________________
મે, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
ગુજરાતના એક શહેરના કેટલાક આગેવાનો થોડીક વાત કરવાની રજા મેળવીને પૂજ્યશ્રી પાસે આવ્યા. તે પૈકી એક આગેવાન કાને જરાક બહેરાશ ધરાવતા હતા. એમણે વાતની શરૂઆત કરતાં કહ્યું: ‘સાહેબ ! આપશ્રી આ શહેરની અને વર્તમાન જૈન સંઘોની પરિસ્થિતિથી અજાણ નહિ જ હો ! આજે ઠે૨ ઠે૨ સંઘર્ષનું વાતાવરણ છે. કોઈ સંઘમાં આજે શાંતિ નથી. બધે જ લગભગ બાળદીયા-દેવદ્રવ્ય આદિની ચર્ચાઓ ચાલે છે. આપ અહીં પધાર્યા એ અમારા સંઘનું સૌભાગ્ય ગણાય, સાંભળ્યું છે કે, આપ ત્રણ ચાર દિવસ જ રોકાવાના છો. એથી અમે એટલી વિનંતિ કરવા આવ્યા છીએ કે, વ્યાખ્યાનમાં એવા કોઈ પ્રશ્નો ન ચર્ચાય તો સારું. જેથી અમારા સંઘની શાંતિ ડહોળાય નહિ. અમારીદિવસથી એ સભા વધુ ચિક્કાર થવા માંડી, અને એ આગેવાનોને ય
પુજ્યશ્રીની આ ખુમારી જોઈને આગેવાનોનું કહેવાતું બધું જ ખમીર પાણી પાણી થઈ ગયું. એ ય શું બોલે ? સત્યના સમર્થનને અટકાવવા માટે આવવાનો આશય તો સાચે જ રદ થઈ ગયો. ઉપરથી આ આગમન તો સત્યના સમર્થનને વેગ આપવામાં નિમિત્ત બની જવા પામ્યું. બીજા
લાજે શરમે પ્રવચનમાં જોડાવું પડ્યું,
આ વિનમ્ર વિનંતિ છે. પણ કદાચ આપ આને ન સ્વીકારો અને વ્યાખ્યાનમાં આવો પ્રશ્ન ચર્ચાશે, તો પરિણામ સારું નહિ આવે. તો કદાચ આપની પાસેના આ બાળમુનિઓ આપની પાસે નહિ રહી શકે. પોલીસ મારફત અમે એમને ઘર ભેગા કરાવી દઈશું. પરંતુ અમને વિશ્વાસ છે કે, આવું કંઈ બનવા નહિ જ પામે અને અમારા સંધની શાંતિ નહિ જ ડહોળાય.'
પૂજ્યશ્રીનાં પ્રવચનોમાં બીજા જ દિવસથી દેવદ્રવ્યાદિની સુંદ૨ સમજણ અપાવા માંડી. એ વાર્તા શાસ્ત્ર સિદ્ધ હોવાથી એનો વિરોધ પણ કોણ કરી શકે ? વળી સંઘનો ઘણો મોટો ભાગ એ સત્યના અમીપાન હોંશે હોંશે કરી રહ્યો હતો, અને મજબૂતાઈ ધારણ કરી રહ્યો હતો. ચાર દિવસના બદલે અઠવાડિયું રોકાઈને પૂજ્યશ્રીએ જ્યારે વિહાર કર્યો, ત્યારે જાણે ભવ્ય ચાતુર્માસ કરીને વિદાય થતાં હોય, એવો માનવ મહેરામણ વળાવવા ઉમટ્યો, અને વિદાયની એ વેળા ઘણા ઘણાની આંખમાં આંસુનાં તોરણ બાંધી ગઈ !
‘અહીંથી ત્યાં (પરદેશ) જઈ આવી, નકલી બની. પાપની ક્રિયાઓનો પ્રચાર કરે છે. આજે સારા ધરે પણ અભક્ષ્મ-અપેયનો વિચાર નથી, જૈનોના ઘરે પણ દારૂના શીશા અને ઈંડાં ચટણીની જેમ ખવાય છે.’
એકવાર આગેવાન શ્રી કસ્તુરભાઈ લાલભાઈ પૂજ્યશ્રી પાસે આવ્યા. લવાદી ચર્ચામાં પૂજ્યશ્રી વિજયી જાહેર થઈ ગયા હતા અને તિચિ વિષયક પૂજ્યશ્રીની માન્યતા પ૨ સત્ય અને સિદ્ધાંતની મહોર છાપ લાગી ચૂકી હતી, તે પછીના દિવસોમાં કસ્તુરભાઈએ વિનંતિ રૂપે કહ્યું; 'તિથિ પ્રશ્ને આપ સાચા છો, પણ બહુમતિ બીજા તરફ છે, માટે સંઘમાં શાંતિ સ્થપાય, આ અંગે આપ કંઈક વિચારો.’
