________________
આંક્ટોબર, ૨૦૧૨
ઓગણસાઠ વર્ષના દીક્ષા પર્યાયમાં પૂ. સાગરજીએ શાસનસેવાના અનેકાનેક કાર્યો કર્યા છે.
પ્રબુદ્ધ જીવન
૧૩
શોષણા' કરાવી. કલકત્તામાં શ્રી મણિવિજયજી ગ્રંથભંડાર તથા ‘સિદ્ધચક્ર’ નામનું સામયિક શરૂ કરાવ્યું. ‘દેશવિરતિ આરાધક સમાજ', ‘યંગ સોસાયટી' જેવી સંસ્થાઓ સ્થાપી.
ધર્મ એક સંવત્સરી એક
આગમશાસ્ત્રના ઊંડા અભ્યાસી સાગરાનંદજીએ સંવત્સરી પર્વની તિથિ અંગે અનિશ્ચિતતા હતી તેને શાસ્ત્રસંમત પદ્ધતિએ ચાલુ કરાવી અઢારસો છપ્પનના દુકાળ સમયે દુષ્કાળ રાહત નિધિની સ્થાપના કરાવી બ્રિટિશરોએ બિહારમાં રહી શિખરજીના ડુંગરો પર બંગલા બાંધવાની જાહેરાત કરી. તેઓ ત્યાં રહી દારૂ પીએ, માંસાહાર કરે તે ચલાવી લેવાય નહિ. તે માટે ગુરુદેવે બ્રિટિશ સરકાર સામે ઉંચ વિરોધ નોંધાવ્યો. લોકો સમક્ષ જોરદાર વ્યાખ્યાનો કર્યા. પરપકડની ધમકીથી પણ તેઓ ડર્યા નહિ અને આ ઉંચ વિરોધની વાત છેક દિલ્હીમાં વાઈસરૉય સુધી પહોંચાડી. પરિણામેં બ્રિટિશ સરકારે શિખરજીના ડુંગર પર બંગલા બાંધવાની યોજના પડતી મૂકી. આ રીતે મહારાજશ્રીની પ્રભાવશાળી વાણીનો અને તીર્થની સુરક્ષા માટેની લાગણીનો વિજય થયો. શત્રુંજય તીર્થયાત્રા કર રદ કરાવ્યો. વિ. સં. ૧૯૮૯-૯૦માં જૈન સંઘોમાં સળગતા પ્રશ્નો કુસંપ, મતભેદ, કદાચહ વગેરેના નિરાકરણ માટે અમદાવાદમાં એક મુનિસંમેલન યોજ્યું અને બાળદીક્ષા, સંન્યાસ, દીક્ષા પ્રતિબંધના કાયદાનો વિરોધ કર્યો. અંતરિક્ષ તથા ભિલડિયાજી વગેરેના છ'રી પાળતા સંધી કાઢ્યા. માળવામાં ચાતુર્માસ બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈદરમ્યાન ગુરુદેવની ભલામાથી શૈલેશ નરેશે પોતાના રાજ્યમાં ‘અમારિ
૪૦૦ ૦૬૩. Mobile : 9223190753
આ વિસ્તારના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહે કહ્યું કે જિનશાસન અને સંસ્કૃતિનું ગૌરવ કરનાર વ્યક્તિનું ગૌરવ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વયં ગૌરવાન્વિત થઈ છે. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેવી ભૂલાઈ ગયેલી મહાન વ્યક્તિના કાર્યોને ફરી બહાર લાવવાનું કામ ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી કરે છે, તેનાથી સમાજ અને રાષ્ટ્રને ઘણો લાભ થશે. આ પ્રસંગે ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીના
અમદાવાદના મેયરશ્રી દ્વારા થયેલું શ્રી દેશવિદેશમાં જૈનદર્શનનો પ્રસાર કરતી સંસ્થા ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી દ્વારા અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલા ચાર રસ્તાને ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર શ્રી વીરચંદ ગાંધીની સ્મૃતિમાં *શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ચોકનું લોકાર્પશ કર્યું. આ પ્રસંગે લોકાર્પણ કરતાં અમદાવાદના મેયરશ્રી અસિતભાઈ વોરાએ કહ્યું કે શ્રી વીરચંદ ગાંધીનું વન એ આપણા સહુને માટે ગૌરવભર્યું છે, એમણે વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદ સાથે અમેરિકામાં જે કામ
કર્યું, તે અવિસ્મણીય છે. વિશ્વધર્મ પરિષદમાં અને એ પછી અમેરિકા અને ઈંગ્લેન્ડમાં એમના પ્રવચનોએ વિદેશીઓને આ દેશની અસ્મિતાનો પરિચય આપ્યો હતો. આવતી પેઢી એમના આ કાર્યમાંથી જરૂર પ્રેરણા લેશે.
