________________
માર્ચ, ૨૦૧૨
પ્રબુદ્ધ જીવન
સ્વપરને ઓળખાવનાર જ્ઞાનપદ
નવપદોમાં સાતમું પદ જ્ઞાનપદ છે. જ્ઞાન શબ્દ સંસ્કૃત ‘જ્ઞા’ ધાતુ પરથી આવેલો છે. ‘જ્ઞા’ એટલે જાણવું. આ જગતમાં અનેક વસ્તુઓની જાણકારી માનવો પાસે હોય છે. પરંતુ આ સર્વ જાણકારીઓને આપશે માહિતી કહી શકીએ, પરંતુ જ્ઞાન એ માહિતીથી વિશિષ્ટ છે. લોકો માહિતીને જ્ઞાન માની બેસે છે, પરંતુ જ્ઞાન તો એ છે કે જેનાથી ‘સ્વ’ની ઓળખાણ થાય.
જૈનધર્મમાં સમ્યગ્દર્શનના પાયારૂપે 'જ્ઞાન'નું મહત્ત્વ રહ્યું છે. સમ્યગ્દર્શનની વ્યાખ્યા કરતા તત્ત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતિ મહારાજ કહે છે; હોવાર્થશ્રતનું મુખ્યર્શનમ્ તત્ત્વાર્થની શ્રદ્ધાથી સમ્યગ્દર્શન થાય છે. આ તત્ત્વાર્થની શ્રદ્ધા થાય એ માટે એનું થોડું પણ જ્ઞાન અતિશય-આવશ્યક બને છે. આત્મામાં જ્ઞાનના પ્રભાવે સાચી શ્રદ્ધા જન્મે છે. અને શ્રદ્ધા જન્મ્યા પછી તે જ્ઞાન સમ્યગ બને છે એમ સમ્યગ્ શ્રદ્ધા અને સમ્યગ જ્ઞાન એક સાથે જન્મે છે. સાચી શ્રદ્ધા સાચી ક્રિયા તરફ લઈ જાય છે. આમ, સમ્યગજ્ઞાન અપેક્ષાએ સમ્યગ્દર્શન અને સભ્યચારિત્ર બંનેને જન્મ આપનાર બને છે.
જ્ઞાનની મદદથી આ જગતના જડ અને ચેતન પદાર્થોનું વાસ્તવિક જ્ઞાન થાય છે. આત્માનું સ્વરૂપ દર્શાવતાં શ્રી ઉમાસ્વામિ મહારાજે તત્ત્વાર્થસૂત્રમાં બે સૂત્ર । દર્શાવ્યા છે; ૩પયોગો લક્ષળમ્ (અધ્યાય ૨, સૂત્ર ૮ ) અને પરસ્પરાપદ્યનો ગીવાળામ્ (અધ્યાય ૫, સૂત્ર ૨૨ તત્ત્વાર્થી સૂત્ર).
જીવનું લક્ષા ઉપયોગ એટલે કે જાગૃત ચેતના છે. આ જાગૃત ચેતના એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય. આ આત્મગુણોનો અનુભવ કરવો તે ઉપયોગ છે. આ લક્ષણની તે સમજણથી આત્માનું સ્વરૂપદર્શક શાન થાય છે. જીવવિજ્ઞાનની પરિભાષામાં વ્યાખ્યાઓ બે પ્રકારની હોય છે; (૧) એના અંગઉપાંગોનું વર્ણન અને તેની વિશિષ્ટતા દર્શાવનારી સ્વરૂપદર્શક, (૨) તેના પરિસર-બાહ્ય વાતાવરણ સાથેના સંબંધ દર્શાવનારી આમાંની ઉપયોનો નમ્ વ્યાખ્યા જીવનું સ્વરૂપ અને જીવની વિશિષ્ટતા દર્શાવે છે. એ સ્વરૂપદર્શક વ્યાખ્યા છે. જીવ-આત્મા ચૈતન્યમય-જ્ઞાન-દર્શનરૂપ છે. એવા તેના સ્વરૂપનું દર્શન થતાં આજે સુધી દેહ પર ધારણ કરેલી આત્મબુદ્ધિ નષ્ટ થાય છે. આ દેહ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શરૂપ છે તેથી તે પુદ્ગલ સ્વરૂપ છે એવી ઓળખાશ
૩૭
૭
จ
થાય છે. આમ, કયોો લક્ષળમ્ વ્યાખ્યાથી દેહ અને આત્માનો ભેદ સમજાય છે.