આગેવાને જે કહી નાંખ્યું હતું, એનો પ્રતિકાર ન થાય, તો ધર્મનેતૃત્વ ક્યાંથી દીપે ? પોતાની સામેના આક્ષેપ હોત, તો પૂજ્યશ્રીને મોન રહેવામાં કોઈ વાંધો ન હતો. પણ આ તો સત્ય અને શાસન સામે અડપલું હતું. એથી બહેરા આગેવાનને કાનમાં ભૂંગળું ભરાવવાનો ઇશારો કરીને પૂજ્યશ્રીએ જવાબ વાળતાં કહ્યું:
'આમ તો અમારે અહીં ખાસ રોકાવાનું ન હતું. પણ તમારી આ બધી વાત સાંભળતાં હવે અહીં અઠવાડિયું રોકાવાની ભાવના થાય છે. કારણ કે, તો જ તમારો સંધ શાંતિના સાચા સ્વરૂપને સમજીને પૂર્વગ્રહથી મુક્ત બની શકશે. એ શાંતિને શું બાળવી છે કે, જ્યાં સત્યાસત્યની વાતો ન હોય ! આવી સ્મશાન શાંતિમાંથી તમારા સંઘને બેઠો કરવા અને જાગૃતિ આણવા હવે આવતીકાલથી જ આ બધા આ પ્રશ્નો ૫૨ વિવેચન કરવાની ભાવના થાય છે. તમે બધા પ્રવચનમાં હાજ૨ રહી શકો છો, અને હું જો આગમ વિરૂદ્ધ એક પણ અક્ષર બોલતો હોઉં, તો તમે ખુશીથી મારી કાનબુટ્ટી પકડીને મારી જીભ પણ ઝાલી. શકો છો. બાકી જૈન સિદ્ધાંતોની સમજણ અમે જો સંઘની સભાઓમાં પણ ન આપી શકીએ, તો પછી ક્યાં આપી શકીએ ? જાહેર પ્રવચનોમાં આવી વાતોને અવકાશ ન હોય, એ હજી બરાબર. પા ઉપાશ્રયમાં થતા ચાલુ પ્રવચનોમાં પણ ન હોય, તો પછી જૈન સિદ્ધાંતોના અમૃતને પીરસવાનું સ્થાન કયું ? માટે હવે એક અઠવાડિયા સુધી રોકાવાનો નિર્ણય કરવા પૂર્વક હું તમને સૌને જણાવું છું કે, બાલદીશા દેવદ્રવ્ય આદિ સમજવા જેવા સવાલોને આવતીકાલથી જ હું ચર્ચવાનો છું એમાં જ્યાં પણ હું શાસ્ત્રદુષ્ટિથી આડો જતો હોઉં, ત્યાં મને અટકાવવાની સંપૂર્ણ સત્તા હૂઁ તમને સોંપું છું. બોલો, હવે આ અંગે બીજું કંઈ કહેવું છે ?'
આ પ્રશ્નાર્થ ઉભો રાખીને એક વાતનું સ્પષ્ટીકરણ કરતાં પૂજ્યશ્રીએ વધુમાં જણાવ્યું કે બાલમુનિઓ અંગે તમે જે કહ્યું; એ વિષયમાં જણાવવાનું કે, અમે ખૂબ ખૂબ પરીક્ષા લીધા બાદ દીક્ષા આપીએ છીએ.
૧૧
એથી મારી પાસેના બાલ સાધુઓને બધી તાકાત કામે લગાડીને ઘર ભેગા કરવાની તમને છૂટ છે. હું પણ જોઉં છું કે, તમે એમને કઈ રીતે સમજાવીને લઈ જઈ શકવામાં સફળ બની શકો છો ? આ કંઈ કાચા ધડા નથી કે, ટપલી મારતાં જ ફુટી જાય. આ તો અગ્નિ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થઈને આવેલા સુવર્ણઘટ છે.’
પૂજ્યશ્રીએ જવાબ આપ્યોઃ ‘તમે જ કહો છો કે, આપ સાચા છો, પછી આ અંગે મારે બીજું શું વિચારવાનું હોય ? કસ્તુરભાઈએ પોતાની વાતને દોહરાવતા પુન કહ્યું: આપ કહો, તો જગતના ચોગાનમાં જાહેર કરું કે, તિથિપ્રશ્ને આ. શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સાચા છે. પણ હવે સંઘની શાંતિ ખાતર કંઇક બાંધછોડ કરી, એટલી જ મારી વિનંતિ છે.'
પૂજ્યશ્રીએ તરત જ જવાબ વાળ્યોઃ ‘જે વાતને હું સાચી માનું, તમે પણ સાચી માનો અને જગતના ચોગાનમાં તે રીતે જાહે૨ ક૨વા પણ તૈયાર થાવ અને આમ છતાં તે સત્યને આપણે બંને ભેગા થઈને દરિયામાં ડૂબાડી આવીએ, આ કેવું કહેવાય?' કસ્તુરભાઈએ કહ્યું, સાહેબ ! ક્યારેક શાંતિ ખાતર સત્યને ય બાજુ પર મૂકવું પડે.’ જવાબ મળ્યોઃ ના. આ વાત બરાબર નથી. શાંતિ ખાતર સત્યને ધક્કો ન પહોંચાડાય.
બ્રિટનના ભૂતપૂર્વ વડાપ્રધાનનું એક વાક્ય આગળ કરતાં કસ્તુરભાઈએ કહ્યું: આ વડાપ્રધાન પણ શાંતિ માટે સત્યને બાજુ ૫૨