શાસન પ્રભાવક, આગમોઢારક, આગમદિવાકર શ્રી આનંદસાગર સૂરીશ્વરજી એટલે વીસમા શતકની જૈન શાસનની એક મહાન અને અવિસ્મરણીય વિભૂતિ જેણે જૈન શાસન અને સાહિત્યના વિપુલ કાર્યો કરતાં આયુષ્ય પૂર્ણ કર્યું. જીવનના અંતિમ કાળમાં તેમણે ‘આરાધના માર્ગ' નામના એક ઉત્તમ ગ્રંથની રચના કરી. શારીરિક શિથિલતા આવતા સૂરતના ગોપીપુરાના માલી ફળિયાના ઉપાશ્રયમાં સ્થિરવાસ કર્યો. અંતિમ પળ નક આવતી જાણી મહારાજશ્રીએ મૌન સહિત અનશનવ્રત ધારણ કર્યું. અર્ધપદ્માસને કાયોત્સર્ગ ધ્યાનમાં બેસી ગયા. આ રીતે સળંગ પંદર દિવસ અને રાત બેસી રહ્યા અને આત્મચિંતનમાં ઊંડા ઉતરી ગયા. સાગરજી મહારાજ કાળધર્મ પામ્યા તે સમયે પણબો સાધુઓ અને બસો સાધીઓનો સમુદાય ઉપસ્થિત હતો. એમના ચારિત્રનો પ્રભાવ કેટલો મોટો હશે તેની પ્રતીતિ થાય છે. પૂ. સાગરજી મહારાજનો દેહ ચંદનકાષ્ટની ચિત્તામાં ભડ ભડ બળીને ભળી ગયો. એક મહાન જ્યોતિ જ્યોતિમાં ભળી ગઈ.
વીરચંદ રાઘવજી ચોકનું લોકાર્પણ ટ્રસ્ટી શ્રી કુમારપાળ દેસાઈએ સ્વામી વિવેકાનંદના સાથી અને મહાત્મા ગોપીના મિત્ર એવા શ્રી વીરચંદ રાઘવજી ગાંધીની પ્રતિભાનો ખ્યાલ આપ્યો હતો અને કહ્યું હતું કે એમણે વિદેશમાં જૈનદર્શન, યોગ, એકાગ્રતા, ગાયનું મહત્ત્વ, ભારતીય નારી, શાકાહાર, સાંખ્ય અને વૈશેષિક દર્શન જેવાં વિષયો પર સાતસોથી વધુ પ્રવચનો આપ્યાં અને જે સમયે ભારત કોબ્રા, વાધ અને રાજાઓનો દેશ ગણાતો હતો, એ દેશની સંસ્કૃતિ, સભ્યતા અને ગરિમાની વિદેશમાં પહેચાન આપી આ પ્રસંગે ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજી ચૅરમેન શ્રી રતિલાલ ચંદેરિયાનો શુભેચ્છાસંદેશ વાંચવામાં આવ્યો અને અમદાવાદમાં ચાતુર્માસ કરી રહેલા અનેક આચાર્ય ભગવંતોએ પણ આ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી. વીરચંદ ગાંધીના પૌત્ર ચંદ્રેશ ગાંધીએ પોતાના દાદાના જીવનની કેટલીક અવિસ્મણીય ઘટનાઓ રજૂ કરી હતી, તો એમના કુટુંબીજન શ્રી મહેશભાઈ ગાંધીએ આ કાર્ય માટે સહુનો આભાર માન્યો હતો. આ પ્રસંગે સર્વશ્રી અરવિંદ દોશી, શ્રીયકભાઈ અરવિંદભાઈ, જયંતિભાઈ સંઘવી, મહેન્દ્રભાઈ શાહ, નગરાજ છાજેર જેવા મહાનુભાવો ઉપસ્થિત હતા, તો અનિલા દલાલ અને રાજેન્દ્ર પટેલ જેવા સાહિત્યકારો પણ આમાં શામેલ થયા હતા.