________________
૨૪
પ્રબુદ્ધ જીવન
સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય બને છે. આ સાધના ૧૩ અથવા ૧૪ દિવસની હોય છે.
ત્રીજા વિભાગમાં શ્રીદેવીની આરાધના ક૨વામાં આવે છે. સરસ્વતી દેવી વિદ્યા-શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે, તો શ્રીદેવી ધન-ોલત-સંપત્તિની અધિષ્ઠાત્રી દેવી છે. આ પીઠને લક્ષ્મી પીઠ પણ કહે છે. ઘણા લોકો શ્રીદેવીને લક્ષ્મી દેવી કહે છે પરંતુ વાસ્તવમાં શ્રીદેવી અને લક્ષ્મી દેવી બંને અલગ અલગ છે. શ્રીદેવી જંબુદ્વીપના ભરત ક્ષેત્રની ઉત્તરે આવેલ બધુ હિમવાન પર્વત ઉપરના પદ્મ સરોવરમાં રહેલ છે, જયારે લક્ષ્મી દેવી ઐરવત ક્ષેત્રની દક્ષિકો આવેલ શિખરી પર્વત ઉપરના પુંડરિક નામના સરોવરમાં રહેલ છે. અલબત્ત, શ્રીદેવી અને લક્ષ્મી દેવી બંનેનું સ્વરૂપ એક સરખું જ છે, અને બંને ધન-દોલત-સંપત્તિની અધિષ્ઠાત્રી છે. તે કારણથી લોકોમાં આ પ્રકારની ગેરસમજ પ્રવર્તે છે.
બૃહત્ શાંતિ સ્તોત્ર (મોટી શાંતિ)માં પણ ૐૐ શ્રી હ્રી ધૃતિ મતિ કીર્તિ કાંતિ બુદ્ધિ કાશ્મી વિદ્યાસાધન પ્રવેશન નિર્દેશનેષુ સુગૃહીતનામાનો જયન્તુ તે જિનેન્દ્રાઃ ।। ગાથામાં પણ શ્રીદેવી અને લક્ષ્મી દેવીને અલગ અલગ બતાવી છે. આ ગાથાની શરૂઆતમાં આવેલ ૐૐ પછી શ્રી અને પછી હ્રી શબ્દ આવે છે, પરંતુ હ્રી પછી શ્રી આવતી નથી અને બંને મંત્રાસરો નથી પણ દેવીઓના નામ છે. ત્રીજી પીઠિકામાં શ્રીદેવીની આરાધના ૨૫ દિવસની છે.
ચોથા વિભાગમાં ગણિપિટક યક્ષરાજની આરાધના છે. જે રીતે સરસ્વતી દેવી શ્રુતજ્ઞાનની અધિષ્ઠાત્રી દેવી છે તે જ રીતે ગણિપિટક યક્ષરાજ દ્વાદશાંગીના અધિષ્ઠાતા દેવ છે. તેમની આરાધના આઠ દિવસની છે.
પાંચમા વિભાગમાં ચોસઠ ઈન્દ્ર (ઈન્દ્રાણી), ચોવીસ યક્ષ, ચોવીસ યક્ષિણી, સોળ વિદ્યાદેવી, જયા વગેરે સાત દેવી (જયા, વિજયા, જયંતા, અપરાજિતા, જયનેતી, નંદા અને ભદ્રા), નવ ગ્રહ, દશ દિકપાલ, નવ નિશાન, ગુરુપાદુકા આદિ સહિત ૨૪ તીર્થંકર, ૧૪૫૨ ગણધર ભગવંત આદિની આરાધના કરવામાં આવે છે. આ પીઠને સુમેરુ પીઠ કહે છે. તેની આરાધના સોળ દિવસની છે.
માર્ચ, ૨૦૧૨
સોળ દિવસ આયંબિલ કરવાના હોય છે. છેલ્લી પીઠિકામાં સંપૂર્ણ મૌન અને કોઈપણ વ્યક્તિનો સ્પર્શ સુદ્ધાં કરવાનો હોતો નથી અને તે દિવસોમાં કોઈપણ સ્ત્રી-બાલિકાનું મુખ પણ જોવાઈ ન જાય અર્થાત્ સ્ત્રીનો પડછાયો/ઓછાયો પણ પડવો ન જોઈએ. તથા પાંચમી પીઠિકાના મંત્રનો એક લાખ જાપ કરવાનો હોય છે.
