________________
૨૬૬
જય વીયરાય
૩. સ્થાપના તીર્થકર વંદના ૪. નામ તીર્થંકર વંદના ૫. સર્વલોકમાં સ્થાપાના અરિહંતની ઉપાસના ૬. વિહરમાન જિન વંદના ૭. શ્રુત સ્તવના ૮. સિદ્ધ સ્તવના ૯. વીર વંદના ૧૦. ઉજ્જયંત તીર્થ વંદના ૧૧. અષ્ટાપદ તીર્થ વંદના ૧૨. સમ્યગ્દષ્ટિદેવનું સ્મરણ... આ રીતે દેવવંદનના બાર અધિકાર થયા.
આમ એક જ દેવવંદન દ્વારા કેટલી બધી આરાધના થાય છે. હજી આગળ વધીએ. આટલી આરાધના થયા પછી પણ હજી દેવવંદનમાં આગળ જાવંતિ ચેઈયાઈ સૂત્ર દ્વારા ફરીથી સંક્ષેપમાં ઉર્ધ્વલોક, તિર્થાલોક ને અઘોલોકમાં રહેલી સર્વ જિનપ્રતિમાને વંદન કર્યા. તે નિમિત્તે ખમાસમણું દીધુ. પછી ભરતઐરવત-મહાવિદેહમાં જે કોઈ સાધુઓ છે તે સર્વને “જાવંત કે વિ સાહુ” સૂત્ર દ્વારા વંદન કરાય છે...
હવે મહત્ત્વની ભક્તિનો પ્રસંગ આવે છે. પરમાત્માનાં