________________
૨૮
ગીચ વસ્તીથી દૂર જવું કઈ રીતે ? મનમાં એક જ ભાવ કે વસ્તીવાળા વસવાટથી દૂર જઈને કોઈ એકાંત સ્થળે વસવું અને મન ભરીને સાહિત્યસાધના કરવી. એ સમયે વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ પાસેનો માદલપુરનો પટેલનો માઢ ગીચ વસ્તીવાળો હતો. અહીં વસતા પટેલો નાનુ-મોટું કામ કરતા, ગાય, ભેંસ રાખતા અને ખેતરે જતા.
આવા વસતીવાળા વિસ્તારમાંથી એલિસબ્રિજ વિસ્તારના દક્ષિણ છેડે આવેલી સાબરમતી નદીના કાંઠા પરની સોસાયટી પસંદ કરી. અમદાવાદથી સરખેજ જવાના હાઈવે પર નદીકાંઠા તરફના દૂરના એક ખેતરની જમીન વેચાા રાખવામાં આવી. એ સમયે સોસાયટીના સભ્યોમાં વિખ્યાત સમાજસેવિકા શ્રીમતી ચારુમતિ યોદ્ધાના ભાઈ સ્વ. ચંદ્રશેખર યોદ્ધા હતા, તેથી એમના નામ પરથી આ સોસાયટીનું નામ ચંદ્રનગર સોસાયટી રાખવામાં આવ્યું, આ સોસાયટીના પ્રમોટરોમાં એ સમયે જ્યોતિસંઘ સંસ્થાના મંત્રી ચારુમતિ પોતા, સંગીતકાર શ્રી મકરંદ બાદશાહ, તસવીરકાર શ્રી જગનભાઈ મહેતા અને અગ્રણી ચિત્રકાર સ્વ. છગનભાઈ જાદવ જેવા કલાવિદો હતા.
પ્રબુદ્ધ જીવન
એ સમયે અમદાવાદ શહેર વિસ્તારની બહાર આવેલી ચંદ્રનગર સોસાયટીની હાલત એવી હતી કે એમાં શહેરમાં સાંપડતી સુવિધાઓનો સદંતર અભાવ હતો. એથીય વિશેષ શહેરનાં દૂષણોને માટે આ અનુકૂળ નિવાસસ્થાનો હતાં. આવી સોસાયટીમાં વાવાનું જયભિખ્ખુએ નક્કી કર્યું.
જંગલોની વચ્ચે રહેલા જયભિખ્ખુને એમના જીવનમાં ક્યારેય ભય સ્પર્શી શક્યો નહીં. જંગલમાં વાઘનો ભેટો કરનાર એવા એમને બીક કે ડર શું છે એનો જ ખ્યાલ નહીં, તેથી આવા દૂરના નિર્જન સ્થાનમાં રહેવા જવું પડે, ત્યારે એમાં કોઈ ભય હોઈ શકે એવી એમણે કલ્પના કરી નહોતી. વિચાર આવ્યો હોય તોય એનો કશો ડર, ભય કે પરવા નહોતી. આથી જીવલેણ સર્પ હોય કે હત્યા કરવા સશસ્ત્ર ધાડુપાપાડુઓ કે અસામાજિક તત્ત્વો હોય, પણ ક્યારેય એનાથી તેઓ પાછા પડ્યા નહીં.
અઢાર બંગલાઓની નાનકડી ચંદ્રનગર સોસાયટીમાં નિવાસ કરવા આવ્યા, ત્યારે પાણી, ગટર કે જાહે૨ વાહનવ્યવહારની કોઈ સગવડ નહોતી. પાછળ સાબરમતી નદી વહેતી દેખાતી હતી. પણ અહીં પાણી માટે નગરપાવિકા કે બીજાં તંત્રો દ્વારા કશી સગવડ ઊભી કરાઈ નહોતી. ગટરની તો કલ્પના ક્યાંથી થઈ શકે! આથી શરૂઆતમાં પાણીના પાઈપ અને ગટરના પાઈપ સોસાયટીએ પોતાના ખર્ચે નાખ્યા. આવી સ્થિતિમાં કોઈ વાહન તો ક્યાંથી આવે ? મ્યુનિસપાલિટીની બસ આવે એવી કલપના ક૨વી જ મુશ્કેલ.
દિવસે વારંવાર ઝાડની બખોલમાંથી, ક્યારામાંથી, પાસ પરથી કે ઈંટોના ઢગલા વચ્ચેથી સાપ નીકળે. સાપ દેખાય એટલે સહુ કોઈ ભેગાં થાય. પગી ચીપિયો લઈને દોડે અને સાપને પકડે. પછી એને માટલામાં નાંખીને નદીકાંઠે છોડી આવે.
