________________
૧૪
પ્રબુદ્ધ જીવન
છવાઈ જતાં જીવને ગુણોના પરિણમનનો લાભ પૂરેપૂરો મળતો નથી. અથવા કાર્યા વર્તણાઓ ગુોના પ્રગટીકરણને અવરોધે છે.
હવે જો કોઈ ભવ્યજીવને કૃપી પદાર્થના અવિભાજ્ય અંગ એવા પરમાણુનું જ્ઞાન થાય તો બાકીનો રહેલો ભાગ તો આત્મા છે એનું પરોક્ષ જ્ઞાન થાય. પ્રત્યક્ષ જ્ઞાન તો માત્ર અનુભવગમ્ય છે કારણ કે જાણનારને કેવી રીતે જાણી શકાય ? બી રીતે જોઈએ તો આત્માથી અન્ય કે નોખા એવા પુદ્ગલના સ્વરૂપને મહદ્ અંશે જાણી શકાય છે કારણ કે તે જીવદ્રવ્યથી ‘પર' છે. અથવા સાંસારિક જીવનમાં પુદ્ગલ (રૂપી અને જડ) તથા આત્મા (અરૂપી ચૈતન્યમય) એ બન્ને દ્રવ્યોમાં નિમિત્ત-નૈમિત્તિક (ઔપાધિક) સંબંધ છે અને જેઓ એકબીજાનું નિમિત્ત પામી પ્રભાવિત થાય છે એવી વૈભાવિક શક્તિ આ બન્ને દ્રવ્યોમાં હેલી છે.
વસ્તુના મૂળભૂત સ્વરૂપનું જ્ઞાન નિશ્ચય દૃષ્ટિએ મહદ્ અંશે થઈ શકે છે જ્યારે વિભાવ, વિકૃત કે અશુદ્ધ સ્વરૂપનું જ્ઞાન વ્યવહારદષ્ટિએ ક થાય છે. આ બન્ને દૃષ્ટિઓ પરસ્પર સાપેક્ષ છે અને બન્નેના સમન્વયથી પદાર્થનું સ્વરૂપ સમજી શકાય છે. પંચાસ્તિકાયના દરેક દ્રવ્ય અનેક ગુણધર્મો ધરાવે છે અથવા તે અનેકાંતમય છે અને દ્રવ્ય પોતાના ગુણોમાં ઉત્પાદ્-વ્યય-ધ્રુવતાના ત્રિકાલિક સિદ્ધાંત પ્રમાણે પરિણમે છે એવું જ્ઞાનીઓનું કથન છે. ‘ઉત્પાદ’ એટલે દ્રવ્યના દરેક ગુણના અનંતા અખંડ પર્યાયામાંથી નિર્ધારિત ક્રમ પ્રમાણે પર્યાયનું સામર્થ્ય પણે (કાર્યપણે) આવી આવિર્ભાવ પામવું અને ‘ત્યય' એટલે કાર્યપણે
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ યોજે છે ગાંધી ચિંતનની ચિરંતન યાત્રા – વર્તમાન યુવા પેઢી માટે-યુવા વિદ્વાન દ્વારા શાશ્વત ગાંધી થા
જૂન, ૨૦૧૨ પરિણમી તિરોભાવે અદૃશ્ય થઈ જવું. દરઅસલપણે પર્યાયોનો આવિર્ભાવ અને તિરોભાવ ક્રમ પરસ્પર વિરોધી નથી પરંતુ તે એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્ઞાનીઓનું કથન છે કે દ્રવ્યના ગુણપર્યાયો જેટલા હોય છે તેટલા જ કાયમી હોય છે અથવા તેમાં વધઘટ થતી નથી પરંતુ પર્યાય કાર્યપણે આવી આવિર્ભાવ પામે છે અને તિરોભાવે વિકાસે છે.
