________________
પ્રબુદ્ધ જીવન
મે, ૨૦૧૨
સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ એટલે પ્રતિભા-પુણ્યાઈ-પરાક્રમની ત્રિવેણી
પ્રચંડ
Tપૂ. આચાર્યદેવ શ્રી વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મ.સા.
એ પણ એક ‘રામ’ થઈ ગયા, આ પણ એક ‘રામ’ થઈ ગયા. એક દશરથનંદન હતા, તો બીજા સમવંદન હતા. રામ ત્યાં અયોધ્યા” આ કહેવત ઓછે વત્તે અંશે બંને માટે ચરિતાર્થ થતી જણાતી હતી. છતાં બંને રામ વચ્ચેની વિશેષતા દર્શાવવા કહેવું હોય, તો એમ કહી શકાય કે, પહેલાં રામ અયોધ્યામાં અવતર્યા, તે પછી તેઓ જ્યાં જતા, ત્યાં એમનાં પગલે પગલે અયોધ્યા અવતરતી હતી. જ્યારે આ બીજા રામ અયોધ્યામાં નહિ, પણ પાદરા જેવા ગામડામાં જન્મ્યા, છતાં તેમનાં પગલાં જ્યાં પડતાં, ત્યાં અર્થોધ્યાનું નાનું એવું અવતરણ અચૂક થઈ જવા પામતું.
અર્થોધ્ધાના ‘રામ'ને જાણનારા/પીછાણનારાનો નો સુમાર નથી,ત્રિભુવનના પુણ્યનો આમ તો જો કે જોટો જડે એમ ન હતો. છતાં પરંતુ આ પાદરા ગામના રામ'ના નામ-કામ પણ કંઈ ઓછા જાણીતા નથી. ! સદેહાવસ્થામાં તો આ રામ ઘટ ઘટ અને ઘર ઘરમાં જાણીતા માણીના થયા જ હતા, પણ વિશ્વાવસ્થા પછીના સમયથી તો આ રામ દેશદેશ ઉપરાંત વિદેશોમાંય જે રીતે વિખ્યાત બનતા ગયા, એની તો જોડ જડવી મુશ્કેલ છે. જેમનાં પગલે પગલે અયોધ્યા અવતરતી અને જંગલમાંય જેમનાં પગલે મંગલની હારમાળા રચાઈ જતી, એ પુજનીય વિભૂતિ પુષ્પશ્લોક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ૯/૯ દાયકાઓના સમયતટ ૫૨ એકધારી રીતે છવાયેલાં રહીને જૈનશાસનની આરાધના-પ્રભાવનારક્ષા કરવા દ્વારા જે ઇતિહાસ રચ્યો. એ જેટલો રોમાંચક એટલો જ રસિક અને જેટલો રસિક એટલો જ રોમાંચક છે.
પાદરાથી આરંભીને અમદાવાદના પરિમલ દર્શન બંગલે સમાપ્ત થયેલી અને વિ. સં. ૧૯૫૨ થી વિ. સં. ૨૦૪૭ના સમય સુધી વિસ્તરેલી એ જીવનયાત્રા એટલી બધી મોટી યાત્રામાં તીર્થધામો ધરાવતી હતી કે, એનાં દર્શને આંખો તૃપ્ત થઈ ઉઠતી અને અંતર અમૃતસ્નાનનો આનંદ અનુભવતું, 'શ્રીમદ્ વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા’ આ અઢાર અક્ષરી નામમંત્રના ઉચ્ચારણ/શ્રવણની સાથે જ ૯/૯ દાયકાની દીર્ઘતા ધરાવતા એક સુવર્ણયુગના અનેક સોનેરી સંસ્મરણો ઉપસી આવ્યા વિના નથી રહેતા.
‘પ્રબુદ્ધ જીવન’ના પૂર્વતંત્રી શ્રી રમણલાલ ચી શાહના પિતાશ્રી ચીમનભાઈ શતાયુ પૂર્ણ કરીને થોડા વર્ષ પૂર્વે સ્વર્ગવાસી બન્યા. એઓ પણ પાદરાના વતની હતા, એથી શ્રી ચીમનભાઈ પણ શ્રી રામચન્દ્ર સૂરિજી મહારાજથી ઠીક ઠીક પરિચિત હતા, એ પરિચયની પરિમલ પ્રસારવવા ઉપરાંત પૂજ્યશ્રીના જીવનનું મર્મગ્રાહી દર્શન કરાવતો એક વિસ્તૃત લેખ શ્રી રમણલાલ ચી. શાહે “પ્રબુદ્ધ જીવન'માં થોડાં વર્ષો પૂર્વે પ્રગટ કર્યો હતો, પછીથી એ ‘પ્રભાવક સ્થવિરો' નામક પુસ્તકમાં પણ મુદ્રિત થયો હતો. પૂજ્યશ્રીના દીક્ષાદિન પોષ સુદ
ત્રયોદશી ૫૨ ૯૯/૯૯ વર્ષના વહાણા વાઈ ચૂક્યા છે, એથી ચાલુ વર્ષે દીક્ષા શતાબ્દીની ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, ત્યારે એઓશ્રીના જીવનમાં જે પરાક્રમ અને પ્રતિભાનો સંગમ સર્જાયો હતો, એનો સાક્ષાત્કાર કરાવતા થોડાક પ્રસંગોમાં દૃષ્ટિપાત કરવો અસ્થાને નહિ ગણાય. પૂજ્યશ્રી જ્યારે ત્રિભુવનકુમાર હતા, ત્યારથી જ એમના જીવનમાં પરાક્રમ-ખુમારી અને પ્રતિભા ને પુછ્યાઈ જોવા મળતા હતા. આવા થોડાક પ્રસંગોમાં દૃષ્ટિપાત કરીએ.
