________________
૩૨
પુસ્તકનું નામ : આચાર્ય કુન્દકુન્દ કૃત સમયસાર હિન્દી અનુવાદ : ડૉ. જયકુમા૨ જલજ સંપાદન : આચાર્ય કલ્યાણબોધિ પ્રકાશક : હિન્દી ગ્રન્થ કાર્યાલય, મુંબઈ મૂલ્ય : રૂા. ૭૦/-. પાના : ૯૬. આવૃત્તિ : પ્રથમ- ૨૦૧૨,
આચાર્ય કુન્દકુન્દ રચિત મૂળ પ્રાકૃત ‘સમયસાર’ ગ્રંથનો હિન્દી અનુવાદ પ્રખ્યાત સાહિત્યકાર ડૉ. કુમાર કબજે કર્યો છે. ડૉ. જલજે કરેલ ‘સમયસાર’નો આ અનુવાદ તેમણે કરેલ અન્ય અનુવાદોની જેમ મૂળ કૃતિને સંપૂર્ણ ન્યાય કરે છે. આ અનુવાદિત કૃતિમાં ક્યાંય પાંડિત્યનો આડંબર નથી. તેની ભાષા શબ્દ પ્રયોગના સ્તર પર જ નહિ પણ વાક્ય રચનાના સ્તર પર પણ સહજ, સરળ અને સ્વાભાવિક તથા લોકસાવે છે.
આ અનુવાદ વાચકને ‘સમયસાર'ની મૂળ ગાથાઓ સુધી પહોંચવાનો સરળ માર્ગ દર્શાવે છે. આ કૃતિના અનુવાદકની વિશેષતા એ છે કે પોતે વાચક અને કુન્દકુન્દની વચ્ચે આવતા નથી. તેઓ વાચકને કુન્દકુન્દ કૃત ‘સમયસાર'ના સાન્નિધ્યમાં મૂકી પોતે નેપથ્યમાં ચાલ્યા જાય છે.
આ મહાન ગ્રંથમાં વ્યવહાર અને નિશ્ચય બન્ને નર્યા દ્વારા મોક્ષમાર્ગનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
આ મહાન ગ્રંથ પૂ. આચાર્ય કલ્યાણબોધિના સંપાદન અને પૂ. આચાર્ય સુનીસાગરના સુઝાવ દ્વારા પ્રાપ્ત થયો છે.
X X X
પુસ્તકનું નામ : આચાર્ય સમન્તભદ્ર કૃત
રત્નકરણ્ડ શ્રાવકાચાર
હિન્દી અનુવાદ : ડૉ. જયકુમાર જલજ સંપાદન : મનીષ મોદી પ્રકાશક : હિન્દી ગ્રંથ કાર્યાલય, મુંબઈ. મૂલ્ય રૂા. પણ, પાના ૪૮, આવૃત્તિ-ત્રીજી-૨૦૧૨,
‘રત્નકરણ્ડ શ્રાવકાચાર’ ગ્રંથનો આ અનુવાદ હિન્દીના પ્રખ્યાત સાહિત્યકા૨ ડૉ. જયકુમા૨ જલજે કર્યો છે. આ ગ્રંથ મૂળ સંસ્કૃતમાં હોવાથી વાચકો સરળતાથી સમજી શકતા ન હતા. છતાં આ ગ્રંથનું એક અસાધારણ આકર્ષણ બધાના મનમાં સ્વાભાવિક રીતે રહેતું.
‘રત્નકરડ શ્રાવકાચાર’ શ્રાવકોની આદિ આચાર સંહિત છે. જે રીતે સંસ્કૃત ભાષાએ પાણિનીની અષ્ટાધ્યાયી દ્વારા સંરચનાત્મક નિયમબદ્ધતા પ્રાપ્ત કરી એ જ રીતે જૈન ગૃહસ્થોએ પોતાની આચારગત નિયમબદ્ધતા ઈસુની બીજી
પ્રબુદ્ધ જીવન
સર્જન-સ્વાગત
pૉ. કલા શાહ
સીમાં વિદ્યમાન આચાર્ય સમન્તભદ્રની કૃતિ
‘રત્નકરણ્ડ શ્રાવકાચાર' દ્વારા પ્રાપ્ત કરી.
દર્શનનું જીવનમાં હોવું એ અદૃશ્ય સૂક્ષ્મ વ્યાપાર છે પરંતુ આચાર તો તરત દેખાય છે. વાસ્તવમાં સમન્તભદ્રના પ્રયત્ન અને પરિશ્રમે જૈનોને પોતાની નિજી ઓળખ આપી છે.
'રત્નકરડ શ્રાવકાચાર' મોટે ભાગે પ્રવચનોના માધ્યમ દ્વારા જેનો સુધી પહોંચતા રહ્યા છે. સંસ્કૃત ભાષાની ઓછી સમજને કારણે શ્રાવકોએ તેને વાંચવાનો ઉપક્રમ ઓછો કર્યો છે. પ્રવચનોમાં પણ આચાર્યોના મંતવ્યો એના મૂળ સ્વરૂપને સમજવામાં બાધારૂપ થતાં, ફળસ્વરૂપ આચાર્ય સમન્તભનું કથ્ય અને આશય શુદ્ધ સ્વરૂપમાં વાચકો-શ્રોતાઓ સુધી પહોંચતું ન હતું.
આ અનુવાદ દ્વારા આચાર્ય સમન્તભદ્ર કૃત જૈનાચારને સીધે સીધો પાઠક સુધી પહોંચાડવાનો
આશય રહ્યો છે.
