________________
14
જૈનતત્ત્વ વિચાર
જિજ્ઞાસા તથા શુશ્રષા તીવ્ર હોય છે, એટલે જ એનામાં આગમવચન સમ્યગ્રતયા પરિણમી જાય એવી ગ્યતા પ્રગટ થઈ જાય છે. એ આસનસિદ્ધિક મતિમાન ભવ્ય હોવાને કારણે ઈહલેકની સામગ્રીની સજાવટમાં યા તે પૂર્તિમાં અનાસક્ત હોય છે, જ્યારે પારલૌકિક કલ્યાણ સાધક સામગ્રી પ્રત્યે એની દષ્ટિ કેન્દ્રિત થઈ ગયેલી હોય છે. પારલૌકિક કલ્યાણનું દર્શક યા તે જ્ઞાપક શાસ્ત્ર જ હોય છે, એ તેને અફર નિર્ધાર હોય છે, કારણ કે એને એવો ખ્યાલ હોય છે કે-“ધર્મ વિના કલ્યાણ હાય નહિ, જ્યારે ધર્મ જ્ઞાપકતા એ સદાગમમાં જ સ્થિત છે, એટલે ધમની આરાધના કરવી હોય તે શાસ્ત્રની જ ઉપાસના કરવી જોઈએ.”
શાસ્ત્રની ઉપાસના એટલે ભગવંતની ઉપાસના. એની જ આજ્ઞાનું પાલન કરાય તો જ ધર્મ થાય. જે શાસ્ત્રની આજ્ઞાનું વિરાધન કરવામાં આવે તો અધર્મ જ થાય. જેમ ચક્રવતીની આજ્ઞાને ભંગ મહા અનર્થ જનક બને છે અથવા તો જેમ ઔષધિનું અવિધિથી સેવન હાનિકર બને છે, તેમ શાસ્ત્રનું પણ યથેચ્છ સેવન અહિતકર બને છે. એ શાસ્ત્ર અતીન્દ્રિય આત્મા અને પુણ્ય–પાપાદિ તત્ત્વનું પ્રકાશક છે. અને ધર્મ–અધર્માદિનું વ્યવસ્થાપક છે. તે અતીન્દ્રિય અર્થના દટા વીતરાગનું પ્રમાણભૂત હોઈ શકે. અતીન્દ્રિય અર્થના સાક્ષાત્કારમાં રાગ, દ્વેષ અને મેહ આવરણભૂત છે-અવરોધક છે. એના સર્વથા વિલય વિના અતીન્દ્રિય તને સાક્ષાત્કાર શક્ય નથી, એ સાક્ષાત્કાર વિના એનું પ્રકાશન પ્રામાણિક સંભવિત નથી. એ સાક્ષાકર વિના પારલૌકિક અનુષ્ઠાનેનું પ્રદર્શન સંભવિત નથી, અને એના નિરૂપણ વિના તદર્થિ જીને એ અનુષ્ઠાના જ્ઞાન, રૂચિ અને ઉપાસનાદિ શકય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW