________________
દેવવંદન અધિકાર
૨૬૫ જન્મ પામતા દશ તથા મતાંતરે ૧૦ વિહરમાન, મહાવિદેહમાં ઉત્કૃષ્ટ ૧૬૦, ૧૫ કર્મભૂમિમાં ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦, ત્રણે ચોવિશીના ૭૨, પાંચે ભરતની વર્તમાન ચોવિશીના ૧૨૦, પાંયે ભરતની ત્રણે ચોવિશીના ૩૬૦, જંબુદ્વીપના ભરત-ઐરવતની ત્રણે ચોવિશીના ૧૪૪, પાયે ભરત તથા પાયે ઐરાવતની વર્તમાન યાવિશીના કુલ ૨૪૦, જંબુદ્વીપના ૬૩૫ શાશ્વત ચૈત્યો, ત્રણે ભુવનમાં વૈમાનિક આદિ ૨૪ પ્રકારના શાશ્વત ચૈત્યો વગેરેને વંદના થાય છે. આ વિગત સંઘાયારભાષ્યમાં જણાવી છે...
૫. સમ્યગ્દષ્ટિદેવનું સ્મરણ - 'સિદ્ધાણં બુદ્ધાણં' પછી 'વેયાવચ્ચગરાણં સૂત્ર દ્વારા સમકિતી દેવને યાદ કરાય છે. તેમની સંઘ કે પ્રવયનની વૈયાવચ્ચ આદિ કાર્યોની ઉપબૃહણા નિમિત્તે અથવા તો પ્રમાદમાં હોય તો યાદ કરાવવા માટે એક નવકારનો કાઉસગ્ગ કરી સમકિતી દેવોની છેલ્લી સ્તુતિ કરાય છે.
આમ દેવવંદનના કુલ ૧૨ અધિકાર થાય છે. ક્રમશઃ તેના નામ નીચે પ્રમાણે છે -
૧. ભાવતીર્થકર વંદના ૨. દ્રવ્યતીર્થકર વંદના