________________
દુર્ગતિરૂપ રાત્રી ઘટતાં જતાં ધીરે ધીરે નાની થતી જાય છે. સુરુચિની વેલ વૃદ્ધિ પામીને ફેળવતી બને છે. વસંતઋતુમાં કોયલનો સૂર અતિમધુર હોય, તે રીતે ભાષા મનમધુર રૂપ ધારણ કરે છે અને સમગ્ર સૃષ્ટિ આનંદસ્વરૂપ બની છે.
આનંદઘનજીની અનુભવલાલીની મસ્તીનો છલકાતો આતમપિયાલો એમના એક અનુપમ પદમાં લાક્ષણિક રીતે પ્રગટ થાય છે. આમાં આત્માનંદની ભાવાવસ્થા પ્રગટ થાય છે. કેવી હશે એ મસ્તી કે કવિ કહે છે કે અમે અમર બની ગયા છીએ. આ અમરત્વનું કારણ એ કે જીવનમાંથી રાગ અને દ્વેષ નાશ. પામ્યા છે. મિથ્યાત્વ ત્યજી દીધું. સ્થૂળ રૂપને બદલ સૂક્ષ્મ સ્વરૂપનો વાસી બન્યો છું અને આત્મા અને મોક્ષ એ બે અક્ષરનું અમે સતત સ્મરણ કરી રહ્યા છીએ. આનંદઘન તો ત્યાં સુધી કહે છે કે વ્યકિત જો આ પ્રમાણે જીવવાનો નિશ્ચય કરે તો એ અમર થઈ જાય છે. મહાત્મા ગાંધીજીને પ્રિય એવી આ પ્રાર્થના “આશ્રમ ભજનાવલિ'માં સ્થાન પામી હતી. આ પદનું ભાવલાલિત્ય અને એની મર્મસ્પર્શિતા કંઈક ઓર છે. એમાં પ્રગટતી સાધકની મસ્તીભરી ખુમારી જોઈએ -
'अब हम अमर भये न मरेंगे, या कारण मिथ्यात दीयो तजं, क्युं कर देह धरेंगे ? १. राग दोस जग बंध करत है, ईनको नास करेंगे, मर्यो अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे.
૨. देह विनाशी हं अविनाशी, अपनी गति पकरेंगे, नासी जासी हम थीरवासी, चोखें व्हैं निखरेंगे. मर्यो अनंत बार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे, आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. ४.'
મધ્યકાલીન સાહિત્યમાં આનંદઘનજીનાં પદોની વિશેષતા જોઈએ. તેઓ છટાદાર રીતે વિષયવસ્તુનો પ્રારંભ કરે છે. પ્રથમ પંકિતના પ્રારંભના શબ્દો જ ભાવકના ચિત્ત પર આત્માનંદની અનુભવલાલીનું વાતાવરણ સર્જે છે, પરંતુ આ પદનો પ્રવાહ જેમ જેમ આગળ વહે છે, તેમ તેમ પદમાં ગૂંથાયેલું રહસ્ય પ્રગટ થાય છે. ઘણીવાર પદની છેલ્લી પંક્તિઓ એવું રહસ્ય ખોલી આપે છે કે જેનાથી પદ પર જુદો જ અનુભવ-પ્રકાશ પથરાઈ જાય છે. પરિણામે