________________
૩૮
જે અનુભવવાથી નાનામાં નાના જીવ પ્રત્યે અપાર પ્રેમ વહે છે, અને અહિંસાધર્મનું સહજ પાલન થાય છે. એ જ રીતે જીવને અન્ય જીવથી જૂઠું બોલવું, ચોરી કરવી આદિ દોષોનું સેવન કરવાનું રહેતું નથી. વળી પોતે જે ધર્મક્રિયાઓ કરે છે, તેનું ફળ પોતે એકલો જ પામે એવી સ્પૃહા રહેતી નથી. જેમ કુટુંબના વડીલ કુટુંબના સર્વ સદસ્યોનું ધ્યાન રાખે, પોતે જે ધનપ્રાપ્તિ કરે તે પોતાના એકલા માટે નહિ, પણ સમગ્ર કુટુંબ માટે કરે એમ મનુષ્યકુળ, જિનધર્મ આદિ પામેલા જીવસૃષ્ટિના વડીલ સમા આપણે સમગ્ર જીવરાશિ માટે ધર્માચરણ કરીએ છીએ. આ ધર્માચરણમાં વ્યક્તિગત સ્વાર્થનો અંશ ન રહેવાથી નાનામાં નાનું કરેલું ધર્માનુષ્ઠાન પણ વાસ્તવિક ફ્યને આપનારૂં બને છે. પોતાના દેહ અને આત્માનો ભેદ કરનારું ભેદજ્ઞાન અને અન્ય આત્મા સાથે અભેદ કરનારૂં અભેદજ્ઞાન આવું નિશ્ચય અને વ્યવહારથી સંમિલિત જ્ઞાન જ વાસ્તવિક જ્ઞાન બને છે. આ જ્ઞાનના પરિણામે જ આત્માનું આત્મસ્વરૂપે સમ્યગ્દર્શન થાય છે. આ સમ્યગદર્શનને પરિણામે સમ્યગજ્ઞાન થાય છે અને સભ્યજ્ઞાનના પ્રતાપે સચ્ચરિત્ર થાય છે.
આવા જ્ઞાન માટે જ કહેવાયું છે;
નાણસ્વભાવ જે જીવનો સ્વપર પ્રકાશક તેહ, તેહ નાણ દીપકસમું પ્રામાં ધર્મસ્નેહ,
પ્રબુદ્ધ જીવન
માર્ચ, ૨૦૧૨
જે જ્ઞાનસ્વભાવ બ્વનો છે, તે આત્મા અને દેહના ભેદને પ્રકાશે છે, એ જ રીતે તે જ્ઞાન આત્માના આત્મા સાથેના અભેદનું દર્શન કરાવે છે, તે જ્ઞાન દીપક સમાન છે, તેને ધર્મપ્રત્યેના સ્નેહથી પ્રણામ કરો.
જ્ઞાનના પાંચ મુખ્ય ભેદો દર્શાવાયા છે. (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન (૫) કેવળજ્ઞાન. આમાંના પ્રથમ બે જ્ઞાનો ઇન્દ્રિયની મદદથી થાય છે. પછીના ત્રણ જ્ઞાનો આત્મપ્રત્યક્ષ થાય છે. પ્રથમ ત્રણ જ્ઞાન સમ્યગ્દર્શનના અભાવે અજ્ઞાનરૂપ ગણાય છે, અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના બાકીના બે જ્ઞાન ઉત્પન્ન થતા નથી. આ પાંચ જ્ઞાનના પેટાભેદો મળી ૫૧ ભેદો થાય છે.
આ જ્ઞાનપદની મહિમા કરતા વિજયલક્ષ્મીસુરિ વીસ સ્થાનક પુજામાં કહે છે;
‘જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમકિત મૂળ;
અજર અમરપદ ફળ લહી, જિનવર પદવી ફૂલ.'
હે ભવ્યજીવો ચારિત્ર અને સમકિતના આધાર સમા જ્ઞાનવૃક્ષને તમે સેવો. આ જ્ઞાનવૃક્ષને અજર-અમરપદરૂપી ફળ છે અને જિનેશ્વ૨પદ રૂપી પુષ્પ છે.
