________________
માર્ચ, ૨૦૧૨
અને તેથી જ એ શહેનશાહ અકબર જેવા સમદર્શી સમ્રાટને વિષથી હોવાનું દર્શાવે છે.
પ્રબુદ્ધ જીવન
ઇતિહાસે જેને દેશદ્રોહી ઠેરવ્યા હોય, પણ હકીકતમાં એ દેશદ્રોહી હોય નહીં એવી કથાઓ પણ જયભિખ્ખુએ શોધી-શોધીને આલેખી છે. એમને લાગે છે કે લાંબાગાળાથી પારકી આંખે ઇતિહાસને જોનારા આપણાં બાળકો જન્મે છે ત્યારથી જ પૂર્વના સૂર્યને તિરસ્કારવા લાગે છે અને પશ્ચિમના સૂર્યની પૂજા કરે છે. મહાન વીર જયચંદ્ર રાઠોડને થયેલા અન્યાયની વાત પણ લેખક લખે છે અને કહે છે,
‘મુસ્લિમ શાસન સામે વીસ વીસ વર્ષ સુધી તાકાત અને તલવારથી કાજની ગાદીની રક્ષા કરનાર વીર જયચંદ્રને આપણે ઓળખી શક્યા નથી.'
‘વીર જયચંદ્ર’ નામની વાર્તાને અંતે સર્જક જયભિખ્ખુ નોંધે છે, ‘વીર જયચંદ્રને વગોવનારી કથા ચંદ બરદાઈના બનાવેલા ‘પૃથ્વીરાજ રાસા'માં છે ને આ ચંદને પૃથ્વીરાજનો સમકાલીન માનેલ છે, પણ તે ખોટું ઠર્યું છે, એ સિદ્ધ થયું છે કે પૃથ્વીરાજ રાસ્તે સોળમી સદી પહેલાંનો નથી, પૃથ્વીરાજનો સમકાલીન ચંદ જુદો. રાો લખનાર ચંદ જુદો. રાસો લખનારે ચૌહાણોને સારા ચીતરવા તથા કથારસ જમાવવા જયચંદ્રને ખલનાયક તરીકે ચીતરી અન્યાય કર્યો છે.' (‘માદરે વતન', પૃ. ૮૦)
યુવાન સર્જક જયભિખ્ખુ માત્ર વિદેશી ઇતિહાસકારોને જ જવાબદાર લેખવાને બદલે ભારતના રાજાઓની મર્યાદાઓં ને અશક્તિને પણ પારખે છે. રણથંભોરના રાજવી મહારાજ હમ્મીરદેવ વિદ્રોહી મીર મહંમદને પોતાને ત્યાં રાખે છે અને મહારાજાને હરાવીને અલ્લાઉદીન ખલજ વિજેતા બને છે તે ઘટનાને આલેખ્યા પછી લેખક એ વિશે પોતાની ઇતિહાસષ્ટિ પ્રગટ કરતાં કહે છે.
જ આના મૂળમાં કારણભૂત છે.' પરંતુ આની સાથોસાથ તટસ્થ દૃષ્ટિએ લેખક નોંધે છે, 'એક તરફ અલ્લાઉદીન જેવા બાદશાહો દારૂ જેવાં વ્યસનોનો ત્યાગ કરી, સચેત બનતા હતા ત્યારે બીજી તરફ રજપૂતોમાં વ્યસનોએ ઘર થાક્યું હતું. અલ્લાઉદ્દીને આખા રાજમાં શરાબબંધી કરી હતી.’
૪૭
‘માદરે વતન’ સંગ્રહમાં લેખકનો આશય એ છે કે ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને ભારતીય સંસ્કૃતિના ગૌરવને અને ભારતવાસીઓના ખમીરને નષ્ટ કરવાનો જે પ્રયાસ થયો છે એનો
કલમ દ્વારા પ્રતિકાર કરવો.
આનું કારણ એ છે કે જયભિખ્ખુ એમ માનતા હતા કે ગમે તેવા
હત્યાકાંડ કરતાંય સંસ્કૃતિહત્યા કરપીશ હોય છે, કારણ કે માણસ એમાં જીવે છે, પણ મરેલાં કરતાંય બદતર રીતે.
