________________
| પ્રબુદ્ધ જીવન : આગમ પરિચય વિશેષાંક 0 0 0 0 0 0 0 0 0 0 0
ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૧૨ ) 0 0 0 0 0 0 0 9
90 0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
0
બા વિશિષ્ટ અંકના સંપાદક
શ્રી ગુણવંત બરવાળિયા
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலல
આગમ વિષયક આ વિશિષ્ટ અંકના સંપાદક સુશ્રાવક શ્રી ગુણવંત બરવાળિયા આંકડા અને અક્ષરના ઉપાસક છે. આંકડાના એટલા માટે કે વ્યવસાયે એઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને ટેક્સટાઈલ પ્રોસેસ ઉદ્યોગના ઉદ્યોગપતિ છે અને અક્ષરના ઉપાસક એટલે છે કે એમનું નામ ચાલીસથી વધુ પુસ્તકો ઉપર સર્જક, સંપાદક અને સહ સંપાદક તરીકે ઝળકે છે.
ચાલીસ પુસ્તકોનો વિષય વ્યાપ પણ જ્ઞાન અને રસભર્યો છે. એમની અક્ષરની યાત્રા પ્રેમથી પરમ સુધીની છે. પ્રેમ વગર પરમને શી રીતે પહોંચાય ? આ ત્રણ ભાષી વધુ પુસ્તકોની સૂચિ જોતાં પ્રથમ “હૃદય સંદેશ’ અને ‘પ્રીત ગુંજન’—ગુણવંતભાઈનું બીજું નામ “ગુંજન’ પણ છે, કારણકે એઓ પોતાની વાતના ઢોલ-નગારા ન વગાડે, ધીમું ગુંજન જ કરે છે-અને વર્તમાનના પુસ્તકોની યાદીમાં શ્રીમદ્ રાજચંદ્ર, ગાંધીજી, અને આગમ આવે. આ પુસ્તકોના વિષયોમાં દર્શન-ચિંતન, કથા, સંશોધન તેમ જ સમાજ સુધારણાના વિષયો પણ છે.
થોડાંક પુસ્તકોના નામ જોઈએ તો, ગ્લીસ્પેસીસ ઑફ વર્લ્ડ રિલીજીયન, ગ્લોરી ઑફ ડીટેચમેન્ટ, જ્ઞાનધારા, અધ્યાત્મ સુધા, દાર્શનિક દૃષ્ટા, સર્વધર્મ દર્શન, અણગારના અજવાળા, દામ્પત્ય વૈભવ, ભગવાન મહાવીરનો ઉપદેશ ગ્રંથ “આગમ' વગેરે.
ઉપરાંત પૂ. સંતબાલજી પ્રેરિત “વિશ્વ વાત્સલ્ય' અને અન્ય સામયિકનું તંત્રીપદ પણ એમણે શોભાવ્યું છે અને ૧૯૯૭માં મુંબઈ જૈન પત્રકાર સંઘનો શ્રેષ્ઠ પત્રકાર તરીકેનો એવૉર્ડ પણ એમને પ્રાપ્ત થયો છે.
ગુણવંતભાઈ મુંબઈ તેમજ બહારની અનેક ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ સાથે સક્રીયપણે જોડાયેલા છે, અને આ સંસ્થાઓના વિકાસમાં એમનું માતબર પ્રદાન છે.
એઓ પ્રભાવક વક્તા છે અને ઘાટકોપર તેમજ અન્ય સ્થાને પર્યુષણ વ્યાખ્યાનમાળાનું એમણે નેતૃત્વ કર્યું છે તેમજ ભારત, અમેરિકા અને સિંગાપોરમાં જૈન ધર્મ વિષયક વ્યાખ્યાનો પણ આપ્યા છે.
વર્તમાનમાં યુગદિવાકર પૂ. નમ્રમુનિની નિશ્રામાં અન્ય ભાષામાં આગમ પ્રકાશનનો મહાયજ્ઞ એમણે પ્રારંભ્યો છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ચિંતક પદ્મશ્રી કુમારપાળ દેસાઈના સથવારે “જૈન વિશ્વકોશ'નું વિરાટ કાર્ય એમણે હાથ પર લીધું છે. આ બે ભગીરથ કાર્ય માટે સમસ્ત જૈન જગત એમને શુભેચ્છા અને સહકાર પાઠવે.
માતા વ્રજકુંવરબેન અને પિતા માધવલાલ બરવાળિયાના ખાંભા ગામના ગૃહે ૧૯૪૮માં પારણે ઝૂલેલા આપણા આ મિતભાષી ગુણવંતભાઈ કુટુંબ વત્સલ છે અને બહોળા સંયુક્ત કુટુંબના પ્રેમાળ મોભી છે.
આ ઉષ્માભર્યા કુટુંબની સંસ્કાર દોર ગુણવંતભાઈના ધર્મપત્ની ડૉ. મધુબહેને જીવંત અને ચેતનવંતી રાખી છે, કારણ કે ડૉ. મધુબહેન માત્ર ગૃહિણી અને સુશ્રાવિકા જ નથી, પરંતુ હિંદી સાહિત્યમાં મહાનિબંધ લખી ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરનાર વિદુષી પણ છે.
આવા વિદ્યાવાન ગુણવંતભાઈએ આ આગમ પરિચય વિશિષ્ટ અંકનું સંપાદન શોભાવ્યું છે. આ સંપાદન કાર્યમાં એમણે ખૂબ જ શ્રમ લીધો છે.
સંઘર્ષ, શ્રમ, સાધના અને સિદ્ધિ, ગુણવંતભાઈના જીવન અને શબ્દ યાત્રાના આ સોપાનો છે. આ સંસ્થા ગુણવંતભાઈ પ્રત્યે ઋણ સ્વીકાર પ્રગટ કરે છે. આપણે સૌ આ સંપાદન કાર્યને યશ આપી વધાવીએ, અને શ્રુતજ્ઞાન આગમ ગ્રંથોને કોટિ કોટિ વંદન કરીએ.
Hધનવંત શાહ
லலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலலஜ