________________
દેવવંદન અધિકાર
૨૬૭ પ્રસંગો, ગેયપદ્ધતિથી ગવાતા પ્રભુના સ્તવનથી આપણા હદયમાં અનેરો ભક્તિભાવ પ્રગટ થાય છે. પરમાત્માના વિવિઘ ગુણની અનુમોદના થાય છે. પરમાત્માના જીવન પ્રસંગો યાદ કરાય છે. પ્રભુના માતા-પિતા-પત્ની વિ.ને જીવનમાં યાદ કરાય છે. પ્રતિપક્ષી આપણાં દોષો બતાવી આપણી લઘુતા પ્રગટ કરાય છે. જીવનમાં ગેયપંક્તિમાં એકતાન થઈ આપણે ઘણીવાર પરમાત્મામાં લીન બનીએ છીએ...
સૂત્રના શબ્દ અને અર્થ તથા સામે રહેલ જિનપ્રતિમા ત્રણેમાં આપણે એકમેક થઈ જઈએ. સૂત્ર બોલતી વખતે તેના ભાવથી આપણો આત્મા વાસિત બને ને ગદ્ગદ્ હૈયે પ્રભુના સ્તવન ગવાય પછી અત્યંત પ્રણિધાનપૂર્વક જયવીયરાય સૂત્રમાં પ્રભુ પાસે તેર વસ્તુની યાચના થાય. આ બધો દેવાધિદેવ પ્રત્યેનો વિનય છે.
આત્મસ્વભાવમાં રમણતા કરવા સર્વપ્રથમ સર્વદા શુદ્ધ-પૂર્ણ પરમાત્માના ચારે નિક્ષેપાઓની અનન્ય ભાવે આરાધના કરવાની છે.
- આ. કલાપૂર્ણસૂરિ મ.