Book Title: Jai Viyaray
Author(s): Vijayhemchandrasuri
Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust
Catalog link: https://jainqq.org/explore/023333/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાયા પૂ. આ. શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા Page #2 -------------------------------------------------------------------------- ________________ अर्हं नमः ॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ જય-વીયરાય (સવિવેચન તેર પ્રાર્થનાઓ) આ. હેમચંદ્રસૂરિ 5 વિજયશીલચંદ્રસૂરિ ગ્રંથ સંગ્રહ :પ્રકાશકઃ સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ : સ્થાપક : શ્રાદ્ધવર્યા મૂળીબેન અંબાલાલ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રતિઃ ૨૦OO આવૃત્તિ: પ્રથમ સંવત - ૨૦૬૬ મૂલ્ય: રૂા. ૮૦-૦૦ પ્રાપ્તિસ્થાન: | પી.એ. શાહ ક્વેલર્સ, ૧૧૦, હીરાપન્ના, હાજીઅલિ, મુંબઈ-૨૬. ફોનઃ ૨૩૫૨૧૧૦૮, ૨૩૬૭૧ ૨૩૯ હેમબી.એ. શાહ એન્ડ બ્રધર્સ, ૨, અરિહંત એપાર્ટમેન્ટ, એસ.વી. રોડ, ઈર્લા નસીંગ હોલની પાસે, પાર્લા (વેસ્ટ), મુંબઈ-પ૬ ફોન: ૨૬૨૫૨૫૫૭ દિલીપ રાજેન્દ્રકુમાર શાહ નંદિતા એપાર્ટમેન્ટ, ભગવાનનગરનો ટેકરો, પાલડી, અમદાવાદ-૭. ફોન: ૨૬૬૩૯૧૮૯ ચંદ્રકાંત એસ. સંઘવી, ૬-બી, અશોકા કોમ્પલેક્ષ, રેલ્વે ગરનાળા પાસે, પાટણ (ઉ.ગુ.), ફોન:૦૨૭૬૬-૨૩૧૬૦૩ ડૉ. પ્રકાશભાઈ પી. ગાલા, બી-૬, સર્વોદય સોસાયટી, સાંઘાણી એસ્ટેટ, એલ.બી.એસ. માર્ગ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ-૮૬. ફોન: ૨૫૦૦૫૮૩૭ મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા બસ સ્ટેન્ડ સામે, સ્ટેશન રોડ, વિરમગામ. શ્રી બાબુભાઈ સરેમલજજી બેડાવાળા સિદ્ધાચલ બંગલોઝ, સેન્ટ એન. સ્કુલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૫. મુદ્રક : ભરત ગ્રાફિક્સ, ન્યુ માર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ, અમદાવાદ-૧. ફોન : ૦૭૯-૨૨૧૩૪૧૭૬ , મો: ૯૯૨૫૦૨૦૧૦૬ Page #4 -------------------------------------------------------------------------- ________________ F STUFF શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન पावापुरी तीर्थ - जीवमैत्री धाम 00m દેવલોકના ટુકડા જેવું જિનમંદિર મનુષ્યલોકમાં સ્વર્ગલોકના ટુકડા જેવા પાવાપુરી તીર્થધામનું સર્જન કરનાર કે.પી. સંઘવી પરિવારને લાખો લાખો અભિનંદન alad Page #5 -------------------------------------------------------------------------- ________________ STUFF માઁ સરસ્વતી 前 જીવમૈત્રી મંદિર Page #6 -------------------------------------------------------------------------- ________________ હુર્મુખ શ્રી મહાવી ક્વામી ભગવાન પut TTEી જલ મંદિરનું વિહંગમ દૃશ્ય & ચે હૈપાવાપુરી ધામ... 9 Page #7 -------------------------------------------------------------------------- ________________ s RA& * જિન મંદિર-જલ મંદિર-જીવ મંદિરનો પુણ્ય પ્રયાગ એટલે જ પાવાપુરી તીર્થજીવમૈત્રીધામ લી. Page #8 -------------------------------------------------------------------------- ________________ શુક્રતી સહયોગી માલગાંવ નિવાસી શ્રી કે.પી. સંઘવી પરિવાર ઝ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનરાધાર કપાધારા સિદ્ધાન્તમહોદધિ, ચારિત્રચૂડામણિ, સુવિશાળ ગચ્છનિર્માતા આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા ન્યાયવિશારદ, વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા સમતાસાગર પંન્યાસપ્રવર શ્રી પદ્મવિજયજી ગણિવર્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ || પ્રકાશકીય | ‘જયવીયરાય’ સૂત્ર પરના વિવેચનને પ્રકાશિત કરતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. સકલશ્રી સંઘમાં પ્રભુપૂજા પછી ચૈત્યવંદન કરાય છે અને ચૈત્યવંદનમાં અંતે ‘જયવીયરાય’ સૂત્ર પ્રણિધાનપૂર્વક બોલાય છે. આ સૂત્ર એટલે પરમાત્મા સમક્ષ આપણી પ્રાર્થનાઓનું નિવેદન. પરમાત્માનો અચિંત્ય પ્રભાવ એવો છે કે પ્રભુ પાસે યાચના કરેલ ઉચિત વસ્તુની જીવને અવશ્ય પ્રાપ્તિ થાય છે. જયવીયરાય સૂત્રમાં કરેલ પ્રાર્થનાઓ એવી વસ્તુઓની છે કે જે પ્રાપ્ત થયા પછી અવશ્ય શીધ્ર મોક્ષની પ્રાપ્તિ થાય છે. લલિતવિસ્તરામાં સ્પષ્ટ જણાવેલ છે – ‘તત્યાણાવાતી દ્રાવ नियमादपवर्गः। આટલું બધું આ પ્રાર્થનાઓનું મહત્ત્વ છે. આ પ્રાર્થનાઓનું મહત્ત્વ અને પદાર્થ બરાબર સમજાય તે માટે આના પર ઘણું ઘણું ચિંતન કરીને પૂ. ગુરુદેવે વિવેચન લખેલ છે. આના વાંચનથીમનનથી સૂત્રમાં પ્રણિધાન સુંદર થશે અને તેથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થશે. ભવ્ય જીવોને આ લાભ થાય એ માટે પૂજ્યશ્રીએ આ પરિશ્રમલીધો છે. સૌ કોઈ આના વાંચન મનન કરી પ્રણિધાન તીવ્ર કરી સમ્યકત્વને વધુ નિર્મળ કરી શીઘ મુક્તિને પામો એ જ શુભેચ્છા. આવા વિશિષ્ટ ગ્રંથોના પ્રકાશનનો લાભ મળતો જ રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતીદેવીને પ્રાર્થના. Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ઘણા સમય પૂર્વે શરૂ કરેલ ‘જયવીયરાય સૂત્ર' પરનું વિવેચન દેવ-ગુરુ-ધર્મના અચિંત્ય પ્રભાવથી પૂર્ણાહૂતિને પામેલ જૈનસંઘમાં પ્રભુપૂજા-ચૈત્યવંદન દૈનિક આવશ્યક છે. હંમેશ હજારો પુણ્યાત્માઓ પ્રભુપૂજા-ચૈત્યવંદનની આરાધના કરે છે. તેઓને આમાં ભાવની વૃદ્ધિ થાય તથા બીજા પુણ્યાત્માઓ પણ આરાધનામાં જોડાય એ માટે પ્રસ્તુત પ્રયાસ કરેલ છે. ચૈત્યવંદનમાં સામે પ્રતિમાજીના માધ્યમથી જિનેશ્વરદેવને વંદના કરાય છે. આ વંદનામાં જેટલો ભાવ ઉત્કૃષ્ટ પ્રાપ્ત થાય તેટલી જબરદસ્ત કોટિની કર્મનિર્જરા થાય, સાથે પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ થાય. વંદનાનું અમાપ ફળ છે. આ વંદના માટેના સૂત્રો ગણધર ભગવંતોએ નિર્માણ કરેલ છે, અત્યંત ભાવવાહી છે. સૂત્રોના એક એક પદો પણ ખૂબ જ ભાવો અને રહસ્યોથી ભરેલા છે. જો અર્થ વગેરે સમજીને એકાગ્રતા સાથે કરાય તો પ્રભુ પ્રત્યેના અત્યંત ભક્તિભાવને હૃદયમાં ઉભો કરવા સમર્થ છે. અનેક પુણ્યશાળી જીવોએ આ ચૈત્યવંદન દ્વારા જબરજસ્ત દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિને પ્રાપ્ત કરી છે. અત્યંત ભાવપૂર્વક પ્રભુને વંદન-સ્તવના કર્યા પછી અંતે ‘જયવીયરાય સૂત્ર’ બોલાય છે. આ સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવાય Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. આમાં અત્યંત પ્રણિધાનપૂર્વક પ્રભુ પાસે તેર વસ્તુઓની પ્રાર્થના કરાય છે. આ પ્રાર્થનાઓ ખૂબ મહત્ત્વની છે. આના ચાર વિભાગ છે. (૬+૨+૧+૪) પ્રથમવિભાગમાં છ લૌકિક વસ્તુઓની પ્રાર્થના કરાય છે. વળી આ છ વસ્તુની પ્રાપ્તિ પછી બાકીની બધી વસ્તુઓની પ્રાપ્તિ પણ જલ્દી અલ્પ પરિશ્રમે થાય છે. એટલું જ નહીં આ છે વસ્તુઓની પ્રાપ્તિ પછી બાકીની વસ્તુઓની પ્રાપ્તિ સફળ થાય છે. નીતિ અને સદાચારપૂર્વક જીવન જીવવા સાથે હૃદયપૂર્વક પ્રણિધાન સાથે પ્રભુ સમક્ષ નિરાશસ ભાવે કરાતી પ્રાર્થનાઓ અવશ્ય સફળ થાય છે. આ પ્રાર્થનાઓમાં કોઈ પૌગલિક આશંસા નથી તેથી નિરાશંસ પ્રાર્થનાઓ છે. નિયમએવો છે કે પરમાત્મા વીતરાગદેવ છે, તેથી ભક્તિની પ્રાર્થનાઓથી તે તુષ્ટ નથી થતા. આમછતાં પ્રભુના અચિન્ય પ્રભાવથી, તેઓની મન:શુદ્ધિપૂર્વક આરાધના કરનાર તેમના પ્રત્યેના ભક્તિના ભાવથી ઉત્પન્ન થતા પુણ્ય દ્વારા ઈષ્ટફળને પ્રાપ્ત કરી શકે છે. શાસ્ત્રમાં કહ્યું છે, "वत्थुसभावो एसो अचिंतचिंतामणि महाभागे । थोऊण तित्थयरे, पाविज्जइ वंछिओ अत्थो ॥" टीका :- यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति, तथापि तान Page #13 -------------------------------------------------------------------------- ________________ चिन्त्यमाहात्म्योपेतान् चिन्तामण्यादीनिव मनःशुद्ध्याराधयन्नभीष्टफलमवाप्नोति ॥ વસ્તુસ્વભાવ જ એવો છે કે અચિંતચિંતામણી મહાભાગ તીર્થકરોની સ્તુતિ કરીને વાંછિત અર્થને પ્રાપ્ત કરાય છે. ટીકાર્થ :- “જો કે પ્રભુ વીતરાગાદિ હોવાના કારણે પ્રસાદ કરતા નથી, તો પણ અચિંત્ય મહાભ્યયુક્ત તેઓની ચિંતામણી આદિની જેમ મનઃશુદ્ધિથી આરાધના કરનાર ઈષ્ટફળને પ્રાપ્ત કરે આ પરમાત્મા સમક્ષ તીવ્રભાવપૂર્વક કરેલી પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. અહીં મારો પ્રયત્ન પણ એ માટે જ છે. ‘જયવીયરાય’ સૂત્ર દ્વારા થતી પ્રાર્થનાઓ વધુ તીવ્ર ભાવવાળી બને અને શીવ્ર ફળદાયી બને. અહીં બધી જ પ્રાર્થનાઓનું વિશદ વિવેચન કરેલ છે. પ્રથમ છ પ્રાર્થના ભાવપૂર્વક કર્યા પછી તે છ વસ્તુ જીવનમાં લાવવા પ્રયત્ન કરવાનો... પ્રાર્થનાના બળથી તેમાં અવશ્ય સફળતા મળશે અને આ છ વસ્તુની વ્યવસ્થિત પ્રાપ્તિ થયા પછી ૭મી અને ૮મી પ્રાર્થનામાં યાચના કરેલ ‘સદ્દગુરુનો યોગ’ અને ‘તેમના વચનનું અખંડ પાલન’ પણ પ્રાપ્ત થશે. સદ્ગુરુના વચનની આરાધનાથી છેક મુક્તિ સુધીનો માર્ગ Page #14 -------------------------------------------------------------------------- ________________ સરળ બની જાય છે આમછતાં સંઘયણના અભાવે આ ભવમાં મુક્તિ પ્રાપ્ત થતી નથી. તેથી ભવાંતરમાં પણ પ્રભુ અને પ્રભુના શાસનની પ્રાપ્તિ અતિસુલભ બને તે માટે ૯મી પ્રાર્થનામાં ભવોભવ પ્રભુના ચરણની સેવાની માંગણી કરાય છે. છેલ્લી ચાર પ્રાર્થના દ્વારા વળી દુઃખક્ષય, કર્મક્ષય, સમાધિમરણ તથા ભવાંતરમાં બોધિની યાચના કરાય છે. અહીં ખાસ લલિતવિસ્તરા, યોગશાસ્ત્ર વગેરે કેટલાક ગ્રંથોમાં જયવીયરાયની બે ગાથા સુધીનું જ વિવેચન છે, તેથી બાકીની ગાથાઓનો પાછળથી પ્રક્ષેપ થયો હોય તેવી સંભાવના છે. આમહોય તો પણ પાછળથી પણ ગીતાર્થ આચાર્ય ભગવંતોએ કરેલ તે વાતોની આપણે ઉપેક્ષા કરવાની નથી. તેથી પાછળથી પ્રાર્થનાઓ પણ સહૃદયથી કરવાની છે. એક જ જયવીયરાય સૂત્રમાં શીધ્ર મુક્તિ સુધી પહોંચાડવાની તાકાત છે. પરંતુ જયવીયરાય સૂત્ર પૂર્વે ચૈત્યવંદન ભાવથી કરાય તો છેલ્લે જયવીયરાયમાં સારું પ્રણિધાન થઈ શકે. વળી ચૈત્યવંદનમાં ભાવો લાવવા માટે શ્રાવકોએ અવશ્ય ઉત્તમદ્રવ્યોથી પ્રભુપૂજાદિ કરવી જોઈએ. માટે ગૃહસ્થોએ ઉત્તમદ્રવ્યથી અત્યંત ઉલ્લાસથી પ્રભુપૂજા. (અષ્ટપ્રકારી) કરી ભાવપૂર્વક દેવવંદન કરવું અને ભાવની ધારામાં આગળ વધતા છેલ્લે જયવીયરાયસૂત્ર પ્રણિધાન સૂત્ર) અત્યંત ગદ્ગદ્ હૈયે બોલી પ્રભુ પાસે આ પ્રાર્થના કરવાની છે. આ રીતે Page #15 -------------------------------------------------------------------------- ________________ કરનાર ગૃહસ્થ અવશ્ય શીઘ્ર પ્રાર્થિત વસ્તુને પ્રાપ્ત કરી તેના દ્વારા સંસારનો ઉચ્છેદ કરી શીઘ્ર મુક્તિને પ્રાપ્ત કરી શકશે. મુનિ ભગવંતોને દ્રવ્યપૂજાનો નિષેધ હોઈ તેઓએ પરમાત્માની સ્તવના અત્યંત ભાવપૂર્વક કરી દેવવંદન કરવા અને તેમાં છેલ્લે ગદ્ગદ્ હૈયે જયવીયરાય સૂત્ર બોલી પ્રભુ પાસે ઉક્ત વસ્તુઓની પ્રાર્થના કરવાની હોય છે. આમકરતાં તેઓ પણ ચારિત્રની વિશુદ્ધિ પ્રાપ્ત કરી શીઘ્ર નિર્વાણને પામી શકશે. સૌ કોઈ આ વિવેચનનું વાંચન મનન કરી વિશિષ્ટ સંવેગ વિરાગના ભાવો પામીને શીઘ્ર આત્મકલ્યાણ સાધે એ જ એક માત્ર શુભકામના... “જયવીયરાય” સૂત્ર, મૂળ ટીકા, તેનો અનુવાદ પ્રથમપરિશિષ્ટમાં પ્રગટ કરી ચૈત્યવંદનનો પણ મહિમા સમજાય, વિશેષ ભાવની પ્રાપ્તિ થાય તે માટે પાછળ બે પરિશિષ્ટો આપેલ છે. લલિતવિસ્તરાના વિવેચનરૂપ પૂજ્યપાદ ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરિ મ. નિર્મિત “૫૨મતેજ” ગ્રંથનો આમાં ઘણો આધાર લીધો છે. પૂજ્યપાદશ્રીના ચરણોમાં આ પ્રસંગે ભાવપૂર્વક વંદન કરું છું. સં. ૨૦૬૬ અઠવાલાઈન્સ જૈન સંઘ સુરત પ્રેમ-ભુવનભાનુ-પદ્મવિનેય આ. હેમચંદ્રસૂરિ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિ... ...યા...નુ...... મ - 2 • ૦ O ૦ 2 ૦ 0 m ૦ ૦ ૦ ન મંગલ . . . . . • • • • • • • અસ્મિતા...અરિહંતની .... ઉપાસનાની રીતિ .......... પરિચય...ચૈત્યવંદનનો.. મૂળ સૂત્ર . . . . . . મુલાકાત...વીતરાગતાની. . . . . . . ભક્તિનું ભેટશું . . . . . . . ૨૩ પ્રથમ આઠપ્રાર્થના. • • • • • • • • • . . . . . . ૨૬ ભવનિર્વેદ...વૈરાગ્યની આરઝુ . . . . . માર્ગાનુસારિતા...કદાગ્રહનો પરાજય .... ઈષ્ટફલસિદ્ધિ...અભિમતફલપ્રાપ્તિ..... લોકવિરુદ્ધત્યાગ...આર્યત્વની અંતર્યાત્રા... નિંદા...સર્વત્વથી શૂન્યતરફ ........ ગુણીજનની નિંદા...પથ્થર બાંધીને ડુબકી ... સરળ ભાવે ધર્મ કરનારની મશ્કરી ....... જનપૂજનીયોની અવગણના. ... બહુજનવિરુદ્ધનો સંગ. . . . . દેશાદિ-આચારનું ઉલ્લંઘન ...... ઉદુભટ વેષ - ઉગ્ર ભોગ . . . . . . . . . . ટ m. Vy 0 0 0 0 m 6 • . ૭૪ • . ૭૫ Page #17 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રિયા ઉત્તમ પુરુષોની આપત્તિમાં આનંદ છતી શક્તિએ અપ્રતિકાર. પરલોક વિરુદ્ધ...દુઃખનું રિઝર્વેશન. ઉભયલોકવિરુદ્ધ...વસમા વ્યસનો. ગુરુજનપૂજા...એક આદ્ય મંગલ પરોપકાર...વિશ્વવાત્સલ્યની શુભગુરુસંયોગ...મહોદયની લીલી બત્તી ગુર્વાશાપાલન...પ્રત્યક્ષ મોક્ષ . . પ્રાર્થના-નિદાનવિવેક . બિહામણો આ સંસાર. સમાધિમરણ...શાશ્વત સુખનું રહસ્ય બોધિલાભ...એક અણમોલ રત્ન. સમ્યગ્દર્શન...સંવેદનાની સરગમ પ્રણિધાન...પરમતાની પગદંડી. કર્તવ્યની કમનીય કેડી . . . . @ પરિશિષ્ટ-૧...સૂત્ર-ટીકા . . પરિશિષ્ટ-૨...ત્રણ પ્રકારનીપ્રભુપૂજા ચૈત્યવંદન . શાશ્વતતીર્થવંદના. શ્રુતવંદના .. દેવવંદન અધિકાર. પરિશિષ્ટ-૩...ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો • • • 0 . e • . .. • • 0 · @ . .. . • • 0 0 . ૮૭ ૧૦૦ ૧૦૩ ૧૦૭ ૧૧૦ ૧૨૮ ૧૩૫ ૧૪૫ ૧૫૮ ૧૬૨ ૧૭૩ ૧૮૭ ૧૯૨ ૧૯૭ ૨૨૨ ૨૪૩ ૨૪૮ ૨૫૫ ૨૫૯ ૨૬૩ ૨૬૫ ૨૬૮ Page #18 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीँ श्रीँ अर्हं नमः । नमो नमः श्रीगुरुप्रेमसूरये । ऐं नमः અવર્ણનીય, અર્ચિત્ય, અકથનીય મહિમાને ધારણ કરતા દેવાધિદેવ અરિહંત પરમાત્માને ભાવથી નમસ્કાર કરુ છું. ત્રણ લોકના સર્વજીવો જેના ગુણગણને ગણવા માંડે, ગણિત પણ પરાર્ધ્યની આગળ વધે, બધાના આયુષ્ય પૂર્ણ ન થાય તો પણ જેઓના ગુણ ગણી શકાય તેમ નથી, તેવા જિનેશ્વર પરમાત્માના ચરણોમાં સર્વોત્કૃષ્ટ ભાવથી પ્રણામ કરુ છું. આ અવસર્પિણીમાં સૌ પ્રથમ મોક્ષમાર્ગને પ્રગટ કરનાર યુગાદિદેવને, ચિંતાના દાવાનળમાં બળતા પ્રાણીઓને પરમશાંતિ અને સ્વસ્થતાને બક્ષતા શાંતિનાથ પ્રભુને, જેમના નામ માત્ર સ્મરણથી બ્રહ્મચર્ય જેવું ઉગ્ર વ્રત સુલભ થઈ જાય તેવા નેમિનાથ સ્વામીને, વિઘ્નના મોટા સમૂહોને પણ જેઓ નામ માત્ર સ્મરણથી વિદારણ કરે છે, તેવા પાર્શ્વનાથ પ્રભુને, વિશેષ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ Page #19 -------------------------------------------------------------------------- ________________ શ્રી જીરાવલા પાર્શ્વનાથ શ્રી સ્તંભન પાર્શ્વનાથ જિનેશ્વરોને જય વીયરાય દુઃષમકાળમાં પણ જેમના શાસનને પામીને અનેક જીવો સરળતાથી મુક્તિ તરફ પ્રયાણ કરે છે તેવા શ્રી વીર પ્રભુને... આ પાંચે તીર્થંકર ભગવંતોને ભાવથી નમસ્કાર કરું છું. પાંચ મહાવિદેહક્ષેત્રમાં તથા પાંચે ભરત-ઐરાવત ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦ તીર્થંકર ભગવંતોને ભાવથી પ્રણમું છું. જગત પર ઉપકાર કરતાં પાંચ મહાવિદેહમાં વર્તમાનકાળે સદેહે વિચરતાં શ્રી સીમંધરસ્વામી આદિ વીશ ભગવંતોને ભાવથી નમુ છું. ૮૪ ગણધર ભગવંતો, ૧૦ લાખ કેવલજ્ઞાની ભગવંતો તથા ૧૦૦ ક્રોડ સાધુસાધ્વીજીઓના પરિવારને ધારણ કરતાં, મહાવિદેહમાં રહીને પણ ભરતક્ષેત્રના માનવીઓ પર વિશિષ્ટ ઉપકાર કરતાં શ્રી સીમંધર પ્રભુને મન-વચન-કાયાથી વંદન કરું છું. ત્રણે કાળના સર્વ તીર્થંકર ભગવંતોને ભાવથી નમું છું. પરમાત્મા પાસે ત્રિપદી પ્રાપ્ત કરી અંતર્મુહૂર્ત માત્રમાં દ્વાદશાંગીની રચના કરી વિશ્વ સમક્ષ દ્વાદશાંગીની ભેટ ધરનારા ગણધર ભગવંતોને ભાવથી નમુ છું. Page #20 -------------------------------------------------------------------------- ________________ મંગલ અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીને ભાવપૂર્વક વંદન કરુ છું. વર્તમાન દ્વાદશાંગીના નિર્માતા શ્રી સુધર્મસ્વામીને ભાવપૂર્વક વંદન કરુ છું. પંચાચારના પાલક અને પ્રરૂપક સર્વ આચાર્ય ભગવંતો, સૂત્ર-સ્વાધ્યાયમાં સદા રક્ત ઉપાધ્યાય ભગવંતોને, મોક્ષના સાધક સર્વ સાધુ ભગવંતોને ભાવથી પ્રણામ કરુ છું. જેઓના પવિત્ર સાન્નિધ્યે સંયમ પ્રાપ્તિ અને સાધના સુલભ બની તે યુગપુરુષ બ્રહ્મસમ્રાટ, સુવિશાળ શ્રમણગરછસર્જક, સિદ્ધાંત મહોદધિ પરમગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના ચરણોમાં ભાવપૂર્વક વંદના કરુ છું. જેમની વૈરાગ્ય વાણીના પ્રચંડ પ્રભાવે અંતરમાં ઉંડાણ સુધી દઢ થઈ ગયેલા મોહના મૂળોને ઉખેડી નાંખ્યા તેવા પ્રગુરુદેવ સુવિશાળ ગચ્છાધિપતિ, ન્યાયવિશારદ, વર્ધમાન તપોનિધિ (એકસો આઠ ઓળીના આરાધક) આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. ના ચરણોમાં ભાવપૂર્ણ વંદના... ઘોર અને ઉગ્ર રોગ પરીષહને સમતારૂપી શસ્ત્ર Page #21 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય દ્વારા જીતી લીધો.. કેન્સર જેવા ઉગ્ર રોગમાં માસખમણ, ૨૪ ઉપવાસ, ૧૪ ઉપવાસ જેવા ઘોર તપ કર્યા... આગમો આદિ શાસ્ત્રમાં પારંગત, ગુરુકૃપાપ્રાપ્ત પરમ ઉપકારી ભીમભવોદધિગાતા ગુરુદેવ પંન્યાસજી શ્રી પદ્મવિજયજી મ. ના ચરણોમાં ભાવભરી વંદના... જિનવાણીની અધિષ્ઠાત્રી, જેની કૃપાથી પૂર્વપુરુષોએ જબરજસ્ત જ્ઞાનલબ્ધિ પ્રાપ્ત કરીને અનેક સુરચનાઓ કરી અનેક વાદિઓ પર વિજય પ્રાપ્ત કર્યો તે શ્રતાધિષ્ઠાયિકા માતા સરસ્વતીનું પણ અત્યંત પ્રણિધાન કરું છું. હે શારદા મા ! લેખક-વાચક સર્વેના હૈયામાં પ્રભુભક્તિના ભાવો અત્યંત ઉછળે એવી શક્તિનું વરદાન આપજે. આટલું મંગલ કાર્ય કર્યા પછી હવે પ્રભુ પૂજા તથા ચૈત્યવંદનના મહત્ત્વનું વર્ણન કરી, ચૈત્યવંદનના અંતે થતાં પ્રણિધાનસૂત્ર (જયવીયરાયમાં) કરેલ પ્રાર્થનાઓનું અતિસંક્ષેપ કે અતિવિસ્તૃત નહીં તેવું વિવેચન લખવા પ્રયત્ન કરું છું. અનંત ઉપકારી જિનેશ્વર દેવોનો આ વિશ્વ ઉપર અચિંત્ય અનંત ઉપકાર છે. પ્રભુનો ઉપકાર વર્ણવી શકાય તેમ નથી. સમસ્ત વિશ્વના જીવો સર્વ દુઃખમાંથી Page #22 -------------------------------------------------------------------------- ________________ અસ્મિતા અરિહંતની મુક્ત થઈ અનંત સુખને પ્રાપ્ત કરે તે માટે પ્રભુએ શાસનની સ્થાપના કરી છે. આ જ તેઓનો સમગ્ર સૃષ્ટિ ઉપર મહાન ઉપકાર છે. પરમાત્માના શાસનને પામીને અનેક પાપી જીવો પણ પવિત્ર થયા છે, સુખશીલીયા જીવો સંયમી બન્યા છે. સંસારના તીવ રાગી જીવો પણ વિરાગી બન્યા છે. ભોગી જીવો પણ ત્યાગી બન્યા છે. ચક્રવર્તિઓએ છ ખંડના સામ્રાજ્ય છોડ્યા છે. બળદેવોએ ત્રણ ખંડની રિદ્ધિ છોડી છે. રાજા-મહારાજાઓ, શ્રેષ્ઠિઓ, શ્રેષ્ઠિપુત્રો, મહારાણીઓ, રાજકન્યાઓ, પ્રોઢ સ્ત્રીઓ, કુમારિકાઓ વગેરે રાજ્યાદિ રિદ્ધિ સંપત્તિઓ, વિષયના સુખો, સ્નેહાળ કુટુંબો છોડી સાધુ-સાધ્વી થયા છે. આત્મિક આનંદને અનુભવી મુક્તિના શાશ્વત રાખને પામ્યા છે. વિશ્વના જીવોને આત્માની ઓળખ કરાવી દેવાધિદેવ અરિહંત ભગવંતોએ. વિશ્વના જીવોને મોક્ષમાર્ગ બતાવ્યો દેવાધિદેવ અરિહંત પરમાત્માએ. વિશ્વના જીવોને નરક-તિર્યયાદિના ભવોના અનંત દુઃખોથી છોડાવનાર અરિહંત ભગવંતો. Page #23 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય સમસ્ત વિશ્વ પર સાયો જ્ઞાનનો પ્રકાશ પાથરનાર અરિહંત ભગવંતો. ___ “सव्वे पाणा, सव्वे भूता, सव्वे जीवा, सव्वे सत्ता ण हंतव्वा, ण आणावेतव्वा, ण परिघेतव्वा, ण परितावेयव्वा, ण उद्दवेयव्वा । આના દ્વારા સમસ્ત વિશ્વમાં અભયની = અહિંસાની ઘોષણા કરવા દ્વારા સમસ્ત જીવ રાશિને નિર્ભય કરનારા અરિહંતદેવો. સમસ્ત જીવરાશિ પર અનંતકરુણાને ધારણ કરનારા અરિહંત ભગવંતો. સદાય પરાર્થમાં રક્ત રહેનાર અરિહંત ભગવંતો. સદાય સ્વાર્થને ગૌણ કરનાર અરિહંત ભગવંતો. સદાય ઔચિત્યનું પાલન કરનાર અરિહંત ભગવંતો. સદાય કૃતજ્ઞતાને ધારણ કરનાર અરિહંત ભગવંતો. સદાય દેવગુરુનું બહુમાન કરનારા અરિહંત ભગવંતો. સદાય અદઢ અનુશયવાળા અરિહંત ભગવંતો. ૧ સર્વ પ્રાણીઓ, સર્વે ભૂત, સર્વે જીવો, સર્વે સત્વોને મારવા નહિ, હુકમો ન કરવા, ગુલામ ન કરવા, શારિરિક કે માનસિક પરિતાપ ઉપજાવવો નહિ, મૃત્યુ પમાડવા નહિ. Page #24 -------------------------------------------------------------------------- ________________ અસ્મિતા અરિહંતની સદાય અદીન મનવાળા અરિહંત ભગવંતો. સદાય ઉત્સાહી ચિત્તવાળા અરિહંત ભગવંતો. સદાય સફલારંભી અરિહંત ભગવંતો. અર્થાત્ સદાય કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરનારા અરિહંત ભગવંતો. સદાય ગંભીર આશય (ચિત્તના ભાવો) રાખનારા અરિહંત ભગવંતો. અહિં સદા એટલે અરિહંત થતાં પૂર્વે, આકાલ (હંમેશ) સંસારમાં પરિભ્રમણ કરતાં ત્યારથી અર્થાત્ અનાદિકાળથી આ દશ પ્રકારની વિશેષતા ધારણ કરનારા અરિહંત ભગવંતો... મોડામાં મોડા તીર્થંકરપણાના ભવથી ત્રીજા ભવ પૂર્વે વરબોધિ એટલે શ્રેષ્ઠ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી તેના દ્વારા સંસારની નિર્ગુણતાને જાણીને વિશિષ્ટ કોટિના તથાભવ્યત્વના કારણે વિશ્વના સર્વ જીવો પર કરુણા વહેવરાવી, સૌને સંસારના દુઃખના કારણભૂત મોહના અંધકારને દૂર કરવા સમ્યજ્ઞાનનો પ્રકાશ પાથરનાર અરિહંત ભગવંતો છે. આ દ્વારા તીર્થંકરનામકર્મ બાંધી સ્વર્ગમાં જઈ તીર્થંકર તરીકે જન્મ પામ્યા. તેઓના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન Page #25 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય અને નિર્વાણ, પાંયે પ્રસંગોને કલ્યાણક તરીકે દેવો વગેરે સમસ્ત સૃષ્ટિએ ઉજવ્યું. ઉગ્ર ચારિત્ર પાળી મોહનો ક્ષય કરી, વીતરાગ દશાને પામી કેવલજ્ઞાન પામ્યા. પછી પ્રભુએ શાસન સ્થાપ્યું. સમસ્ત વિશ્વમાં તે પ્રસર્યું અને અનંત જીવોએ શાસનને પ્રાપ્ત કરી શાશ્વત સુખને પ્રાપ્ત કર્યું. પ્રભુનું રૂપ અસંખ્યદેવો કરતાં શ્રેષ્ઠ છે. પ્રભુનું બળ અસંખ્યદેવો કરતાં અનંતગણુ છે. પ્રભુનું ઐશ્વર્ય દેવેન્દ્રોથી અધિક છે. કરોડો દેવો પ્રભુની ચારે બાજુ હંમેશ વિંટળાયેલા હોય છે. ઈંદ્રાદિ દેવો પ્રભુની સેવામાં તત્પર હોય છે. અષ્ટપ્રાતિહાર્ય, ચોટીશ અતિશયોથી પ્રભુ સદા વિરાજિત પ્રભુનું બાહ્ય સૌંદર્ય અલૌકિક છે. સાથે વીતરાગતા, કેવલજ્ઞાન-કેવલદર્શન, અનંતશક્તિ વગેરે અત્યંત ગુણ સૌંદર્ય પણ વિશિષ્ટ અને લોકોત્તર છે. પ્રભુનો પ્રભાવ પણ અચિંત્ય છે. વળી પ્રભુનો વિશ્વ પર ઉપકાર પણ અનંત છે. આવા દેવાધિદેવની સેવા-ભક્તિ-ઉપાસના-આરાધના કરવી એજ મનુષ્ય જીવનનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ અમિતા અરિહંતની પ્રભુની ગેરહાજરીમાં તથા પ્રભુ વિચરતાં હોય ત્યારે પણ પ્રભુની ભક્તિ માટે જિનપ્રતિમાઓના અને તે રાખવા માટે ચેત્યોના નિર્માણ અનાદિકાળથી કરાય છે. ઉર્ધ્વલોક, તિøલોક, અઘોલોક આમ ત્રણ લોકમાં થઈ કુલ અસંખ્ય શાશ્વત ચૈત્યો છે, આ શાશ્વત ચૈત્યો ત્રણે કાલમાં હોય છે. તથાસ્વભાવે ચૈત્ય અને પ્રતિમાજીના તેવા આકારો શાશ્વત છે. જેમ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્રો, તારા, જંબૂદ્વીપ, જગતી, મેરૂપર્વત વગેરે શાશ્વત પદાર્થો છે તેમ અસંખ્ય ચૈત્યો પણ શાશ્વત છે. હાલ પણ પ્રતિમામાં વિધિપૂર્વક વિશુદ્ધ સંયમી ગીતાર્થ આચાર્યો દ્વારા અરિહંત તત્ત્વનું આરોપણ કરાય છે અને પછી તે પ્રતિમાજીને સાક્ષાત્ અરિહંત સમાન માની તેની પૂજા ભક્તિ કરાય છે. ભવ્યજીવોના હૈયામાં પ્રભુ પ્રત્યે ભક્તિના ભાવ વધે, બહુમાનના ભાવ વધે, તે દ્વારા વિપુલ કર્મનિર્જરા થાય, પુણ્યાનુબંધિ પુણ્યની ખૂબ જ વૃદ્ધિ થાય, સમ્યગ્દર્શન નિર્મળ થાય, સમ્યજ્ઞાનની અને સમ્યચારિત્રની પ્રાપ્તિ થાય તે માટે પરમાત્માના ચૈત્યો Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જય વીયરાય અને પ્રતિમાજીઓની ઉપાસના કરવાની છે. શાસ્ત્રકારોએ અરિહંત સમાન જિનપ્રતિમાની આરાધના માટે અષ્ટપ્રકારી પૂજાની તથા ચૈત્યવંદનની સુંદર વિધિઓ બતાવી છે. | સર્વ સાવધના ત્યાગી સાધુઓને પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરવાની હોતી નથી. તેઓ ચૈત્યવંદન, સ્તવન, સ્તોત્રપાઠ વગેરે ભાવપૂજા કરે છે. શ્રાવકોએ પોતાની શક્તિ અનુસાર ઉત્તમદ્રવ્યોથી પ્રભુની પૂજા કરવી જોઈએ. અષ્ટપ્રકારી પૂજામાં પ્રભુને સૌ પ્રથમ મોરપીંછીથી પ્રમાર્જન કરી ઉત્તમ સુગંધિદાર પદાર્થોથી મિશ્રિત દૂધ-પાણીથી પ્રભુના મસ્તક પર અભિષેક કરાય છે. પછી મુલાયમ વસ્ત્રથી ત્રણ વાર પ્રભુના અંગને લુછીને કોરા કરાય છે, પછી બરાસચંદન વગેરેથી પ્રતિમાજીના શરીરને લેપન કરાય છે. વળી કેસરાદિથી નવાંગે પૂજા કરાય છે. પુષ્પ ચઢાવાય છે. પ્રભુના અંગ પર થતી આ અંગપૂજા કહેવાય છે. ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુ ઉભા રહી ધૂપ ઉવેખાય છે. જમણી બાજુ દીપક કરાય છે. વળી પ્રભુની સન્મુખ - સામે બેસી પાટલા પર ચોખાથી સ્વસ્તિક નંદાવર્ત વગેરે કરાય છે. સ્વસ્તિકની Page #28 -------------------------------------------------------------------------- ________________ ઉપાસનાની રિતિ ૧૧ ઉપર ત્રણ ઢગલી કરી તેના ઉપર સિદ્ધશિલાનું આલેખન કરાય છે, આ અક્ષતપૂજા છે. આમાં બોધપાઠ એ છે કે સ્વસ્તિકની ચાર પાંખડી ચાર ગતિરૂ૫ છે. તેના ઉપરની ત્રણ ઢગલી દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. એના દ્વારા ચાર ગતિનો નાશ કરીને જીવનો ઉપર સિદ્ધશિલા પર વાસ થાય છે. અક્ષતપૂજા પછી નૈવેધ અને ફળપૂજા કરાય છે. ઉત્તમ પ્રકારના નૈવેધ અને ફળ મૂકાય છે. શ્રાવકોને આ અષ્ટપ્રકારી પૂજા હંમેશ કરવાનું વિધાન છે. આ ઉપરાંત દર્પણપૂજા - આભૂષણપૂજાચામરપૂજા વગેરે અનેક પ્રકારની પૂજાઓ પણ અવારનવાર કરાય છે. ભાવપૂર્વક કરાતી પ્રભુની અષ્ટપ્રકારી પૂજાનું ઉત્કૃષ્ટ ફળ આઠે પ્રકારના કર્મનો ક્ષય છે. વળી ક્યારેક ભાવનાના અતિરેકથી તીર્થકરવામગોત્ર, ગણધરનામકર્મ વગેરે પુણ્ય કર્મના બંધ પણ થાય છે. માટે વિશિષ્ટ પાપ કર્મનો ક્ષય અને અઢળક પુણ્યોપાર્જન કરનારી અષ્ટપ્રકારી પૂજા સ્વદ્રવ્યથી ગૃહસ્થોએ અવશ્ય કરવી જોઈએ. પૂજા એ અરિહંત પરમાત્માના ગુણો, પ્રભાવ, ઐશ્વર્ય તથા પરમાત્મા દ્વારા થતા વિશ્વપરના Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જય વીયરાય ઉપકારની અનુમોદના છે અને એમાંથી પુણ્યના અનુબંધો ઉત્પન્ન થાય છે. કહ્યું પણ છે - વિશ્વ ઉપકાર જે જિન કરે, સાર જિનનામ સંયોગરે, તે ગુણ તાસ અનુમોદીયે, પુણ્ય અનુબંધ શુભ યોગરા આમાં પ્રભુના અંગ પર થતી જલપૂજા-ચંદનપૂજાપુષ્પપૂજાને અંગ પૂજા કહેવાય છે. સમ્મુખ રહી થતી બાકીની ધૂપ-દીપ-અક્ષત-નૈવેધ-ફળપૂજાને અગ્રપૂજા કહેવાય છે. આ બંન્ને પ્રકારે પૂજા કર્યા પછી પ્રભુજીનું ચૈત્યવંદન કરાય છે. એને ભાવપૂજા કહેવાય છે. ૧ અંગપૂજાથી વિોનો નાશ થાય છે. ૨ અગ્રપૂજાથી અભ્યદયની પ્રાપ્તિ થાય છે. ૩ ભાવપૂજાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ બે પૂજા કર્યા પછી ભાવપૂજાનો પ્રારંભ કરાય છે. સંઘની પ્રત્યેક વ્યક્તિ અંગપૂજા-અગ્રપૂજા-ભાવપૂજા કરે તો સંઘના દેદાર ફરી જાય, મહાન અભ્યદય થાય. પૂજા વિધિમાં ત્રણ નિસીહી બતાવી છે. મંદિરમાં પ્રવેશ કરતાં પ્રથમ નિસીહી બોલાય છે. આના દ્વારા Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પરિચય... ચૈત્યવંદનનો સંસારના કાર્યોનો નિષેધ કરાય છે. પૂજા માટે ગભારામાં પ્રવેશ કરતાં બીજી વાર નિસહી બોલાય છે. આના દ્વારા હવે ચૈત્યોના કાર્યની વિચારણાનો પણ નિષેધ કરાય છે. પરમાત્માની ભક્તિનું મહત્ત્વનું અંગ-ચૈત્યવંદન. આ પૂર્વે નિસીહી બોલાય છે. આના દ્વારા હવે દ્રવ્યપૂજાની વિચારણાનો પણ નિષેધ કરાય છે. ભાવપૂજાનો હવે પ્રારંભ કરાય છે. આ ચૈત્યવંદનના પણ જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એમ ત્રણ ભેદો છે. વળી પ્રત્યેકના અવાંતર ત્રણ-ત્રણ ભેદો છે. એમ કુલ નવ ભેદ છે. આનું ચૈત્યવંદનભાષ્યમાં વિશેષ વર્ણન આવે છે. - સાધુ-સાધ્વીએ હંમેશ ઉભયતંક ઉત્કૃષ્ટ દેવવંદન કરવાના છે. શ્રાવકોએ ત્રિકાળ પૂજા કરી ત્રણે વખત ઉત્કૃષ્ટ દેવવંદન કરવાના છે. ગણધર ભગવંતોએ રયેલા સૂત્રો દ્વારા ચૈત્યવંદન કરાય છે. પ્રભુ સમક્ષ કરાતી આ ચૈત્યવંદનની ક્રિયા અદ્ભુત યોગસાધના છે. ગણધર ભગવંતો દ્વારા રચિત દેવવંદનના સૂત્રો અત્યંત રહસ્યોથી ભરેલા છે, સુંદર ભાવવૃદ્ધિના જનક છે. આખી દેવવંદનની પ્રક્રિયા ખૂબ જ વૈજ્ઞાનિક છે. આના દ્વારા અનેક વિદ્ગો Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જય વીયરાયા નાશ પામે છે. અનેક દોષો પણ નાશ પામે છે. વળી વિનય, વિવેક આદિ અનેક ગુણો પ્રગટ થાય છે. વિપુલ કર્મનિર્જરા થાય છે. વિશિષ્ટ કોટિના પુણ્યનુપાર્જન થાય છે. સમ્યગ્દર્શન નિર્મળ થાય છે. જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય છે. શીઘ મોક્ષના અનંતસુખના ભોક્તા થવાય છે. હવે મહત્ત્વની વાત. આ ચૈત્યવંદનમાં પરમાત્માની સ્તવનાદિ કર્યા પછી છેલ્લે 'જયવીયરાય' નામના સૂત્રમાં પ્રભુને પ્રાર્થના કરાય છે. પ્રભુ સમક્ષ આશંસા (પોતાની ઈચ્છા) વ્યક્ત કરાય છે. આમાં કુલ તેર વસ્તુની પ્રાર્થના કરાય છે. આ ખૂબ જ મહત્ત્વની પ્રાર્થના છે. તેથી સમસ્ત રચૈત્યવંદન