાગ્રતા માટે તે જરૂરી છે. ઈસુએ આદર્શ પ્રાર્થના નીચે પ્રમાણે શીખવીઃ હે અમારા પરમ પિતા, તમારા નામનો મહિમા યાઓ, તમારું રાજ્ય આવે. સ્વર્ગમાં તેમજ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂર્ણ થાઓ. આજે અમને અમારો રોજનો રોટલો આપો. અમે જેમ અમારા અપરાધીઓને માફી આપી છે, તેમ તમે અમારા અપરાધોની માફી આપો. અમને પ્રલોભનમાં પડવા દેશો નહિ, પણ અમને અનિષ્ટથી બચાવો. ખ્રિસ્તી જીવનનું સમગ્ર હાર્દ આ પ્રાર્થનામાં સમાયેલું છે. અગાઉના ધર્મમાં ઇશ્વરની માન્યતા એક કડક ન્યાયાધીશ તરીકેની હતી. તેને બદલે ઈસુએ ઈશ્વરને એક પ્રેમાળ પિતાનું સ્વરૂપ આપ્યું છે, તે આ પ્રાર્થનાના પ્રારંભમાં જ જોવા મળે છે. સંતાનના દુષ્કૃત્યોથી જેમ પિતાના નામને કો લાગે છે, તેમની આબરૂને ઝાંખપ લાગે છે, તેમ આપણા દુષ્કૃત્યો-પાપથી ઈશ્વરનો મહિમા ઘટે છે. આપણાં સદ્કાર્યોથી ઈશ્વરના નામનો મહિમા વધશે. દેહના ગુજરાન માટે આજના જ (આવતી કાલના નહિ) રોટલાની (મિષ્ટાનની નહિ) માગણી કરી છે. રોટલાની માગણી પાછળ ઐહિક સુખની માગણી નથી. કિશોરલાલ મશરૂવાળાના મતે, ‘રોજની જરૂરીયાત કરતાં કિંચિત પણ વિશેષ આપીશ નહિ; અમને અપરિગ્રહી રાખજે...રોટલો તો મળવાનો જ છે પણ જરૂર કરતાં વધારે ન મળો એ માગણી છે. ખ્રિસ્તી ધર્મ ક્ષમાનો માર્ગ છે તે આ પ્રાર્થના દ્વારા કહી શકાય. ઈશ્વર દ્વારા આપણા અપરાધની માફી મળે તે માટે શરત એ છે કે પ્રથમ આપણે આપણાં અપરાધીઓને માફ કરવા જોઈએ. જીવનમાં ડગલે અને પગલે પાપ તરફ દોરી જતાં મોહ, માયા અને લાલચ જેવાં પ્રર્યાભોથી બચાવવાની ઈશ્વરને વિનંતી છે. આવા પ્રલોભનોથી બચાય તો જ અનિષ્ટથી બચી શકાય. અપરિગ્રહ પૃથ્વી પરની સંપત્તિનો સંઘરો ક૨વાની ઈસુ મનાઈ કરે છે. પૃથ્વી પરની સંઘરેલી સંપત્તિને કીડા ખાઈ જાય છે, કટાઈ જાય છે અને ચો૨ ચોરી જાય છે. તેથી પૃથ્વીને બદલે સ્વર્ગમાં આપણી સંપત્તિ સંઘરવી જોઈએ. જ્યાં સંપત્તિ હોય ત્યાં આપણું મન ચોંટી રહેવાનું. સંપત્તિ જો

Loading...

Page Navigation
1 ... 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528