________________
૧૨
મૂકવાનું કહે છેઃ પૂજ્યશ્રીએ કહ્યુંઃ બ્રિટનના વડાપ્રધાન કંઈ આપણા માટે પ્રમાણભૂત ન ગણાય ? ગાંધીજીને વચમાં લાવતા કસ્તુરભાઈએ કહ્યું: સાહેબ, ગાંધીજી પણ કહેતા હતા કે, શાંતિ ખાતર સત્યને મૂકી દેવું પડે, તો મૂકી દેવું જોઈએ. પૂજ્યશ્રીએ જવાબ વાળ્યોઃ આ વાત બરાબર નથી. ગાંધીજી તો એમ કહેતા હતા કે, શાંતિ સળગી જતી હોય, તો ભલે સળગી જાય, પણ સત્યને મૂકી શકાય નહિ. આ જવાબ આગળ કસ્તુરભાઈ લાલભાઈ મૌન થઈ ગયા.
પ્રબુદ્ધ જીવન
દિલ્હીના ચાતુર્માસ દરમિયાન કેટલાંક આગેવાનોને એવો વિચાર આવ્યો કે, પૂજ્યશ્રી અને વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વચ્ચે એક મુલાકાત યોજાય, તો સારું. જેથી આ બંને એકબીજાને સમજી શકે અને ભારતના લાભમાં કોઈ પરિણામ આવે ! એમણે પૂજ્યશ્રીને આ વાત કરી,. પૂજ્યશ્રીએ વાત શરૂ કરી, એટલે નહેરુજી તો મસ્તક નીચું રાખી મૂંગા મૂંગા સાંભળવા લાગ્યા. તેમને એવા સંસ્કાર મળેલા કે સાધુ-સંતો જે ઉપદેશ આપે, તે નતમસ્તકે સાંભળવાનો જ હોય, પણ તેમાં વચ્ચે કંઈ જ બોલાય નહીં. પૂજ્યશ્રી તો દેશની ધાર્મિક અને વર્તમાનમાં પ્રવર્તતી પરિસ્થિતિ અંગે તેમના હૈયામાં શું છે, તે જાણવા માગતા હતા અને તે પછી કહેવા યોગ્ય કહેવા ઈચ્છતા હતા. એટલ
મે, ૨૦૧૨
દિલ્હી જેવા દૂરના પ્રદેશમાં ચાતુર્માસ બિરાજમાન પૂજ્યશ્રી પાસે અનેક ભક્તો આવ્યા. એમાં અજૈનોનો પટ્ટા સમાવેશ થતો. ઠીક ઠીક પરિચયના પ્રભાવે પ્રભાવિત બનેલા એમની સાથેની જ્ઞાનગોષ્ઠી દરમિયાન એક વિદ્વાન બ્રાહ્મણે એકવાર ભગવતી સૂત્ર સંબંધિત વાત નીકળતા અંતે રમૂજવૃત્તિનો આશ્ચય લઈને એવો પ્રસ્તાવ રજૂ કર્યો કે, ભગવતીને આપ અમારા ભાગવત સાથે પરણાવી દો, તો કેવો સુંદર સુમેળ જામી જાય !
પૂજ્યશ્રીએ નહેરુજીને કહ્યું કે, આપ તો કુછ બોલને નહીં, તો આપકા ક્યા ખ્યાલ હૈ, વો મેરી સમજ મેં કૈસે આ સકે ? એટલે નહેરુજીએ તરત માથું ઉંચું કર્યું અને કહ્યું કે, ક્યા આપ હમારી બાત ભી સૂર્નંગ ? પૂજ્યશ્રીએ કહ્યું: જરૂર.
આ પછી પરસ્પર વાર્તાલાપ ચાલ્યો. પૂજ્યશ્રીએ દેશની વર્તમાન હાલત તથા નૈતિક તેમજ આધ્યાત્મિક દ્રષ્ટિએ દેશ કેટલો ઉતરી રહ્યો છે, સાચા માણસોને જીવવામાં કેટલી તકલીફ છે, વગેરે હકીકત નહેરુજીના ધ્યાન પર મૂકી. ત્યારે તેઓ પણ આશ્ચર્ય વ્યક્ત કરવા લાગ્યા. આ પછી ચર્ચાયેલા દરેક પ્રશ્ન અંગે પોતે શક્ય પ્રયત્ન કરશે, પણ વર્તમાનની નોકરશાહીના ચોકઠામાં કેટલી સફળતા મળશે, તે અંગે નહેરૂજીએ શંકા દર્શાવી. વાતચીત રસમય બનતા નક્કી કર્યા કરતા વધારે સમય પસાર થઈ ગયો. પૂજ્યશ્રીને ત્યારબાદ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદને મળવાનું હતું. એટલે તેમના તરફથી એ બાબતનો સંદેશો આવતા આ મુલાકાત પૂરી થઈ. નહેરુજીએ ફરી પણ કોઈ પ્રસંગે આ પ્રમાણે મુલાકાત થશે, તો પોતાને આનંદ થશે, એમ કહ્યું અને પૂજ્યશ્રી ત્યાંથી વિદાય લઈ રાષ્ટ્રપતિના સ્થાને પધાર્યા.