આવી સંસ્કૃતિહત્યાના ભ્રમને ટાળવા માટે જયભિખ્ખુએ ઇતિહાસના એવા પ્રસંગો એમની રસપ્રદ શૈલીથી આલેખ્યા કે જેના દ્વારા એ ખંડિત થયેલી પ્રતિમાને પુનઃસ્થાપિત કરી શકાય. ભારતીય ઇતિહાસમાં જચંદ્રની જેમ જ અમીચંદને દેશોહી લેખવામાં આવ્યા, ત્યારે જયભિખ્ખુએ એ અમીચંદ સાથે દગાબાજી કરનારા લૉર્ડ ક્લાઈવની વાત કરી છે. એની સામે ‘સોમનાથના કમાડ’ને નામે અંગ્રેજોએ ખડી કરેલી કપોળકલ્પિત કથાઓની પોકળતા પર
પ્રહાર કર્યો છે. ધર્મને નામે ભારતમાં કોમી આગ ફેલાવવાના પ્રયાસ તરીકે સોમનાથનાં કમાડની ઘટનાનો અંગ્રેજોએ કેવો અનિષ્ટ હેતુઓ માટે ઉપયોગ કર્યો તે દર્શાવ્યું છે.
જયભિખ્ખુએ એક સ્થળે નોંધ્યું છે, ‘પરાજયના કારમા ઝે૨ને પરિણામે પરાધીન હિંદમાં દેશ વિશે અને દેશના નરોત્તમો વિશે અતિ લાંછનરૂપ અને ભ્રમજનક ઇતિહાસ અને વાર્તાઓ રચાયાં છે.’
‘આ વિજોનું કારણ માળવા, ગુજરાત અને રાજપૂતાનાના રાજાઓનો કુસંપ હશે, જો ત્રણેય સાથે મળ્યા હોત તો અલ્લાઉદ્દીન ખીલજીએ વિજય મેળવ્યો ન હોત, એકનો શત્રુ એ વહેલો મોડો બીજાની પણ શત્રુ થવાનો છે એ ઇતિહાસબોધ ભૂલી જવાર્યા એના પાર્ક! જુઓ મહાભારત જગાવનાર કૌરવ ને પાંડવ! ગર્ભિણી
‘રાજકારણને ધર્મ માનનારા પરદેશી મુત્સદીઓએ આપણાં બાળકોને ગળથૂથીમાંજ પેસી જાય તે રીતે ભણાવ્યું કે ભાઈ, તું શૂર નથી, વિદ્વાન નથી, તું ખાનદાન નથી! કારણ કે તારા પૂર્વજોમાં એવા કોઈ હતા નહીં! આ ભૂમિ જ એવી છે. અહીં મહાન પુરુષો
સ્ત્રીને છાંડનાર તમારા રામ! અરે, તમારા ભીમ, પૃથ્વીરાજ ને જયચંદ્ર જુઓ! તમારા દેશમાં દેશદ્રોહીઓનો ભારે પાક! તમે ઐક્યની વાત નિરર્થક કરો છો, તમે એક હતા નહીં ને એક થઈ શકશો નહીં.’
કોલકાતાના ‘બ્લૅકહૉલ'ની બનાવટી કથા તો જાણીતી છે, પરંતુ આ ગોરા અંગ્રેજોએ છત્રપતિ શિવાજી મહારાજ અને ઝાંસીની રાણી સામે પણ હીન આક્ષેપો કર્યાં છે અને તેથી સર્જક જયભિખ્ખુએ તેમની નવલિકાઓ દ્વારા આ ચરિત્રોના યોજ્વલ પ્રભાવનું રોમાંચક આલેખન કર્યું છે. મનમાં અફસોસ એ વાતનો અનુભવે છે કે આ દેશમાં એવી રીતે ઇતિહાસ આલેખવામાં આવે છે. કે દેશવાસીને એના માદરે વતન માટે મોહબ્બત જાગે નહીં. એનાથી સર્જક જયભિખ્ખુનું હૃદય દ્રવી જાય છે અને એમની કલમમાંથી આ પ્રમાણે વેદના ટપકે છે.
આ રીતે સંસ્કૃતિહત્યાના વિદેશી ઇતિહાસકારોના પ્રયત્નને દર્શાવે છે. સાથોસાથ પોતાની ઇતિહાસદૃષ્ટિથી દેશવાસીઓને દેશાભિમાન જાગે અને એમની કમર્જારી તરફ લક્ષ્ય જાય એમ બંને દૃષ્ટિએ જયભિખ્ખુએ આ કથાઓનું આલેખન કર્યું છે. નિસ્પૃહ ભાવે પોતાની પૂજ્ય અને પ્રિય વ્યક્તિઓને અંત અર્પણ કરવાના નિયમ મુજબ 'માદરે વતન' સંગ્રહ એમણે અખંડિત ભારતના ભાગ્યવિધાતા સરદાર વલ્લભભાઈ પટેલને અર્પણ કર્યો હતો.