અત્યંત પ્રણિધાનપૂર્વક કરવાનું હોવા છતાં આ સૂત્ર વિશિષ્ટ પ્રણિધાનપૂર્વક કરવાનું શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે, આટલું જ નહીં આ સૂત્રના ઉચ્ચારણ પ્રસંગે પ્રણિધાનમુદ્રા કરવાનું વિધાન કરે છે. પરમાત્મા વીતરાગ १. वत्थुसभावो एसो अचिंतचिंतामणि महाभागे । थोऊण तित्थयरे, पाविज्जइ वंछिओ अत्यो ।। टीका . यद्यप्येते वीतरागादित्वान्न प्रसीदन्ति तथापि तानचिन्त्यमाहात्म्योपेतान् चिन्तामण्यादिनिव मनःशुद्ध्याराधयन्नभीष्टफलमवाप्नोति।। Page #32 -------------------------------------------------------------------------- ________________ પરિચય.. ચૈત્યવંદનનો ૧૫ હોવાં છતાં શાસ્ત્રકારો કહે છે પ્રભુનો એવો અચિંત્ય પ્રભાવ છે કે પ્રભુની પાસે કરેલી પ્રાર્થનાઓ અવશ્ય સફળ થાય છે, કારણ એ છે કે પરમાત્મા પાસે અત્યંત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિપૂર્વક પ્રાર્થના કરવાથી જે શુભ ભાવો ઉત્પન્ન થાય છે તેનાથી તેવા પ્રકારના કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત થાય છે, જેના દ્વારા જીવોને ઈષ્ટફળની સિદ્ધિ થાય છે અર્થાત્ પ્રાર્થના સફળ થાય છે. પ્રાર્થનીય વસ્તુની પ્રાપ્તિ થાય છે. માટે આ સૂત્ર ખૂબ મહત્ત્વનું છે. તેથી પ્રણિધાન ખૂબ સુંદર થાય તેટલા માટે આ સૂત્રમાં કરાયેલ તેર પ્રાર્થનાનું વિશદ વિવેચન કરીએ છીએ. આટલી ભૂમિકા કર્યા પછી હવે આપણે સૂત્રના શબ્દો સાથે જ તેમાં કરેલ પ્રાર્થનાઓને વિશિષ્ટ રીતે વિચારીએ. વળી તે પૂર્વે મૂળ સૂત્ર તથા સંક્ષેપ અર્થ પણ જાણી લઈએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય મૂળસૂત્ર જય વીયરાય! જગગુરૂ! હોઉ મર્મ તુહપ્રભાવઓ, ભયd ભવનિબેઓ મગાણસારીઆ ઈઠફલસિદ્ધિ III લોગવિરુદ્ધચ્યાઓ ગુજણપૂબ પરFકરણ ચ, સુહગુરુજોગો તqયણસેવણા આભવમખેડા ||રા વારિજ્જઈ જઈવિ વિયાણબંધણું વીયરાય ! તુહ સમએ, તહવિ મમ દુક્લ સેવા ભવે ભવે તુહ ચલણાણું ||3|| દુશ્મઓ-કમખઓ સમાહિમરણં ચ બોહિલાભો અ, સંપજ્જઉ મહ એ, તુહ નાહ! પણામકરણેણં III સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે, પ્રઘાન સર્વધર્માણાં જૈન જયતિ શાસન /પા. સંક્ષેપાર્થ હે વીતરાગ, આપ જય પામો ! હે જગદ્ગુરુ, આપ જય પામો ! હે ભગવંત તમારા પ્રભાવથી મને (પ્રાપ્ત) થાવ ૧) ભવનિર્વેદ (સંસારપર વૈરાગ્ય) ૨) માર્ગાનુસારપણું-તત્ત્વાનુરારિપણું, કદાગ્રહનો ત્યાગ. ૩) ઈષ્ટફલ સિદ્ધિ-પ્રભુ ભક્તિમાં અનુકૂળતા રહે તેવી આલોકના સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ. (૧) ૪) લોકવિરુદ્ધત્યાગ - નિંદા, ગુણીયલ પુરુષોની Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મૂળ સૂત્ર વિશેષ કરીને નિંદા, દેશાદિ આચારોનું ઉલ્લંઘન વગેરે લોકવિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ. ૫) ગુરુજનપૂજા - માતા-પિતાદિ વડિલોની સેવા. ૬) પરાર્થકરણ - પરાર્થ કરવું. બીજાના કાર્યો નિરાશંસપણે કરવા. ૭) શુભગુરુનો યોગ - ઉત્તમ શ્રેષ્ઠ પંચાયાર પાલક ઉત્તમ સંયમી ગુરુનો યોગ. તદ્વયનસેવા - ઉત્તમ ગુરુઓના વચનનું યથાર્થ પાલન. આ બધુ સંસારના અંત સુધી અખંડરૂપે પ્રાપ્ત થાવ. (૨) ૯) હે પ્રભુ ! તમારા શાસનમાં નિદાન કરવાનું (પ્રભુ ભક્તિના બદલામાં માંગણી કરવાનું) નિષેધ છે, તો પણ તમારા ચરણની સેવા અને દરેક ભવમાં પ્રાપ્ત થાવ. (3) (૧૦-૧૩) દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ અને બોધિલાભ (પરભવમાં શાસનની પ્રાપ્તિ) આપને પ્રણામ કરવાથી હે નાથ ! મને આની અવશ્ય પ્રાપ્તિ થાવ. (૪) સર્વ મંગલોમાં માંગલ્ય, સર્વ કલ્યાણોમાં કારણ, Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જય વીયરાય સર્વ ધર્મોમાં પ્રધાન (મુખ્ય) જૈન શાસન જય પામો. (૫) લલિતવિસ્તરામાં બે જ ગાથાઓનું વર્ણન છે. તેમાં પ્રથમ આઠ પ્રાર્થના-આશંસા રજૂ કરી છે. તેનો કાળ અને ફળ બતાવતા જણાવ્યું છે - "आभवमखण्डा-आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेति-एतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्ग: ।" આ આઠે વસ્તુની પ્રભુ મને સંપૂર્ણપણે અખંડ સંસારના છેડા સુધી પ્રાપ્તિ થાવ. અર્થાત્ મોક્ષમાં જાઉં ત્યાં સુધી સતત દરેક ભવમાં આઠ વસ્તુની મને પ્રાપ્તિ થાવ એવી પરમાત્માને પ્રાર્થના કરાય છે. આગળ હવે કલ્યાણ સ્વરૂપ આ આઠ વસ્તુ જો પ્રાપ્ત થાય તો ટ્રાવ નિયમાવપવ | શીઘ નિયમા મોક્ષની પ્રાપ્તિ થાય. આ આઠે વસ્તુને કલ્યાણસ્વરૂપ બતાવી. આ આઠ વસ્તુની પ્રાપ્તિથી શીઘ મોક્ષ બતાવ્યો. અને આ આઠે વસ્તુની પ્રાપ્તિ પરમાત્માના અચિંત્ય પ્રભાવથી-પ્રાર્થનાના બળે અવશ્ય થાય છે એમ બતાવ્યું. આ બધાનું ટુંકુ રહસ્ય એ આવ્યું કે વિધિપૂર્વક દેવવંદન કરતા (શ્રાવકોને દ્રવ્યપૂજાપૂર્વક) અંતે Page #36 -------------------------------------------------------------------------- ________________ મૂળ સૂત્ર ૧૯ પ્રાર્થનાસૂત્રમાં પ્રણિધાનપૂર્વક આઠ વસ્તુની પ્રાર્થના કરાય, તો પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આ આઠ વસ્તુની પ્રાપ્તિ અવશ્ય થાય. તેનાથી શીઘ મુક્તિની પણ પ્રાપ્તિ થાય, એટલે ચૈત્યવંદનની સાધના આપણને શીધ્ર મુક્તિ અપાવે છે. પ્રાર્થના સૂત્રમાં જે આઠ કે તેર વસ્તુની પ્રાર્થના કરાય છે, તેમાં પ્રણિધાન જેટલું તીવ્ર હોય તેટલી શીઘ અને સુંદર વસ્તુઓની પ્રાપ્તિ થાય અને આ જેટલી શીધ્ર અને તીવ્ર મળે, તેટલો મોક્ષ શીઘ થાય. આ આઠ તેર વસ્તુનું પ્રણિધાન તીવ્ર થાય એ માટે જ "જયવીયરાયસૂત્રમાં બતાવેલ આ તેર પ્રાર્થનીય વસ્તુઓનું અમે વિશિષ્ટ વિવેચન દેવ-ગુરુની કૃપાથી, મારા ક્ષયોપશમ મુજબ લખવાનો પ્રયત્ન કર્યો Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જયવીયરાય જગગુરૂ હે વીયરાગ દેવ ! તમે જય પામો. જય વીયરાય વીતરાગ એટલે જેમને રાગ-દ્વેષનો સંપૂર્ણ અભાવ છે, જેમને કંઈ પણ પ્રિય નથી, કંઈ પણ અપ્રિય નથી. રાગ-દ્વેષના સુખોથી ટેવાયેલા આપણને વીતરાગતાના સુખની ખબર ન પડે. વીતરાગપણાનું સુખ અનુભવગમ્ય છે. અનંત સુખનો સાગર એમાં છે. આ વીતરાગ જીવો બે પ્રકારના છે મોહનીયકર્મના સંપૂર્ણ ઉપશમથી ઉપશમવીતરાગ. મોહનીયકર્મના સંપૂર્ણ ક્ષયથી ક્ષાયિકવીતરાગ. ઉપશમ વીતરાગોને ૧૧ મુ ગુણસ્થાનક હોય છે. ઉપશમ વીતરાગતા માત્ર અંતર્મુહૂર્ત ટકનારી હોય છે. ત્યાર પછી રાગ-દ્વેષ અવશ્ય ઉછાળો મારે છે, અને જીવ નીચે ઉતરે છે. કેટલાક છદ્બે-સાતમે ગુણઠાણે જઈ સ્થિર થાય છે, જ્યારે કોઈ જીવો યાવત્ મિથ્યાત્વાવસ્થા સુધી પહોંચી જાય છે અને ત્યાર પછી કોઈ કમનસીબ જીવ નિગોદ સુધી પહોંચી ત્યાં અનંતકાળ પસાર કરે છે. ક્ષાયિક વીતરાગને નીચે Page #38 -------------------------------------------------------------------------- ________________ મુલાકાત.. વીતરાગતાની ૨૧ ઉતરવાનું નથી હોતુ. ક્ષાયિક વીતરાગ પણ બે પ્રકારના હોય છે - છદ્મસ્થ ક્ષાયિક વીતરાગ. કેવળી ક્ષાયિક વીતરાગ. મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થઈ ગયો, પણ હજી જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મનો ક્ષય બાકી છે તે છપ્રસ્થ ક્ષાયિક વીતરાગ કહેવાય છે. એમને ૧૨ મુ ગુણસ્થાનક હોય છે. કેવલી વીતરાગ ત્રણ પ્રકારના છે. ચારે ઘાતકર્મના ક્ષયવાળા વિચરતા કેવળજ્ઞાની તે સયોગીકેવળી વીતરાગ. તે તેરમા ગુણસ્થાનકે હોય છે. યોગનિરોધ દ્વારા સંપૂર્ણ અયોગી અવસ્થામાં રહેલ અયોગી કેવલી વીતરાગ. આ ચૌદમા ગુણસ્થાનકે હોય છે. ઉપરાંત સર્વકર્મ-રહિત મોક્ષમાં રહેલા જીવો સિદ્ધ ક્ષાયિક વીતરાગ હોય છે. આમ વીતરાગના પાંચ પ્રકાર થાય. ૧. ઉપશાંત છદ્મસ્થ વીતરાગ ૧૧ મા ગણસ્થાનકે હોય છે. ૨. ક્ષાયિક છપ્રસ્થ વીતરાગ ૧૨ મા ગુણસ્થાનકે હોય છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય 3. સયોગીકેવલી વીતરાગ ૧૩ મા ગુણસ્થાનકે હોય છે. ૪. અયોગીકેવલી વીતરાગ ૧૪ મા ગુણસ્થાનકે હોય છે. ૫. સિદ્ધકેવલી વીતરાગ એટલે મોક્ષમાં રહેલ જીવો. સયોગીકેવલી વીતરાગ પણ બે પ્રકારના હોય છે. ૧) તીર્થકર વીતરાગ. ૨) સામાન્ય કેવલી વીતરાગ. અહીંયા આ પ્રાર્થના તીર્થંકર પરમાત્માને કરવાની છે. તેથી તીર્થંકર પરમાત્માને લેવા માટે બીજુ પદ મુક્યુ 'જગગુરૂ' "હે જગલુરુ તમે જય પામો" પ્રભુ જગતના ગુરુ છે. ત્રણ જગતમાં અજ્ઞાનનો અંધકાર દૂર કરવા દ્વારા જગગુરુ બન્યા છે. આ સૂત્રમાં પ્રભુ આગળ કુલ તેર વસ્તુની પ્રાર્થના કરાય છે. પ્રાર્થના કરતા પૂર્વે જેની આગળ પ્રાર્થના કરીએ તેની સ્તુતિ કરવી જોઈએ. તેથી જ પહેલા બે પદો દ્વારા પરમાત્માની સ્તુતિ કરી છે કે, હે વીતરાગ દેવ ! આપ જય પામો. હે જગગુરુ ! આપ જય પામો. વળી સામાન્યથી રાજા વગેરે (હાલમાં પ્રધાનો વગેરે સત્તાધીશ)ને પ્રાર્થના કરતા પૂર્વે ભેટણ મુકાય Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ભક્તિનું ભેટયું છે. તેમની સ્તવના કરાય છે. પોતાની લઘુતા પ્રગટ કરાય છે. અહિં પણ પરમાત્માની પાસે 'જય વીયરાય' સૂત્રમાં પ્રાર્થના કરતા પૂર્વે ગૃહસ્થો ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની પૂજા કરે છે - આ ભેટણાના સ્થાને છે. કોની આગળ તથા કયા કામ માટે ? ભટણું ધરવાનું છે, આ બે વાત લક્ષ્યમાં રાખીને ભેટણાનો પ્રકાર નક્કી થાય છે. અહિં જગતના સર્વશ્રેષ્ઠ દેવાધિદેવને ભેટશું ધરવાનું છે. વળી સર્વશ્રેષ્ઠ એવું મોક્ષપદ મેળવવા માટે કરવાનું છે માટે ભગવાન આગળ મોટુ-કિંમતી ભેટયું ધરવાનું હોય. અર્થાત્ અત્યંત સુંદર અને ઉચ્ચકોટિના દ્રવ્યોથી પરમાત્માની અષ્ટપ્રકારી દ્રવ્યપૂજા કરાય. ભેટશું ધર્યા પછી રાજાદિ આગળ તેમની સ્તુતિ કરાય છે તેમ ચૈત્યવંદનના નમુસ્કુર્ણ-લોગસ, વગેરે સૂત્રો દ્વારા પરમાત્માની સ્તુતિ કરાય છે અને સ્તવન વગેરેમાં પરમાત્માની સ્તવના સાથે આપણી લઘુતા પ્રગટ કરાય છે. અને અંતે જયવીયરાય સૂત્ર દ્વારા પરમાત્માને પ્રાર્થના કરાય છે. અર્થાત્ પરમાત્માની પાસે અનેક ઉત્તમ આરાધનામાં સહાયક વસ્તુની પ્રાર્થના-આશંસા Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જય વીયરાય (ઈચ્છા) કરાય છે. આશંસા અને પ્રણિધાન એક જ અર્થમાં છે, તેથી આ સૂત્રને 'પ્રણિધાન સૂત્ર પણ કહેવાય છે. જય વીયરાય જગગુરૂ પદ દ્વારા પરમાત્માને આમંત્રણ કર્યું ને તે દ્વારા પરમાત્માનું ભાવ વૈકટ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ ભગવાન દ્રવ્યથી તો અત્યંત દૂર છે પણ આ આમંત્રણ સૂત્ર દ્વારા પ્રભુ આપણને ભાવથી નિકટ થાય છે. જય પામો એટલે સર્વોત્કૃષ્ટપણે વર્તો.... પરમાત્મા તો જગતમાં સર્વોત્કૃષ્ટપણાને પામ્યા જ છે એટલે અહિં "જય પામો" કહેવા દ્વારા પ્રભુ મારા હૃદયમાં આપ સર્વોત્કૃષ્ટ ભાવને પામો એવો અર્થ લેવાનો છે. અર્થાત્ “મારા હૃદયમાં આપના પ્રત્યે સર્વોત્કૃષ્ટ બહુમાનનો ભાવ ઉભો થાવ' એ આ કહેવાનું રહસ્ય છે... આ પ્રણિધાન સૂત્ર છે, એટલે આ સૂત્ર બોલતી વખતે મુક્તાશક્તિ મુદ્રા કરવાની છે. મુક્તાશક્તિ મુદ્રા એટલે બંન્ને હાથ મોતિના છીપની જેમ સમાન જોડેલા હોય, અર્થાત્ બન્ને હાથના પાંચે આંગળીઓના ટેરવા પરસ્પર અડેલા અને વચ્ચેથી થોડા પોલા રાખી લલાટે (કપાળે) અડેલા રાખવાના. (મતાંતરે નહીં અડેલા રાખવાના.) મુદ્રા પણ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. મુદ્રાથી પણ ભાવની વૃદ્ધિ થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ભક્તિનું ભેટણુ ૨૫ આ સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવા પાછળનો આશય એ કે, ચૈત્યવંદનના પ્રત્યેક સૂત્રમાં પ્રણિધાન જરૂરી હોવા છતાં પણ આમાં વિશેષરૂપે જરૂરી છે, કેમકે આ સૂત્રમાં પરમાત્મા પાસે આપણે તેર પ્રાર્થના કરવાની છે. ખૂબ ગદ્ગદ્ દિલે અને એકાગ્ર ચિત્તે આપણે આ વસ્તુઓની આશંસા કરવાની છે. આ બઘી વસ્તુઓ આપણને મુક્તિની નિકટ લઈ જનારી છે. આ બધી વસ્તુઓની પ્રાપ્તિ પરમાત્માના પ્રભાવે થવાની છે. ચાલો, સૂત્રમાં આગળ વધીએ... હોઉ મમં તુહ પ્રભાવઓ ભયવં... હે ભગવંત ! મને તમારા પ્રભાવથી પ્રાપ્ત થાઓ. અહીં કેટલાક પ્રશ્ન કરે છે કે ભગવાન વીતરાગ છે તો તેઓ પાસેથી કેવી રીતે વસ્તુ મળે ? આનુ સમાધાન એ છે કે પ્રભુ વીતરાગ હોવાથી કોઈના પર પ્રસન્ન થતા નથી તથા કોઈના પર રોષાયમાન થતા નથી, પરંતુ પરમાત્માનો અચિંત્ય પ્રભાવ જ એવો છે કે તેમની ભક્તિ કરનારને લાભ થાય છે. આશાતના કરનારને નુકશાન થાય છે. આ બાબતમાં ચિંતામણિરત્ન, કલ્પવૃક્ષ વગેરેના દૃષ્ટાંતો અપાય છે. १. वत्थुसभावो एसो अचिंतचिन्तामणि महाभागे । थोउण तित्थयरे पाविज्जइ वंछिओ अत्थो ।। Page #43 -------------------------------------------------------------------------- ________________ ર૬ જય વીયરાય ચિંતામણિરત્ન કોઈના પર રુષ્ટ કે તુષ્ટ નથી થતું પરંતુ તેની વિધિપૂર્વક ઉપાસના કરનારને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેના પ્રભાવથી જ થાય છે. અહીં પણ પરમાત્માના પ્રભાવથી જ પ્રથમ આઠ વસ્તુની પ્રાપ્તિની આશંસા કરાય છે. આઠ વસ્તુનું સૂત્ર નીચે મુજબ છે. ૧. ભવનિબૅઓ, ૨. મમ્માણસારિઆ, ૩. ઈઠફલસિદ્ધિ, ૪. લોગવિરુદ્ધચ્ચાઓ, ૫. ગુરુજણ પૂઆ, ૬. પરFકરણ, ૭. ચ સુહગુરૂજગો, ૮. તqયણસેવણા આભવમખેડા અર્થ - ૧. ભવનિર્વેદ, ૨. માર્ગાનુસારપણુ, ૩. ઈષ્ટફલસિદ્ધિ, ૪. લોકવિરૂદ્ધનો ત્યાગ, ૫. ગુરુજનો (માતાપિતાદિ લૌકિક વડિલો)ની પૂજા, ૬. પરાર્થકરણ. ૭. શુભ ગુરૂનો યોગ, ૮. તેમના વચનનુ અખંડ પાલન, સંસારના અંત સુધી (મોક્ષની પ્રાપ્તિ સુધી). અહિં છેલ્લે જે 'આભવમખંડા કહ્યું તેનો અર્થ એ છે કે આ આઠે વસ્તુ મને ભવના છેડા સુધી અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મળો અર્થાત્ દરેક ભવમાં મળતી રહો. Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ આઠ પ્રાર્થના ૨૭ પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિ મહારાજાએ લલિતવિસ્તરા ગ્રંથમાં આ આઠ વસ્તુઓને બે વિભાગમાં વહેંચી છે. પ્રથમ છ વસ્તુઓને લૌકિક સૌંદર્ય તરીકે ગણી છે. શુભગુરુનો યોગ અને તેમના વચનનું અખંડ પાલન આ છેલ્લી બે વસ્તુઓને લોકોત્તર સૌંદર્ય તરીકે જણાવી છે. લૌકિક સૌંદર્ય પ્રાપ્ત કરવાથી લોકોતર ધર્મના અધિકારી થવાય છે. લૌકિક સૌંદર્યની પ્રાપ્તિ વિના જ થયેલ શુભગુરુનો યોગ, તાવમાં રહેલ વ્યક્તિને પૌષ્ટિક ખોરાકની જેમ દોષ કરનાર જણાવ્યું છે. આનો અર્થ એવો થયો કે ભવનિર્વેદ-માર્ગાનુસારીપણા વગેરે વિના શુભગુરુનો યોગ સફળ થતો નથી. તેવી જ રીતે ભવનિર્વેદ-માર્ગાનુસારીપણા વગેરેથી શુભગુરુનો યોગ થાય છે, તેમના વચનનું અખંડ પાલન થઈ શકે છે અને આત્માનો વિસ્તાર થાય છે. પરમાત્માનો પ્રભાવ અચિંત્ય છે, તેથી શુદ્ધ બુદ્ધિપૂર્વક કરેલ પ્રાર્થના અવશ્ય સફળ થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે કે - "વિંતસરનુત્તા દિ તે માવંતો વિયરાયા" પરમાત્માનો પ્રભાવ આપણે વિચારી શકીએ તેમ પણ નથી. આવા પરમાત્મા પાસે અહિં આપણે આશંસા એટલે ઈચ્છા પ્રગટ કરીએ છીએ કે પ્રભુ ! આપના પ્રભાવથી અમને ઉક્ત આઠ વસ્તુઓની પ્રાપ્તિ થાઓ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જય વીયરાય અહીં શાસ્ત્રકાર ભગવંતે આપણને અત્યંત સંવેગથી ભાવિત મનવાળા થઈને આ આશંસા કરવાનું કહ્યું છે. અર્થાત્ અત્યંત સંવેગ સાથે, પ્રણિધાનપૂર્વક, એકાગ્રચિત્તે, ગદ્ગદ્ કંઠે આ બધી વસ્તુ શીધ્ર પ્રાપ્ત થાય તેવા ભાવથી અખ્ખલિતપણે સૂત્ર બોલવાનું છે, પ્રણિધાન-આશંસા અને સંવેગ વગેરે જેટલુ તીવ્ર હોય તેટલી જલ્દી અને ઉત્કૃષ્ટ કોટિની વસ્તુઓની પ્રાપ્તિ થાય. ચાલો, હવે એક એક પ્રાર્થનાને વિસ્તારથી વિચારીએ. આપણે પરમાત્માને વિશેષ પ્રાર્થના કરીએ. પ્રત્યેક આશંસામાં 'હોઉ મમં તુહ પભાવો જાણી લેવું. (૧) ભવનિર્વેદ "હોઉ મમં તુહ પભાવઓ ભયજં ભવનિબેઓ"' હે ભગવંત ! મને તમારા પ્રભાવથી ભવનિર્વેદની પ્રાપ્તિ થાઓ. ભવ એટલે સંસાર, નિર્વેદ એટલે કંટાળો. પ્રભુ ! મને તમારા પ્રભાવથી સંસાર પર કંટાળો થાઓ. અભાવ થાઓ. વૈરાગ્યભાવ વિસ્તૃત થાવ. અહિં આપણે થોડુ સંસારનું સ્વરૂપ વિચારીએ સંસાર બે પ્રકારનો છે - Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ભવનિર્વેદ વૈરાગ્યની આરઝુ ૧. દ્રવ્યસંસાર ૨. ભાવસંસાર વિષય અને કષાય અર્થાત્ પાંચ ઈન્દ્રિયોના ઈષ્ટ વિષયો (શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ) પર રાગ અને અનિષ્ટ પદાર્થો પરનો દ્વેષ અને ક્રોધ-માનમાયા-લોભ આ ચાર કષાયોને ભાવ-સંસાર કહેલ છે. યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજાએ જણાવ્યું છે - अयमात्मैव संसारः, कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ।। કષાય અને ઈન્દ્રિયોથી જીતાયેલો આત્મા એજ સંસાર, કષાયો અને ઈન્દ્રિયોને જીતનારો આત્મા એ જ મોક્ષ. આ ભાવસંસારનું સ્વરૂપ કહ્યું. દ્રવ્યસંસાર એટલે ઉપરોક્ત ભાવ સંસારના કારણભૂત તે તે પદાર્થો. આમ શરીર, કુટુંબ, ઘન, વસ્ત્ર, ભાજનો, સુવર્ણ, રજત, રત્નો, જમીન, મકાનો વગેરે અનેક પદાર્થો જેની સંસારીજનો તીવ્ર ઈચ્છા કરે છે, જેની માટે અનેક પ્રકારના પાપો કરે છે, દિવસ-રાત જોયા વિના પ્રબળ પુરુષાર્થ કરે છે, જેના વિના તરફડે છે, જેની પ્રાપ્તિમાં આનંદ માને છે, Page #47 -------------------------------------------------------------------------- ________________ 30 જય વીયરાય જેના વિયોગમાં શોક કરે છે. આ બધુ (બધી વસ્તુઓ) દ્રવ્યસંસાર છે. બીજુ પણ એક દ્રવ્યસંસારનું સ્વરૂપ છે - 'ચાર ગતિમાં જીવની રખડપટ્ટી. અનાદિકાળથી આજ સુધી આપણે ચારે ગતિમાં ખુબ ભટક્યા છીએ. અનંતા જન્મ-મરણ કર્યા છે. આ બધુ દ્રવ્યસંસાર છે. નિગોદમાં અનંતો કાળ ભયંકર દુઃખોમાં પસાર કર્યો, ત્યાં ઓછામાં ઓછુ આયુષ્ય તો માત્ર ૧ સેકંડના ૨૨ મા ભાગથી પણ કંઈક ન્યૂન છે. વધુમાં વધુ આયુષ્ય પણ બે ઘડી જેટલુ નથી, વળી ત્યાં એક શરીરમાં અનંતા જીવોએ ભેગા રહેવાનું છે. આ એક શરીર પણ એટલુ બધુ સૂક્ષ્મ છે કે સૂક્ષ્મ નિગોદનું શરીર તો દેખી શકાતુ જ નથી, જ્યારે બાદર નિગોદના અસંખ્ય શરીર ભેગા થાય ત્યારે કંઈક ચર્મચક્ષુથી જોઈ શકાય છે. અહીં અનંતા જીવો એક સાથે જન્મે છે, શ્વાસોશ્વાસ પણ સાથે લે છે, ખોરાક પણ સાથે લે છે. આહારસંજ્ઞા તો નિગોદના પ્રત્યેક જીવને છે એટલે આહારની ઈચ્છા તો પ્રત્યેકને થાય છે. પણ, આહાર લેવા માટે સ્વતંત્ર શરીર નથી. બધાએ ભેગો લેવાનો Page #48 -------------------------------------------------------------------------- ________________ ભવનિર્વેદ....... વૈરાગ્યની આરઝુ ને શરીરરૂપે પરિણમાવવાનો. બાદર નિગોદ એટલે આપણે જોઈએ છીએ તે લીલ, ફૂગ, કંદમૂળ (બટાટાકાંદા વગેરે ભૂમિકંદ) વગેરે. આમાં સોયના અગ્રભાગ પર રહે તેટલામાં અસંખ્ય શરીર હોય અને પ્રત્યેક શરીરમાં અનંતા જીવો હોય. એક એક નિગોદમાંથી અસંખ્યાત ભાગ રૂપ અનંતા જીવોનું પ્રતિ સમય મરણ થાય છે, વળી નવા અનંતા જીવો પ્રતિસમય ઉત્પન્ન થતા હોય છે. એટલે એક નિગોદ હમણા આપણે જોઈએ તેમાં જે જીવો હોય તે બધા જ મુહૂર્ત પછી બદલાઈ ગયા હોય. આ નિગોદના ભવ અત્યંત દુ:ખમય હોય છે. ૩૧ પૃથ્વીકાય-અપ્કાય-તેઉકાય-વાયુકાય-અને વનસ્પતિકાય આ બધો દ્રવ્યસંસાર છે. આ પ્રત્યેકમાં આપણે અનંતા જન્મ-મરણ કર્યા છે. આપણે છેદાયા-ભેદાયાઉકળ્યા-કપાયા-કચડાયા વગેરે કારમી પીડાઓ ભોગવી અને પાછા ત્યાં જ જન્મ-મરણ કરતા રહ્યા. અસંખ્યાત કે અનંતકાળ પસાર થયા પછી કંઇક કર્મના ભાર ઓછા થયે છતે ત્રસપણું મળે છે. પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિય જીવો સ્થાવર કહેવાય છે, જે સ્થિર છે. જ્યારે હાલતા-ચાલતા જીવો, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જય વીયરાય ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો ત્રસ છે. કસપણું ઘણાં પુણ્યના ઉદયથી મળે છે. કસપણામાં બેઈન્દ્રિયમાં શંખ, કોડા, અળસીયા, કરમીયા વગેરેમાં, તેઈન્દ્રિયમાં કીડી, મંકોડા, ઝૂ, લીખ, ઈયળ વગેરેમાં, ચઉરિન્દ્રિયમાં વીંછી, તીડ, ભમરા, મચ્છર વગેરેમાં, આપણે હજારો, લાખો, કરોડો ભવો કર્યા. પંચેન્દ્રિય જીવોમાં અસંજ્ઞી મન વગરના સંમછિમ જીવો, માછલા, દેડકા, સાપ, અજગર વગેરે ભવોમાં ઘણી હિંસાઓ કરી કારમાં દુઃખો આપણે વેક્યા. સંજ્ઞી પંચેન્દ્રિયમાં પણ નરક, તિર્યંચ, મનુષ્ય ને દેવગતિમાં ભટક્યા. પંચેન્દ્રિયતિર્યંચમાં પણ જળચર-પાણીના જીવો માછલામગર વગેરેમાં, ખેયર એવા પંખીઓમાં, સ્થળચરમાં ગાય-બળદ-બકરા-ઘેટા, સિંહ, વાઘ, રીંછ, ચિત્તા, ભૂંડ, ભેંસ, પાડાદિ અનેક પ્રકારના ચતુષ્પદો, સાપ, અજગર વગેરે ઉરપરિસર્પ અને ખિસકોલી, ઉંદર વગેરે ભુજપરિસર્પના લાખો કરોડો ભવ આપણે કર્યા. આપણે એટલે કર્મસત્તાના માંકડા. મદારી જેમ માંકડાને નચાવે તેમ, કર્મસતા આપણને નચાવે તેમ નાચવાનું. ભૂખ, તરસ, ઠંડી, ગરમી, થાક, ભારવહન, અંકણ, દહન તથા છેલ્લે જીવતા કતલખાનામાં કપાવવાના, જીવતા Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ભવનિર્વેદ.. વૈરાગ્યની આઝુ તળાવાના, અગ્નિમાં બળવાના, પાણીમાં તણાવાના વગેરે વર્ણન ન થઈ શકે તેવા કારમાં દુઃખો આપણે સહન કર્યા. કોણ બચાવે આપણને ? આ તો તિર્યંચ જાતિની વાત થઈ પણ નરક જાતિના તો દુઃખ કેવી રીતે વર્ણવી શકાય ? જ્યાં ક્ષણમાત્ર રતિ કે આનંદ નથી. ઘોર અંધકારમય, અનેક પ્રકારની ભયંકર માથુ ફાટી જાય તેવી દુર્ગધો, અત્યંત ખરાબ રસવાળા આહારના પગલો, જોવા ન ગમે તેવા કદરૂપા શરીર, અસહ્ય ગરમી-ઠંડી, સતત રોગોથી ભરેલા શરીર વગેરે... નારકીના જીવોની પરિસ્થિતિ અકથનીય છે. અરે ! ઉત્પન્ન થવા માટે પણ નિષ્ફટમાંથી શરીરના ટુકડા કરીને એને બહાર કઢાય છે. આટલુ ઓછુ હોય તેમ પરસ્પર એક બીજા પર શોના ઘા અને વધારામાં નરકમાં ક્રીડા માટે આવેલા પંદર પ્રકારના પરમાધામીકૃત જે પીડા છે તે તો સાંભળતા જ રોમાંચ ખડા થઈ જાય છે. પરમાધામી દેવો નારકના જીવોને જીવતા ભઠામાં નાંખે છે, શરીરના માંસ કાપી તેને જ ખવડાવે છે. ઉકળતા તેલમાં શરીરના ટુકડા કાપી તળે છે, આંતરડા બહાર કાઢી કાપે છે, દાવાનળમાં જીવતા ફેંકે છે, Page #51 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય વૈતરણી નદીના લોખંડ પીગળાવેલ હોય તેવા ઉકળતા પાણીમાં ડુબાડે છે. કિનારે સળગતી ભઠ્ઠી જેવી રેતીમાં જીવને શેકે છે. ક્યારેક થાકીને ઝાડ નીચે બેસેલા જીવ પર વંટોળીયો વિકુર્વી તલવાર જેવી ધારવાળા વૃક્ષના ડાળી-પાંદડાઓ પાડે છે, જેથી હાથપગ વગેરે કપાઈ જાય છે. તે જીવ ભાગીને ગુફાઓમાં દોડે છે, તો ગુફાની દિવાલો સાથે અથડાઈને માથું ફૂટે છે. નરકના દુઃખોનું સંપૂર્ણ વર્ણન જ્ઞાનીઓ પણ કરી શકે તેમ નથી. ૩૪ મનુષ્ય-તિર્યંચગતિમાં તો ઘણી તીવ્ર પીડા પછી મૃત્યુ વગેરેથી પીડાનો અંત આવી જાય પણ નરકમાં તો નિકાચિત આયુષ્ય હોવાના કારણે જીવનનો અંત પણ આવતો નથી. સતત મરવાની ઈચ્છાવાળા નારકીને મૃત્યુ પણ મળતુ નથી, આયુષ્ય પણ મોટા હોય છે. સૌથી જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું છે. ઉત્કૃષ્ટ આયુષ્ય ૭ મી નરકમાં 33 સાગરોપમ છે. બાકી બન્ને વચ્ચે મધ્યમ આયુષ્ય હોય છે. ૧ પલ્યોપમના અસંખ્ય વર્ષો હોય છે અને આવા ૧૦ ક્રોડ x ૧ ક્રોડ એટલા પલ્યોપમનો ૧ સાગરોપમ થાય છે. આવા દીર્ઘકાળ સુધી નરકમાં ઘોર દુ:ખો સહન કર્યા Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ભવનિર્વેદ. વૈરાગ્યની આઝુ પછી પણ જીવનો આરો નથી આવતો. ઘણાં જીવો પાછા ક્રૂર તિર્યંચનો (સિંહ, વાઘ, સર્પ, માછલાઓના) ભવ કરી ફરી નરકમાં જાય છે અને કારમાં દુઃખો સહે છે. સંસારમાં રખડતા જીવોના દુઃખોનો અંત આવતો નથી. મનુષ્યગતિમાં પણ સૌ પ્રથમ ગર્ભાવસ્થાનું દુઃખ જાલિમ હોય છે. ઉંધા માથે ગર્ભમાં લટકવાનું, વળી ક્યારેક ગર્ભાવસ્થામાં જ ઓગળી જવાનું અર્થાત્ મરવાનું, જન્મનુ દુઃખ પણ ભારે, જન્મ પછી પણ રોગ, શોક, દરિદ્ર, દુર્ભાગ્ય, ચિંતાઓ, ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ વગેરે ચિંતાઓ ઉધઈની માફક જીવને સતત કોરી ખાય છે. વળી જરાવસ્થા અને મૃત્યુની પણ કારમી પીડાઓ જીવ ભોગવે છે. ભૌતિક રીતે સુખી દેવતાઓ પણ માનસિક રીતે ભારે દુઃખી હોય છે. કેટલાક આભિયોગિક દેવોને બીજા માલિક દેવોનું નોકરપણું, દાસપણું, સેવકપણું કરવું પડે છે. રિદ્ધિવંત દેવો પણ બીજાની પોતાનાથી ચડિયાતી રિદ્ધિ જોઇને ઈર્ષ્યાથી આગમાં શેકાય છે. ઈંદ્ર-દેવો વગેરેને ઈંદ્રાણી-દેવીઓનો વિયોગ કારમો દુઃખદાયી બને છે. ખુદ લલિતાંગ દેવ (આદિનાથ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જય વીયરાય પ્રભુનો જીવ) સ્વયંપ્રભા દેવીના વિયોગમાં કેવા ઝુરતા હતા ? ઈંદ્રાદિ રિદ્ધિવાળા દેવોના આયુષ્ય સાગરોપમોના હોય છે, દેવી વગેરેના આયુષ્ય પલ્યોપમના હોય છે. એટલે એક ઈંદ્રના ભવમાં કરોડો નહીં અબજોવાર પ્રાણપ્રિય ઈંદ્રાણીના વિયોગના દુઃખો સહેવા પડે છે. એ વખતનો તેમનો કલ્પાંત બ્રહ્માંડ ફોડી નાંખે તેવો હોય છે. વળી અસંખ્યાતકાળ સુધી દિવ્ય ભોગોને ભોગવ્યા પછી જ્યારે આયુષ્યના છ મહિના બાકી રહે છે ત્યારથી તે દેવોની માળા કરમાય છે, વગેરે લક્ષણોથી અંતકાળ નજીક જાણીને ભવિષ્યમાં મનુષ્યતિર્યંચના ગંદા અને જગુણિત ભોગોનો ખ્યાલ આવતા દેવોના દુઃખોનો પાર નથી હોતો..આમ દેવલોક પણ દુઃખમય છે. આ તો સંસારનું અલ્પવર્ણન કરેલ છે. ચારે ગતિરૂપ સંસાર અતિ અવર્ણનીય દુઃખોથી ભરેલો છે. એમાં ક્યારેક ભૌતિક સુખોનો અનુભવ થાય છે. તે પણ દુઃખના દરિયા વચ્ચે એકાદ બિંદુ જેવો હોય છે અને તે પણ ક્ષણભર અર્થાત્ અત્યંત અલ્પકાળ માટે હોય છે. આવા દુઃખમય સંસારને જાણ્યા છતાં પણ હજી તેના પર નિર્વેદ થતો નથી, તેથી હવે આપણે ભગવાન આગળ ભાવના વ્યક્ત કરીએ- હે પ્રભુ ! Page #54 -------------------------------------------------------------------------- ________________ ભવનિર્વેદ....... વૈરાગ્યની આરઝુ આપના અચિંત્ય પ્રભાવથી આ દુઃખમય સંસાર પર મને નિર્વેદ થાઓ... નિર્વેદ થાઓ એટલે કંટાળો, અરુચિ થાઓ... સંસારના સુખો પર તીવ્ર વૈરાગ્યભાવની પ્રાપ્તિ થાવ. 39 હે નાથ ! હું સંસારનો રાગી છું. દુઃખમય સંસાર હોવા છતાં મને તેના પર અભાવ થતો નથી. ક્ષણિક સુખમાં લેપાઈને હું કારમા પાપો કરી દુર્ગતિરૂપ કુવામાં પટકાઈ ભારે દુઃખો ભોગવી રહ્યો છું. પ્રભુ ! સંસારના ક્ષણિક સુખોમાં મુખ્ય વસ્તુ છે ધન, સંપત્તિ, સુવર્ણ, રજત, રત્નો, જમીન, મકાનો, વસ્ત્રો, પાત્રો વગેરે અનેક પદાર્થો. હે નાથ ! મને આ ધન વગેરે પર તીવ્ર રાગ છે. તેના કારણે હું હિંસાદિ પાપો કરતા અચકાતો નથી. સગા ભાઈ જોડે, માત-પિતા જોડે, પત્ની જોડે પણ ધનાદિની લાલસાએ હું ક્લેશો કરૂં છું. અનેકનો વિશ્વાસઘાત કરૂ છું. મિત્રાદિનો પણ દ્રોહ કરૂ છું. ચોરી-અનીતિનો પણ આશરો લઉ છું. હિંસાદિ પાપોથી પણ ડરતો નથી. એટલું જ નહિં, ધનની મૂર્છાના કારણે દેવ-ગુરૂની પણ યથાર્થ ભક્તિ કરી શકતો નથી. ક્યારેક આશાતનાઓ પણ કરું છું. Page #55 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય સ્વામી ! આપના અચિંત્ય પ્રભાવથી મારી ધન પરની તૃષ્ણા અને આસક્તિ દૂર થાઓ. એના પરની આસ્થા ટળી જાઓ. આ ધન વગેરે પર વૈરાગ્ય ઉપજે, તિરસ્કાર છૂટે, નિર્વેદ થાય, કંટાળો ઉપજે એવું થાય, તેની નિર્ગુણતાનું મને ભાન થાય. પ્રભુ ! સંસારની બીજી વસ્તુ છે સ્ત્રી. સ્ત્રી એટલે રામા. ૩૮ પ્રભુ ! અનાદિકાલિન મૈથુન સંજ્ઞાના સંસ્કારો મને ખૂબ પીડે છે. અત્યંત અશુચિમય અને અશુચિઓથી ભરેલ એવા પણ સ્ત્રીશરીર પ્રત્યે મને ખૂબ આકર્ષણ થાય છે. મારો આત્મા તેના પ્રત્યે ઢળી જાય છે. લાખો દોષોથી આત્મા ખરડાઈ જાય છે. સંસારમાં સદાચારની મર્યાદાઓ પણ ઓળંગાઈ જાય છે. ગમ્યાગમ્યનો વિવેક તૂટી જાય છે, ન ચિંતવવાનું ચિંતવન થઈ જાય છે, ન બોલવાનું બોલાઈ જાય છે, ન આચરવાનું આચરાય છે. ત્રીજા ભવે મોક્ષ પામવાની યોગ્યતાવાળા, અણસણમાં રહેલ, મહાસંયમી આત્મા પણ વંદન કરવા આવેલ ચક્રવર્તીના સ્ત્રીરત્નની વાળની લટના સ્પર્શમાત્રથી કે Page #56 -------------------------------------------------------------------------- ________________ ભવનિર્વેદ વૈરાગ્યની આરઝુ ૩૯ તેના રૂપ માત્રનું દર્શનથી નિયાણું કરી બ્રહ્મદત ચક્રવર્તી બનીને સાતમી નરકે ગયા. અરે ! આ સ્ત્રીઓની પરાધીનતાના કારણે અનેક આત્માઓના આલોકપરલોક બગડ્યા છે. આ બધુ જાણવા છતાં પ્રભુ ! મને આ સ્ત્રીઓ પ્રત્યે નિર્વેદનો ભાવ જાગતો નથી. | હે અનાથોના નાથ ! અમારો હાથ પકડો. આપનો અચિંત્ય પ્રભાવ છે. પાપી જીવો આપના પ્રભાવથી પવિત્ર થાય છે, અત્યંત કામી જીવો મહાબ્રહ્મચારી થાય છે; દોષિત આત્માઓ પણ ગુણવાન બને છે. હું પણ ઈચ્છું છું કે આપના અચિંત્ય પ્રભાવથી મારી પાપવાસનાઓ નાશ પામે, સ્ત્રીઓ પ્રત્યેનું આકર્ષણ દૂર થાય. રસ્તામાં ચાલતા બાજુમાં રહેલ ઉકરડાથી માણસ જેમ દૂર ચાલે છે તેમ મારું મન પણ આ 'સ્ત્રી' તત્ત્વથી દૂર થઈ જાય. મારો આત્મા પવિત્ર થઈ જાય. કામસંજ્ઞાનું બીજ મારા આત્મામાંથી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ જાઓ. સંસારમાં ત્રીજી મહત્ત્વની વસ્તુ છે - યશ-કીર્તિ, માન, સત્કાર, સન્માન. ' હે દેવાધિદેવ ! હું સદાય યશ-કીર્તિ-માનનો ભૂખ્યો છું. મને ખૂબ જ માનની અભિલાષા થાય છે. થોડો Page #57 -------------------------------------------------------------------------- ________________ ४० જય વીયરાય ધર્મ કરી મોટી જાહેરાત કરવામાં હું હોશિંયાર છું. ચારે બાજુ મારી નામના થાય, તે માટે હું પ્રયત્નશીલ છું. મારા કરતા બીજાના નામ ઉંચે જાય ત્યારે મારૂં મન મત્સરથી ભરાઈ જાય છે. માન અને કીર્તિના અભિલાષી એવી મારી શી દશા થશે ? જાતિ, ધન, કુલ, બળ, રૂપ, ઐશ્વર્ય વગેરેના મદથી હું છકી ગયો છું. શાસ્ત્રકારો કહે છે જે વસ્તુનુ જે અભિમાન કરે છે તેને તેની હીનતા પ્રાપ્ત થાય છે, એટલે જાતિ-કુળના અભિમાની મને નીચ જાતિઓમાં જન્મ મળશે. ધનના અભિમાનથી મને દરિદ્રતા મળશે. રૂપના અભિમાનથી મને કદરૂપુ શરીર મળશે. બળના અભિમાનથી મને નિર્બળ શરીર મળશે. ઐશ્વર્યના અભિમાનથી મને દૌર્ભાગ્ય મળશે. મારી સંસારમાં ખુબ જ ભયંકર દુ:ખમય, કરૂણામય પરિસ્થિતિ થશે. માટે - હે જગબંધુ ! આપના અચિંત્ય પ્રભાવથી મારી આ માનાકાંક્ષાઓ દૂર થાવ, અને સંપૂર્ણ નિઃસ્પૃહતાની મને પ્રાપ્તિ થાવ. આ ઉપરાંત પણ પાંચે ઈંદ્રિયોના સુખની આસક્તિ, Page #58 -------------------------------------------------------------------------- ________________ ભવનિર્વેદ. વૈરાગ્યની આરઝુ ૪૧ સુખશીલતા, શારીરિક અનુકુળતા, ઈષ્ટસંયોગ, અનિષ્ટવિયોગ વગેરે સંસારની અઢળક વસ્તુઓની આસક્તિ મારા મનમાં છે. હે દેવાધિદેવ ! વીતરાગ પ્રભુ ! આપના અચિંત્ય સામર્થ્યથી સંસારની મારી બધી જ આસક્તિ ટળી જાવ, સંસારની નિર્ગુણતાનું મને ભાન થાવ, અને મને સંસાર પર નિર્વેદની-વૈરાગ્યની પ્રાપ્તિ થાઓ. ' હે પ્રભુ ! ૧. ઈંદ્ર, ચક્રવર્તી, રાજા-મહારાજાના ઐશ્વર્યો પણ મને તુચ્છ લાગો. ૨. સ્વદેહ પર પણ મને મમત્વ ન રહે. ૩. કરોડો-અબજોની સંપત્તિ, હીરા, માણેક, સોનુ, ચાંદી મને પત્થર જેવા લાગે. ૪. ઉત્કૃષ્ટ રૂપવાન સ્ત્રીઓમાં મને હાડ-માંસ-લોહી અશુચિનાં ભંડારના દર્શન થાય. ૫. પાંચે ઈન્દ્રિયના વિષયોમાં મને વૈરાગ્ય થાય અર્થાત્ ઈષ્ટવિષયોમાં થતો રોગ અને અનિષ્ટ વિષયોમાં થતો દ્વેષ ટળી જાય. યશ-અપયશમાં મને સમાનભાવ રહે. ૭. