________________
ક્ટોબર, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
શ્રી નમસ્કાર મહામંત્ર - અનુસંધાન
-રૂપા મધુ શાહ
મંત્ર સંસાર સાર, ત્રિજગદવુપમાં, સર્વપાપારિમંત્ર, સંસારોદ્વંદમંત્ર વિષમવિષહર, કર્મનિર્મૂલ્યમંત્ર, મંત્ર સિદ્ધ પ્રદાનું શિવસુખ જનનં । કેવળજ્ઞાનમંત્રં, મંત્ર શ્રી જૈન મંત્રં જપજપજનિને જન્મનિર્વાણમંત્ર || શાસ્ત્રકાર ભગવંતે મંગલાચરણના આ શ્લોકમાં શ્રી નમસ્કાર મહામંત્રને ૧૧-૧૧ વિશેષણોથી નવાજ્યો છે. મંત્ર સંસાર સારું– જીવનું ઉત્પત્તિ સ્થાન નિર્ગાદ છે. અનાદિકાળ પૂર્વે આપશે સર્વે પણ નિર્વાદમાં હતા. ૧ જીવ સિદ્ધગતિમાં ગયો અને ૧ જીવ નિર્ગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યો. એ નયથી અહીં ઉપસ્થિત સર્વેના ૧ સિદ્ધપિતા મોક્ષમાં છે. જીવે વ્યવહાર રાશિમાં જેટલા ભર્યા કર્યા તે સંસારનો સારભૂત પદાર્થ નવકાર છે. ત્રણ જગતમાં જેની ઉપમા જડે તેમ નથી. જે સર્વ પાપરૂપી શત્રુઓનો નાશ કરનાર છે. સંસારને ભાગાકારમાં ધટાડનાર છે. જે મિથ્યાત્વ મોહરૂપી વિષને હરનાર છે. કર્મને નિર્મૂળ બનાવનાર છે. આ વિશેષણો દ્વારા નવકાર જીવનું શોધન કરે છે. હવે ભાવ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. અનેક સિદ્ધિઓ આપનાર છે. શિવસુખને જળે છે. કેવળજ્ઞાન આપે છે. હે જીવ જિનશાસનનો આ મંત્ર તું સતત જપ્યા કર. જ્યાં સુધી તારા જન્મ મરણના ફેરાનો અંત ન આવે તને નિર્વાણ-મોક્ષ પ્રાપ્ત થાય ત્યાં સુધી નવકારને જ જપ્પા કર. અનંત ઉપકારી અનંત જ્ઞાની તીર્થંકર ભગવંતો પોતાના અંતિમ ભવમાં ૧
જ સન્માનનું દાન છે. આ એ સમયની વાત છે જ્યારે પુરંદર આચાર્ય હરિભદ્રસૂરિજી જિનશાસનમાં મુખ્ય હતાં, ૧૪૪૪ ગ્રંથના રચયિતા. આજે તો તેમના ૭૨ ગ્રંથો જ ઉપલબ્ધ છે. મથુરા નગરીમાં સુપાર્શ્વનાથના સ્તુપ સમક્ષ હરિભદ્રસૂરિએ ૧૫ નિર્જલ ઉપવાસ કરી શાસનદેવીને પ્રગટ કર્યા. માએ વરદાન આપ્યું. હરિભદ્રસૂરિએ શાસનદેવીને કહ્યું, મહાનિશીયની મૂળ પ્રત લુબ્ધ થઈ છે. આપ સહાય કરો. ત્રણ દિવસની જહેમત બાદ શાસનદેવીએ મૂળ પ્રત તો લાવી આપી પરંતુ તે ખંડ ખંડ હાલતમાં ઉધઈ વડે ખવાયેલ હતી. હરિભદ્રસૂરિ ચિંતીત હતા કે નવકારના અધ્યયનો ધણા નાશ પામ્યા છે. મા એ કહ્યું, ખૂટતી કડી તું પૂર્ણ ક૨ ત્યાં સુધી હું તારી જીવ્યા ૫૨ સરસ્વતી તરીકે બિરાજીત થઈશ. હરિભદ્રસૂરિએ આ કાર્ય પૂર્ણ કર્યું. યુગપ્રધાન આચાર્યોએ આને માન્ય રાખી. આ પ્રમાર્ગુ જગતના જીવોને નમસ્કાર મહામંત્રની અનેક પ્રક્રિયાઓ આજે પણ ઉપલબ્ધ છે. આજે આપણે નમસ્કાર મહામંત્રના
