________________
૧૨
જય વીયરાય ઉપકારની અનુમોદના છે અને એમાંથી પુણ્યના અનુબંધો ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે - વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિનનામ સંયોગરે, તે ગુણ તાસ અનુમોદીયે, પુણ્ય અનુબંધ શુભ યોગરા
આમાં પ્રભુના અંગ પર થતી જલપૂજા-ચંદનપૂજાપુષ્પપૂજાને અંગ પૂજા કહેવાય છે. સમ્મુખ રહી થતી બાકીની ધૂપ-દીપ-અક્ષત-નૈવેધ-ફળપૂજાને અગ્રપૂજા કહેવાય છે.
આ બંન્ને પ્રકારે પૂજા કર્યા પછી પ્રભુજીનું ચૈત્યવંદન કરાય છે. એને ભાવપૂજા કહેવાય છે.
૧ અંગપૂજાથી વિોનો નાશ થાય છે. ૨ અગ્રપૂજાથી અભ્યદયની પ્રાપ્તિ થાય છે. ૩ ભાવપૂજાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
આ બે પૂજા કર્યા પછી ભાવપૂજાનો પ્રારંભ કરાય છે.
સંઘની પ્રત્યેક વ્યક્તિ અંગપૂજા-અગ્રપૂજા-ભાવપૂજા કરે તો સંઘના દેદાર ફરી જાય, મહાન અભ્યદય થાય.
પૂજા વિધિમાં ત્રણ નિસીહી બતાવી છે. મંદિરમાં પ્રવેશ કરતાં પ્રથમ નિસીહી બોલાય છે. આના દ્વારા