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ મનમાં રમતો રહે. Page #59 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય ૮. ઉત્તમ ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવ મારા મનમાં રમતો રહે. ૪૨ G દુ:ખી અથવા દોષિત જીવો પ્રત્યે કરુણાનો ભાવ મારા મનમાં રમતો રહે. ૧૦. પાપી જીવો પ્રત્યે પણ તિરસ્કાર ભાવ ન જાગતા મધ્યસ્થ ભાવ રહે. ૧૧. હું સર્વ જીવોને આત્મસમ અને સર્વ પુદ્ગલોને આત્માથી ભિન્ન જોયા કરૂં. ક્રોઘને દૂર કરી ક્ષમાવાન બનું. ૧૨. ૧૩. માનને દૂર કરી નમ્ર બનું. ૧૪. માયાને ટાળી સરળ બનું. ૧૫. લોભનો નિગ્રહ કરી સંતોષી બનું. ૧૬. પ્રભુ ! પૂર્વ પુરૂષો ધન્ના-શાલિભદ્ર, પૃથ્વીચંદ્રગુણસાગર, જંબુસ્વામી વગેરેની માફક મારૂ ચિત્ત સતત વૈરાગ્યભાવમાં રમતુ રહે. હે નાથ ! હે વિશ્વોદ્ધારક પરમાત્મા, હે વીતરાગ દેવ ! આપના અચિંત્ય પ્રભાવથી મને ભવનિર્વેદની પ્રાપ્તિ થાઓ. Page #60 -------------------------------------------------------------------------- ________________ (૨) માર્થાનુસારિતા "होउ ममं तुह पभावओ भयवं मग्गाणुसारिआ" હે ભગવંત મને તમારા પ્રભાવથી માર્ગાનુસારીપણાની પ્રાપ્તિ થાવ. - પૂર્વે ભવનિર્વેદની પરમાત્માને પ્રાર્થના કરી, હવે બીજી પ્રાર્થના કરીએ છીએ માર્ગાનુસારીપણાની. આ બધુ પરમાત્માના અચિંત્ય પ્રભાવથી જ મળે છે તેથી તમારા પ્રભાવથી મને માર્ગાનુસારીપણું મળે તેવી પ્રાર્થના કરીએ છીએ. હે વીતરાગ જગગુરુ પ્રભુ ! મને માર્ગાનુસારીપણું આપો. માર્ગાનુસારીપણું એટલે તત્ત્વાનુસારીપણું. असदग्रहविजयेन तत्वानुसारिता અસદ્ગહ એટલે કદાગ્રહ, તેના પર વિજય મેળવવાથી તસ્વાતુસારિતા આવે. તત્ત્વાનસારિતા એટલે તત્ત્વ પર હૃદયનો ઝોક રહેવો. વાણી, વિચાર, વર્તનમાં સતત તત્વ તરફી વલણ રહે. તત્ત્વ તરફ દિલ જાય. તત્ત્વહીન, અસાર, ને ક્ષદ્ર, ફોફા જેવી વાતો ગમે નહિ. દિલ એમાં ઓતપ્રોત ન થાય. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જય વીયરાય ઘણી વાર એવું જોવા મળે છે કે તીવ્ર વૈરાગી આત્માઓ પણ સ્વના કદાગ્રહમાં પડી જાય છે. પરિણામે વૈરાગ્ય, ઉગ્ર તપ, સંયમ વગેરે બધુ નિષ્ફળ થઈ જાય છે. મારા જીવનમાં આવું ન બનશો. પ્રભુ કોઈ ખોટો કદાગ્રહ કે જીદ મારા સંયમજીવનને-સાધનાને નિષ્ફળ ન બનાવે. જમાલિ જેવા પ્રભુના જમાઈ, જેને અપૂર્વ વૈરાગ્યથી ઘણાં રાજપુત્રો સાથે ચારિત્ર લીધું, મહા તપસ્વી પણ બન્યા, જેના પરિણામે શરીર અતિકૃશ બની ગયુ. ત્યાગી-તપસ્વી અને સંયમી એવા પણ જમાલીનું અતત્વના આગ્રહમાં પડી જવાથી પંદર ભવનું ભ્રમણ થયું. "કડેમાળ વડે" તત્વનો અપલાપ કરી તમેવ વૃત્ત ના આગ્રહે જમાલિને મિથ્યાત્વી બનાવ્યા. ગોષ્ઠામાહિલ જેવા આર્યરક્ષિતસૂરિ મ. ના ભાણેજ પણ અતત્વના કદાગ્રહમાં પડી વિરાધક થયા. સંઘે ગોષ્ઠામાહિલ અને દુર્બલિકા પુષ્યમિત્રના વિવાદના નિરાકરણ માટે શાસનદેવીની આરાધના કરી. શાસનદેવી સીમંધર પ્રભુ પાસેથી જવાબ લઈ આવ્યા પણ તે દુર્બલિકા પુષ્યમિત્રની તરફેણવાળો હોવાથી ગોષ્ઠામાહિલે સ્વીકાર્યો નહિ. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ માર્ગાનુસારિતા... કદાગ્રહનો પરાજય આજે તો તીર્થકર ભગવંત હાજર નથી. કેવળજ્ઞાની તેમજ પૂર્વધરોનો પણ વિરહ છે. 'જિન-કેવળી-પૂર્વધર વિરહ ફણિરામ પંયમકાળ રે તેહનું ઝેર નિવારણ મણિસમ તુજ આગમ તુજ બિંબ રે. - જિનેશ્વર ભગવંતો, કેવળજ્ઞાની ભગવંતો અને પૂર્વધરોના વિરહથી પંયમકાળ ફણિધર જેવો થઈ ગયો છે. આવા પંયમકાળમાં - મણિસમ પ્રભુ આગમ અને પ્રભુબિંબ છે. કાળના પ્રવાહે આજે એક વર્ગે આગમ છોડી દીધા છે. કદાગ્રહને વશ થઈ વળી એક વર્ગે જિનપ્રતિમાને છોડી દીધી છે. તો જે જિનધર્મનું સ્વરૂપ જ દયા છે તેવા જીવદયાના સિદ્ધાંતને પણ કેટલાએ છોડી દીધો છે. અહિંસાયાત્રા કાઢવાનો દેખાવ કરે છે જ્યારે બીજી બાજુ મરતા જીવને બચાવવામાં કે ભૂખ્યા જીવને અન્ન ખવડાવવામાં આ લોકો પાપ માને છે અને પોતાને મહાવીરના ભક્ત માને છે. પ્રભુ ! આજે તો જિનશાસનમાં તારા માર્ગ સામે કેટલાય તત્ત્વો બહારવટે ચડ્યા છે. કેટલાક એકાંત નિશ્ચયવાદી બની ગયા છે. તપ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જય વીયરાય ત્યાગ સંયમની વાતોને કાટી ખાતા-પીતા ધ્યાન કરાવીને મોક્ષની વાતો કરે છે. સંયમીઓનો અપલાપ કરે છે. મશ્કરી કરે છે. ઘોર આશાતના કરે છે. શ્રી સીમંધર પ્રભુનું નામ લઈ પ્રભુની ઘોર આશાતના કરે છે. વળી કેટલાક સ્વપક્ષીઓ પણ એકાંત ઉત્સર્ગના આગ્રહી બને છે. કેટલાક એકાંત અપવાદના જ આગ્રહી બને છે. ઉત્સર્ગકાળે ઉત્સર્ગ અપવાદ કાળે અપવાદની આયરણા જિનમતને સંમત છે. ઉત્સર્ગકાળે અપવાદની આચરણા, અપવાદકાળે ઉત્સર્ગની આચરણા ભવવર્ધક છે મહાકદાગ્રહ છે, અનંત સંસારનું સર્જક છે. માત્ર એકાદ વચનને પકડીને જગતમાં ઉલ્કાપાત મચાવનારા બાપડા શાસ્ત્રોના રહસ્યાને નહીં સમજનારા અતત્વના આગ્રહી બની રહ્યા છે. સ્વયં જીવનમાં અનેક અપવાદો સેવનારા, એકાદ નાનકડા જિનવચનને પકડી, તેના માત્ર શબ્દાર્થને પકડી રાખી, ભાવાર્થ અને રહસ્યાર્થથી અજ્ઞ જીવો જિનશાસનમાં ઉલ્કાપાત મચાવી રહ્યા છે. ભદ્રિક શ્રાવકોને પોતાની માન્યતાની પુષ્ટિ કરી અનેક ઉત્તમ ગુરુઓથી પરાભુખ કરવા દ્વારા શાસન વિચ્છેદનું પાપ આચરી રહ્યા છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ માર્ગાનુસારિતા.... કદાગ્રહનો પરાજય ૪૭. | હે વીતરાગ ! આપના અચિંત્ય પ્રભાવથી મારો આત્મા કદાગ્રહકારી ન બને, સદાય તત્તાનુસારી રહે તેવું કરશો. પ્રભુ મને સદા માર્ગાનુસારી રાખશો.. મારા હૃદયનો ઝોક સદા આપે પ્રરૂપેલા તત્ત્વ તરફ રહેજો. અતત્વ તરફથી મારુ વલણ સદા ઉઠી જાય તેમ કરશો. પ્રભુ ! મારુ તે સાચું નહિ, પણ સાચું તે મારુ. આ પરિણતિ મારા આત્મામાં સદા રમતી રહે. विजय मानसूरि पट्टक सं. १७४४ का. सुद १० विजयमानसूरिनिर्देशात् लावण्यविजयगणिभिः सामाचारी નિત્પ૫૮ (નિરક્યત) | कल्पभाष्य श्री जगच्चन्द्रसूरि प्रासादित सामाचारी जल्पानुसारि लोक आगल सुविहितगच्छना गुण ढांकी दोष प्रकासी लोकने व्युद्ग्रह सहित करी वंदन पूजनादिक व्यवहार टलावे ते शासनोच्छेदक सद्दहवां ।। Page #65 -------------------------------------------------------------------------- ________________ (૩) ઈષ્ટફલસિદ્ધિ होउ ममं तुह पभावओ भयवं इट्ठफलसिद्धि હે પ્રભુ ! તમારા અચિંત્ય પ્રભાવથી મને ઈષ્ટફળ સિદ્ધિ એટલે અવિરોધિ ફળની પ્રાપ્તિ થાવ. સુમનસ્કતાનો અવિરોધિ એટલે ચિત્તને ન બગાડે તેવા ઈહલોકિક આજીવિકાદિ ફળની પ્રાપ્તિ થાવ. હે નાથ ! અનાદિકાળથી અનુકુળતાથી ટેવાયેલો આત્મા પ્રતિકૂળતા આવતા જ મૂંઝાઈ જાય છે. આ લોકમાં પણ આજીવિકાદિ વસ્તુઓમાં ઊભી થતી પ્રતિકુળતાના કારણે ચિત્તની અસ્વસ્થતા ઉભી થાય છે. ઈચ્છાઓના હુમલાઓથી ચિત્તની સ્વસ્થતા જોખમાય છે. માટે હે દેવાધિદેવ ! જેનાથી આપની ભક્તિમાં પ્રતિકૂળતા દૂર થાય અને જેની પ્રાપ્તિ દ્વારા ચિત પ્રસન્ન બને અને આપની પૂજાદિ ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય તેવી આજીવિકાદિ ઐહિક આલોકની પણ અનુકુળતાઓ આપના અચિંત્ય પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ. જેથી સદાય પજવતી ઈચ્છાઓનો અભાવ થાય અને સ્વસ્થ ચિત થતા આપના વંદનાદિ ધર્મપ્રવૃત્તિ આદરપૂર્વક કરી શકું. હે નાથ ! ધર્મના વિરોધી, રાગાદિને વધારે તેવા, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ઇષ્ટફલસિદ્ધિ.અભિમત ફલપ્રાપ્તિ સંસારમાં રખડાવે તેવા, લોકમાં નિંઘ તેવા પદાર્થોની હું ઈચ્છા કરતો નથી, પરંતુ આ લોકની કેટલીક આજીવિકાદિ ગૃહસ્થ જીવન અંગેની ઈચ્છાઓ પજવે છે. આપના અચિંત્ય પ્રભાવથી ઈચ્છાઓની પૂર્ણાહૂતિ થતા તેની પજવણીમાંથી મુક્ત થઈ સ્વસ્થ બનેલુ ચિત્ત આપને ખૂબ ઉલ્લાસથી ભજી શકશે. અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિઓ ભાવપૂર્વક થવા લાગશે. માટે હે દેવાધિદેવ! ધર્મથી અવિરોધિ એવી આલોકની પણ મારી ઈચ્છાઓની આપના અચિંત્ય પ્રભાવથી પૂર્ણાહૂતિ થાય, જેથી હું આપના ધર્મપ્રત્યે વધુ આદરવાળો બનું. હે નાથ ! તારા ભક્તિમાં અવરોધભૂત થાય તેવી શારીરિક, કૌટુમ્બિક, આર્થિક, સામાજિક, રાજકીય વગેરે પ્રતિકૂળતાઓ અચિંત્ય પ્રભાવથી દૂર થજો અને પ્રતિપક્ષી અનુકૂળતાની મને પ્રાપ્તિ થાય. અહીં એટલું ધ્યાન રાખવાનું છે કે - મુખ્યતયાએ આપણે મુક્તિ માટે આરાધના કરવાની છે, પણ પ્રભુની પાસે ઈહલૌકિક વસ્તુ ન જ મંગાય એવો એકાંતવાદ જેન શાસનમાં નથી. પ્રભુભક્તિમાં અવરોધભૂત ઈહલૌકિક પ્રતિકૂળતાઓ દૂર કરવાની અને ઈહલૌકિક અનુકૂળતાઓ પ્રાપ્ત કરવાની પ્રાર્થના Page #67 -------------------------------------------------------------------------- ________________ ५० જય વીયરાય અવશ્ય કરાય છે. "ઇષ્ટફલસિદ્ધિ" દ્વારા પ્રભુ પાસે આ જ પ્રાર્થના કરાય છે. લલિતવિસ્તરા, સંઘાચારભાષ્ય, યોગશાસ્ત્ર વિ. અનેક ગ્રંથોમાં ટીકાકારોએ ઈષ્ટફલસિદ્ધિનો પરમાત્માની ભક્તિમાં સહાયક ઇહલૌકિક અનુકૂળતાની પ્રાપ્તિરૂપ ફળની માંગણી તરીકે અર્થ કરેલ છે. दलितविस्तरा :- तथा इष्टफलसिद्धिः अविरोधिफलनिष्पत्तिः, अतो हि इच्छाविघाताभावेन सौमनस्यं ततः उपादेयादरः । न त्वयमन्यत्रानिवृत्तौत्सुक्यस्य इत्यमपि विद्वद्- जनवादः । पंजिका : अतो हीत्यादि-अतः = इष्टफलसिद्धेः, हि = यस्मात् इच्छाविघाताभावेन अभिलाषभङ्गनिवृत्त्या, किमित्याह-सौमनस्यम् = चित्तप्रसादः, ततः = सौमनस्याद्, उपादेयादरः = उपादेये, देवपूजनादौ आदरः = प्रयत्नः अन्यथाऽपि कस्यचिदयं स्यादित्याशङ्क्याऽऽह - 'न तु'न पुनः अयम् उपादेयादरः अन्यत्र - जीवनोपायादौ अनिवृत्तौत्सुक्यस्य अव्यावृत्ताकाङ्क्षातिरेकस्येति तदौत्सुक्येन चेतसो विह्वलीकृतत्वात् । पंभिझार्थ - "ष्टइलसिद्धि" = अविरोधि (हलौडि વસ્તુની પ્રાપ્તિ) - = = = Page #68 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટફલસિદ્ધિ....... અભિમત ફલપ્રાપ્તિ ૫૧ ઇષ્ટફલસિદ્ધિ એટલે (ઘર્મની) અવિરોધિ ફળ (ઈહલૌકિક)ની પ્રાપ્તિ. આનાથી ઇચ્છાઓ પૂર્ણ થવા દ્વારા અભિલષિત અર્થનો ભંગ ન થવાથી (અર્થાત્ અભિલષિત અર્થની પ્રાપ્તિ થવાથી) સૌમનસ્ય એટલે ચિત્તની પ્રસન્નતા થાય છે. તેથી એટલે સૌમનસ્યથી ઉપાદેયમાં એટલે પરમાત્માની પૂજા-ભક્તિ વગેરેમાં આદર પ્રયત્ન થાય છે, બીજી કોઈ રીતે કોઈને આ (ચિત્તની પ્રસન્નતા) થાય તેવી શંકાનું સમાધાન કરતા જણાવે છે કે આજીવિકાના ઉપાયોની પ્રાપ્તિ વગેરે ઈહલૌકિક ઈચ્છાઓની ઉત્સુકતા દૂર થયા વિના પરમાત્માની ભક્તિ વગેરેમાં સુંદર આદર થતો નથી. કેમકે ઈચ્છાઓથી ચિત્ત વ્યાકુળ થાય છે. વ્યાકુળ ચિત્તથી પ્રભુની પૂજા ભક્તિ વગેરે સારી રીતે થઈ શકતુ નથી. = પ્રયત્ન વિજયનો પૂરે બંધ સંગ્રહ સંઘાચાર ભાષ્ય :- કૃષ્ણસિદ્ધિ-મિતષિતાર્થનિષ્પત્તિઃ ऐहिकी, ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति तस्माद्देव पूजाद्युपादेयप्रवृत्तिः । ઇષ્ટફલસિદ્ધિ એટલે જેની અભિલાષા થયેલ છે તેવી ઈહલૌકિક વસ્તુની પ્રાપ્તિ, જેની પ્રાપ્તિ થતા ચિત્તની સ્વસ્થતા થાય છે. તેથી પરમાત્માની પૂજાદિ ઉપાદેયમાં પ્રવૃત્તિ થાય છે. = – Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૨ જય વીયરાય આ રીતે સમજી શકાય છે કે "ઈષ્ટફલસિદ્ધિ" દ્વારા ધર્મમાં બાધક-પ્રતિકૂળતા, ચિંતા વગેરેની નિવારક આજીવિકાદિ સંસારિક વસ્તુની જયવીયરાય સૂત્રમાં પ્રભુ પાસે પ્રાર્થના કરાય છે. તુલસા શ્રાવિકાએ પણ પોતાના પતિની પુગ્રેચ્છા પૂર્ણ કરવા પરમાત્માની જ વિશેષ આરાધના કરવાનો નિર્ણય પોતાના પતિને જણાવેલ અને આયંબિલાદિ તપ કરીને દેવને પ્રસન્ન કરી પુત્રોની પ્રાપ્તિ કરી હતી. જેમની પૂજાદિ ટાળો આજે ખૂબ જ પ્રચલિત છે તે ઉપાધ્યાય વીરવિજયજી મ. (શુભવીર)એ પણ પોતાના "પ્રશ્ન ચિંતામણિ" ગ્રંથમાં ઈષ્ટફલસિદ્ધિનો અર્થ સારી રીતે સ્પષ્ટ કરેલ છે. प्र. - जयवीयरायमध्ये 'इट्ठफलसिद्धि' इति वाक्येन किं मुक्तिफलं मार्गितं वान्यदिति । उत्तर - वन्दारुवृत्त्यादि-अनुसारेण ज्ञायते धर्मानुष्ठानाचरणनिर्विघ्नहेतुभूतमिहलोकनिर्वाहकरं द्रव्यादिसुखं માતિમિતિા. પ્ર. જયવીયરાયમાં 'ઈષ્ટફલસિદ્ધિ વાક્યથી શું મોક્ષફળ માગેલ છે કે બીજું કંઈ ? ઉત્તર – વંદાવૃત્તિ આદિ અનુસારે જણાય છે કે Page #70 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટફલસિદ્ધિ... અભિમત ફલપ્રાપ્તિ ૫૩ નિર્વિધ્ધ ધર્માનુષ્ઠાનના આચરણમાં કારણભૂત આ લોકમાં નિર્વાહ કરાવનાર દ્રવ્ય એટલે ધનાદિ સુખ માંગેલ છે. ટૂંકમાં ઈષ્ટફલ સિદ્ધિ દ્વારા પ્રભુભક્તિમાં ચિત્તની સ્વસ્થતા માટે આજીવિકાદિ માટેની માંગણી કરાય વિશ્વનું શુદ્ધિકરણ કરનારો મંત્ર નવકાર છે. આધ્યાત્મિક વિશ્વમાં અશુભ વિચારો, અશુભ વાણી અને હિંસાદિ અશુભ કાર્યોથી ભયંકર દૂષિત પર્યાવરણ છે, આવું શુદ્ધિકરણ ભાવપૂર્વકના નવકારના સ્મરણ (જાપ)થી થાય છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ (૪) લોક-વિરુદ્ધ ત્યાગ પૂર્વે