________________
માર્ચ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
શ્રી સ્નાત્ર પૂજાનાં રહસ્યો
D૫. પૂ. આચાર્ય શ્રી ‘વાત્સલ્યદીપ' સૂરીશ્વરજી મ.
(૨૪)
સ્નાત્રપૂજામાં શું નથી?
સ્નાત્રપૂજામાં બધું જ છે. વિનય અને વિવેકની શિલા મળે છે. સર્વ જિનેશ્વર ભગવાનની ભક્તિની સંસ્કારધારા મળે છે. જિનેશ્વરના પદે જે પહોંચે છે, તે મહાપુરુષ સર્વ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે તે કહીને કવિવર આપાને પણ સમકિત પામવાનો પુરુષાર્થ કરવાનું કહે છે. સમકિતની પ્રાપ્તિ એટલે શું? શ્રદ્ધાનો પરમોચ્ચ આવિષ્કાર. જે મહાપુરુષ જિનપદે પહોંચે છે તે સમ્યક્ત્વ પામ્યા પછી વ્રતધર બને છે. વ્રતનું પાલન ઉત્તમ ભાવ સાથે કરે છે. વીશ સ્થાનક તપ કરે છે. એ તપ સમયે ભાવના ભાવે છે કે જગતના સર્વ જીવોને હું જિન શાસનના પંથે ચઢાવીશ. સૌને શાશ્વત સુખ પ્રાપ્ત થાય તેવો પ્રયત્ન કરીશ.
મેં પહેલા પણ કહ્યું છે કે સ્નાત્રપૂજા એટલે પ્રભુના આત્માની ઉન્નતિનો આલેખ.
માતાની કુખે પધારેલા પ્રભુ ચ્યવન પામ્યા અને માતાને ચૌદ સ્વપ્ન આવ્યા. જગતના સર્વ જીવોને સુખ મળ્યું. પ્રભુ જન્મ્યા. જગતના સર્વ જીવોને સુખ મળ્યું. છપ્પન દિકુમારીકાઓએ ઉત્સવ મનાવ્યો. દેવતાઓએ ઉત્સવ મનાવ્યો. અઢીસો અભિષેક થયા.
આ બધું શું છે? સ્નાત્રપૂજામાં ભક્તિનો ઉત્સવ છે. ભક્તિવાન બન્યા વિના આરો નથી. આપણો આત્મા શાશ્વત છે. મોક્ષનું સ્થળ શાશ્વત છે. પ્રભુનું તત્ત્વજ્ઞાન શાશ્વત છે. પરંતુ હજુ આપણને આ સત્યનો મહિમા હૃદયમાં પ્રગટ્યો નથી. આવું અપૂર્વ જિનશાસન મળ્યા પછી પણ આપણો આત્મા પાવન ન બને તો તેનું કારણ એ છે કે આપી સ્વાર્થની નાગચૂડમાંથી હજી છૂટ્યા નથી.
જ્યારે તમે કોઈ પણ કામ કરવા જાવ, ત્યારે અચાનક એવું બને છે કે હૃદયમાંથી ન સંભળાય છે.
હૃદયમાંથી આ સંમતિ અને નાસંમતિ કોણ પાઠવે છે ? એ છે આત્મા.
એ આત્માનો સૂર તમે સાંભળતા કેમ નથી? મનુષ્યનો આ જે દેહ મળ્યો છે તેનું મૂલ્ય સમજવા તમે કોશિશ કેમ કરતા નથી? અવતાર માનવીનો, ફરીને નહીં મળે, અવસર તરી જવાનો, ફરીને નહીં મળે.
સુરોક માંથે ના મળે, ભગવાન કોઈને અહીં આ મળ્યા પ્રભુ તે, ફરીને નહીં મળે
લઈ જાય પ્રેમથી તને કલ્યાણ મારગે સંગાથ આ ગુરૂની, ફરીને નહીં મળે.
જે ધરમ આચરીને, કોડો તરી ગયા, આવો ધરમ અમૂલો, ફરીને નહીં મળે.
૪૯
કશું પરમ નિરાંતે, કહે તું ગુમાનમાં જે જાય છે ઘડી તે. ફરીને નહીં મળે.
અવતાર...
અવતાર...
અવતાર...
અવતાર...
અવતાર...
આ ગીતનું સત્ય જો અંત૨માં ઝળહળે તો આ પ્રવચનો તમે સાંભળ્યા તે સાર્થક થઈ જાય.
શ્રી. વીરવિજયજી મહારાજનો ઉપકાર માનીએ તેટલો ઓછો
છે. સ્નાત્રપૂજાના અંતમાં શ્રી વીરવિજયજી મહારાજ પોતાની ગુરુ પરંપરા કહે છે. પૂજનીય ગુરુજનોનું સ્મરણ કરીને શ્રી યશોવિજયજી મહારાજ પોતે ઉત્તમ કાર્ય કર્યું છે તેવો સંતોષ વ્યક્ત કરે છે. આ સંતોષ એમનેમ નથી આવતો. જીવનભર સત્કર્મના બીજ વાવીએ
શ્રી નવપદજી અને તેના વર્ણો
૧. અરિહંત પદનો શ્વેત વર્ણ છે. શ્વેત. ૨. સિદ્ધ પદનો લાલ વર્ણ છે. લાલ. ૩. આચાર્ય પદનો પીત વર્ણ છે. પીત. ૪. ૩પાધ્યાય પદનો લીલો વર્ણ છે. નીલ. ૫. સાધુ પદનો કાળો વર્ણ છે તથા ૬. વર્શન પદનો ૭. જ્ઞાન પદનો ૮. ચારિત્ર પદનો અને ૯. તપ પદનો વર્ણ શ્વેત છે.
પરિચય-નવપદના વર્ણની કલ્પના ધ્યાતા-સાધકની અપેક્ષાએ કરવામાં આવેલી છે. વાસ્તવિક રીતે તે પદો વર્ણ, ગંધ અને સ્પર્શરહિત છે. પૂર્વાચાર્યોની આ પ્રાચીન કલ્પના આધુનિક અમેરિકન માનસશાસ્ત્રીઓ સાથે સંપૂર્ણ મળતી આવે છે. તેઓએ મનના વિચારો, આકારો અને વર્ણો અમુક પ્રકારનાં હોય છે, તેમ Mental eye-rays માનસ વિદ્યુત કિરણ યંત્ર વડે તપાસ્યું છે. હવે ધ્યાનની શરૂઆત કરનાર મનુષ્યને આંખો મીંચી અંતર્મુખ થતાં હૃદયમાં અષ્ટદળ કમળનું ચિંતવન કરતાં પ્રથમ શ્યામ વર્ણ ભાસે છે; પછીથી ધીમે ધીમે નીલ, પીત અને શ્વેત ભાસે છે. છેવટે તેજના ગોળા જેવો લાલવર્ણ.