________________
ડિસેમ્બર, ૨૦૧૨
પૈસા કોના છે ? ભારતની જનતાના. જેમાં આપણું પ્રમાણ એક ટકો છે. કોઈ એમ કહે કે અનુચિત માર્ગે પ્રાપ્ત થયેલ દ્રવ્યમાંથી બર્નલ મંદિરોમાં જૈનેતરનો હિસ્સો ૯૯ ટકા હોઈ શકે છે. તો તે સત્યથી વેગળું ના હોય. આ સંજોગોમાં આપણે જૈનેતરોની અદેખાઈ અને રોષના ભોગ બની શકીએ છીએ. એવી દલીલ કરવામાં આવે કે આ
પ્રબુદ્ધ જીવન
જાતનું દ્રવ્ય સારા માર્ગે સ્વીકાર કરવામાં ના આવે તો બીજે ખર્ચાશે. આ દર્શીલ યોગ્ય નથી, કારણ કે આ જાતનો સ્વીકાર અનુચિત કાર્યને યોગ્યતા બક્ષે છે. આપણા શાસ્ત્રમાં પુણિયા શ્રાવકનું દૃષ્ટાંત મહત્ત્વનું છે. સામ્યવાદ સિવાયની બધી જ વિચારસરણી પ્રમાણે સાધન જ સાધ્યને યોગ્યતા બક્ષે છે.
૪. થોડું હળવાશથી રજૂ કરીએ. ભગવાનની પર્ષદામાં કોઈ ચોર ભગવાનને કહે કે મારે દાન કરવું છે, તો ભગવાન શું જવાબ આપે ? કદાચ એમ કહે કે બેટા તું શેનું દાન કરીશ. તારી પાસે છે તે તારું નથી. એક ટુચકો યાદ આવે છે-એક વકીલ મૃત્યુ પછી સ્વર્ગના દ્વારે જઈ ઊભા રહ્યા. સેંટ પીટર્સે પુછ્યું કે તમે શું સારું કામ કર્યું છે ? તે
૧૭
કહે કે મેં એક ગરીબ બાઈને પચીસ સેંટ દાનમાં આપ્યા હતા. ભગવાને સેંટ પીટર્સને કહ્યું કે એમના પચીસ સેંટ પાછા આપો અને નર્કમાં જવાનું કહો.
૫. કરોડો અનુચિત માર્ગે કમાઈ લાખોનું દાન કરવાથી છૂટી શકાય નહીં. આ તો એરાની ચોરી કરી સોયનું દાન કરવા જેવી વાત થઈ. દાનથી ચોરી સામે હવાલી પડી શકે નહીં. આપણા ધર્મ પ્રમાણે પણ સાચા અને ખોટા કર્મ બન્ને ભોગવવા પડે છે.
૬. થોડુ' ઐતિહાસિક સંશોધન જરૂરી છે. ક્યા સંજોગોમાં બુદ્ધ ધર્મની ભારતમાંથી નાબુદી થઈ, કયા સંજોગોમાં યહુદીઓ યુરોપમાં ધિક્કારનો ભોગ બન્યા. કહેવત છે કે જેઓ ઇતિહાસની ભૂલોમાંથી શીખતા નથી તેઓ તેનો ફરીથી શિકાર બને છે. મિચ્છામિ દુક્કડં.
C-19/604, વસંત વિહાર, બીજો પોખરન રોડ, થાના-૬૦૦૬૧૦. ફોન : ૦૨૨-૨૧૭૧૧૪૬૦ મો. : ૯૮૧૯૨૦૮૩૦૨, ધર્મ એક સંવત્સરી એક
Tપ્રવીણ ખોના
‘પ્રબુદ્ધ જીવન’ના ઑક્ટોબર અંકથી જૈન જગત સન્મુખ આ વિચાર અમે વહેતો કર્યો છે પ્રતિ અંકે આ ચર્ચા આગળ વધારવાની અમારી ભાવના છે. વિદ્ વાચક વર્ગને આ ચર્ચામાં ભાગ લેવાનું અમારું આમંત્રણા છે.