ચૈત્ર અને આસો મહિનામાં ઓળીની આરાધના કરવામાં આવે છે. આ ‘ઓળી’ શબ્દનું મૂળ શું ? એવો પ્રશ્ન થશે. ‘ઓળી’ શબ્દના મૂળમાં સંસ્કૃતમાં 'આવલિકા' શબ્દ રહ્યો છે. પંક્તિ, હારનો પર્યાયવાચી શબ્દ ‘આવલિ' દીપાવલિ, વંદનાધિ આદિ સામાસિક શબ્દ ગુજરાતીભાષીઓને પિરિચત છે. આ 'ઓલી'થી પણ કેટલાંક પિરિચિત હશે જ. આ 'ઔલી' અથવા 'ઓળી' પદાર્થોના સમૂહને દર્શાવવા વપરાય છે. અહીં આ શબ્દ આરાધ્ય નવપદના નવ આ આયંબિલના સમૂહને દર્શાવવા માટે વપરાયો છે.
આ ી શાશ્વતી અાઈ તરીકે પણ ઓળખાય છે. જૈનધર્મમાં વર્ષમાં છ અઠ્ઠાઈઓ દર્શાવવામાં આવી છે. ત્રા છ ચાતુર્માસિક પર્વની (ત્રા માસી ચૌદશની), એક પર્યુષાની અને બે યંત્ર અને આસો માસની નવપદની આયંબિલની આરાધનાના દિવસો તરીકે મહત્ત્વપૂર્ણ છે. આ ઓળી શાશ્વતી કહેવાય છે, કારણ કે આજ સુધી મોક્ષે જના૨ા આત્માઓ નવપદમાંથી કોઈ એક પદનું તો આલંબન લઈને જ મોક્ષે જાય છે. આ દિવસોમાં દેવતાઓ નંદીશ્વરદીપ આદિ સ્થળોમાં આવેલા જિનાલયોમાં ભક્તિપૂર્વક ઉત્સવ કરે છે, આ દેવતાઓના મહોત્સવમાંથી પ્રેરકા લઈ પ. પૂ. પંન્યાસી ભદ્રંકર વિજય
મ.સા.ની પ્રેરણાથી નવપદ-આરાધક સમાજ છેલ્લા ૭૫-૮૦
આવા મહિમાવંત જ્ઞાનપદની આરાધના દ્વારા આત્માના શુદ્ધ જ્ઞાનમયસ્વરૂપને પ્રાપ્ત કરનારા થઈએ એ જ શુભેચ્છા. * * *
નવપદ-ઓળી એટલે શું ?
વર્ષોથી વિવિધ તીર્થોમાં પરમાત્મભક્તિના ઉત્સવપૂર્વક નવપદ-આરાધના કરે છે. આ ઉપરાંત અનેક સંઘો દ્વારા પણ વિવિધ તીર્થોમાં નવપદ-ઓળીનું પરમાત્મભક્તિયુક્ત આયોજન થાય
છે.
આ નવપદ–ઓળીની ઉત્કૃષ્ટ આરાધના શ્રી મુનિ સુવ્રત સ્વામી ભગવાનના વારામાં શ્રીપાલ રાજા અને મયાસુંદરીએ કરી હતી. અનેક રાજ્યકાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ તેઓ બેય નવપદ-ળીના પૂર્ણ ઉત્સાહપૂર્વક આરાધના કરતાં. આ નવપદ-જી આસોમાસથી પ્રારંભી જાન્યથી છ ઓળી કરવાની હોય છે. નવપદસ્તુતિમાં કહેવાયું છે. ‘સાડાચાર વરસે એ તપ પૂરો, કર્મવદારા તપ છે શૂરો.'
ઉત્કૃષ્ટમાં જાવજ્જીવ (જીવે ત્યાં સુધી) આ આરાધના કરવાની હોય છે. ઘણા પુણ્યવંત નવપદ-આરાધકો આજના વિષમકાળમાં પણ સ્વાદેન્દ્રિય પર વિજય મેળવી નવપદભક્તિરૂપ નવ આયંબિલ જીવનભર શ્રીપાલ-મયણાની ઉત્કૃષ્ટ આરાધનાના અનુકરણરૂપે કરી આ છે
આપણે સૌ પણ આ ચૈત્રીઓળીના નવપદ-આરાધનાના અવસરે નવપદ-ભક્તિમાં જોડાઈ આત્મકલ્યાણ સાધનારા થઈએ એ શુભકામના.