________________
એપ્રિલ ૨૦૧૨
વગેરે શોધીને એકત્ર કરતો હોય અને આપણને એને પૂછીએ કે ભાઈ તું શું કરે છે ? એનો જવાબ હોય ‘હું રાંધું છું.' આ વખતે એ રાંધવાની ક્રિયા નથી કરતો પરંતુ તે માટેની તૈયારી કરતો હોય છે. એજ રીતે જ્યારે આપણે ભૂતકાળ કે ભવિષ્યને લગતી કોઈ બાબત વિષે વર્તમાનમાં કહેતા હોઈએ ત્યારે તેને નૈગમ નથનું દૃષ્ટાંત કહેવાય, ભૂત, વર્તમાન અને ભવિષ્યને લગતો એવી ત્રણ જાતનો નૈગમ નય કહેવાય. આપણે દિવાળીને દિવસે એમ કહીએ કે મહાવીર ભગવાન આજે નિર્વાણ પામેતા' ત્યારે આપણે એમ કહેવા
માગીએ છીએ કે આજે એમની પુણ્યતિથિ છે. એવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ટિકિટ બૂક કરતી હોય એને પૂછીએ કે તું ક્યાં જાય છે? તો કહેશે ‘હું ઈંગ્લેન્ડ જાઉં છું.' આ નય જ્યારે કોઈ પદાર્થ માટે વપરાય ત્યારે તેના સાધારણ કે વિશેષ ગુણને નકારતા નથી.
પ્રબુદ્ધ જીવન
(૨) સંગ્રહ નય:- આનો સંબંધ સમાન પદાર્થોના સાધારણ ગુો સાથે છે. દા. ત. વ્ય. આ શબ્દ આપાને છ દ્રવ્યોના સમાવેશનો નિર્દેશ કરે છે. આ નયનો સંબંધ દ્રવ્યના ખાસ ગુણો સાથે છે પરંતુ બીજા ગુણોનો નિષેધ નથી બતાવતા કે જેથી કોઈ વિરોધ ઉત્પન્ન થાય.
(૩) વ્યવહાર નય :- કોઈ દ્રવ્યના સમૂહથી છૂટું પાડીને તેના વિષે વર્ણન કરીએ તે વ્યવહા૨ નય કહેવાય. આત્મા અથવા પુદ્ગલ વિષેનું વર્ણન એટલે ખાસ અમુક દ્રવ્યનું વર્ણન તે વ્યવહાર નયનું દૃષ્ટાંત ગણાય.
ઉપર જણાવેલા બા નય એટલે કોઈ પદાર્થના ઓળખાયાનું (ગુોના) અભ્યાસનું પરિણામ સામાન્યતયા સત્યને સમજવાનો પ્રયત્ન એટલે ઉપરના ત્રણ નય. આને દ્રવ્યાધિક નથ કહેવામાં આવે છે. બીજા ચાર નથ એટલે પર્યાયાર્થિક નથ જે સત્યના રૂપાંતરના અભ્યાસને લગતા છે.
(૪) ઋજુસૂત્ર :- પદાર્થના વર્તમાનના જ રૂપનો અભ્યાસ તે ૠજુસૂત્ર. મોટાભાગનું વર્તમાન રૂપ જ અગત્યનું હોય છે. આ નયને એ જ ક્ષો જે સ્થિતિ હોય તેનું જ મહત્ત્વ હોય છે. તે ઉપરાંત એ જ સ્થિતિમાં વધુ સમય રહે તેનું હોય. પ્રથમ સ્થિતિને સૂક્ષ્મ કહે છે અને બીજીને સ્કૂલ કહે છે. ક્ષણિક સુવિચારવાળા આત્માને સૂક્ષ્મ કહેવામાં આવે છે અને મનુષ્યના આયુષ્ય દરમિયાનના આત્માને સ્થૂલ કહેવામાં આવે છે.
(૫) શબ્દનય એટલે પદાર્થનો શાબ્દિક વિચાર. જેને પર્યાય અથવા સમાનાર્થ શબ્દ પણ કહેવામાં આવે છે.
(૬) સમભિરૂદ્ધ નય :- આ પણ શબ્દનય બરાબર છે પરંતુ થોડો ફરક છે. આમાં ઉત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ પણ વિચાર કરવામાં
આવે છે. આપણી ભાષામાં ઘણા સમાનાર્થી શબ્દો હોય છે પરંતુ તેનું મૂળ જોઈએ તો ભિન્ન ભિન્ન સૂચનો જોવા મળે છે. શક્ર અને
૯
ઈંદ્ર એક જ વ્યક્તિના નામ છે પરંતુ ઈંદ્ર એ સત્તાધારી વ્યક્તિ સૂચવે છે જ્યારે શકે એ નષ્ટતાનું સૂચન છે. શબ્દ નય એ શબ્દના સામાન્ય ગુણને લાગેવળગે છે જ્યારે સમભિરૂદ્ધ નય શબ્દના મૂળ સુધી લઈ જાય છે. શબ્દનય પ્રમાી દરેક પદાર્થનું શાબ્દિક વર્ણન થઈ શકે, જ્યારે સમભિરૂદ્ધની દૃષ્ટિએ પદાર્થના ખાસ ગુણ માટે ખાસ શબ્દો જ વાપરવા પડે. નયવાદીની ષ્ટિએ આ બંનેમાં કોઈ વિરોધાભાસ નથી. આનું મુખ્ય કારણ એ કે સમભિરૂદ્ધ નય ફક્ત વ્યુત્પત્તિ તથા વ્યાકરણની યોગ્યતા પર વધુ ધ્યાન આપે છે જ્યારે શબ્દ નય પદાર્થના ગુણના વર્ણન માટે વિરોધ વગર વપરાયેલા શબ્દો પર
જ લક્ષ્ય આપે છે.
(૭) એવંભુત નથઃ- સાચા અર્થમાં લીધેલી રીત. આ નય પદાર્થના તે જ સમયના ખાસ ગુણનું વર્ણન કરે છે. આના પ્રમાણે પુરંદર (શક્ર) શબ્દનો ઉપયોગ જ્યારે તેના થકી શહે૨ોનો નાશ થતો હોય ત્યારે જ વાપરવો જોઈએ.
ઉમાસ્વાતિના મત પ્રમાણે સાત નય એકબીજાથી બહુ જૂજ ફેરફારે જુદા પાડી શકાય. એક જ પદાર્થને જુદી જુદી દૃષ્ટિએ ભલે જોઈએ પણ બીજી દષ્ટિ પહેલા પર આધાર રાખે અને ત્રીજી બીજા ૫૨. એક પદાર્થના અનેક ગુણો હોવાને કારણે જુદી જુદી દૃષ્ટિથી એક જ પદાર્થનું વિશ્લેષણ અથવા વર્ણન કરી શકાય. તેઓ એકબીજા સાથે સંકળાયેલા અને એકબીજા પર આધારિત હોવાથી સાચી શ્રદ્ધા તરફ લઈ જાય છે. પૂજ્યપાદજીએ એની તુલના સૂતરના તાંતણાઓ સાથે કરી છે. તાંતણાઓને જ્યારે યોગ્ય રીતે વણાટકામમાં વાપરવામાં આવે ત્યારે તેમાંથી કાપડ તૈયાર થાય છે. છૂટા છવાયા તાંતણાઓથી કોઈ અર્થ સરતો નથી. દરેક તાંતણામાં કાપડ બનાવવાની શક્તિ અથવા ગુણ તો છે જ પરંતુ એ જ્યારે યોગ્ય રીતે સાથે લઈને વણાય ત્યારે જ. નથવાદ જે તત્ત્વવેત્તાઓ તેમના જ સિદ્ધાંતને સત્ય અને સમજાય તેવા માને છે તેને માટે એક ચેતવણી રૂપ છે. આ સિદ્ધાંત સૌ સાથે મળીને જુદા જુદા સિદ્ધાંતો વિષે વિચાર કરી એક નિર્ણય ૫૨ આવવાનો રસ્તો બતાવે છે.
જુદા જુદા નય પરમ સત્યના અમુક ભાગોનું જ વર્ણન કરે છે. અકલંકની દૃષ્ટિએ નય એટલે એક ખાસ રીત. (નયો જ્ઞાતુર્ય મિપ્રાય:) જુદી જુદી દષ્ટિનું સંયોજન એ આજના યુગની ખાસ જરૂરિયાત છે. આપણો સ્યાદ્વાદ પણ એમ જ રહે છે.
(૨૦૧૧ની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં તા. ૨૬ ગષ્ટના દિને આપેલ વ્યાખ્યાન
Krishnachand Choradia,
Sugon House, 18, Ramanuja Iyer Street, Saucarpit, Chennai-600 079