સંવત્સરી વાદ-વિવાદ
[ઓક્ટોબરના લેખના સંદર્ભમાં શ્રેષ્ઠિવ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ સાથે ફોન ઉપર ચર્ચા કરતા એઓશ્રીએ જણાવ્યું કે આ પ્રશ્ન વિવાદના ઉકેલ માટે ૧૫-૨૦ વર્ષ પહેલાં ઓઓશ્રીએ પ્રયાસ કરેલ, પણ એઓશ્રીને આ વિશે સફળતા ન મળી.
ઑક્ટો.૨૦૧૨ના પ્ર.જી.ના અંકમાં ‘ધર્મ એક, સંવત્સરી એક' એ સૂત્ર પાને પાને છપાયેલ છે. તંત્રી લેખમાં પણ આ અંગે સૂચન છે. સૂચન ઉત્તમ છે, પણ એને અમલમાં મૂકવાનું કઠીન અને સલાહભર્યું નથી. તેમજ અત્યારે જે શાંત વાતાવરણ પ્રવર્તી રહ્યું છે તે ડહોળાઈ જશે. અત્યારે દરેક ફિરકા, પંથો તથા ગચ્છો પોતપોતાની પરંપરા પ્રમાણે સંવત્સરી અને પર્યુપા મનાવી રહ્યા છે. ક્યાંય હોંસાતોંસી જણાતી નથી. બધું સમુસુતરૂં ચાલે છે. અલગ અલગ ફિરકાઓ, પંથો અને ગચ્છો શાનાથી થયા ? મહાવીર વખતે અને તે બાદ ઘણા વર્ષો સર્વે જૈનો એક જ હતા. અલગ શાનાથી થયા ? મહત્ત્વાકાંક્ષી અને અસંતોષી જીવોથી. ગુરુથી નારાજ ચેલાએ નવો પંથ, ફિરકો કે ગચ્છ ચાલુ કર્યો. ગુરુ ગુજરી
હવે આ વિવાદને જૈન શાસનનાવિવિધ સંપ્રદાયના ગચ્છાધિપતિઓ અને આચાર્યો જ ઉકેલી શકશે એ વાત સિદ્ધ થઈ છે. જે મહાત્મા આ પ્રશ્નનું પ્રતિનિધિત્વ કરશે એ મહાત્મા અને અન્ય સર્વ આચાર્ય ભગવંતોનો ઉલ્લેખ જૈન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે જ.
આ વિષય વિશે અમને ઘણા ફીન અને પત્રો મળ્યા છે. ઉપરાંત અન્ય સામયિકમાં પણ આ વિશે લેખો લખાયા છે. આ સર્વ લખાણ પ્ર. માં પ્રતિ માસે અર્થ પ્રગટ કરતા રહેશું, જેથી આ દિશામાં જૈન શાસન જાગૃત રહે અને નવા વરસે એટલે સંવત ૨૦૬૯ના પર્યુષણ પર્વની સંવત્સરી સર્વ સંપ્રદાય માટે એક બની રહે એવી આશા રાખીએ. આ વિષય ઉપર અહીં પ્રસ્તુત છે બે પત્રો....
જતાં બન્ને ચેલાએ પોતપોતાનો અલગ ચીલો પાડ્યો. તાજેતરના દાખલા જોઈએ તો શ્રીમદ્ના નામના પંથનો છે. શ્રીમદ્દે કોઈ પંથ શરૂ કરેલ નહીં, પરંતુ એમના મૃત્યુ બાદ અલગ અલગ ઠેકાણે અલગ અલગ વ્યક્તિઓના નેજા હેઠળ કેટલાક આશ્રમો ચાલુ થયા. સર્વે જૈન ધર્મના સિદ્ધાંતો અનુસરે છે, પરંતુ પોતપોતાની રીતે.
અલગ અલગ પંથ, ફિરકા કે ગચ્છ કે વાડા ૫૨ જે જે મહાનુભાવો પોતાનું આધિપત્ય ધરાવતા હશે તે પોતાનું આધિપત્ય છોડવા કે એની પ્રણાલી બદલવા તૈયાર નહીં થાય.
મુ. શ્રી ધનવંતભાઈની જેમ કેટલાય અન્ય વિચારવંત મહાનુભાવો પણ ‘એક સંવત્સરી’ના વિચારને ટેકો આપે છે. ‘પ્રબુદ્ધ જીવન' ઉપરાંત