________________
૩૦
કાવ્યાનુશાસન રસાભાસ | ભાવાભાસ :- (જ્યારે રત્યાદિ ભાવોની પ્રવૃત્તિ) ઇન્દ્રિય વગરની વસ્તુઓ (જમ કે વૃક્ષ, વેલ વગેરે) તથા પશુ પક્ષી વગેરેમાં આરોપિત કરાય ત્યારે અનુક્રમે રસાભાસ કે ભાવાભાસ પ્રાપ્ત થાય છે. (સૂત્ર નં ૮૦/સૂત્ર નં.૨/૫૫). નદી, પહાડ, વૃક્ષ, વેલી, હરણાં, પક્ષીઓ વગેરેમાં માનવભાવોના આરોપણથી આવા “આભાસ' પ્રાપ્ત થાય છે, એવું આચાર્ય ઉદાહરણોથી સમજાવે છે. (સળંગ સૂત્ર ૮૧, સૂત્ર ૨પ૬) અનુચિત પ્રવૃત્તિના સંદર્ભમાં પણ, જેમ કે અન્યોન્ય અનુરાગના અભાવમાં (રાવણની સીતા વિષયક રતિમાં) રસને બદલે રસાભાસ પ્રાપ્ત થાય છે.
કાવ્યના પ્રકાર ઉત્તમ વગેરે (સૂત્ર૮૨ | સૂત્ર ૨.૫૭)
આચાર્ય હેમચન્દ્ર મમ્મટને અનુસરીને વ્યંગ્યના પ્રાધાન્યમાં ઉત્તમ (ધ્વનિ) કાવ્ય, વ્યંગ્યનું પ્રાધાન્ય વાચ્યને મુકાબલે, ન હોય કે સંદિગ્ધ અથવા એકસરખું હોય તો ત્રણ પ્રકારનું મધ્યમ કાવ્ય અને વ્યગ્યાર્થના અભાવવાળું એટલે કે કેવળ શબ્દાર્થની જ સુંદરતાવાળું તે અવર (સૂત્ર ૨/૫૯) કાવ્ય એમ વિવેચનલક્ષી વર્ગીકરણ આપે છે. ચિત્ર અથવા અવરકાવ્ય વિશે તેઓ નોંધે છે કે, આમ તો કાવ્યમાત્રમાં અંતે જતાં વિભાવાદિરૂપે (વિગતો રસ સાથે જોડાઈને) રસમાં પર્યવસાન પામે છે, છતાં ફુટ રસની અપ્રાપ્તિ જ્યાં જણાય તેવે સ્થળે તેને “અવ્યગ્ય કાવ્ય કહેવાયું છે.
દોષવિચાર–આ પછી તૃતીય અધ્યાયમાં આચાર્ય દોષવિચાર વિસ્તારથી આરંભે છે. તેઓ નોંધે છે કે “રસનો અપકર્ષ કરે તે દોષ” એવું સામાન્ય લક્ષણ આગળ “દોષ વગરના શબ્દ | અર્થ તે કાવ્ય' એવું કહ્યું હતું ત્યારે જણાવ્યું હતું. હવે દોષનું વિશેષ લક્ષણ કહેવાય છે. ત્રીજા અધ્યાયમાં કુલ દસ સૂત્રોમાં દોષવિચાર હાથ ધરાયો છે, જેમાં પૂર્વાચાર્યોમાંથી અસંખ્ય ઉદ્ધરણો મૂળમાં અને વિવેકમાં જોવા મળે છે. આ સ્થળે વિવેકમાં રાજશેખરમાંથી ઘણાં ઉદ્ધરણો જોવા મળે છે. પ્રો. રસિકલાલ પરીખ નોંધે છે કે, આચાર્યો અહીં રાજશેખરનો નામોલ્લેખ એટલા માટે કર્યો નથી કેમ કે, રાજશેખરે પણ સંભવતઃ પુરાણોના ભુવનકોશો વગેરેમાંથી વિચારો ઉછીના લીધા છે. પ્રો. પરીખની આ નોંધ સાથે આપણે સંમત થતા નથી, કારણ કે, તો આપણે એમ કહી શકીએ કે હેમચન્દ્ર મૂળ પુરાણ સંદર્ભોનો નામોલ્લેખ કરવો જોઈતો હતો. અને વળી, દોષવિચારમાં અસંખ્ય સ્થળે – આપણે આગળ થોડી સૂક્ષ્મ ચર્ચા કરીશું તે દરમ્યાન જોઈશું કે – આચાર્યો મહિમભટ્ટનાં વચનો અસંખ્ય સ્થળે શબ્દશઃ ઉદ્ધત કર્યા છે. અને ભાગ્યે જ ક્યાંક મહિમાનો નામોલ્લેખ જોવા મળે છે. ખરી રીતે તો આ નામોલ્લેખ ન કરવા પાછળ કાવ્યહરણ – Plagiarizm – તફડંચીનો આશય હશે કે નહિ હોય તેવી કલ્પના કરી તેમાં આક્ષેપ (જેમ કે S.K. De કરે છે) કે બચાવ (જેમ પ્રો. પરીખ કરે છે) કરવાની આપણી આધુનિક મનોવૃત્તિ તંદુરસ્ત માનસની પરિચાયક નથી. વાસ્તવમાં આચાર્યશ્રી તો એક નિર્મમ યોગી હતા અને આપણા ગુજરાતના, અથવા તે વખતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org