જૂન, ૨૦૧૨ અને આ સોસાયટીમાંથી કાંટાળા ઘાસથી છવાયેલી જમીનની કેડી પર થઈને એ મુખ્ય માર્ગ પર પહોંચાતું હતું. વર્ષાઋતુમાં આ મુખ્ય માર્ગ સુધી પહોંચવું ઘણું મુશ્કેલ બનતું. વચ્ચે નીચાજોમાં પાણીનું તળાવ. ભરાઈ જતું એટલે ચાલવાની કેડી ‘જલસમાધિ’ પામતી હતી. આથી એ તળાવડીની ધારે-ધારે ચાલીને સોસાયટીમાં આવવું પડે.
વળી અઢાર બંગલાની આ સોસાયટીમાંથી માંડ એક-બે વ્યક્તિઓ રહેવા આવી હતી. સોસાયટીને નાકે વિખ્યાત ચિત્રકાર છગનભાઈ જાદવ વસતા હતા, પરંતુ એ એકલવીર કલાકા૨ ભાગ્યે જ ઘરમાં મળે. આથી આખી સોસાયટીમાં બંગલાઓ બંધાઈ ગયા હતા, એમાં કોઈ રહેતું નહોતું. કોઈક થોડી હિંમત ભેગી કરીને શહેરમાંથી અહીં રહેવા આવ્યા, થોડા દિવસ રહ્યા પણ ખરા, રોજિંદી હાડમારીઓથી અકળાઈ ઊઠતા હતા.
દૂરથી વાસણાથી પાલડી વચ્ચેનો રસ્તો દેખાય. એના પર અવરજવર કરતી બસો દેખાય. વચ્ચેના વિસ્તારોમાં માત્ર ખેતરો આવ્યાં હતાં.
એમાંય ઉનાળો આવતા તીક્ષ્ણા દંતૂશળવાળા મચ્છરોનાં મોટાં ટોળાં સમી સાંજથી ધસી આવતાં હતાં. બારી ખુલ્લી હોય તો આવી બન્યું ! એટલા બધા મચ્છરો આવે કે સઘળા બારી-બારણાં સાંજથી બંધ રાખવા પડે અને એમ છતાં ઘૂસણખોર મચ્છરો આખી રાત પજવતા રહેતા. પાછળ આવેલા નદીકાંઠા પર શાકભાજીનું વાવેતર થતું હતું અને એની પાછળ આવેલા સુએઝ ફાર્મમાં અમદાવાદ શહેરનું ગંદું પાણી એકઠું થતું હતું. એટલે કે મચ્છરો માટેની એ સ્વર્ગભૂમિ હતી અને રાત્રે એ સ્વર્ગભૂમિ પરથી આવતા મચ્છરો આ સોસાયટીમાં જે કોઈ માનવીઓ હોય તેમને માટે નરકસમું જીવન બનાવી દેતા હતા.
આવા નિર્જન સ્થળ લોન લઈને મકાન બંધાવ્યા પછી એનું સામૂહિક વાસ્તુ કર્યું. વાસ્તુમાં આવેલા લોકોએ જયભિખ્ખુના પ્રેમને માણ્યો, પરંતુ આ વિસ્તારની અગવડો જોઈને આઘાત પામ્યા. પિતા તરફથી જયભિખ્ખુને વારસામાં સાહસિક, નીડર અને હિંમતવાન સ્વભાવ મળ્યો હતો, તેથી એમને તો આવી મુશ્કેલીઓ સહેજેય પજવી શકતી નહોતી. એમને આનંદ એ વાતનો હતો કે આજુબાજુ ખેતર હોય, અવ્ય વસ્તી હોય, કોલાહલથી દૂર ધર હોય અને ઘેર બેઠા-બેઠા નદી દેખાતી હોય, એવા ‘રમણીય સ્થાન'માં રહેવાનું મળે, તેથી રૂડું બીજું શું હોય ?
જયભિખ્ખુના વડીલ અને એમના બનેવી શ્રી પોપટલાલ શેઠે હસતાં હસતાં એવો મીઠો ઠપકો આપ્યો, ‘તમે સોસાયટીમાં નવું મકાન લીધું ત્યારે તમારી પત્નીનો અને એકના એક પુત્રનો વિચાર કરવો જોઈએ. તમે તો આખો દિવસ બહાર રહો, ત્યારે એમનું શું? વળી આવા જંગલમાં કંઈક થઈ જાય તો બચાવનારું કોણ ?'
જયભિખ્ખુએ વડીલની વાતનો જવાબ આપતાં કહ્યું, ‘વાત સાચી છે, પણ મારે કોઈ એકાંત સ્થળે વસવું હતું અને એને માટે શહેરથી નજીકનું આ એકાંત સ્થળ હતું. ભય કે બીક તો એવાં છે કે એ મહેલમાં રહીએ તો પણ લાગે અને ઝૂંપડીમાં રહીએ તો પણ લાગે.'
ધીરે ધીરે બીજા એક-બે બંગલામાં વસવાટ શરૂ થયો. તસવીરકાર શ્રી જગનભાઈ મહેતા પણ રહેવા આવ્યા. સોસાયટીમાં મકાનો બની