સાંસારિક જીવના ગુણપર્યાયોનું પરિણમન બે મુખ્ય વિભાગોમાં ઘટાવી શકાય, એક સ્વભાવ પર્યાય પરિણમન અને બીજું વિભાવ પર્યાય પરિણમન. સ્વભાવ પર્યાય પરિણમન એટલે ષડ્થાન હાનિવૃદ્ધિના નિર્ધારિત ક્રમ મુજબ શુદ્ધ પરિણમન જે અગુરુલઘુ ગુણના ઉદાસીન નિમિત્તે નિરંતર થયા કરે છે. વિભાવ પર્યાય પરિણમન એટલે કાં તો પુદ્ગલ અથવા જીવદ્રવ્યના અન્યોન્ય નિમિત્તે થતું પરિણમન, કારણ કે આ બન્ને દ્રવ્યોમાં વૈભાવિક શક્તિ છે. દા. ત. દૃશ્યો, જ્ઞેયો અને સંજોગોની સાપેક્ષતામાં (હાજરીમાં) જે પરિણામો નીપજે છે તે વિભાવ પર્યાય પરિણમન (નિમિત્ત-નૈમિત્તિક). આમ છતાં દરેક સવ્ય પોતપોતાના સ્વભાવમાં જ પરિામે છે એવું જ્ઞાનીઓનું કથન છે. વ્યવહારદૃષ્ટિની અપેક્ષાએ એવું કહી શકાય કે સકષાયી જીવને ઉદયાધીન દ્રવ્યકર્મોના વિપાકોથી ભાવકર્મો, દ્રવ્યકર્મો અને નોકર્મોનું સર્જન થાય છે, જે જીવને ભવભ્રમણ (ચારગતિમાં) કરાવે. સૌરભ' ૫૬૩, આનંદવન સોસાયટી,
નવયુગ હાઈસ્કૂલ, ન્યૂ સમા રોડ, વડોદરા-૩૯૦૦૨૦.
વ્યાખ્યાતા : ગાંધી સાહિત્યના અભ્યાસી યુવાન પ્રાધ્યાપક ડૉ. યોગેન્દ્ર પારેખ ઑક્ટોબર- ૨, ૩, ૪ સાંજે ૬ વાગે,સ્થળ : પ્રેમ પુરી આશ્રમ-બાબુલનાથ-મુંબઈ.
આ સંસ્થાના સ્થાપકો સુધારાવાદી જૈન તો હતા, પણ સાથે સાથે ગાંધી વિચા૨ અને ગાંધી ચળવળના સમર્થકો પણ હતા, અને પોતાના મુખ પત્ર ‘પ્રબુદ્ધ જીવન’માં જૈન ધર્મ, અન્ય ધર્મો તેમજ ગાંધી ચિંતનને પ્રકાશિત
કરતા હતા.
ભારતની વર્તમાન પરિસ્થિતિથી પ્રત્યેક નાગરિક આજે નિરાશ છે. ગાંધી વિચારમાં આજની પેઢીને આ સ્થિતિનો ઊકેલ નજરે પડે છે.
હવે માત્ર ચળવળ નહિ સ્વ અને ચિંતન પણ એટલું જ જરૂરી છે. ગાંધીવાદી પૂ. નારાયણ દેસાઈની ગાંધી કથાએ દેશ-પરદેશમાં ગજબનું આકર્ષણ ઊભું કર્યું છે. આ ગાંધીયાત્રા યુવાનો દ્વારા યુવાનો સાથે આગળ વધે તો જ આવતી કાલ ઉજળી બને, એ માટે આવી કથા કહેનાર એક નહિ અનેક યુવાનોની જરૂર પડશે, એટલે આ દિશામાં
શ્રી મુંબઈ જૈન યુવક સંઘે પહેલ કરી યુવાન પ્રાધ્યાપકને આમંત્ર્યા છે.
કચ્છ નખત્રાણાની કૉલેજમાં ગુજરાતી સાહિત્યના પ્રાધ્યાપક ડૉ. યોગેન્દ્ર પારેખ ગાંધી સાહિત્યના અભ્યાસી તો છે જ, ઉપરાંત જેન આચાર્ય મહાપ્રજ્ઞજીના અનેક પુસ્તકોના અનુવાદક, કવિ, નિબંધકાર અને સાહિત્ય સંશોધક અને પ્રભાવક વક્તા છે. આવા યુવા વિજ્ઞાન પ્રાધ્યાપકની વાણી દ્વારા શાશ્વત ગાંધી કથાનું શ્રવણ એક વિશિષ્ટ અને પ્રેરણાત્મક ઘટના બની રહેશે.
જે જિજ્ઞાસુઓએ આ કથા શ્રવાનો લાભ લેવો હોય એ સર્વેને આ સંસ્થાના કાર્યાલયમાં ફોન કરી (૨૩૮૨૦૨૯૬) પોતાના નામો લખાવવા વિનંતિ.
મંત્રી : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