ભવનિર્વેદ, માર્ગાનુસારિતા, ઈષ્ટફલસિદ્ધિ આ ત્રણ વસ્તુની પરમાત્મા પાસે પ્રાર્થના કરી, હવે ક્રમ પ્રાપ્ત લોકવિરુદ્ધ ત્યાગની પ્રાર્થના કરાય છે. "होउ ममं तुह पभावओ भयवं लोगविरुद्धच्चाओ" હે પરમાત્મા ! આપના અચિંત્ય પ્રભાવથી નિંદા વગેરે લોકવિરુદ્ધ અનુષ્ઠાનોનો મારા જીવનમાં સદા ત્યાગ રહે, તેવા કાર્યો મારા જીવનમાં આવે જ નહિ અને હોય તો દૂર થાય. લોકના ચિત્તમાં સંક્લેશ ઉત્પન્ન કરે, ખેદ-દ્વેષદુર્ભાવ ઉત્પન્ન કરે તેવા વ્યવહારો તે લોકવિરુદ્ધ વ્યવહારો છે. આનાથી આપણો પણ આલોક, પરલોક, ઉભયલોક બગડે છે. ધર્મી આત્માના લોકવિરૂદ્ધ વ્યવહારથી ધર્મની હીલના, નિંદા થાય છે. લોક દ્વારા થતી ધર્મનિંદાથી લોકોમાં અબોધિ (મિથ્યાત્વ)નું બીજ પડે છે. જેમ ઈતરજનો ધર્મપ્રશંસાથી ઘર્મના બીજને પ્રાપ્ત કરે છે અને શાસનપ્રભાવનાના કાર્યો દ્વારા ઈતરોના હૈયામાં ધર્મબીજને નાંખનાર પોતે પણ સમ્યક્તને વધુ ને વધુ નિર્મળ કરતા છેક ક્ષાયિક સમ્યક્ત સુધી પહોંચે છે, તેવી જ રીતે ઈતરજનોના Page #72 -------------------------------------------------------------------------- ________________ કરનાર છે લોકવિરુદ્ધત્યાગ... આર્યત્વની અતર્યાત્રા પપ હૈયામાં ધર્મદ્રેષ ઉભો થાય તેવું વર્તન કરનાર પણ ઈતરજનોમાં અબોધિ (અધર્મ-મિથ્યાત્વ)નું બીજ આરોપણ કરે છે અને તે દ્વારા પોતાના આત્મામાં પણ ગાઢ મિથ્યાત્વનું આરોપણ કરે છે. પૂ. હરિભદ્રસૂરિ મ. એ અષ્ટકમાં જણાવ્યું છે - "यः शासनस्य मालिन्येऽनाभोगेनापि वर्तते । स तन्मिथ्यात्वहेतुत्वादन्येषां प्राणिनां ध्रुवम् ।। बध्नात्यपि तदेवालं परं संसारकारणम् । विपाकदारुणं घोरं सर्वानर्थविवर्धनम् ।। - જે પ્રાણીઓ અનાભોગથી પણ શાસનની મલિનતામાં વર્તે છે તેઓ અન્યજીવોને મિથ્યાત્વમાં કારણભૂત થવાથી સંસારના શ્રેષ્ઠ કારણભૂત મિથ્યાત્વને બાંધે છે જે ભયંકર ફળને આપનાર તથા સર્વ અનર્થની વૃદ્ધિ કરનાર બને છે. અર્થાત્ શાસનની મલિનતા કરનાર ઘોર મિથ્યાત્વ મોહનીય કર્મ બાંધી સંસારમાં દીર્ઘકાળ સુધી ભટકે છે, નરકાદિના ઘોર અને ભયંકર દુઃખોને સહન કરે છે. પંયસૂત્રમાં બીજા સૂત્રમાં શ્રાવકને પણ "લોકવિરુદ્ધ ત્યાગ"નું ખૂબ ભારપૂર્વક જણાવેલ છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય "परिहरिज्जा सम्मं लोगविरुद्ध, करुणापरे जणाणं न खिसाविज्ज धम्मं, संकिलेसो खु एसा परमबोहिबीअमबोहिफलमप्पणोत्ति । एवमालोएज्जा, न खलु इत्तो परो अणत्यो, अंधत्तमेअं संसाराडवीए, जणगमणिट्ठावयाणं, अइदारुणं सरुवेणं, असुहाणुबंधमच्चत्थं ।। લોકોને અધર્મ ન થાય તેવી કરુણાબુદ્ધિથી લોકવિરૂદ્ધ એટલે લોકને સંક્લેશ કરાવે, તેવા કાર્યોનો ત્યાગ કરવો. લોકો દ્વારા પણ ધર્મની નિંદા ન થાય તેનું ધ્યાન રાખવું. ઘર્મનિંદા એ - અશુભભાવપણાના કારણે મોટો સંક્લેશ છે, બીજાને અબોધિ (મિથ્યાત્વ)નું બીજ છે, અને બીજા દ્વારા ધર્મની નિંદા કરાવવાના કારણે પોતાને એટલે કે લોકવિરુદ્ધ આચરનારને પણ મિથ્યાત્વનું ફળ મળે છે. વળી આમ વિચારવું કે અબોધિફળથી કે તેના કારણભૂત લોકવિરૂદ્ધ વ્યવહારથી વિશેષ (મોટો) કોઈ અનર્થ નથી. અબોધિફળ કે લોકવિરૂદ્ધ વ્યવહાર એ સંસાર અટવીમાં આંધળાપણુ છે કેમકે તેનાથી હિત જોઈ કે જાણી શકાતું નથી. નારકાદિ અનિષ્ટ આપત્તિઓનું કારણ છે. સંક્લેશોની પ્રધાનતાના Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૭. લોકવિરુદ્ધત્યાગ........... આર્યત્વની અતર્યાત્રા કારણે સ્વરૂપથી અતિદારૂણ છે. પરંપરાએ મિથ્યાત્વ આગળ વધવાના કારણે આનાથી (લોકવિરૂદ્ધ કાર્યોથી) અત્યંત અશુભના અનુબંધો પડે છે જેની ભયંકર પરંપરા ચાલે છે. માટે જ કહ્યું છે કે - "लोकः खल्वाधारः सर्वेषां धर्मचारिणां यस्मात् । तस्माल्लोकविरुद्धं धर्मविरुद्धं च सन्त्याज्यम् ।।" ધર્મ આચરનાર સર્વેને લોક આધાર છે તેથી લોકવિરૂદ્ધ અને ધર્મવિરૂદ્ધનો અવશ્ય ત્યાગ કરવો. લોકવિરૂદ્ધમાં કઈ-કઈ વસ્તુઓ આવે તે વિશેષ કરીને વિચારીએ - લોકોના ચિત્તમાં સંક્લેશ ઉભો કરે, ખેદ-દુર્ભાવ પેદા કરે એવા કાર્યો, એવા બોલ, એવા અનુચિત વ્યવહાર એ લોકવિરુદ્ધ છે. લોકવિરુદ્ધ કાર્યો ત્રણ પ્રકારના છે - ૧. ઈહલોકવિરુદ્ધ. ૨. પરલોકવિરુદ્ધ. ૩. ઉભયલોકવિરુદ્ધ. આ ત્રણે પ્રકારના કાર્યો લોકને વિમુખ કરે છે, અધર્મ પમાડે છે, લોકના હૈયામાં સંક્લેશ ઉભો કરે છે, આમ અનેકના સંક્લેશમાં નિમિત્તભૂત થવાથી Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫૮ આપણને પણ ઘોર કર્મ બંધાય છે આવતા સંક્લેશો ઉત્પન્ન થાય છે. ઈહલોકવિરુદ્ધ કાર્યો આ પ્રમાણે બતાવ્યા છે सव्वस्स चेव णिदां, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ।।१।। बहुजणविरुद्धसंगो', देसादाचारस्स लंघणं चेव । उव्वणभोओ अ तहा दाणाइवियडमन्ने उ ।।२।। साहुवसणम्मि तोसो', सइ सामत्थम्मि अपडियारो अ एवमाइयाइं इत्थं लोयविरुद्धाइं णेयाइं || ३ || १० ૧. સર્વ જનોની નિંદા જય વીયરાય અને તે ઉદયમાં ૨. ગુણસમૃદ્ધજનો (આચાર્યાદિ મહાપુરુષો)ની નિંદા. ૩. સરળભાવે ધર્મ કરનારની મશ્કરી. I લોકમાં પૂજનીય રાજા, મંત્રી, શ્રેષ્ઠિ વગેરેની હીલના. ૭. ઉદ્ભટ વેશ તથા ૮. ૪. ૫. બહુજન વિરૂદ્ધ એવા લોકોની સંગતિ. ૬. દેશ, જ્ઞાતિ, કુલ વગેરેની ઉત્તમ મર્યાદાઓનું ઉલ્લંઘન. - ઉદ્ભટ ભોગો. અન્ય આચાર્યોના મતે દાનાદિ કાર્યોને ખૂબ પ્રસિદ્ધ કરવા. Page #76 -------------------------------------------------------------------------- ________________ લોકવિરુદ્ધત્યાગ........... આર્યત્વની અતર્યાત્રા પ૯ ૯. ઉત્તમ પુરુષોની તકલીફમાં-પીડામાં સંતોષ-આનંદ પામવો, રાજી થવું. ૧૦. છતી શક્તિએ તેનો પ્રતિકાર ન કરવો. તેમની રક્ષા ન કરવી. આદિથી પૈશૂન્ય, અભ્યાખ્યાન, કલહ વગેરે બીજા પણ કાર્યો જાણવા. ખરકર્મ-આરંભ સમારંભના કાર્યો, ઘણી હિંસા થતી હોય તેવા બધા કાર્યો, પંદર કર્માદાન વગેરે પરલોક વિરૂદ્ધ છે. તેવી જ રીતે જુગાર, શિકાર, ચોરી, માંસાહાર, મદિરાપાન, પરસ્ત્રીગમન, વેશ્યાગમન... આ સાત વ્યસનો ઉભયલોક વિરૂદ્ધ છે. અહીં જો કે નિંદાથી પણ પરલોક બગડે જ છે. છતાં નિંદાદિ કાર્યોથી આ લોક પ્રધાનતયા બગડે છે. આ લોકમાં તિરસ્કારાદિને પમાડે છે અને પરલોકને પણ બગાડે છે. આમ અમુક જાતિની પ્રધાનતાદિની વિવક્ષા કરીને લોકવિરુદ્ધ કાર્યોને ત્રણ ભાગમાં વિભાજિત કર્યા. હવે આ લોકવિરૂદ્ધ કાર્યોને થોડા વિસ્તારથી વિચારીએ. ઈહલોકવિરૂદ્ધમાં દશ વાતો દેખાડી છે - પ્રથમ વાત છે નિંદા - Page #77 -------------------------------------------------------------------------- ________________ (૧) નિંદા નિંદા એ આત્માનો મોટામાં મોટો દુર્ગુણ છે. સામામાં દોષ ન હોય કે હોય પણ તેની નિંદા કરવાથી અતિક્રૂર ફળ મળે છે. ઉપદેશમાળામાં જણાવ્યું છે - "બીજામાં જે દોષ હોય તેની નિંદા કરવાથી તે દોષોની નિંદકને પ્રાપ્તિ થાય છે." બીજાની ખાવાની પ્રવૃત્તિની નિંદા કરનાર તપસ્વીઓની તપોશક્તિ આ જ ભવમાં નષ્ટ થયાનું ઘણું જોવા મળેલ છે. નિંદા કરવાથી આત્મામાં ગુણો હોય, તો તેનો નાશ થાય છે, ગુણો ન હોય તો ભવિષ્યમાં ગુણોની પ્રાપ્તિ દુર્લભ બને છે. નિંદાથી લોકમાં પણ અપ્રિય થવાય છે. જેની નિંદા થાય તેઓ સાથે વૈર પણ બંધાય છે. નિંદા એ ખતરનાક કુટેવ છે, ઉગ્ર અને ઘોર તપ-સંયમની સાધના નિંદાથી નિષ્ફળ જાય છે. નિંદાની ટેવવાળા જીવો ગુણાનુરાગી નથી બની શકતા, બીજા ગુણિયલ જીવોમાં પણ તેને દોષો દેખાય છે. નિંદા એક જાતની ચળ છે. તેને દૂર કરવી ખૂબ કઠણ છે. ઘણી વાર દેખાય છે કે - રાત્રે સ્વાધ્યાય વિ.માં નિદ્રા, ઝોકા વગેરે આવે છે, પણ જો કોઈ નિંદાદિ વિકથા શરૂ થઈ જાય તો આખી રાત માણસ જાગી શકે. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૧ નિંદા....... સર્વત્વથી શૂન્યત્વ તરફ મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.એ યતિધર્મ બત્રીશીમાં કહ્યું છે - "નિંદક નિચે નારકી, બાહ્યરુચિ મતિઅંધ, આત્મજ્ઞાને જે રમે, તેહને તો નહિ બંધ. ગા. ૨૭ "નિંદા તજીએ પરતણી, ભજીએ સંયમ રંગ" ગા. ૩૧ આપણે પણ મહાપુરૂષોનો ઉપદેશ સ્વીકારી નિંદાને હંમેશ માટે છોડી દેવી જોઈએ. નિંદા છોડવી ખુબ મુશ્કેલ છે. મહાન તપસ્વી અને સંયમી આત્માઓ પણ નિંદાને છોડી શકતા નથી, તેથી જ અહીં જયવીયરાય સૂત્રમાં આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ! 'નિંદા' નામની લોકવિરુદ્ધપ્રવૃત્તિનો મારા જીવનમાં સદંતર ત્યાગ થાઓ. હું નિંદક મટીને ગુણાનુરાગી બનું. ક્ષાયિક સમ્યસ્વી એવા કૃષ્ણ મહારાજા નિંદાથી પર હતા. તેમની પ્રશંસા સાંભળી પરીક્ષા કરવા દેવે રસ્તામાં અત્યંત દુર્ગધમય સડેલી કુતરીનું મડદુ વિકુવ્યું. કૃષ્ણ મહારાજા સપરિવાર ત્યાંથી જઈ રહ્યા હતા. આગળ ચાલતા સર્વે દુર્ગછાપૂર્વક નાક પર કપડુ રાખી દુર્ગચ્છા પૂર્વક ત્યાંથી પસાર થયા. કૃષ્ણ મહારાજા જ્યારે ત્યાંથી પસાર થયા ત્યારે દુર્ગધમય સડેલી Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જય વીયરાય કુતરીના સફેદ ચમકતા દાત જોઈને “આના દાંત કેટલા સુંદર છે” એમ પ્રશંસા કરતા આગળ ચાલ્યા. આ કૃષ્ણમહારાજાની દૃષ્ટિ હતી. સ્તુતિ નવ કીજે આપણી, નવ કીજે નિંદા ય; ઉપદેશમાળા ઈમ કહે, તપ જપ સંયમ જાય. માસખમણને પારણે, એક સિક્ત લઈને ખાય; પણ નર નિંદા નવ તજે, નિચે દુર્ગતિ જાય. પરનિંદા પેઠે કરે, વહેતો પાતિક પૂર; દુર્ગતિ દશવૈકાલિકે, કહી સિર્જભવસૂર -કવિ ઋષભદાસ રચિત બાહુબલીરાસ (૨) ગુણીજનની નિંદા સામાન્ય જનની નિંદા પણ અત્યંત ખરાબ છે તો ગુણીજનની નિંદા માટે તો શું કહેવું ? એ તો અત્યંત ક્લિષ્ટ છે, આત્માનો અતિસંક્લિષ્ટ પરિણામ છે. ગુણોનો સર્વથા નાશ કરનાર છે, તીવ્ર અશુભ અનુબંધને બંધાવનાર છે. નરકાદિ દુઃખોમાં રખડાવનાર છે. વ્યાખ્યાનકાર મુનિઓએ પણ પ્રતિપક્ષના મુનિઓની નિંદા પાટ પરથી કરવી ઉચિત નથી. ગૃહસ્થોના હૈયામાંથી મુનિઓ પ્રત્યેની શ્રદ્ધા તુટી જાય. તેવું કરવાથી ગૃહસ્થો મિથ્યાત્વ પામે છે. તેમને બોધિ દુર્લભ થાય છે. તેમાં નિમિત્ત થવાના કારણે ઉપદેશક Page #80 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનની નિંદા........ પથ્થર બાંધીને ડુબકી ૬૩ મુનિને પણ બોધિદુર્લભ થાય છે. જીવાનુશાસનમાં આ અંગે સુંદર વાત જણાવી છે – "जं दुसमभावाओ एगे अलसा सधम्मकज्जेसु । अन्ने तदोसविकत्थणाए लोयाण सावेक्खा ॥ तह पन्नविंति धम्मं जह नियपक्खस्स होइ परपुट्ठी। जाणंति णेय मूढा अत्ताणं वंचिमो एवं ॥ जह सरणमुवगयाणं, जीवाणिच्चाइ णिसुणिऊणं पि। अवग्गणियभवदंडा, किर सच्चपरुवया अम्हे ॥ જેથી કરીને દુષમકાળના પ્રભાવથી સ્વધર્મકાર્યોમાં કેટલાક (મુનિઓ) આળસુ (પ્રમાદી) હોય છે. બીજા મુનિઓ લોકોની આગળ આક્ષેપ પુરસ્સર તેમના દોષ પ્રગટ થાય તેવી રીતે ધર્મની પ્રરૂપણા કરે છે કે જેથી પોતાના પક્ષની વિશેષ પુષ્ટિ થાય. આ રીતે ધર્મની પ્રરૂપણા કરનારા મૂઢ એવા તેઓ જાણતા નથી કે આપણા આત્માને જ આપણે આ રીતે ઠગી રહ્યા છીએ. નદ સ૨ળમુવીયા નીવા" - ઉસૂત્ર-પ્રરૂપક આચાર્ય શરણે આવેલા જીવોના મસ્તક કાપે છે - એવી ગાથા સાંભળવા છતાં, સંસારભ્રમણના દંડની અવગણના કરીને પાછા અમે જ સાચા પ્રરૂપક છીએ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ જય વીયરાય એમ જાહેર કરે છે.. टीका -'जह सरणमुवगयाणं जीवाणं निकिंतइ सिरे । जो उ एवं आयरिओ वि हु उस्सुतं पन्नवितो य ।। અર્થ - જેમ કોઈ શરણે આવેલા જીવોના માથા કાપે છે, તે રીતે ઉસૂત્રપ્રરૂપક આચાર્ય પણ કરે છે. અહિં પણ આત્મકલ્યાણ માટે પ્રભુની વાણી સાંભળવા આવનારની સમક્ષ બીજા મુનિઓના દોષ પ્રગટ કરી સ્વપક્ષની પુષ્ટિ કરનાર ઉપદેશકો તેમની ભાવ કતલ કરી રહ્યાનું શાસ્ત્રકાર ભગવંતો કહે છે. તેથી જ શાસ્ત્રકારો આગળ જતા ફરમાવે છે - "मा देसु तेसु मणयं वि माणसं माणमुव्वहंतेसु । धम्मरयपुव्वसूरीण मग्गं भग्गं कुणतेसु ।। માટે આવા અભિમાનને વહન કરતા, (અમે જ સાચા-બીજા બધા ખોટા, અમે જ સમ્યક્તી બીજા બધા મિથ્યાત્વી એવા અભિમાનને વહન કરતા), ધર્મમગ્નપૂર્વઋષિઓના માર્ગને ભગ્ન કરતા, તોડી નાંખતા, એવા તેઓ પ્રત્યે સહેજ પણ મન ન આપવુ અર્થાત્ તેમના પ્રત્યે મનને જરા પણ જવા ન દેવું. ટૂંકમાં શાસ્ત્રકાર ભગવંતોનું એવું કહેવું છે કે - જેઓ પોતાના પક્ષની પુષ્ટિ કરવા પરપક્ષના મુનિઓના Page #82 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનની નિંદા......... પથ્થર બાંધીને ડુબકી ૬૫ છતા કે અછતા દોષોને લોકોની આગળ આક્ષેપપૂર્વક પ્રગટ કરે છે તેઓ શ્રોતાઓની ભાવ કતલ કરી રહ્યા છે અને પૂર્વાચાર્યના માર્ગનો નાશ કરી રહ્યા છે, માટે તેવાઓના વચનને સહેજ પણ મનમાં ન લેવું. કોઈની પણ નિંદા માત્ર ખરાબ છે પણ ગુણીજનોની નિંદા અત્યંત નિકૃષ્ટ છે, તીવ્ર અશુભાનુ-બંધ કરાવનાર છે, ભયંકર સંસારમાં રખડાવનાર છે. માટે પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે પ્રભુ ! મારા જીવનમાં ગુણીજનની નિંદા ક્યારે પણ ન આવે. લોકવિરુદ્ધ એવી આ વસ્તુને હું ત્યાગુ.. સમ્યગ્દષ્ટિ જીવોને પણ ઉત્કૃષ્ટથી અર્ધપુદ્ગલ પરાવર્ત સંસારકાળ કહ્યો છે, તેમાં પણ કારણ મુખ્યતઃ ઉત્તમપુરુષોની નિંદાદિ જ લગભગ છે. ઉપમિતિ ભવપ્રપંચામાં સાધુપણું પ્રાપ્ત કર્યા પછી પણ નિંદામાં પડનાર જીવ કેવા ઘોર કર્મબંધ કરીને સંસારમાં ઘોર દુઃખો સહન કરે છે, તેનું વર્ણન કરેલ છે, જે તેના જ શબ્દોમાં જોઈએ. अन्यदा मानवावासमध्यवर्तिनि सुन्दरे । पुरे सोपारके पल्या, नीतोऽहं नीरजेक्षणे ||९९१।। Page #83 -------------------------------------------------------------------------- ________________ ६६ જય વીયરાય वणिजः शालिभद्रस्य भार्याऽस्ति कनकप्रभा | जातस्तस्याः सुतोऽस्मीति तत्र नाम्ना विभूषणः । । ९९२ ।। अथ सूरिं सुधाभूतमासाद्य शुभकानने । पुनर्दृष्टौ मया भद्रे !, महत्तमसदागमौ ।। ९९३ ।। ततश्च, तत्त्वश्रद्धानसम्पन्नो, भावतो विरतिं विना । जातो गुरूपरोधेन, श्रमणोऽहं तदानघे ! ।।९९४।। ततो गृहीतलिङ्गस्य, साधुमध्येऽपि तिष्ठतः । जातं मे कर्मदोषेण वैभाष्यनिरतं मनः । । ९९५ ।। ततः प्रबलतां प्राप्ता महामोहादयः पुनः । जातौ च भावतो दूरे, महत्तमसदागमौ । । ९९६ ।। ततो निमित्तमासाद्य, निमित्तविरहेण वा । स्वभावादेव सम्पन्नस्तदाऽहं परनिन्दकः । । ९९७ ।। तपस्विनां सुशीलानां, सदनुष्ठानचारिणाम् । अन्येषामपि कुर्वाणो, निन्दां नो शङ्कितस्तदा ।। ९९८ ।। किं बहुना, " , / तीर्थेश्वराणां सङ्घस्य, श्रुतस्य गणधारिणाम् । आशातनां दधानेन, मया पृष्ठं न वीक्षितम् ।।९९९ ।। गृहीतयतिवेषोऽपि, पापात्मा गुणदूषकः । महामोहवशाज्जातो, मिथ्यादृष्टिः सुदारुणः ।।