જે સાલમાં પૂ. આત્મારામજી મહારાજા સ્વર્ગવાસી બન્યા, એ જ વિ. સં. ૧૯૫૨ની સાલમાં જન્મ પામવાનું સૌભાગ્ય ધરાવનાર
બીજી રીતે વિચારીએ, તો એના સૌભાગ્યની આસપાસ ઠીકઠીક વિઘ્નો અને વિપત્તિઓ પણ ઘેરાયેલી હતી, એથી જ એના જન્મ બાદ દસ દિવસે પિતા છોટાલાલ રાયચંદ ચુડગર પાદરામાં સ્વર્ગવાસી બન્યા. એમની ખરાબ તબિયતના સમાચાર મળતાં જ સમયબહેન એક ટોપલામાં નવજાત ત્રિભુવનને લઈને દહેવાલથી પાદરા જવા રવાના થયાં, પણ મા-દીકરો પાદરા પહોંચે, એ પૂર્વે તો છોટાલાલભાઈનો જીવન-દીપ બુઝાઈ ગયો. આ પછી ત્રિભુવન જ્યારે સાત વર્ષનો થયો, ત્યારે પ્લેગ રોગ ફેલાતાં સમરથબહેનનો જીવનદીપ પણ ઓલવાઈ જવા પામ્યો.
બાળક ત્રિભુવન માટે આ કંઈ જેવા તેવા આધાતજનક બનાવો ન ગણાય! આમ છતાં પૂર્વનાં કોઈ મહાપુણ્યનો મહોદય જ એને ‘રતનબા’નો ભેટો કરાવી ગયો. નેવું વર્ષનું દીર્ઘાયુ ધરાવતાં ‘રતનબા’નો પુણ્યયોગ જ ત્રિભુવનમાં ધરબાયેલા ‘શ્રી રામવિજયજી મહારાજ'નું પ્રગટીકરણ કરી ગયો. માતા-પિતાની છાયા ગુમાવી બેઠેલા ત્રિભુવનને જો પોતાના પિતાના માતુશ્રી રત્નમણીબહેન, પિતા છોટાલાલ, એમના પિતા રાયચંદભાઈ, એમનાં પિતા માનચંદભાઈના ધર્મપત્ની રત્નમણીબહેન) નો ભેટો ન થયો હોત, તો કદાચ જૈન જગતને શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાની ભેટ પણ ન મળી હોત.
પાંચ વર્ષની વયે પાદરાની ગુજરાતી શાળામાં શિક્ષણ લેવાનો આરંભ કરનારા ત્રિભુવને તેર વર્ષની વર્ષ સાત ગુજરાતી તથા એક અંગ્રેજી ચોપડીનો અભ્યાસ કરીને સ્કૂલ છોડી દીધી હતી. વ્યવહારિક શિક્ષણ સાથે એણે પાંચ પ્રતિક્રમણ, પ્રકરણ, ભાષ્ય, કર્મગ્રંથ, સ્તવન સજ્ઝાય આદિનો ધાર્મિક અભ્યાસ નવ વર્ષ સુધીમાં તો પૂરો કરી દીધો હતો અને આગળનો ધાર્મિક અભ્યાસ ચાલુ રાખ્યો હતો.
છ વર્ષની વયે રતનબાના ધર્મસંસ્કારોથી સંસ્કારિત બનેલા ત્રિભુવને સંયમ ન લેવાય, ત્યાં સુધી આણંદશ્રી સાધ્વીજી પાસે, બરના ત્યાગની પ્રતિજ્ઞા કરી હતી. રતનબા સમજતાં હતાં કે, ત્રિભુવન સંયમ સ્વીકારવા જ જન્મ્યો છે, એથી સંયમના સંસ્કારો નાંખતા રહેવા છતાં