શાસ્ત્રોક્ત આરાધનાની પ્રક્રિયામાં પ્રવેશીએ છીએ. ભગવાને નવકાર સાથે અનુસંધાન કરવાનું કહ્યું છે. અનુસંધાન એટલે જોડાણ–Connection, યોગ યુજ ધાતુ પરથી બનેલ યોગ શબ્દ અહીં ઘણો મહત્ત્વનો છે. ચાર પ્રકારના અનુસંધાન કહ્યા છે. શબ્દાનુસંધાન, અર્થાનુસંધાન, તત્ત્વાનુસંધાન અને સ્વરૂપાનુસંધાન પ્રત્યેક અનુસંધાનની પરાકાષ્ઠા આવે એટલે તેના પછીનું અનુસંધાન શરૂ થાય છે. સૌ પ્રથમ શબ્દાનુસંધાન નવકારના અક્ષરો સાથે જોડાણની પ્રક્રિયા. નમસ્કાર મહામંત્રના ૬૮ અક્ષરોનું સંકલન પરમ પવિત્ર છે. આમ જુવો તો આ ૬૮ અક્ષરો ૧૬ સ્વરો ને ૩૩ વ્યંજનોની બનેલી ૪૯ અક્ષરની ભારાખડીમાંના જ છે. તો પછી આ અક્ષરોનું સંકલન આટલું પવિત્ર કેમ ? શાસ્ત્રકાર ભગવંતો ખુલાસો કરે છે કે આ ૬૮ વાચક અક્ષરો જે વાચ્ય પદાર્થોના છે તે પાંચ પરમેષ્ઠિ પર્દા અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પદ પર આરાધના કરી ચૂકેલા, વર્તમાનમાં આરાધના કરી રહેલા અને ભવિષ્યમાં આરાધના કરનારા અનંતાનંત આત્માઓ છે જે પરમ સ્તુતિવાદ સ્વરૂપ છે. આવા નવકારના અક્ષરો સાથે આરાધક આત્માનું જોડાા ભાષ્ય, ઉપાંશુ ને માનસ જાપ દ્વારા કરી શકાય. ભાષ્ય જાપ એટલે મોટેથી બોલાતો જાપ જેમાં શ્રાવ્ય ધ્વનિ તરંગો પ્રસરે છે. નવકાર ભાષ્ય જાપથી બોલાય કે તેના આંદોલનો ૩૦૦ મીટ૨ per second travel કરી આરાધક પાસે પાછા ફરે છે. ઉપાંશુ જાપમાં ગાગણાટપૂર્વક બોલાતો નવકાર જે હું બોલું ને હું જ સાંભળું, મારી આજુબાજુ પણ ન સંભળાય, જેના ધ્વનિ તરંગો શ્રાવ્ય અને ન અશ્રાવ્ય ૧૩૫૦૦ મીટર per second travel કરે છે. અને માનસ
ધર્મ એક સંવત્સરી એક
સાધના કરે છે. ધાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્તિની સાધના. આ સાધના ભગવંત બે પ્રયોજનથી કરે છે. પોતાના આત્માને પરમાત્મા બનાવવા અને જગતના જીવોને મોક્ષ માર્ગ ઉપદેશવા. આચાર એવો છે કે કૈવલ્ય પ્રાપ્તિ બાદ ભગવંત દેવનિર્મિત સમવસરણ નામની ધર્મસભામાં બિરાજીત થઈ દેશના આપે છે. તે પૂર્વે ગણધરોની સ્થાપના કરે. સંઘ સ્થાપના કરે .ગણધર ભગવંતે પૂછેલા ત્રણ પ્રશ્નોના પ્રત્યુત્તર સ્વરૂપ ત્રિપદી ઉપર્નવા, વિગર્નવા અને પુર્વવાનું સુશ્રુતદાન આપે. ગણધરો જ્ઞાનના ક્ષયોપશમને કારણે દ્વાદશાંગીની રચના કરે જેને કારણે આજે ૪૫ આગમ સ્વરૂપ શ્રુતજ્ઞાન આપણને ઉપલબ્ધ છે. આ આગમોમાં ૬ છંદસૂત્રો છે. છેદસૂોમાં મહાનિશીથ સૂત્ર મુખ્ય છે જેમાં નમસ્કાર મહામંત્ર અંગેના અધ્યયનો છે. આ સૂત્રમાં અંતિમ ૧૦ પૂર્વધર વજ્રસ્વામીએ શ્રી નમસ્કાર મહામંત્રને, તેના અક્ષર દેહને પંચમંગલમહાશ્રુતસ્કંધ તરીકે બિરદાવ્યો છે. વીપ્રભુએ શ્રીમુખે કહ્યું છે કે આ જગતમાં પંચ પરમેષ્ઠી ભગવંતો પરમતિવાદરૂપ છે. પાંચેય પર્દા પર આરાધના કરી ચૂકેલા, વર્તમાનમાં કરી રહેલા ને ભવિષ્યમાં કરનારા અનંતાનંત આત્માઓને નવકારમાં નમસ્કાર છે. સાધક દ્વારા આ આત્માઓને સન્માનનું દાન અપાય છે. આ જગતમાં ઉત્કૃષ્ટ દાન