________________
એપ્રિલ ૨૦૧૨
જયભિખ્ખુ એમની મસ્તીમાં જીવનારા લેખક હતા. કોઈ વિરોધમાં કશુંક લખે તો એની પરવા કરતા નહીં, પણ સાથોસાથ એવું પણ બનતું કે જૈનસમાજમાં એમનો વ્યાપક સંપર્ક નહોતો, માત્ર એમને જે સાધુમહાત્માઓ માટે આદરમાન હતું, એમને જ સદૈવ મળતા રહેતા.
ક્યારેક એવી ધર્મજડતા જોવા મળતી કે પાઠ્યપુસ્તકમાં મહાવીર સ્વામીના બાળપણનો પ્રસંગ હોય અને બાળ મહાવીરે ઝાડ નીચે રહેલા સર્પને દૂર ફેંકી દીધો એમ લખ્યું હોય, તો 'દૂર ફેંકી દીધો” એ શબ્દ ૫૨ કેટલાક જૈનોએ વિરોધ કર્યો. પરિણામ એ આવ્યું કે ‘ધાર્મિક લાગણી દુભાશે’ એ ભયથી સરકારે પાઠ્યપુસ્તકમાંથી જયભિખ્ખુએ લખેલા પાઠની જ બાદબાકી કરી નાખી! આંધળું ઝનૂન પોતાની આંખોને જ ફોડનારું હોય છે.
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુનો ઇતિહાસ શોખ અને એમની કલ્પનાશીલતા બંનેને ભગવાન ઋષભદેવનું ચરિત્ર વિશેષ સ્પર્શે છે. આનું કારણ એ કે પૃથ્વીના આ વિશાળ પટ પર માનવજાત જ્યારે અજ્ઞાન, અંધકાર જંગલિયત, કંગાલિયત તથા કરુણ અવસ્થામાં જીવતી હતી, ત્યારે એને દૂર કરવા માટે ભગવાન ઋષભદેવના કાર્યોથી ‘નમો અરિહંતાણં'નો જયનાદ ગુંજવા લાગ્યો.
સર્જક જયભિખ્ખુએ અનુભવ્યું કે આ ‘નમો અરિહંતાણં'નો જયનાદ વિશુદ્ધ સ્વરૂપમાં ક્યાંય જોવાતો હોય, તો તે ભગવાન ૠષભદેવના ચરિત્રમાં છે. એક બાજુ ભગવાન ઋષભદેવે લોકોને ભૌતિક સુખ-સગવડ આપી, તો બીજી બાજુ ભૌતિક સુખસગવડની મર્યાદા બનાવીને એમને આધ્યાત્મિક ઊંચાઈનો સ્પર્શ કરાવ્યો. ભગવાન ઋષભદેવના જીવનમાં સમ્રાટ તરીકેની વિજયગાથા જોવા મળે છે અને એ પછી એમના સાધુકાળમાં જીવનના અધ્યાત્મલક્ષી વિષયો નજરે પડે છે.
એમને લાગ્યું કે પ્રાગૈતિહાસિક કાળમાં થઈ ગયેલા ઋષભદેવનું ચરિત્ર એ એમની ગગનગામી કલ્પના અને માનવતાવાદીષ્ટિબંનેને ખૂબ અનુરૂપ છે. જયભિખ્ખુ ઐતિહાસિક નવલકથાની રચના કરે ત્યારે એને માટે જરૂરી તમામ સંદર્ભસામગ્રી એકત્રિત કરતા. એ સંદર્ભ સામગ્રીમાંથી જેટલું કથાનકને ઉપયોગી હોય, તેટલું તારવી શ્વેતા અને પછી એની રચના કરતા હતા. ભગવાન ઋષભદેવ વિશે વૈદિક સાહિત્યમાં પણ ઉલ્લેખો મળે છે. આથી એમણે આ નવલકથાની રચના પૂર્વે જે ગ્રંથોનો અભ્યાસ કર્યો, એમાં શ્વેતાંબર સંપ્રદાયના ગ્રંથો જોવાની સાસાથે એમણે દિગંબર સંપ્રદાયનો ગ્રંથો પણ જોયા. આ બંને સંપ્રદાયોમાં ભગવાન ઋષભદેવ વિશે અને ખાસ કરીને એમના જન્મ, લગ્ન જેવી બાબતો અંગે તફાવત જોવા મળે છે. પોતે શ્વેતાંબર સાધુઓએ સ્થાપેલા ગુરુકુળમાં અભ્યાસ કર્યો હોવાથી એમને શ્વેતાંબર પરંપરાનો પૂરેપૂરો ખ્યાલ હતો, પરંતુ એમણે એટલી જ ઊંડી દીર્ઘદૃષ્ટિ અને સમતોલ દુષ્ટિથી દિગંબર સાહિત્ય અને વૈદિકસાહિત્ય જોયું. એ પછી અવધૂતપંથી
૨૫
ચરિત્રો વાંચ્યાં અને આ બધાનો અભ્યાસ કર્યા બાદ જયભિખ્ખુએ આ ચરિત્રનું આલેખન કર્યું.
