________________
27
શુદ્ધ ચેતનની જાગૃતિ સમયે કેવો ભાવાનુભવ થાય ! એ અનુભવનું આલેખન કરતા પદમાં કવિ આનંદઘનના ભાવઉછાળનો અનુભવ થાય છે. ચોતરફ ફેલાયેલું ભ્રમરૂપ અંધકારનું સામ્રાજય અળગું થઈ જાય છે. પ્રકાશ. ફેલાય છે. નિર્મળ હૃદયકમળ ખીલે છે અને આત્મભૂમિ પર વિષયરૂપી ચંદ્રની કાંતિ નિસ્તેજ થઈ જાય છે. એને માત્ર આનંદઘન જ પોતાના વલ્લભ લાગે છે. આ જ્ઞાનભાનુનો ઉદય થતાં એક સમયે અત્યંત મોહક અને આકર્ષક લાગતા જગતના રાગ રસહીન લાગે છે. શુદ્ધ ચેતનાનો વિરહકાળ પૂર્ણ થતાં આત્મવિભૂતિના પ્રાગટ્યને કવિ વધાવે છે -
"मेरे घट ज्ञान भानु भयो भोर.
चेतन चकवा चेतना चकवी, भागो विरहको सोर.' અનાદિકાળથી અજ્ઞાનની જે નિદ્રા આવી હતી તે આપોઆપ દૂર થઈ ગઈ અને હૃદયમંદિરમાં અનુભવજ્ઞાનનો પ્રકાશ થવાથી ‘સહજ સુયોતિ સ્વરૂપ અનુભવજ્ઞાન પ્રગટ થયું છે.
કવિ સુહાગણને પોતાના હૃદયમાં જાગેલી અનુભવની પ્રીતની વાત કરે છે. આ અકથ કહાનીને વર્ણવતાં આનંદઘન કહે છે,
'सुहागण जागी अनुभव प्रीत. निन्द अनादि अग्यान की, मिट गई निज रीत. घट मंदिर दीपक कियो, सहज सुज्योति सरुप, आप पराई आप ही, ठानत वस्तु अनूप. कहां दीखायु औरकुं, कहां समजाउं भोर, • तीर अचूक है प्रेमका, लागे सो रहे ठोर. नादविलुद्धो प्राणकुं, गिने न तृण मृग लोय,
आनंदघन प्रभु प्रेम की, अकथ कहानी कोय.' એક અન્ય સ્થળે આનંદઘન કહે છે,
'तुम ज्ञान विभो फूली वसंत, मनमधुकर ही सुखसों वसंत.
હે પ્રભુ ! તમારી જ્ઞાનરૂપ વસંતઋતુ પૂર બહારમાં ખીલી છે અને તેથી તેમાં મનરૂપ ભ્રમર સુખે વસે છે. વૈરાગ્યરૂપી દિવસ મોટો થતો જાય છે અને