________________
ભૂમિકા
૨૯
આંતરિક સાત્ત્વિકોને સૂચવે છે જે પરમાર્થતઃ રતિ, નિર્વેદ વગેરેનું સૂચન કરે છે. આ રીતે નવ સ્થાયી, ૩૩ વ્યભિચારી એ આઠ સાત્ત્વિકો મળી ૫૦ ભાવો થયા.
- આચાર્યે ઉપર સાત્ત્વિકો વિશે જણાવ્યું હતું કે, તે “પ્રજભૂમિપ્રકૃતરત્યાતિસંવેદ્રનવૃત્ત” છે. તેને વિવેકમાં (પૃ.૧૪૪) સમજાવતાં આચાર્ય જણાવે છે કે, ભાવ આવો છે કે, રત્યાદિ ચિત્તવૃત્તિવિશેષો પહેલાં સંવિત્ રૂપે સમુલ્લસિત થાય છે, પ્રકટે છે; પછી તે રત્યાદિ સંવિદો આત્યંતર પ્રાણતત્ત્વને પોતાના સ્વરૂપના અધ્યાસથી કલુષિત કરે છે. આ વિગત અસંવેદ્ય નથી, અર્થાત આની આંતર સંવેદના નથી અનુભવાતી તેવું નથી. જેમ કે, ક્રોધના આવેશ આવે છે ત્યારે ક્રોધ જાણે પહેલાં અંદર સળગતો હોય તેમ પ્રગટે છે, પછી “સ્વેદ” જણાય છે.
અભિનવગુપ્ત સાત્ત્વિક ભાવોના આ સ્થૂળ | સૂક્ષ્મ,અર્થાતુ બાહ્ય | આંતરિક સ્વભાવની વાત કરી છે. તેઓ નોંધે છે કે સાત્ત્વિક ભાવો અનુભાવનો સ્વભાવ ( બાહ્ય ચિહ્નો) અને વ્યભિચારીઓનું લક્ષણ (= આંતરિકતા) બન્નેનું અનુસરણ કરે છે. હેમચન્દ્ર એ જ વાત કરે છે.
ડૉ. કુલકર્ણી, (ઉપર નિર્દેશેલા ગ્રંથમાં) (પૃ. ૪૧) નોંધે છે કે, A careful look at Bharata's treatment of Karuna, Vira, and adbhuta would show that Bharata gives some of the sättvika bhāvas as anubhāvas and some others as vyabhicārins. This treatment implies that according to Bharata they partake of both the characters--they are both vyabhicāribhāvas and anubhāvas.
સ્પષ્ટ છે કે કલાકાર “સાત્ત્વિક' ભાવો મનના જબરા પ્રયત્નથી રજૂ કરી શકે છે. તેનું મન “સત્વસ્થ” બને, એકાગ્ર બને ત્યારે જ સફળતા મળે. આ મનની એકાગ્રતા એ “સત્ત્વ'. આથી સાત્વિક ભાવો આંતરિક અને બાહ્ય બને ધર્મોવાળા કહેવાયા છે. ડૉ. કુલકર્ણી (પૃ. ૪૪, એ જ) નોંધે છે કે, (અનુવાદ અમારો છે) :
અંતિમ સ્થિતિ આ પ્રમાણે છે. બાહ્ય સાત્ત્વિક ભાવો જેવા કે સ્તંભ, વગેરે તે શારીરિક ધર્મો છે અને તે અનુભાવોની માફક પ્રવર્તે છે તથા જે તે જોડે સંબદ્ધ આંતરિક સાત્ત્વિક ભાવોને તેઓ સૂચવે છે. અને વાસ્તવમાં તો તેઓ (છેવટ જતાં) રતિ, નિર્વેદ વગેરે ભાવોને–ચિત્તવૃત્તિઓને જ સૂચવે છે.” ડૉ. કુલકર્ણી નોંધે છે (પૃ. ૪૫) કે કુમારસ્વામીને મતે કેવળ હેમચન્દ્ર જ આ (સાત્ત્વિકોના દ્વિસ્વભાવ) વિશે, મૌલિક રીતે વિચારે છે. પણ આપણે જાણીએ છીએ કે અભિનવગુપ્ત પણ આ વાત કરી હતી અને ભારતમાં પણ આ વલણ ઊપસે છે. તેથી કાં તો કુમારસ્વામી પાસે અભિનવભારતીનો એ અંશ નહિ હોય, અથવા તેમણે કેવળ અર્થવાદ કર્યો હોય, અથવા તેઓ ખરેખર “-” હોય તેવું પણ બને !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org