________________
29
આનંદઘનજીનાં પદો એના મધુર રાગોને કારણે કંઠમાં રમી રહે તેવાં તો છે જ, પરંતુ એથીય વધુ પદની અંતિમ પંક્તિઓની ચમત્કૃતિને કારણે ભાવક કે સાધક પુનઃ પુનઃ એનું આસ્વાદન કરવા પ્રેરાય છે. સંગીતશાસ્ત્રને અનુરૂપ એવાં આ પદોમાં ભાગ્યે જ યતિભંગ જોવા મળે છે. અત્યંત સરળતાથી એ ગાઈ શકે છે. મનોહર રાગ-રાગિણી ધરાવતાં આ પદોમાં રાગ અને તાલનો. ઉલ્લેખ રહે છે.
પદોમાં કવિ ક્યારેક આલંકારિક રૂપકશેલી પ્રયોજે છે, તો ક્યારેક ચાતક, મૃગ, સાપણ, મોર, હારિક પક્ષી, ખંજન, ગજરાજ, ગર્દભ જેવાં પક્ષી-પ્રાણીઓની ખાસિયતોનાં દષ્ટાંતો દ્વારા કે પછી સૂર્ય, વસંત જેવાં પ્રાકૃતિક તત્ત્વોની વાત દ્વારા કે ચોપાટ અથવા ગંજીફાની રમતના ઉદાહરણ દ્વારા પોતાની વાતને સહજતાથી પ્રગટ કરે છે. આ પદોની સાખીઓ એટલી જ માર્મિક છે. આત્મસાક્ષાત્કારનો મહિમા એ જ સાધકને માટે સર્વસ્વ હોય છે. જેમ કે ૭૦માં પદની સાખીમાં ધર્મકાર્ય અને વિશાળ દષ્ટિ બંને જોવા મળે છે. કવિ કહે છે,
'आतमअनुभव रसकथा, प्याला पिया न जाय,
मतवाला तो ढहि परे, निमता परे पचाय.' આત્માનુભવની કથાનો પ્યાલો પીતાં પીતાં મતાગ્રહી લોકો તો ઢળી પડે છે. મતાગ્રહ વગરના નિર્મમત્વી જ એને પચાવી શકે છે.
આવી સાખીઓ આનંદઘનનાં પદોની વિશેષતા બની ગઈ છે. આનંદઘનની આ પદસૃષ્ટિમાં માનસ-વિહાર કરતાં એક વિશિષ્ટ આધ્યાત્મિક અનુભવ થાય છે. અધ્યાત્મવાણીનું ગાંભીર્ય અને ઊંડાણ, ગહનતા, અવળ વાણીનું ચિત્ર અને તેમાં તત્વનિરૂપણ તથા હૃદયને ઢંઢોળતી સ્પર્શિતા એમનાં પદોમાં જોવા મળે છે. એને પામવા માટે જેના પરિભાષાનું જ્ઞાન, આત્મસાધનાનો અનુભવ, યોગનો અભ્યાસ અને જીવનની સમભાવશીલતા મહત્ત્વની બની રહે છે. આત્મસાધક યોગીને પોતાની સાધનાના બળે અમૃતત્વની પ્રાપ્તિની પ્રતીતિ થઈ હોય તેવા એમના શબ્દોમાં આત્મવિશ્વાસ, સ્વાભિમાન, પુરુષાર્થ અને મસ્તી જોવા મળે છે.
એમનાં સ્તવનોમાં એમણે આધ્યાત્મિક વિકાસ માટેની ક્રમિક પ્રક્રિયા દર્શાવી છે, જ્યારે એમનાં પદોમાં ભિન્ન ભિન્ન સમયે ભીતરમાં થયેલા અનુભવોને