१०००।। Page #84 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ગુણીજનની નિંદા.... પથ્થર બાંધીને ડુબકી ततोऽतिघोरदुर्भेदकर्मसङ्घातपूरितः | सजातोऽहं पुनर्भद्रे !, तादृश्या पापचेष्टया ||१००१।। ततोऽनन्तं पुनः कालं, दुःखसागरमध्यगः । प्रायः समस्तस्थानेषु, भ्रमितोऽहं स्वभार्यया ||१००२।। समस्तद्रव्यराशेश्च, भवनोदरचारिणः । तदा स्पृष्टं मयोपाधू, भ्रमता वर्गणेक्षया ||१००३।। न सा विपद् न तदुःखं, न सा गाढविडम्बना । लोकेऽस्ति पद्मपत्राक्षि, या न सोढा मया तदा ||१००४ ।। અન્યદા માનવાવાસમધ્યે સોપારક નામના નગરમાં મને લઈ જવાયો. ત્યાં શાલિભદ્ર વણિકની કનકપ્રભા ભાર્યા છે. તેનો હું વિભૂષણ નામે પુત્ર થયો. સુધાભૂત નામના આચાર્યને પામીને મેં ફરી મહત્તમ (સમ્યગ્દર્શન) અને સદાગમ (સમ્યજ્ઞાન) ને જોયા. તત્ત્વશ્રદ્ધા પ્રાપ્ત થઈ છતાં ભાવથી વિરતિ વિના ગુરુના આગ્રહથી હું શ્રમણ થયો. ત્યારે સાધુવેશને ધારણ કરતો, સાધુઓની વચમાં રહેતા કર્મના દોષથી મારું મન વિકલ્પોવાળ થયું. મહામોહાદિ પ્રબળ થયા તેથી મહત્તમ, સદાગમ દૂર થયા. તેથી નિમિત્તને પામીને કે નિમિત્ત વગર સ્વભાવને Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જય વીયરાય કારણે હું પરનિંદક થયો. તપસ્વી, સંયમી, ઉત્તમ આયારો પાળનારા મહાત્માઓની મેં નિઃશંકપણે નિંદા કરવા માંડી, વિશેષ શું કહ્યું - તીર્થકર ભગવંતો, સંઘ, શ્રત, ગણધર ભગવંતોની આશાતના કરતા મેં જરા પણ પાછુ ના જોયું. સાધુવેષ હોવા છતાં ગુણદૂષક, પાપાત્મા, મહામોહવશે ભયંકર મિથ્યાદષ્ટિ થયો. નિંદાની આ પાપચેષ્ટાથી મેં અતિઘોર દુર્ભેદ કર્મનો સંગ્રહ કર્યો. તેથી દુઃખના સમુદ્રમાં ડુબતો અનંતકાળ સુધી સર્વ યોનિઓમાં, સ્થાનોમાં ભટક્યો. અર્ધપુદ્ગલ-પરાવર્ત સુધી ભમતાં મેં સર્વ દુઃખો સહ્યાં. વિશ્વમાં એવી કોઈ વિપદ્ નથી, એવું કોઈ દુઃખ નથી, કે એવી કોઈ ગાટ વિડંબના નથી કે તે મેં એ વખતે સહન ન કરી હોય... અર્થાત્ સાતે નારકીના, સર્વપ્રકારના તિર્યંચોના, મનુષ્યોના અને દેવલોકના પણ દુઃખો મેં સહ્યા.. મહાપુરૂષોની નિંદાનું આ કેવુ ભયંકર પરિણામ !. સમ્યક્ત પામેલો જીવ, અરે, સાધુધર્મ સુધી આવેલો જીવ નિંદાના રસમાં ઓતપ્રોત બની, શાસન-સંઘ-અરિહંતસાધુ-સાઘર્મિકાદિની આશાતના કરી અનંતકાળ સુધી નરક, નિગોદ, તિર્યંચ આદિના કારમાં દુઃખો સહન Page #86 -------------------------------------------------------------------------- ________________ ગુણીજનની નિંદા....... પથ્થર બાંધીને ડુબકી ૬૯ કરે છે. માટે નિંદાના આ કાતિલરસથી સાવધાન બની ભવ-ભ્રમણથી અટકીએ. પ્રભુને પ્રાર્થના કરીએ "દેવાધિદેવ ! આપના અચિંત્ય પ્રભાવથી અત્યંત નિકૃષ્ટ, તીવ્ર અશુભાનુબંધ કરાવનાર, ગુણીજનની નિંદારૂપ લોકવિરૂદ્ધકાર્ય મારા જીવનમાં ન આવે અને આવેલ હોય તો દૂર થાય"... ૬ अवर्णवादी महापापकारी अवर्णवादी नरकावतारी । अवर्णवादी हरते गुणालीन् अवर्णवादं त्यज भाग्यशालिन् ।। અવર્ણવાદી મહાપાપને કરનારો છે. અવર્ણવાદી નરકમાં જનારો છે. અવર્ણવાદી ગુણસમૂહને હરનારો છે. માટે હે ભાગ્યશાળી ! અવર્ણવાદને છોડી દે ૫.પૂ. લબ્ધિસૂરિ મ. Page #87 -------------------------------------------------------------------------- ________________ 90 જય વીયરાય (૩) ૩Yધમ્મરસને | સરળ ભાવે ધર્મ કરનારની મશ્કરી. ઋજુ એટલે સરળ. પણ સરળતા સાથે જેમની મતિ તીવ્ર નથી તેવા જીવો અવ્યુત્પન્નમતિવાળા હોય છે. આ જીવો સરળ છે, પણ બુદ્ધિની તીવ્રતાના અભાવે ધર્મના અનુષ્ઠાનોમાં ઘણી વાર ખામી આવે છે, ભૂલો થાય છે, અવિધિઓ થાય છે, વગેરે.. તેઓની ક્ષતિઓની મશ્કરી કરવી એ લોકવિરુદ્ધ કાર્ય છે. તેઓની મશ્કરી કરતા તેઓ પણ વિરુદ્ધ થઈ જાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે - "વદવો વ્યુત્પન્ન एव लोकास्ते च तद्धर्माचारहसने सति विरुद्धा एव મવત્તિ" ઘણા જીવો અવ્યુત્પન્ન બુદ્ધિવાળા હોય છે, તેઓના ધર્માચરણની મશ્કરી કરતા તેઓ વિરુદ્ધ થાય છે. ઉંચો ધર્મ કરનારે પણ પોતાનાથી નીચી કક્ષાના અલ્પ ધર્મ કરનાર પ્રત્યે અસદ્ભાવ નથી કરવાનો, પણ સદ્ભાવ રાખવાનો છે. એટલું જ નહિ, પણ અલ્પધર્મ કરનારની પણ અનુમોદના કરવાની છે. મોટા ગચ્છાધિપતિ જેવા આયાર્યો પણ આજના નૂતન દીક્ષિતના પણ તપ-ત્યાગની અનુમોદના કરે છે, અરે Page #88 -------------------------------------------------------------------------- ________________ સરળ ભાવે ધર્મ કરનારની મશ્કરી ગૃહસ્થોની પણ સાધના અને સુકૃતોની અનુમોદના કરે છે. મહોપાધ્યાય યશોવિજયજી મ. અમૃતવેલ સજ્ઝાયમાં જણાવે છે - ૭૧ "થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે... દોષ લવ નિજ દેખતા, નિર્ગુણ નિજ આત્મા જાણ રે... બીજાના અલ્પ પણ ગુણને સાંભળી મનમાં હર્ષ લાવ, અને પોતાનો થોડો પણ દોષ જાણીને આત્માને નિર્ગુણ જાણ... સરળતાથી ધર્મ કરનારના પણ ભાવ વગેરેની અનુમોદના કરવાની છે, અલ્પમતિના કારણે તેમના ધર્મના અનુષ્ઠાનોમાં ખામી આવતી હોય, તો તેમને પ્રેમથી સમજાવી સુધારો કરવો જોઈએ. ઋજુતાથી ધર્મક્રિયા કરનારની હાંસી કરવાથી આપણો ઋજુતા ગુણ નાશ પામે છે. વક્રતાદિ દોષો આપણા આત્મામાં પ્રવેશ કરે છે. વળી ધર્મક્રિયાની હાંસી થવાથી ભવાંતરમાં ધર્મની પ્રાપ્તિ દુર્લભ થાય છે, આપણે દુર્લભબોધિ થઈએ. માટે સરળજીવોથી થતી ક્ષતિવાળી પણ ધર્મક્રિયાઓની સહેજ પણ હાંસી Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જય વીયરાય ન કરવી. પરમાત્માને પ્રાર્થના કરીએ કે લોકવિરૂદ્ધ એવી પ્રવૃત્તિઓ મારા જીવનમાં ન આવે, અને હોય તો પણ તે જલ્દીથી દૂર થઈ જાય. (४) रीढा जणपूयणिज्जाणं જનપૂજનીયોની હેલના રાજા, મંત્રી, નગરશેઠ, શ્રેષ્ઠિ વગેરે જે લોકમાં ઉચ્ચસ્થાને બેસેલાઓ છે તેઓની હીલના-લઘુતા વગેરે કરવાથી તેમના જોડે શત્રુભાવ થાય છે, દુશ્મનાવટ થાય છે, જેના કારમાફળ ભોગવવા પડે છે. ધર્મરક્ષાદિ વિષે, પ્રયોજન વિના ઉચ્ચસ્થાને બેઠેલાઓ જોડે વિરોધ ઉભો થાય તેવુ કરવુ એ સ્વ-પરને અહિતકારક છે. રાજાદિ બધા છદ્મસ્થ સંસારી જીવો છે. તેમની વિરુદ્ધ જવાથી તેઓ આપણને દાઢમાં રાખે છે. અવસરે બદલો લઈ ભારે આપત્તિમાં નાંખે છે. વળી રાજાદિ યોગ્ય હોય, પાત્ર હોય, સ્વ-પરના કાર્યો કરતા હોય, તેવાઓની હીલના કરતા પાત્ર જીવોની નિંદા વગેરેથી આપણી પણ પાત્રતા નાશ પામે અથવા ભવિષ્યમાં પાત્રતા મળે નહીં તેવી સ્થિતિ થાય છે. परापवादो हि बहुदोषः, यदाह वाचकचक्रवर्ती Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૩ નપૂજનીયોની અવગાહના परपरिभवपरिवादादात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभवमनेकभवकोटिदुर्मोचम् । तदेवं सकलजनगोचरोऽप्यवर्णवादो न श्रेयान्, किं पुनः नृपपुरोहितादिषु बहुजनमान्येषु । नृपाद्यवर्णवादात्तु प्राणनाशादिरपि दोषः स्यात् । अत उक्तं नृपादिषु विशेषतः-इति । પરનિંદા મોટો દોષ છે. વાચક ચક્રવર્તીએ કહ્યું છે- “પરનિંદા અને આત્મોત્કર્ષથી નીચગોત્ર કર્મ બંધાય છે. પ્રત્યેક ભવમાં અને કરોડો-કરોડો ભવો સુધી છુટી ન શકે તેવું બંધાય છે. કોઈપણ જીવનો અવર્ણવાદ (નિંદા) અહિતકારી છે, તો પછી લોકમાન્ય એવા રાજા-પુરોહિતાદિની નિંદાથી શું નુકશાન ન થાય ? નૃપાદિના અવર્ણવાદથી પ્રાણ નાશ વગેરે તકલીફ પણ થાય. માટે જ કહ્યું છે "તૃપાદિષ વિશોષતઃ" રાજાઓ વગેરેની ઘોર નિંદા કરી, તેમના થોડા -ઘણાં નાના દોષોને મોટા કરી, પ્રજામાં તેમના પ્રત્યે અસંતોષ ઉભો કરી, રાજાશાહીને નાબુદ કરી, ભારતની પ્રજાએ રાજાશાહીથી વધુ ભયંકર એવી લોકશાહી પ્રાપ્ત કરી પોતાના હાથે જ પોતાના પગ પર કુહાડો માર્યો છે... Page #91 -------------------------------------------------------------------------- ________________ (५) बहुजणविरूद्धसंगो બહુજન વિરૂદ્ધ સંગ લોકવિરૂદ્ધ પાંચમુ કાર્ય છે 'બહુજનવિરૂદ્ધ સંગ...' શિષ્ટ સમાજમાં જેનો વિરોધ હોય તેવા અશિષ્ટ જનોની સોબત ખૂબ નુકસાનકારક છે. "જેવો સંગ તેવો રંગ" આ કહેવત ઘણું સૂચવે છે. તમને કોની સોબત ગમે છે તેના પરથી તમારા અંતરના ભાવ પણ જાણી શકાય છે. પ્રાયઃ કરીને જુગારી, ગુંડા, કુર, ખૂની, હિંસક, ક્ષુદ્ર વગેરે જનો પ્રત્યે લોકોનો વિરોધ હોય છે. જેઓ સરળ લોકોને લૂંટે છે, લોક પર અપકાર કરે છે આવી વ્યક્તિઓ પ્રત્યે લોકમાં વિરોધ હોય છે. આવી વ્યક્તિઓની સોબતથી આપણામાં પણ તેઓના જેવા દોષો ઉભા થાય છે. ખાસ કરીને મોટા ભાગની પ્રજાના વિરોધના ભાજન થવું પડે છે જે અનેક રીતે અનર્થકારક થાય છે. ક્યારેક કોઈ ઉત્તમકાર્ય કે ધર્મના સિદ્ધાંતોની રક્ષા વગેરે વખતે લોકપ્રવાહની વિરૂદ્ધ જવુ પડે તે બહુજનવિરુદ્ધ સંગ ન ગણાય. શિષ્ટજનોના વિરોધીઓનો સંગ એ બહુજનવિરુદ્ધ સંગ છે... Page #92 -------------------------------------------------------------------------- ________________ o૫ બહુજન વિરૂદ્ધ સંગ (૬) ફેસલાવાર સંપળ (૬) દેશ-જ્ઞાતિ-કુલ વગેરેની ઉત્તમ મર્યાદાઓનું ઉલ્લંઘન... तथा ख्यातस्य प्रसिद्धस्य तथाविधापरशिष्टसम्मततया दूरं रूढिमागतस्य देशाचारस्य सकलमण्डलव्यापाररूपस्य भोजनाच्छादनादिचित्रक्रियात्मकस्य प्रपालनमनुवर्तनम् । तदाचारातिलङ्घने तद्देशवासिजनतया सह विरोधसम्भावनाकल्याणलाभः स्यादिति । पठन्ति चात्र लौकिकाः . यद्यपि सकलां योगी छिद्रां पश्यति मेदिनीम् । तथापि लौकिकाचारं मनसाऽपि न लङ्घयेत् ।। અનેક શિષ્ટ પુરુષની સંમતિથી લાંબા ટાઈમથી રૂટિને પામેલ, સમસ્ત દેશમાં પ્રવૃત્ત થયેલ ભોજનઆચ્છાદનાદિ વિચિત્ર ક્રિયાના પાલનરૂપ દેશાયારનું પાલન કરવું જોઈએ. આવા આયારોના ઉલ્લંઘનથી દેશના લોકો જોડે વિરોધ થાય છે તેથી અહિત થાય છે. લૌકિકો કહે છે, "યોગીઓ જો કે આખી પૃથ્વીને દોષિતરૂપે જુવે છે તો પણ મનથી પણ લોકાચારને ઓળંગે નહીં." આર્યદેશ-ઉત્તમકુળ-શ્રેષ્ઠજ્ઞાતિ વગેરેમાં ઘણી-ઘણી ઉત્તમ મર્યાદાઓ હોય છે. આ ઉત્તમ મર્યાદા જ જીવોને સદાચારમાં તથા ઉત્તમ શુભ ભાવોમાં સ્થિર રાખી શકે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જય વીયરાય આર્યદેશની ઉત્તમ મર્યાદાઓ ૧. અર્થપ્રાપ્તિમાં પ્રામાણિકતા ૨. સાંસારિક વિષયસુખોમાં સદાચાર 3. મહાહિંસક વ્યાપારોનો ત્યાગ. આ મર્યાદાઓના પાલનથી આલોક-પરલોકમાં સુખી થવાય છે. સમાજની સુચારૂ વ્યવસ્થા પણ સ્થિર રહે છે. આ દેશમાં એવા પણ ઉત્તમ વ્યાપારીઓ હતા અને છે કે જેઓ ભુલથી પણ અન્યની રકમ આવી ગયેલ હોય તો તે યાદ કરીને પરત કરતા. ધર્મશાસ્ત્રોએ પણ "ન્યાયસંપન્ન" વિભવને વખાણ્યો છે. ન્યાયસંપત્તિથી પ્રાપ્ત થયેલ સંપત્તિ સ્થિર રહે છે, સુખપૂર્વક ભોગવી શકાય છે... અન્યાયથી પ્રાપ્ત થયેલ વૈભવ મનમાં અશાંતિ ઉભી કરે છે, ખરાબ વિચારો ઉત્પન્ન કરે છે. બીજા પણ શારીરિક, કૌટુંબિક, સામાજિક વગેરે અનર્થો ઉભા કરે છે અને ટૂંક સમયમાં નાશ પામે છે... આજે સમાજમાં-રાષ્ટ્રમાં જે ભયંકર અશાંતિ, અરાજકતા છે તે અન્યાયોપાર્જિત વૈભવના કારણે છે. ઘણાં સરકારી કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે લાંચ-રૂશ્વત વગેરેથી ઘણુ ઘન મળે છે, પણ એ બધું જ કુટુંબમાં બિમારી કે બીજી તકલીફો Page #94 -------------------------------------------------------------------------- ________________ બહુજન વિરૂદ્ધ સંગ વગેરેથી ખલાસ થઈ જાય છે. અન્યાયોપાર્જિત દ્રવ્ય માણસને વિપરીત માર્ગ પણ લઈ જાય છે. ચારિત્ર્યથી ભ્રષ્ટ પણ કરે છે. સ્વામીનો દ્રોહ, જેણે વિશ્વાસ રાખ્યો છે તેવા મિત્રનો દ્રોહ, બંધુનો દ્રોહ, કુટુંબનો દ્રોહ વગેરેથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય એ અન્યાયોપાર્જિત દ્રવ્ય છે. આજના ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ વગેરેના કાયદાઓ પણ અનીતિમાં નિમિત્તભૂત બને છે... જેને ત્યાં નોકરી કરી હોય, જેના દ્વારા ધંધાની લાઈન વગેરે મળી હોય, જેની પાસેથી ધંધો શિખવા મળ્યો હોય તેની સામે પડો, તેની સાથે તે જ ધંધામાં હરીફાઈ કરવી, તેના જ ઘરાકો વગેરે ઝડપી લેવા એ સ્વામીદ્રોહ છે. જેની પાસેથી ધંધાની કંઈ લાઈન વગેરે મળી હોય તેના પ્રત્યે સદા કૃતજ્ઞતા ભાવને રાખવો જોઈએ. હીરાના મોટા વેપારી, કરોડોના દાન કરનાર કે. પી. સંઘવીવાળા બાબુભાઈ વારંવાર પ્રસંગોમાં પોતાનો પહેલો હાથ પકડી ધંધામાં જોડનાર પોતાના બનેવી નટુભાઈને સતત યાદ કરે છે. ખંભાતના બાબુભાઈ નોકરી ધંધા માટે મુંબઈ ગયા. દવાની દુકાનમાં વર્ષો સુધી નોકરી કરી. આવડત Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જય વીયરાય આવી ગયા પછી સ્વતંત્ર ધંધો કરવા વિચાર્યું પણ શેઠની સામે દુકાન કરતા સ્વામીદ્રોહ લાગે માટે મુંબઈ છોડી ખંભાતમાં આવી દવાની દુકાન ચાલુ કરી. આવા તો અગણિત ઉદાહરણો છે સ્વામી પ્રત્યે કૃતજ્ઞતા રાખવાના અને પ્રગટ કરવાના. વળી વર્તમાનમાં તો જેની પાસેથી શિખ્યા તેની સામે પડવાના પણ અગણિત દાખલાઓ છે. ઠાણાંગસૂત્રમાં ત્રણના ઉપકારને અપ્રતિકાર્ય જણાવ્યો છે. બદલો વાળી ન શકાય તેવો કહ્યો છે. ૧) માતા-પિતાનો, ૨) સ્વામીનો, ૩) ગુરુભગવંતોનો.. જીવનભર સુધી માતા-પિતાની એક નોકર કે દાસ જેવી સેવા કરે, તેમને ઉત્તમ બત્રીસ જાતના પકવાનના ભોજન કરાવે, તેમની જીવનભર અપ્રમત્તપણે સર્વપ્રકારે સેવા કરે છતાં તેમના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એકમાત્ર તેમને ધર્મ પમાડવાથી જ ઉપકારનો બદલો વાળી શકાય... આવી જ રીતે સ્વામી માટે પણ કહેલ છે. સ્વામી એટલે જેણે પહેલો હાથ પકડ્યો, નોકરી-ધંધામાં જોડ્યા, ધંધો શિખવાડ્યો. કદાચ કોઈ કર્મના ઉદયે સ્વામી Page #96 -------------------------------------------------------------------------- ________________ બહુજન વિરૂદ્ધ સંગ ભીડમાં આવી પડેલ હોય ત્યારે પોતાની પાસેથી લાખોકરોડોની સહાય કરવા દ્વારા પણ સ્વામીના ઉપકારનો બદલો વાળી શકાતો નથી. એક માત્ર ધર્મ પમાડવા દ્વારા જ તેમના ઉપકારનો બદલો વાળી શકાય છે. એ જ રીતે ગુરુના ઉપકારનો બદલો પણ ક્યારેય વાળી શકાતો નથી. ગુરુ કોઈ કર્મના ઉદયે ધર્મમાર્ગથી ચલિત થતા હોય તો વિનયપૂર્વક તેમને ધર્મમાર્ગમાં સ્થિર કરવા દ્વારા જ એમના ઉપકારનો બદલો વળી શકે છે. આ જ રીતે મિત્ર, બંધુ, કુટુંબ વગેરેનો પણ દ્રોહ ન કરાય. સર્વત્ર પ્રમાણિકતાપૂર્વક જ વર્તાય. માલમાં પણ ભેળસેળ ન કરાય. વિશ્વાસ રાખતા ગ્રાહકો જોડે છેતરપિંડી વગેરે ન કરાય. આ દેશમાં પૂર્વે એવા વેપારીઓ, શ્રેષ્ઠિઓ હતા કે જે પોતે વ્યાપારાદિ કરવાની સાથે અનેકને વ્યાપારની સગવડો કરી આપતા. તેમની ભાવનાઓ એવી હતી કે - પોતે પણ સંપત્તિ પ્રાપ્ત કરે, બીજા પણ કરે... આજે પણ આવા વિરલા કોઈ કોઈ હશે પણ આજે બીજા અનેકના વ્યાપારો-આજીવિકાઓ વગેરે છીનવી લઈને, બીજાને નુકસાન કરીને પણ પોતાનો વ્યાપાર વધારવા, Page #97 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય સંપત્તિ વધારવા મોટા