સિદ્ધાંત મહોદધિ પૂ. ગુરુદેવ શ્રી પ્રેમસૂરિજી મહારાજ તથા વ્યાખ્યાન વાચસ્પતિ પૂજ્યશ્રીનું સંયુક્ત ચાતુર્માસ પાલિતાણા ખાતે નક્કી થયું. વિ. સં. ૨૦૦૬ની એ સાલ હતી. એકવાર એક ભક્તે પૂજ્યશ્રીને પૂછ્યું: આ ચાતુર્માસમાં પૂજ્ય ગુરુદેવ સાથે રોકાશે? પૂજ્યશ્રીએ કહ્યું: આ શું બોલ્યા? પહેલા મિચ્છામિ દુક્કડં માગો. ગુરુદેવ મારી સાથે નહિ, હું ગુરુદેવની સાથે રહેવાનો છું. એવું તમે માનો, એમાં મર્યાદા સચવાય છે અને ગુરુદેવ મારી સાથે રહેવાના છે, એવું તમે માનો, એમાં મર્યાદાભંગ છે. ભક્ત પૂજ્યશ્રીની આવી ગુરુભક્તિ જાણીને દિંગ થઈ ગયા.
ભલભલા મુંઝાઈ જાય, એવો આ પ્રસ્તાવ-પ્રશ્ન હતો. આમ તો જો કે આ એક જાતની મુજ જ હતી. છતાં એ જાતનો જવાબ વાળવો જરૂરી હતો કે, જિન શાસનની જ્વલંતતા જોખમાય નહિ. જરાય મૂંઝાયા વિના પૂજ્યશ્રીએ વળતી જ પળે હસતા હસતા જવાબ વાળ્યો કે, ભગવતી શબ્દ તો સ્ત્રીલિંગમાં છે. પણ ભાગવત પુલ્લિંગ ધરાવતો શબ્દ નથી. માટે તમે જે મેળ ઈચ્છો છો, તે કંઈ રીતે શક્ય બને ?
આટલો માર્મિક જવાબ વાળ્યા બાદ પૂજ્યશ્રીએ સર્વજ્ઞ ભાષિત વાણીની વિશિષ્ટતા એવી રીતે ટૂંકમાં સમજાવી કે, પેલા બ્રાહ્મણવિદ્વાનને ભગવતી સૂત્ર ઉપર સવિશેષ બહુમાન જાગ્યા વિના ન રહ્યું.
એકવાર પૂજ્યશ્રીની નિશ્રામાં એક આચાર્યદેવ સપરિવાર પધાર્યા. આગંતુક આચાર્યશ્રી અને એમનો શિષ્ય સમુદાય સંગીતના વિષયમાં ઠીક-ઠીક જાણકાર હતો. બીજે દિવસે પૂજ્યશ્રી દર્શનાર્થે મંદિરમાં પધાર્યા. ત્યારે આગંતુક આચાર્યશ્રી પણ સાથે જ જોડાયા. ચૈત્યવંદ બાદ સ્તવનનો આદેશ મળતા એમણે પૂજ્યશ્રીને પૂછ્યું.
‘આપ કહો એ રાગમાં સ્તવના ક૨વા મારા શિષ્યો સજ્જ છે. આપ ઈચ્છા દર્શાવો, એ રાગમાં એ સ્તવન બોલો.'
પૂજ્યશ્રી પાસે વિવેક હતો અને સાથે સાથે વૈધકતાય હતી. પૂજ્યશ્રીએ કહ્યું: જે રાગ ગાવાથી વિરાગ વધતો હોય, વીતરાગ તરફનો રાગ વૃઢિગત બનતો હોય અને પુદ્ગલનો રાગ ઘટતો હોય, એ રાગમાં ગાશો, તો ભક્તિ સફળ થશે.
આ જવાબ સાંભળીને સૌ છક્ક થઈ ગયા. જવાબ સામાન્ય હતો, પણ એમાં તો ભક્તિમાર્ગના મુસાફરને માટે જે મહત્ત્વનું ગણાય, એવું પૂરેપૂરું માર્ગદર્શન સમાઈ જતું હતું.
પૂજ્યશ્રી જાત પરના આક્રમણને ખાળવા એકેવા૨ કોર્ટમાં સામેથી નહોતા ગયા, આમ છતાં જૈનશાસન પરના આક્રમણને ખાળવા જેટલી વાર કોર્ટે જવું પડ્યું હતું, એટલી વાર ગૌરવભરી ગતિએ ગયા હતા. અને વિજયનો વાવટો લઈને જ પાછા ફર્યા હતા. કોર્ટમાં સત્યના સોગંદ લેવાની વિધિથી જ કાર્યનો પ્રારંભ થતો એથી પૂજ્યશ્રીને પણ આ વિધિ તો કરવી જ પડતી. પણ પૂજ્યશ્રી એવી વિશિષ્ટ શૈલીથી સોગંદ વિધિ કરતા કે, એ પ્રારંભ જોઈને જ ન્યાયાલય પ્રભાવિત થઈ જતું.
અનોખી રીતે સોગંદ વિધિ કરતાં પૂજ્યશ્રી જણાવતા કે, વિ. સં. ૧૯૬૯ની સાલમાં પોષ સુદ-૧૩ને દિવસે ગંધાર તીર્થમાં પૂ. મુનિરાજ શ્રી મંગળવિજયજી મહારાજના હાથે જૈન દીક્ષાનો સ્વીકાર કરતા મે પાંચ મહાવ્રતોની પ્રતિજ્ઞા સ્વીકારી હતી, એમાંની બીજી અસત્ય બોલીશ નહિ, બોલાવીશ નહિ ને બોલતા ને અનુમોદીશ નહિ' આ પ્રતિજ્ઞાના