________________
25
તારા જાણે અંધારી ઘનઘોર રાત્રે એને દાંત દેખાડીને એના વિરહની હાંસી
ઉડાવતા હોય તેમ લાગે છે. આ આંસુની ધારાને કારણે ‘ભાદુ કાદુ’ (ભાદરવો કાદવવાળો) બન્યો છે. અબળા સ્ત્રી પર આટલો જુલમ સારો નહીં. પતિ વગરના અન્ય સહુ સંબંધો એ તો રણમાં પોક મૂકવા જેવા વ્યર્થ લાગે છે. આશાવરી રાગમાં વિરહિણી કહે છે,
‘મીઠો લાગે કંતડો ને, ખાટો લાગે લોક, કંત વિઠ્ઠણી ગોઠડી તે, તે રણમાંહિ પોક,’
નિરાધાર મૂકીને ચાલ્યા ગયેલા પતિની સુમતિ નિશદિન રાહ જુએ છે.
‘નિશદિન જોઉં (તારી) વાડી, ઘરે આવોને ઢોલા,
મુજ સરિખી તુજ લાખ હૈ, મૈરે તૂહી મમોલા.’
રાત-દિવસ નાથની રાહ જોતી સુમતિ એને પરભાવ છોડીને સ્વ-ભાવ (સ્વ-ઘર) માં આવવા વિનવે છે. વિભાવદશામાં હોય ત્યારે માયા, મમતા, કુબુદ્ધિ જેવી અનેક સ્ત્રીઓ વળગી પડે છે, પણ તમે તો મારા માટે અમૂલ્ય છો, કારણ કે તમને નિવૃત્તિ નગરીમાં લઈ જઈ શકે, તેવી હું જ છું, તેથી તમે નિજ નિવાસમાં પધારો.
આનંદઘનનાં પદોની એ વિશેષતા છે કે એના બાહ્ય, સપાટી પરના ભાવને ભેદીને એની ભીતરમાં જઈએ તો આધ્યાત્મિક રહસ્યો પ્રગટ થતાં હોય છે. પદમાં તાણાવાણાની પેઠે દર્શન ગૂંથાયેલું હોય છે. વિરહિણી સુમતિ કહે છે કે એ પ્રિયતમની રાહમાં પતિવિરહના દુ:ખ-મંદિરના ઝરૂખે નજર માંડીને ઝૂકી ઝૂકીને જોઈ રહી છે. સામાન્ય સ્ત્રીઓ એના વિરહને જોઈને મજાક કરે છે, પરંતુ એનું શરીર અને મન સઘળું વિરહથી ઘેરાઈ ગયું છે, તેથી તે શું કરે ? એના જીવનાધાર વિના પોતાના પ્રાણ શી રીતે ટકાવી શકે ? આવી સુમતિ (શુદ્ધ ચેતના) કહે છે,
કાનુન થાવર ઃ નિસા, હોરી સીરાની હો,
मेरे मन सब दिन जरै, तनखाख उडानी हो.'
'
હોળી ખેલનારાઓની ટોળી ફાગણ માસમાં એક રાત્રે હોળી સળગાવે છે, પણ મારા મનમાં તો દરરોજ હોળી સળગ્યા કરે છે અને તે શરીરની રાખ કરીને