________________
૨૬
કાવ્યાનુશાસન અનુભાવ, ચિન્તા વગેરે વ્યભિચારી ભેગાં, એક સામગ્રીરૂપે આવે ત્યારે ભયરૂપી સ્થાયિભાવવાળા ભયાનક રસની જ વ્યંજના કરે.
જો કે કવિઓ નિરંકુશ હોય છે તેથી પોતાની રચનાઓમાં જે તે રસની જમાવટ કરતી વખતે કેટલીક વાર કેવળ જે તે રસના વિભાવમાત્ર, કેટલીક વાર જે તે રસના અનુભાવમાત્ર, કે કેટલીક વાર જે તે રસના વ્યભિચારીઓ જ નિરૂપે, અથવા ગમે તે બે ઘટકો જ નિરૂપે એવું બને છે. ત્યારે બાકીનાનું સહૃદયે “આક્ષેપથી ગ્રહણ કરી લેવાનું રહે છે. અર્થાત ખૂટતી કડી સહૃદયે જાતે ઉમેરી લેવાની રહે છે. એટલે મૂળ વાત—“વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંયોગથી રસની નિષ્પત્તિ”—માં કોઈ વાંધો આવતો નથી.
રસની સંખ્યા- એ પછી આચાર્ય હેમચન્ટે તેમને સ્વીકાર્ય નવ રસો - શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, અદ્ભુત અને શાન્ત-ની વ્યક્તિગત રીતે ચર્ચા કરી (સૂત્ર ૨(૨) છે. આ નવને જ પરસ્પર જોડે અસંકીર્ણ, એકલા પોતપોતાના શુદ્ધ સ્વરૂપવાળા રસ તરીકે આચાર્ય સ્વીકારે છે. કેટલાકે સૂચવેલા સ્નેહરસ, લૌલ્યરસ કે ભક્તિરસ વગેરેનો આ રસોમાં જ અંતર્ભાવ થાય છે તેવું તેઓ જણાવે છે.
સૂત્ર ૨/૩માં શૃંગાર, સૂત્ર ૨/૪માં સંભોગશૃંગાર, ૨/૫માં વિપ્રલંભશૃંગાર, ૨/૬માં વિપ્રલંભના એક પ્રકાર અભિલાષ-વિપ્રલંભના બે પેટાભેદો, /૭માં માનવિપ્રલંભ, અને ૨/૮માં પ્રવાસવિપ્રલંભ એમ શૃંગારની ચર્ચા નાટ્યશાસ્ત્રાનુસારી સર્વસ્વીકૃત રીતે આચાર્ય કરે છે.
૨૯માં હાસ્યનું સ્વરૂપ, ૨/૧૦, ૨/૧૧માં હાસ્યના પ્રકારો જણાવીને ૨/૧૨માં કરુણ, ર ૧૩માં રૌદ્ર, ૨/૧૪માં વીર, ૨/૧૫માં ભયાનક, ૨/૧૬માં બીભત્સ, ૨/૧૭માં અદ્દભુત અને ૨ ૧૮માં શાન્તના સ્વરૂપનું આચાર્ય નિરૂપણ કરે છે. સૂત્રમાં ‘શમ'ને શાન્તના સ્થાયી તરીકે હેમચન્દ્ર ગણાવે છે અને વૃત્તિમાં “શમ'ને આનંદવર્ધનની પરિભાષામાં “તૃષ્ણાલય' રૂપે ઓળખાવે છે. આના ઉપરની વિવેકટીકામાં શાન્તવિષયક અભિનવભારતીનો અંશ હેમચન્દ્ર ઉદ્ધત કર્યો છે. તે જે તે અંશની સમીક્ષિત આવૃત્તિ તૈયાર કરવામાં ખૂબ ઉપયોગી છે. આની વિસ્તૃત ચર્ચા પણ અમારા ઉપરિનિર્દિષ્ટ ગ્રંથોમાંથી તજજ્ઞોએ તારવવી. શાન્તનો બીજા રસમાં અર્થા-બીભત્સ કે ધર્મવીરમાં અંતર્ભાવ શક્ય નથી તેવું આચાર્ય જણાવે છે.
સ્થાયિભાવ - (સળંગ સૂત્ર નં.૪૪) સૂત્ર ૨/૧૯માં રતિ, હાસ, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને શમ એટલા નવ સ્થાયિભાવો આચાર્ય ગણાવે છે. સ્થાયી તથા વ્યભિચારીને “ભાવ” એટલા માટે કહેવાય છે કેમ કે, આચાર્યશ્રી ૨/૧૯ ઉપરની વૃત્તિમાં જણાવે છે કે, ચિત્તવૃત્તિઓ પોતે અલૌકિક એવા વાચિકાદિ અભિનયની પ્રક્રિયામાં આરૂઢ થઈને, પોતાની જાત કે જે લૌકિક દશામાં અનાસ્વાદ્ય છે તે - ને આસ્વાદ્ય બનાવે છે, અર્થાત્ ભવન્તિ ભાવિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org