આ સમયે આ યુવાન સર્જકના ચિત્તમાં કેટલીક વાતો ઘૂમતી હતી. એમને સતત એક સવાલ થતો કે શા માટે આ ચરિત્રોમાં લાંબા, શુષ્ક અને કવચિત્ અનાવશ્યક વર્ણનો આપવામાં આવ્યા હશે ? શા માટે વર્તમાનને દુ:ખદ, ભયાનક અને આપત્તિઓથી ભરેલો બતાવાય છે? જૈન ધર્મમાં ક્યાંક વૈરાગ્ય પ્રત્યે મૂકાયેલો અતિ ઝોક જોઈને એમ પણ થતું કે શા માટે એ જીવાતા જીવનને બદલે દેહને નષ્ટ કરીને મૃત્યુને વહાલું કરતા હશે ?
આ બધાં ચરિત્રો વચ્ચેથી પસાર થતા સર્જક જયભિખ્ખુના ચિત્તમાં એક ઝંઝાવાત જાગ્યો. એમણે એ પ્રાગૈતિહાસિક સમયના વાતાવરણને આત્મસાત્ કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એમ કરવા જતાં એમને લાગ્યું કે પોતાના વર્તમાન સમયના વાતાવરણ પ્રત્યે શા માટે આટલો બધો ગુસ્સો અને નફરત હશે? શું જીવાતો સંસાર એટલો બધો ખારો હશે કે એનું વહેલી તકે ગળું ટૂંપી દેવું જોઈએ ? શું વર્તમાન જીવન એટલું બધું દુ:ખદાયી અને પાપજનક છે કે એમાંથી જેટલા જલદી છૂટીએ તેટલું સારું? શા માટે સંસારના ઘર્ષણો અને સંઘર્ષો તરફ આવી ધોર ઉદાસીનતા સેવી હશે ? શા
માટે જવનના લાગણીમય સબંધોનો આર્થો ઘોર અનાદર કર્યો હશે ? ક્યારેક સર્જક જયભિખ્ખુને લાગે છે કે ‘શા માટે આપણા શાસ્ત્રકારો મનુષ્યના વર્તમાન જીવનથી આટલા દુભાયેલા રહ્યા હશે ?' કવચિત્ એવું અનુભવે છે કે સંસાર તરની ઉદાસીનતા દર્શાવીને કચિત વાસ્તવિકતાની ઉપેક્ષા કરે છે.
આ યુવાન સર્જકને માનવીય મનોભાવોમાં રસ છે. અલૌકિક બાબતો, અદ્ભુત ચમત્કારો કે વારંવાર પ્રર્યોજાતી અતિશયોક્તિમાં નહીં. ઈન્દ્ર-ઈન્દ્રાણી અને દેવોની લીલામાં નહીં. આ ધાર્મિક ચરિત્ર જોતાં એમને લાગે છે કે એમાં જે ચિત્રો છે, એનાં માનવીય તત્ત્વો પણ કેમ દૃષ્ટિપાત કરવામાં આવતો નથી? શા માટે એમના હૃદયના સંવેદનોને વધુ ઉપસાવવામાં આવતા નથી? એમણે આપેલા વ્યાપક ઉપદેશને એમના જીવનમાંથી પ્રગટતો કેમ દર્શાવાતો નથી? શાને કારણે એમની અલૌકિકતાને દર્શાવવા માટે માનવતાને ગાળી નાખવામાં આવે છે?
એમણે આ ચરિત્રો જોયા અને લાગ્યું કે અહીં તો ચમત્કારોનો ખડકલો જોવા મળે છે. દેવ-દેવીઓના આગમનની કથાઓ છે. દેવો દ્વારા થતા ઉત્સવો, મહોત્સવો અને વિનંતીઓ છે. દેવીઓના અને અપ્સરાઓનો લાલિત્યભર્યાં લોભામણાં દેહવર્ણનો છે, સુખવૈભવના, ઠાઠમાઠના અને સાહ્યબીના આંજી નાંખે એવાં વર્ણનો છે. યુવાન સર્જકને લાગે છે કે ચરિત્રોમાં મુખ્ય ભાવને ઉપસાવતાં વર્ણનોને બદલે એમાં અનેક આનુષંગિક બાબતોના લાંબા નિરસ વર્ણનો વિશેષ મળે છે. આ વર્ણનોમાં પણ મુખ્યત્વે શૃંગારના