સૂરિમંત્રની પાંચે પીઠિકાની આરાધનાના કુલ દિવસ ૮૪ થાય છે. મંત્રશાસ્ત્ર પ્રમાણે તપ વગર જપ ફળતો નથી. તેથી સૂરિમંત્રની આરાધનામાં પણ અવશ્ય તપ કરવું પડે છે. પ્રથમ ચાર પીઠિકાની આરાધનામાં પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ કરવાનો હોય છે અને વચ્ચેના દિવસોમાં સૂરિમંત્રકલ્પમાં બતાવ્યા પ્રમાણે લુખ્ખી. નીવિ અને આયંબિલ કરવાના હોય છે. છેલ્લી પીઠિકામાં સોળું
સૂરિમંત્રની આરાધનામાં ચોવીશ તીર્થંકર અને ગણધર ભગવંતો સિવાય ઘણા દેવ-દેવીની આરાધના આવે છે, તો કોઈકને પ્રશ્ન થાય કે આચાર્ય ભગવંતો નો છઠ્ઠા ગુણસ્થાનકે હોય છે એટલું જ નહિ તેઓ પંચપરમેષ્ઠિના ત્રીજા પદે બિરાજમાન છે તો તેઓએ તેમની કક્ષાથી નીચેની કક્ષામાં એટલે કે ચોથા ગુણસ્થાનકે રહેલ દેવ-દેવીની સાધના શા માટે ક૨વી જોઈએ? જોકે ગુણની દૃષ્ટિએ સાધુ ભગવંતો અને આચાર્ય ભગવંતો કરતાં દેવ-દેવી નીચલી કામાં આવે છે. આમ છતાં શક્તિ અને ઐશ્વર્યની દૃષ્ટિએ તેઓ સાધુ-સાધ્વી અને આચાર્ય ભગવંતો કરતાં ઘણા આગળ છે અને જિનશાસનને ચલાવવા માટે, અન્ય પરંપરાના દેવ-દેવીઓ તરફથી ક્યારેક કોઈ ઉપદ્રવ−ઉપસર્ગ થાય તો તેની સામે રક્ષણ પ્રાપ્ત કરવા સૂરિમંત્રમાં વિશિષ્ટ સમ્યગ્દષ્ટિ દેવ-દેવીની ઉપાસના કરવામાં કાંઈ ખોટું કે શાસ્ત્રવિરુદ્ધ નથી.
બીજી વાત પૂર્વના મહાન આચાર્ય ભગવંતો કે સાધુ ભગવંતોએ પણ ચતુર્થ ગુણસ્થાનકે રહેલ શ્રી સરસ્વતી દેવીની આરાધના | સાધના કરેલ છે. શ્રી બપ્પભટ્ટીસૂરિજી, કળિકાળ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી, મહોપાધ્યાય શ્રી યશોવિજયજી આદિએ શ્રી સરસ્વતી દેવીની આરાધના કરીને તેમને પ્રત્યક્ષ કર્યા હતા અને વરદાન પણ પ્રાપ્ત કરેલ. એટલે સાધુ ભગવંત કે આચાર્ય ભગવંતોએ પણ જ્ઞાનની વૃદ્ધિ માટે, પોતાના જ્ઞાનાવરણીય કર્મોના લોપામ વધારવા માટે સરસ્વતી દેવીની સાધના મંત્રજાપ તપસહિત અવશ્ય કરવો જોઈએ.
ત્રીજી વાત માની લો કે આચાર્ય ભગવંત કે સાધુ-સાધ્વી માટે ઉપર બતાવ્યું તે પ્રમાણે કદાચ જ્ઞાનપ્રાપ્તિ માટે સરસ્વતી દેવીની આરાધના નો શાસ્ત્ર પ્રમાણે અને તર્ક પ્રમાણે યોગ્ય અને ઉચિત ગણાય. પરંતુ જિનશાસનમાં ત્રીજા પદે બિરાજમાન આચાર્ય ભગવંતોએ શ્રીદેવીની આરાધના શા માટે કરવી જોઈએ ? શ્રીદેવીની આરાધના એકાંતે લક્ષ્મીની પ્રાપ્તિ માટે જ છે, લક્ષ્મી તો મહાન અનર્થ કરનારી છે, તો કંચન-કામિનીના ત્યાગી, પાંચ મહાવ્રતધારી આચાર્ય ભગવંતે શા માટે શ્રીદેવી કે લક્ષ્મી દેવીની આરાધના કરવી જોઈએ ?
• જેવી રીતે સપ્રમાણ મસાલાઓ નાંખીને બનાવેલા ભોજનમાં એક એવી શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી તે ખાનારની સુધા તો શાંત કરે જ છે, પરંતુ સાથે સાથે શરીરની ધાતુઓની પણ પુષ્ટિ કરે છે. તેવી રીતે દ્રવ્યશુદ્ધિ અને ભાવશુદ્ધિ ઉભયથી યુક્ત કરેલી આરાધનામાં પણ એક એવી શક્તિ પેદા થાય છે કે જેનાથી તેના આરાધકને તો લાભ થાય જ છે, પરંતુ આરાધનામાં નહીં જોડાયેલા અન્ય લોકોને પણ તેના સંપર્કથી તેનો લાભ થઈ રહે છે.