________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57 ૦ ‘પ્રબુદ્ધ જીવન’ વર્ષ: ૬૦ ૦ અંક: ૧૧ ૦ નવેમ્બર ૨૦૧૨૦ વિક્રમ સંવત ૨૦૬૯૦ વીર સંવત ૨૫૩૯૦ કારતક સુદિ તિથિ-૩ ૦.
૦ ૦ ૦ શ્રી મુંબઈ જેન યુવક સંઘ પત્રિકા • • •
(૧૯૨૯ થી પ્રારંભ, ૮૨મા વર્ષમાં પ્રવેશ)
Ugly 6061
૦૦ વાર્ષિક લવાજમ રૂા.૨૦૦/-૦૦
૦ ૦ છૂટક નકલ રૂા. ૨૦-૦૦
માનદ તંત્રી : ડૉ. ધનવંત શાહ
નૂતન વર્ષે વસતંભરા પ્રજ્ઞા પ્રગટો... ‘પ્રબુદ્ધ જીવનના પ્રબુદ્ધ વાચકો ! આવો, પધારો, નવા વર્ષે આપણે થોડાં સંકલ્પ કરીએ. થોડું ચિંતન કરીએ. મારા વ્હાલા પ્રબુદ્ધ વાચક ! અહીં “હું' “મારું” અને “અમારું' લખું એટલે “આપણું' સમજજો. સર્વ પ્રજ્ઞાવાન અને સાધુ-ઋષિ આત્માઓને અમારા પ્રણામ હો!
વિશ્વના સર્વ અરિહંત અને સિદ્ધ આત્માઓને અમારા કોટિ કોટિ વંદન હો. વિશ્વના અણુએ અણુ તરફ અમારો પ્રેમ વહેતો રહો. અમારા મન, વચન કે કર્મથી કોઈ જીવની હિંસા ન થાવ. ક્યાંય કોઈ ફૂલની પાંખડીઓનું અત્તર બને કે કોઈ વૃક્ષની ડાળખી તૂટે ત્યારે અમારું હૈયું અપાર વેદના અનુભવો. આ જિદ્દા ઉપર સદા સત્યનો વાસ હો. સત્યની ઉપાસના હો. અંતર કરુણાથી તરબતર હો.
જગતના સર્વ તત્ત્વજ્ઞાનીઓના સત્વભર્યા તત્ત્વોનો અમારી પ્રજ્ઞા અને આત્માને સ્પર્શ હો. સર્વ ભક્તોની ભક્તિમાં અમારા હૃદયની ભક્તિ ભળ.
આ ધરતી ઉપર એક પુદ્ગલ અને આત્મા લઈને હું જન્મ્યો છું, અને અનેક પરિવર્તનો સ્વીકારી હું ચાલ્યો જવાનો છું. સર્જન, વિસર્જન અને પરિવર્તન આ સત્ય હું જાણું છું, અને સ્વીકારું છું. મારો કોઈ ધર્મ નથી. મારા શરીર કે આત્મા ઉપર કોઈ ધર્મની છાપ ન હો, બસ મને કોરો રહેવા દયો.છતાં માત્ર માનવતા એ જ મારો ધર્મ બની રહો. હું માનું છું કે આ ધરતી ઉપરથી ‘ધર્મ'ની છાપ ભુંસાશે અને ‘તત્ત્વ'નું નકશીકામ થશે ત્યારે બધાંકલહનો અંત આવશે અને વિશ્વ શાંતિ સ્થપાશે.
મારી આજુબાજુ અનેક યુગલો છે અને એના અનેકવિધ આકારો છે, પણ એ સર્વમાં એક એક આત્માનો વાસ છે, જે પરમાત્મા બનવા સમર્થ છે, બસ માત્ર એ આત્મા તરફ જ મારી દૃષ્ટિ હો, એ આત્માને જ મારા વંદન હો. મને એ આકારો દેખાતા નથી. માત્ર અને માત્ર ભિતરનો એ આત્મા જ દ્રશ્યમાન થાય છે અને એને જ હું અંતરથી વધુ ચાહું છું. મારા માટે સર્વ આત્મા સરખા છે એટલે વ્યક્તિ પૂજાની અતિશયોક્તિથી મને બચાવી લેજે. એ ભેદ અભેદ કરજો.
આ સૃષ્ટિમાં મને જેટલું મળ્યું છે એટલી જ મારી લાયકાત હતી-છે, એથી વિશેષની મારી તમન્ના ન હોય, છતાં પુરુષાર્થ અને કર્મ મારા કર્તવ્ય બની રહો.
મને મારી જરૂરિયાતથી વધુ મળે એ મારું જ બની ન રહો, હું એ સર્વનો ટ્રસ્ટી બની રહી જરૂરતમંદ તરફ એ વહાવું. મારા પરિશ્રમથી મળે એટલું જ ધન પામું. અન્યના પરિશ્રમથી પ્રાપ્ત કરેલું ધન મને વર્ય હો, એ કર્મબંધ છે. મને માત્ર ન્યાય સંપન્ન વૈભવ જ મળો. બાહ્ય વૈભવ મળે ન મળે પણ આંતર વૈભવ અધિકાધિક મળો. હું મારા પ્રિયજનોને અને સ્વજનોને મારા સમગ્ર અસ્તિત્વથી ચાહું, પણ આસક્ત ન બનું. સમય આવે ત્યારે સાપની કાચળીની જેમ બધું
આ અંકના સૌજન્યદાતા સુશીલાબેન ચીમનલાલ ઝવેરી.
હસ્તે : પુષ્પસેન ચીમનલાલ ઝવેરી • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ . Website : www.mumbai_jainyuvaksangh.com • email : shrimjys@gmail.com Web Editor: Hitesh Mayani-9820347990