XXX
પુસ્તકનું નામ : આચાર્ય કુન્દકુન્દ કૃત ર૫ાસાર હિન્દી અનુવાદ : ડૉ. જયકુમા૨ જલજ સંપાદન : મનીષ મોદી
પ્રકાશક : હિન્દી ગ્રન્થ કાર્યાલય, મુંબઈ મૂલ્ય ફો. પણ-, પાના ઃ ૪૮, આવૃત્તિ ઃ ૧લી-૨૦૧૧.
1:
આચાર્ય કુન્દકુન્દ જૈન પરંપરાના એક પ્રતિષ્ઠિત આચાર્ય છે. તેમનો ‘રયણસાર' ગ્રન્થ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચરિત્રને દર્શાવતો એક મહત્ત્વનો ગ્રંથ છે.
હિન્દી ગ્રન્થ કાર્યાલય દ્વારા પ્રખ્યાત સાહિત્યકાર ડૉ, જયકુમાર જલજે આચાર્ય કુકુન્દ કૃત ‘રણયસા૨’ ગ્રન્થનો હિન્દી અનુવાદ કર્યો છે.
આ ગ્રન્થની વિશેષતા એ છે કે તેમાં પાંડિત્યનો આડંબર નથી. પરંતુ તેની ભાષા સરળ અને આડંબર નથી. પરંતુ તેની ભાષા સરળ અને સર્વગ્રાહ્ય છે. આચાર્ય કુકુન્દ સંવેદનશીલ અને વિચારદર્શી કવિ છે. તેમના રચનાકર્મમાં ભાવ વિચારદર્શી કવિ છે. તેમના રચનાકર્મમાં ભાવ અને અધ્યાત્મ એકરૂપ બનીને આવે છે તેમની શાસ્ત્રીયતા તેમના રચનાત્મક સર્જન પર હાવી નથી થતી.
‘રયણસાર’ની ૧૬૭ ગાથા વાંચતા જણાય
છે કે કુન્દકુન્દમાં રહેલ આચાર્ય અને કવિ બંનેએ મળીને આ કૃતિની રચના કરી છે. તેથી મુનિઓ
એપ્રિલ, ૨૦૧૨
અને શ્રાવકોને માટે માર્ગદર્શન રૂપ નો છે જે પણ સાથે સાથે તેની સરળતા અને સહૃદયતા પણ હૃદયસ્પર્શી છે.
આ ગ્રંથની બીજી વિશેષતા એ છે કે ડૉ. જલજે મૂળ પ્રત સાથે વફાદારી અને પોતાની અનુવાદની સુંદરતા બંનેનો સુમેળ સહજ રીતે સાધ્યો છે. ‘રયણસાર’ રત્નત્રયનો મુખ્ય માર્ગ દર્શાવે છે.
XXX
પુસ્તકનું નામ : નવસ્મરણા નિત્ય-પાઠ (ભાવાર્થ સહિત) પ્રકાશક : સુમનભાઈ મણિલાલ શાહ ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમારોડ, ન્યુ વડોદરા-૩૯૦૦૦૮. પ્રાપ્તિસ્થાન : (૧)શાંતિકુમાર એમ. ડગલી બી/૧૮, જયસિંહ મેન્શન, હઠીસિંહની વાડીની સામે, શાહીબાગ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૪. ફોન : ૦૭૯-૨૫૬૨૭૦૫૯ (૨)સંધ્યાબેન દીપકભાઈ શાહ એક, રામઝરૂખા
સોસાયટી, એસ.વી.રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૮.ફોન:૦૨૨-૬૫૨૨૧૩૫૭ મૂલ્ય : સ્વાધ્યાય, પાના : ૧૨૦.
મોટા ભાગના જૈન શ્રાવક-શ્રાવિકાઓ નવસ્મરણનો નિત્યપાઠ દરરોજ કરતા હોય છે.
આવા કલ્યાણકારી સૂત્રોનો પાઠ શ્રદ્ધા, સમજણ અને તત્ત્વદ્રષ્ટિથી ક૨વો જોઈએ. સાથે સાથે ધ્યાન અને ભાવપૂર્વક કરવામાં આવે તો ચિત્ત પ્રસન્નતા અનુભવે એ સ્વાભાવિક છે.
સુમનભાઈ શાહના આ પુસ્તકના પ્રકાશનનો મુખ્ય હેતુ એ છે કે નવસ્મરણ સુત્રોનો ભાવાર્થ સ્વાધ્યાય સંચયનરૂપે થાય. તે ઉપરાંત દરરોજના નિત્યક્રમમાં ઉપયોગમાં લેવાતા અન્ય સૂત્રો જેવા કે જયવીય૨ાય, નમોત્થાં, લઘુ-શાંતિ અને સકલાહર્તાનો ભાવાર્થ પણ આ ગ્રંથમાં ઉમેરાયો છે.
આ ગ્રંથમાં એક નોંધપાત્ર બાબત એ છે દ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકરૂપતા’ વિશેનો લેખ નવસ્મરણના સ્વાધ્યાય માટે અતિ મહત્ત્વનો છે તે અહીં લેવામાં આવ્યો છે. આ ગ્રંથનો સ્વાધ્યાય ક૨ના૨ વાચકો ભાવોલ્લાસ અને વાદકતાનો અનુભવ જરૂર કરશે..
XXX
પુસ્તકનું નામ :
શ્રી સીમંધર સ્વામી અવના (ભાવાર્થ સહિત) સંરચના : પ્રવીણચંદ્ર ઉપાધ્યાય પ્રકાશક : ‘જય સચ્ચિદાનંદ સંઘ’ વતી જી.એ.શાહ (સકળ સંઘપતિ)