________________
૨૬૪
જય વીયરાય ૧. સિદ્ધવંદના - પ્રથમ ગાથા દ્વારા સિદ્ધ ભગવંતનું સ્વરૂપે પ્રગટ કરવાપૂર્વક વંદન કરાય છે... 'नमो सया सव्वसिद्धाणं' સર્વ સિદ્ધોને મારો સદા નમસ્કાર થાય.
૨. વીરવંદના - બીજી અને ત્રીજી ગાથા દ્વારા આસન્ન ઉપકારી એવા દેવાધિદેવ ચરમતીર્થકર શ્રી મહાવીર પરમાત્માનો મહિમા પ્રગટ કરવા સાથે તેમને વંદન કરાય છે.
૩. ઉજ્જતતીર્થ વંદના - ચોથી ગાથામાં ઉજ્જત એટલે કે ગિરનારતીર્થ ઉપર નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકને યાદ કરવાપૂર્વક પ્રભુજીને વંદના કરાય છે.
૪. અષ્ટાપદ વંદના - છેલ્લી ગાથામાં ચાર, આઠ, દસ અને બે આમ ચોવીશ તીર્થકર ભગવંતો પૂર્વાદિ દિશામાં અષ્ટાપદમાં જે રીતે સ્થાપન કરવામાં આવ્યા છે તે યાદ કરી તેમને વંદન કરાય છે. આમ અષ્ટાપદ તીર્થની વંદના થાય છે. જો કે આ ગાથામાં ચત્તારિ આદિ સંખ્યાને વિવિધ રીતે ગોઠવીને નંદીશ્વરના પર, નંદીશ્વરના ઈંદ્રાણીના ચૈત્યો સાથે - ૬૮, વિહરમાન વીશ, ભરત-ઐરવતમાં એક સાથે