બીજી વ્યાખ્યા તત્વાર્થસૂત્રના પાંચમા અધ્યાયમાં કરવામાં આવી છે. આ વ્યાખ્યા સંબંધદર્શક છે. સંબંધદર્શક વ્યાખ્યામાં વસ્તુનો બીજી વસ્તુઓ (પર્યાવરણ આદિ) સાથેનો સંબંધ દર્શાવવામાં આવે છે. અહીં ધર્માસ્તિકાયની એ દૃષ્ટિએ વ્યાખ્યા આપતા કહ્યું; ગતિમાં સહાય કરે તે ધર્માસ્તિકાય, સ્થિર રહેવામાં સહાય કરે તે ધર્માસ્તિકાય, અવકાશ (Space) આપે તે આકાશાસ્તિકાય. એ જ રીતે શરીર, વાણી, મન, પ્રાણ આદિનું કારણ પુદ્ગલ છે. અને સમયની વર્તના કાળથી થાય છે. આમ, આ પાંચે દ્રવ્યો જડ હોવા છતાં જીવમાત્રને જીવન જીવવામાં સહાયભૂત થાય છે. એ જ રીતે જીવતત્ત્વ સંબંધે સંબંધદર્શક વ્યાખ્યા કરતાં કહેવાયું છે કે, પરસ્પરોપારી નીવાનામ્ । પરસ્પર ઉપકારમાં નિમિત્ત બનવું એ જીવનો સ્વભાવ છે. આજ સુધી આપણે દેશને આત્મા માની તેને લાડ લડાવ્યા અને અન્ય જીવોને પ૨ માનીને જીવ્યા છીએ. પણ વાસ્તવમાં આપણે અન્ય જીવો પર ઉપકાર કરીએ છીએ તો તેના ફળસ્વરૂપે આપશે પણ ઉપકારને પામીએ છીએ એ જ રીતે અપકાર કરવાથી અપકારને પામીએ છીએ. બીજા દ્રવ્યો ઉ૫કા૨ ક૨ે છે, પરંતુ એ એકપક્ષીય ઉપકાર છે. જીવ તેના પર ઉપકાર કરે તો તેમને ઉપકારનો અનુભવ થતો નથી. કારણ કે જડ છે. પરંતુ જીવતત્ત્વ ૫૨સ્પ૨ એક-બીજા સાથે સંકળાયેલા છે. આ વસ્તુનો અનુભવ થતાં જ અન્ય જીવોમાં આ આત્મસમદર્શિતાનો વાસ્તવિક અનુભવ થાય છે. આ આત્મસમાનતાનું જ્ઞાન મૈત્રીભાવને જન્મ આપે છે. આ મૈત્રીભાવ અને તેના પરિણામે ઝુલા કરૂણા, પ્રમદ, મધ્યસ્થતા આદિ ભાવો જ ધર્મકલ્પવૃક્ષનું વાસ્તવિક મૂળ છે.
આમ, આત્માનું ઉપોગલક્ષણ એવું જ્ઞાન જડ સાથેના ભેદો અનુભવ કરાવે છે તો પરસ્પરોપવો નીવાનામ્ જીવમૈત્રીના પાયા દેઢ છે કરે છે.
દેહને નહિ, પણ દેહમાં રહેનારા આત્માને પરમાત્મા સમાન જાણવો તે નિશ્ચયથી સમ્મજ્ઞાન છે. એ જ રીતે સર્વ આત્મામાં પોતાના આત્મા સમાન આત્માને જાકાર્યો તે વ્યવહારથી સમ્યગજ્ઞાન છે. આ સભ્યજ્ઞાન થવાથી સર્વ જીવો પોતાના જેવા
* મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ ફરમાવે છે કે, 'જે જીવો શ્રી સિદ્ધચક્રના ગુણગાન ગાય છે, તેઓ આ જગતમાં વિનયગુન્નરૂપી અત્યંતર સુખ તથા શ્રેષ્ઠ યશરૂપી બાહ્ય સુખને પ્રાપ્ત કરે છે.’
• ધર્મક્રિયા કરવાનો પુરુષાર્થ, (૨) ધર્મક્રિયામાં અત્યંત પ્રીતિ, (૩) ધર્મક્રિયા પ્રત્યે અંતરમાં ભારોભાર બહુમાન, (૪) ધર્મક્રિયા વિષે વધારે ને વધારે જાકાવાની જિજ્ઞાસા, (૫) જિજ્ઞાસાની પૂર્તિ માટે ધર્મક્રિયાના જાણકાર તત્ત્વવેત્તાઓની સોબત તથા (૬) જિનેશ્વર દેવ કથિત આગમશ્રુતના સિદ્ધાંતોનું નિવિઘ્ન રીતે આચરણ-એ ૬ લક્ષણો શુદ્ધ ક્રિયાનાં જાણવાં.