________________
ભૂમિકા
કરે છે, આસ્વાદ્ય બનાવે છે તેથી ‘ભાવ’ કહેવાય છે. અથવા, માવત્તિ એટલે ‘વ્યાનુવન્તિ’ વ્યાપી વળે છે સામાજિકોનાં મનને, તે થયા ભાવો; સ્થાયિભાવો અને વ્યભિચારિભાવો. તેમાં ઉપર ગણાવ્યા તેટલા (નવ જ) સ્થાયી છે. આચાર્ય અહીં અભિનવભારતીનો અંશ પોતાની મૂળ વૃત્તિમાં ઉષ્કૃત કરીને પ્રાણીમાત્ર, જીવમાત્ર કેવી રીતે નવ મૂળ વૃત્તિઓ - basic emotions થી યુક્ત હોય છે તેનું નિરૂપણ કરે છે. સ્થાયી ભાવો કાયમી રીતે રહેલા છે. વ્યક્તિમાં રિફંસા કેમ છે ? કે. ડર કેમ છે ? એવો પ્રશ્ન પુછાતો નથી, જ્યારે આજે તમે કેમ ઉદાસ જણાઓ છો ? અર્થાત્ કેમ ‘ગ્લાનિ’ છે ? વગેરે પ્રશ્નો પુછાય છે, જે સૂચવે છે કે, ચિન્તા, ગ્લાનિ, શંકા વગેરે ભાવો જેમના માટે કારણ પૂછવામાં આવે છે - હેતુપ્રશ્ન થાય છે - તે અસ્થાયી કહેતાં વ્યભિચારી છે, માટે તે વ્યભિચારિભાવો કહેવાય છે.
-
એક મજાની વાત આચાર્યશ્રીએ કરી છે કે, જે નવ સ્થાયી ભાવો ગણાવ્યા, તે બધા જે તે રસના સંદર્ભમાં સ્થાયી તરીકે નિરૂપિત તો થઈ જ ગયા છે છતાં અમે તેમનો પુનર્નિર્દેશ એટલા માટે કર્યો છે કેમ કે, ક્યારેક તેઓ વ્યભિચારી જેવા પણ જણાય છે. (અનુકૂળ) વિભાવોના બાહુલ્યમાં, (જે તે રસના સંદર્ભમાં જે તે ભાવનું) સ્થાયિત્વ સમજવું, અને અલ્પવિભાવો હોતાં તેમનું વ્યભિચારિત્વ જાણવું. જેમ કે, રાવણ વગેરેની બાબતમાં અન્યોન્ય અનુરાગનો અભાવ હોતાં રાવણની સીતા વિશેની રતિ સ્થાયિભાવ નથી પણ વ્યભિચારિભાવ ગણાય છે. એ જ રીતે ગુરુ, પ્રિયજન, પરિજન, વગેરેના સંદર્ભમાં યથાક્રમે, તથા વીર કે શૃંગારમાં રોષ એ વ્યભિચારી જ જાણવો. ‘શમ’ની બાબતમાં એક ખાસ વાત તેઓ નોંધે છે કે, તે ક્યારેક અપ્રધાન જરૂર હોય છે, પણ તે ક્યારેય વ્યભિચારીના રૂપનો ગણાતો નથી, કેમ કે તે મૂળ પ્રકૃતિરૂપ ભાવ છે; તેથી તે સ્થાયિતમ છે. અભિનવગુપ્તે શાન્તરસને બધા રસોનો મિત્તિસ્થાનીય માન્યો છે, અને “સર્વરસાનાં શાન્તપ્રાય: આસ્વાદ્દઃ એવો નિર્ણય તારવ્યો છે તેના સંપૂર્ણ સ્વીકારનું આ પરિણામ અહીં આચાર્યશ્રી બતાવે છે.
૨૭
વ્યભિચારિભાવો - (સૂત્ર ૪૫) (સૂત્ર ૨/૨૦) આચાર્ય શ્રી ભરત, મમ્મટાદિએ ગણાવ્યા પ્રમાણે તેત્રીસ વ્યભિચારી ભાવો ગણાવે છે. ત્રિશત્ એવા સંખ્યા નિર્દેશથી વધારાના વ્યભિચારીભાવો જે કેટલાક આલંકારિકોએ ગણાવ્યા છે તેનો અસ્વીકાર હેમચન્દ્ર સૂચવે છે.
Jain Education International
તેઓ “વ્યભિચારીભાવ” એ પિરભાષા એમના ભરત, અભિનવગુપ્ત વગેરે પૂર્વાચાર્યો સાથે સુસંગત રીતે સમજાવતાં જણાવે છે કે, “વિવિધ મિમુચ્યેન યિધર્મોપનીવનેન સ્વધર્માર્થોન પરન્તીતિ વ્યમિવારિન” અર્થાત્ વિવિધ રીતે, સ્થાયી વિશે અભિમુખ બનીને, એટલે કે સ્થાયીના ધર્મને અવલંબીને, પોતાનો ધર્મ (સ્થાયીને) અર્પિત કરીને જે ગોઠવાય છે, તે થયા વ્યભિચારીઓ. તેત્રીસ એ સંખ્યાનો નિર્દેશ સંખ્યાનિર્ધારણ માટે જ છે. એટલે કે આટલા જ —— ૩૩નો જ અહીં
For Private & Personal Use Only
www.jainelibrary.org