મોટા ઉદ્યોગપતિઓ વગેરે મહારથીઓ પ્રયત્ન કરી રહ્યા છે. ડોટરો વગર જરૂરે વિવિધ ટેટો કરાવે છે, ઓપરેશનો પણ કરી નાંખે છે, માત્ર પોતે સંપત્તિ પ્રાપ્ત કરવા. અરે ! ક્યારેક તો દવાઓ ખપાવવા હવામાં રોગો ફેલાવાયા છે. કંઈકના જાન સાથે રમતો રમાય છે. ઉદ્યોગપતિઓ મોટા ઉદ્યોગો સ્થાપવા ગરીબ ખેડૂતોની જગા અત્યંત અલ્પભાવે સરકારી અમલદારોનો સાથ મેળવી પડાવી લે છે. ઉદ્યોગો દ્વારા ચોતરફ પર્યાવરણ એટલે હવાપાણી વગેરે દૂષિત કરે છે. થોડા હજારોને નોકરી વગેરે આપે છે પણ લાખો અન્ય જણોને બેકાર કરે છે. કંઈકના ધંધા ખૂંચવી લઈને ઉધોગપતિ થવાય છે... આ અતિ ક્લિષ્ટ, તામસ પ્રકૃતિ છે. રાજસ પ્રકૃતિવાળા આત્માઓ ક્યારેય બીજાને નુકસાન કરી પોતાને લાભ કરવા ઈચ્છતા નથી. આર્યસંસ્કૃતિની બીજી મર્યાદા કામસુખો માટે છે. યુગલિકકાળ પૂર્ણ થતાની સાથે પરમાત્મા ઋષભદેવે સ્થાપિત કરેલ ગૃહસ્થપણાના વ્યવહારમાં પણ સદાયારની સ્થાપના કરેલ છે. આ સદાચાર એટલે લગ્ન દ્વારા સ્વપત્ની તરીકે સ્વીકારેલ સ્ત્રી સિવાય અન્ય કોઈ Page #98 -------------------------------------------------------------------------- ________________ બહુજન વિરૂદ્ધ સંગ સાથે સાંસારિક ભોગસુખ માણવાનું નહિ. આ એક ઉત્તમ મર્યાદાનું સ્થાપન છે. આ મર્યાદા સમસ્ત વિશ્વવ્યાપી બની હતી અને તેના દ્વારા સંસારમાં રહ્યા છતાં લોક સુખ-સમૃદ્ધિ, આનંદ-શાંતિ પામી હતા. સ્ત્રીઓ તો વિશિષ્ટ મર્યાદાનું પાલન કરતી અને કોઈ કર્મોદયથી સ્વપતિનું કદાચ નાની ઉંમરમાં મરણ થાય તો જીવનભર સુધી શીલ (બ્રહ્મચર્યનું પાલન કરતી. કોઈ ભયંકર સ્થિતિ ક્યારેક આવી જાય તો પણ આર્યનારીઓ પોતાના શીલને કલંકિત ન કરતા યાવત્ પ્રાણના પણ બલિદાન આપી દેતી. અલ્લાઉદ્દીન ખીલજી મેવાડની રાણી પદ્મિની પાછળ પાગલ બનેલ. તેને પ્રાપ્ત કરવા ઘોરયુદ્ધ ખેલી હજારોના પ્રાણનાશ કરી, લોહીની નદીઓ વહેવડાવી મેવાડ કબજે કર્યું. મેવાડની રાણી પદ્મિનીને આ ખ્યાલમાં આવતા પંદર હજાર અન્ય સ્ત્રીઓ સાથે અગ્નિસ્નાન કર્યું, પણ પોતાના શીલને કલંકિત ન થવા દીધું... રાવણે અઢળક પ્રયત્નો કર્યા છતાં મહાસતી સીતા તેને વશ ન થયા... નગરીનું પતન થતાં રાણી ધારિણી અને રાજપુત્રી Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જય વીયરાય વસુમતી (ચંદનબાળા) નું હાથી પર હરણ કરીને લઈ જતા સૈનિકે રસ્તામાં ધારિણીને પત્ની બનાવવાની વાત કરતા ઘારિણી જીભ કચડીને મરી ગઈ. પોતાના રૂપથી આકર્ષિત થયેલ પરરાજાને પ્રતિબોધ કરી સ્વશીલનું રક્ષણ કરવા સુરસુંદરીએ કટારથી આંખોના બે ગોળા કાઢી રાજાના હાથમાં મૂક્યા... શીલરક્ષા માટે સર્વસ્વનું બલિદાન આપતા સેંકડો, હજારો શીલવતી સ્ત્રીઓના દૃષ્ટાંત શાસ્ત્રોમાં નોંધાયેલા છે. વર્તમાનમાં પણ ભારત-પાકિસ્તાનના ભાગલા થતાં પાકિસ્તાનમાં જે હિંદુઓ પર અત્યાચાર થયા તેમાં સ્ત્રીઓ પર બળાત્કારના પ્રસંગો બનતાં એમાંથી શીલરક્ષા કરવા અનેક સ્ત્રીઓએ પોતાની પુત્રીઓ સાથે ઝેર ઘોળ્યાના પણ પ્રસંગો નોંધાયા છે... આજે પણ આ દેશમાં તો એવી સંસ્કારી કન્યાઓ છે કે જેઓએ લગ્ન વગેરેના બંધન પૂર્વે મનથી પણ કોઈ સાથે મેળ કર્યો અને કદાચ તેની પ્રાપ્તિ ન થઈ તો જીવનભર (બ્રહ્મચર્ય) સંયમને અપનાવ્યું છે. ભગવાન નેમિનાથ સાથે પાણિગ્રહણ નક્કી થયા પછી નેમિનાથ વૈરાગી થઈ લગ્ન મંડપમાંથી લગ્ન Page #100 -------------------------------------------------------------------------- ________________ બહુજન વિરૂદ્ધ સંગ ૮૩ પૂર્વે જ પાછા જઈ સંયમને સ્વીકારતા રાજીમતિએ પણ તેમનું જ અનુકરણ કર્યું. આજે પણ આવા દષ્ટાંતો જોવા મળે છે. આર્યદેશની આ પવિત્ર મર્યાદાઓ છે, આ મર્યાદાને કરોડો વંદન કરીએ.. કમનસીબે પશ્ચિમનું આંધળું અનુકરણ થયુ અને કોઈક અપવાદો સિવાય આખો દેશ આજે વિલાસના દરિયામાં ડૂબી પડ્યો... શાળા-કોલેજોમાં સહશિક્ષણ, નોકરીઓમાં સહવાસ તથા સમાજમાં પણ અનેક પ્રકારની છૂટછાટોએ મર્યાદાના ઉલ્લંઘનોમાં માઝા મૂકી છે, પરિણામે આ મહાન રાષ્ટ્ર ચારિત્રની બાબતમાં ઘણું નીચે ઉતરી ગયુ છે. વળી આ અને બીજા કારણે ગર્ભસ્થ શિશુઓની હત્યા સુધી પહોંચી જવાય છે. સુંદર ચારિત્ર્ય વિના સુખની ઇચ્છા કરવી એ હવામાં બાચકાં ભરવા જેવું છે.... મહાઆરંભ-સમારંભ એટલે ઘોર હિંસાઓ. એકેન્દ્રિયની, વિકલેન્દ્રિયજીવોની યાવત્ પંચેન્દ્રિય જીવોની પણ હિંસા થાય તેવા ઉદ્યોગો-કારખાનાઓ વગેરે પણ દેશાચારનું ઉલ્લંઘન છે. વિજ્ઞાને મોટા હિંસાના સાધનો પણ ઉત્પન્ન Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જય વીયરાય કરી આપ્યા છે. પરિણામે આખુ વિશ્વ મહાહિંસાના ખપ્પરમાં હોમાઈ ગયુ છે. વળી આનાથી પરિગ્રહની મૂર્છાઓ પણ ખૂબ વધી છે. અર્થની વધુ પડતી આસક્તિના કારણે હિંસા-જૂઠ અને અનીતિ વધ્યા, અને પરિગ્રહની મૂર્છા બેમર્યાદ બની. કામની આસક્તિએ સદાચારને ખતમ કર્યો, દુરાચારને પુષ્ટ કર્યો.. આમ આ પાંચે મુખ્ય પાપો આ જગતમાં ખૂબ જ ફાલ્યા-ફૂલ્યા છે અને તેના કારણે જગત અશાંતિ, ડીપ્રેશન, ચિંતા, ગ્લાનિ, રોગ, શોક, દરિદ્રતા, દુર્ભાગ્ય વગેરે અનેક અનિષ્ટોના ખાડામાં ધકેલાઈ ગયુ છે... વિશ્વનો ઉદ્ધાર કરવો હોય, રક્ષા કરવી હોય તો મર્યાદાઓનું પુનઃ સ્થાપન ગમે તે હિસાબે કરવું પડશે. આતંકવાદ, યુદ્ધો, કુદરતી આપત્તિઓ અને બીજી પણ આજના અનિષ્ટોની પાછળ આપણી પવિત્ર પ્રાચીન મર્યાદાઓનું ઉલ્લંઘન એ જ મુખ્ય કારણ છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ (૭) વામો આ ઉભટ વેશ તથા ઉભટ ભોગો આર્યદેશમાં પ્રત્યેક વ્યક્તિનો વેશ પણ ખૂબ સંસ્કૃત હોય છે. - સ્ત્રીઓમાં જે વેષ શરીરના અંગ, ઉપાંગોને બરાબર ઢાંકે છે તે સંસ્કારી વેષ કહેવાય છે. જે વર્ષો પહેરતા શરીરના અંગોપાંગ ખુલ્લા થાય છે તે વેષને ઉભટ વેષ કહેવાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે પુરૂષ સ્ત્રીનો વેષ લે અને સ્ત્રી પુરૂષનો વેષ લે એ કામવાસના ઉત્પન્ન કરનારું છે. તેનાથી પોતાને પણ વાસના જાગે અને બીજાને પણ જાગે. શારીરિક રચનાને અનનુરૂપ વેષથી આરોગ્યને પણ હાનિ પહોંચે છે. ગૃહસ્થને પણ જો નિરોગી અને સુખી જીવન જીવવું હોય તો સંયમ અને સદાચાર અનિવાર્ય છે. ઉદ્ભટવેષ વગેરે અશુભ નિમિત્તોથી સતત કે વારંવાર જેઓ સંયમ ગુમાવી બેસે છે, માનસિક પણ વિકૃતિ પામે છે, તેઓ શારીરિક દૃષ્ટિએ પણ નિઃસત્ત્વ બની જાય છે. માટે ઉભટવેષ વગેરે અશુભ નિમિત્તો સમાજનું અકલ્યાણ કરનારા છે, ખૂન કરતાં પણ વધુ ખતરનાક ભાવહત્યા Page #103 -------------------------------------------------------------------------- ________________ k જય વીયરાય કરનારા છે, વિનાશ નોતરનારા છે. માટે આ એક સામાજિક મહાપાપ છે.. ઉભટવેષથી અનેક બીજા જીવોના અંતરના ભાવો બગડે છે. વિકારો ઉત્પન્ન થાય છે અને પતન પણ થવા સંભવ છે. બીજાના ચારિત્ર્યને નુકસાન થાય તેવા વેષ ધારણ કરનારને પણ ઘોર ચારિત્રમોહનીય કર્મ બંધાય છે, આગળ જતા આ પ્રવૃત્તિ હેય ન લાગવાના કારણે મિથ્યાત્વ પણ આવે છે અને ઘોર મિથ્યાત્વ મોહનીયકર્મ પણ બંધાય છે. પરિણામે સંસાર પરિભ્રમણ પણ વધે છે. દુર્ગતિના ભવોમાં ભટકવુ પડે છે. માટે ઉભટ વેષ એ લોકવિરૂદ્ધ છે. શિષ્ટજનોને પણ આ ઉદ્ભટવેષ ઈષ્ટ હોતો નથી તેથી આ લોકવિરૂદ્ધ છે. શાસ્ત્રમાં કહ્યું છે - પોતાની ભૂમિકાને અનુસાર સુશ્રાવકોને વેશ ઉચિત ગણાય છે. માર્ગાનુસારીના ગુણોમાં પણ આયોચિત વેષ-આવકને અનુરૂપ વેષ કહેલ છે. આમ ક્ષત્રિય, વણિક, તથા ઈશ્વર (શ્રીમંત) અનીશ્વર, યુવાન, સ્થવિરાદિને સ્વપદને ઉચિત વેષ ધારણ કરવા કહ્યું છે પણ શ્રાવક-ઉત્તમ જન ક્યારેય નટો-વિટોના જેવો વેષ ધારણ ન કરે. Page #104 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ ૮૭ આજે વેષની બાબતમાં સમાજનું ધોરણ ઘણું નીચે આવી ગયું છે. ચારે બાજુ ઉભટ વેષોના પરિધાન દેખાય છે. મંદિરોમાં અને ઉપાશ્રયોમાં પણ વેષની મર્યાદાઓ જળવાતી નથી. ઉભટ વેષના કારણે સમાજમાં પણ બળાત્કાર અને ખૂન વગેરેના પણ પ્રસંગો લગભગ રોજ જાણવા મળે છે. માટે અન્યોનો વાદ ન કરતા શ્રાવક-શ્રાવિકાઓએ ઉચિત અને મર્યાદાશીલ વેષને ધારણ કરવો. ઉભટ વેષ લોક-વિરૂદ્ધ છે તેનો ત્યાગ કરવો... (८) दाणाइ वि यऽमन्ने કેટલાક આચાર્યોના મતે ધર્માનુષ્ઠાનો-દાનાદિ કાર્યો વગેરેને ખૂબ પ્રગટ કરવા તે પણ ઈહલોકવિરૂદ્ધ છે કેમકે દાનાદિ કાર્યો આત્મકલ્યાણ માટે કરવાના છે. ખ્યાતિ, યશ, કીર્તિ માટે કરવાના નથી. ધર્માનુષ્ઠાનોને બહુ પ્રગટ કરવામાં આત્મોત્કર્ષ થાય છે, જે નીચગોત્રનો બંધ કરાવી અનેક ભવો સુધી સંસારમાં રખડાવે છે... (૧) સાદુવાભિ તોસો ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ લોકવિરૂદ્ધ કર્તવ્યમાંનું આ નવમું કર્તવ્ય છે. સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ આપણે રાખવાનો છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય "શિવમસ્તુ સર્વજગતઃ" સર્વ જીવોનું કલ્યાણ થાવ એવી ભાવના આપણે રોજ ભાવીએ છીએ. બીજાની આપત્તિમાં, દુઃખમાં આપણે કેવી રીતે આનંદ અનુભવી શકીએ ? શિષ્ટપુરૂષો તો બીજાના દુઃખે દુઃખી હોય, સુખે સુખી હોય. બીજાના દુઃખમાં આનંદ કે સંતોષ એ તો ભયંકર નિકૃષ્ટતમ ભાવ છે, ભયંકર દોષ છે, અનાદિનો આપણો કુસંસ્કાર છે. ૮૮ 11 આપણને જે જીવો પ્રતિકૂળ છે, પ્રતિપક્ષ છે, હરિફ જેવા છે, દુશ્મન છે, તેમના દુઃખમાં આપણને થોડીક હાશ થાય છે, મનને કંઈક સંતોષની-આનંદની છૂપી લાગણીઓનો અનુભવ થાય છે, આ આપણો મહાન દોષ છે, મહાન અજ્ઞાનતા છે. અનાદિના કુસંસ્કારથી જાગતા આવા ભાવો પ્રત્યે આપણને અંતરથી સૂગ ન હોય, આવા ભાવો ખરાબ ન લાગતા હોય, તેમાં હેયપણાની બુદ્ધિ ન હોય તો મિથ્યાત્વ પણ આત્મામાં આવી શકે છે. હવે કર્મગ્રંથના સિદ્ધાંત મુજબ વિચારીએ... બીજાની આપત્તિમાં થતો આનંદ એ બીજાની આપત્તિની અનુમોદનારૂપ છે. અને તેથી તીવ્ર અનુબંધવાળા અશુભકર્મ બંધાય છે, અને મુખ્યતઃ Page #106 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ ૮૯ આપત્તિ જે પ્રકારની હોય છે તેવા કર્મો વિશેષરૂપ બંધાય છે. જેમ બીજાના રોગની, શારીરિક કે મૃત્યુ વગેરેની પીડામાં આનંદ અનુભવતા ઘોર અશાતાવેદનીય બંધાય છે. બીજાના અપયશમાં આનંદ અનુભવીએ તો આપણને પણ અપયશ નામકર્મ બંધાય છે. બીજાના કૌટુંબિક ક્લેશમાં આપણને જો હાશ થાય છે તો આપણને પણ તેવા જ ક્લેશો મળે, તેવો કર્મબંધ થાય છે. એટલુ જ નહિં તે આનંદ જેટલો તીવ્ર હશે તેટલા કર્મો પણ તીવ્ર રસવાળા બંધાશે. અને તેમાં તીવ્ર અનુબંધ પડતા પાછા એ બીજાના દુઃખમાં આનંદ પામવાના અશુભભાવોની પણ પરંપરા સર્જાશે અને બીજાના જે દુઃખમાં આનંદ અનુભવ્યો તેના કરતા અનેકગણ દુઃખ અનેકવાર ભોગવવું પડશે. દુઃખોની આખી પરંપરા ઉભી થશે જે અસંખ્યકાળ કે અનંતકાળ ચાલશે... મહારાજા શ્રેણિકે ગર્ભવતી હરણીનો દૂરથી બાણ મારીને શિકાર કર્યો. નજીક જઈ બન્ને જીવોને હણાયેલા જોઈ તેઓ અત્યંત આનંદ પામ્યા. "મારૂ કેવુ તીવ્ર બાણાવળીપણું. એક જ ઝાટકે બે જીવોનો શિકાર થઈ ગયો." હરણી અને તેના ગર્ભસ્થ બચ્ચાની Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ જય વપરાય ભયંકર મરણાંત વેદનાથી તીવ્ર આનંદ અનુભવતા શ્રેણિક મહારાજાએ એ જ વખતે નરકનું નિકાચિત આયુષ્ય બાંધ્યું. પાછળથી પ્રભુ મહાવીરના વચનથી ઘર્મ પામતા શ્રેણિકને આ પાપનો ઘણો પશ્ચાત્તાપ થયો. પ્રભુ પ્રત્યેના અંતરના રાગથી, ભક્તિભાવથી શ્રેણિક મહારાજાએ તીર્થકર નામકર્મ બાંધ્ય, પણ પૂર્વના બીજા જીવોના દુઃખના આનંદથી બંધાયેલ નરકાયુષ્ય તો એમ જ રહ્યું. આ ભાવિ પ્રથમ તીર્થકરને નરકગતિમાં જવું પડ્યું... જ્યારે શ્રેણિકને ખબર પડી કે પોતાને નરકમાં જવાનું છે ત્યારે તેણે પ્રભુ પાસે ભયંકર કલ્પાંત કર્યો. પ્રભુ મારે નરકમાં જવું જ નથી. ગમે તેમ કરી મને બચાવો... પણ પ્રભુ મહાવીર પોતાના આ અત્યંત નિકટના ભક્તને પણ નરકમાં જતા બચાવી ન શક્યા... આ છે બીજાની આપત્તિમાં આનંદનું ફળ માટે સુજ્ઞ અને વિવેકી જીવોએ કદિ પણ બીજાની આપત્તિમાં આનંદ ન પામવો જોઈએ. આજે ચૂંટણીમાં બીજાને પરાભવ કરી આનંદ પમાય છે. ક્રિકેટ વગેરેમાં બીજી ટીમોને, જેમ ભારતે Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ ૧ પાકિસ્તાનને પરાસ્ત કર્યું, પાકિસ્તાને ભારતને પરાસ્ત કર્યું- વગેરેમાં પણ પર પરાભવનો આનંદ છે જે ઘોર અને ચિકણા કર્મબંધમાં નિમિત્તભૂત થાય છે. રેસમાં-જુગારમાં-સટ્ટા વગેરેમાં બીજાને નુકસાન કરી સંપત્તિ પ્રાપ્ત કરવાની આજની વ્યાપારની પ્રથા પણ અનાર્ય છે. આ દેશમાં તો બીજાને સુખ આપીને આપણે સુખી બનવાનું છે. આજે તો અનેકને કેન્સર જેવી ભયંકર પીડાઓ થાય તેવા ગુટકાના વ્યાપાર કરી કરોડો-અબજોની કમાણી કરી તેમાંથી થોડા ટકા દાન કરી સમાજમાં પણ અગ્રગણ્યપણું પ્રાપ્ત થાય છે, સન્માન પ્રાપ્ત થાય છે. એ કલિકાલની ભયંકર બલિહારી છે... जं जं समयं जीवो, आविसइ जेण जेण भावेणं । सो तम्मि तम्मि समए, सुहासुहं बंधए कम्मं ।। ઉપદેશમાળામાં ભગવાન મહાવીર પરમાત્માના શિષ્ય અવધિજ્ઞાની એવા ધર્મદાસગણિ આપણને ખૂબ સુંદર સિદ્ધાંત બતાવે છે.... 'જે જે સમયે જીવ જે જે ભાવમાં પ્રવેશ કરે છે (અનુભવે છે) તે તે સમયે જીવ તેવા તેવા શુભ કે અશુભ કર્મને બાંધે છે... પ્રતિસમય આપણા પ્રત્યેક અધ્યવસાય (ભાવ)થી કર્મ Page #109 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય બંધાય છે. શુભ અધ્યવસાય હોય તો શુભ કર્મ બંધાય છે. અશુભ અધ્યવસાયથી અશુભકર્મ બંધાય છે. વળી તે અધ્યવસાય જેવો તીવ્ર હોય તેવા પ્રમાણમાં તીવ્રરસવાળા શુભ કે અશુભ કર્મો બંધાય છે. ૯૨ પરની આપત્તિમાં આનંદ એ અત્યંત અશુભભાવ છે તેથી અશુભકર્મ બંધાય છે. વળી એ આનંદ જેટલો તીવ્ર એટલો તીવ્ર અશુભકર્મ બંધ થાય છે... કર્મના ગણિતને પણ વિચારો, હરણી અને એના બચ્ચાની પીડા જોઈને આનંદ પામવાનો શ્રેણિકનો કાળ કેટલો ? પાંચ-પંદર મિનીટ કે કદાચ વધુ હોય તો અડધો કલાક કે કલાક... જ્યારે એનાથી બાંધેલ તીવ્રકર્મનું ફળ કેટલો કાળ ભોગવવાનું ? ૧લી નરકમાં ૮૪ હજાર વર્ષ સુધી ઘોર પીડાઓ ભોગવવાની... હરણીને જે દુઃખ આપ્યુ તેના કરતા કેટલા બઘા ગણું દુ:ખ શ્રેણિકે ભોગવ્યું. આવી જ રીતે માંસાહારમાં થતો આનંદ પણ જીવોની કતલનો આનંદ હોઈ નરકાદિ ગતિમાં લઈ જાય છે. માંસાહારને પણ શાસ્ત્રમાં નરકાયુષ્યબંધનું કારણ કહ્યું છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ આવી જ રીતે બીજાના પર કરાતા શાબ્દિક આક્ષેપો દ્વારા પણ ઘોર કર્મ બંધ થાય છે. જે આક્ષેપો આપણે કરીએ છીએ તે જ દશાને આપણે પામીએ છીએ. ૯૩ ગરીબ માતા-પુત્ર મજૂરીથી જીવન જીવતા, કઠોર મજૂરી કરી થાકીને આવેલ પુત્રને મા રોટલા કરી રોજ જમાડતી. એકવાર રોટલા કરીને પુત્રની રાહ જોતી માતા બેઠી છે. દરમિયાન ક્યાંક પાણી વગેરે ભરવાનું કામ આવ્યું. પુત્ર આવશે તો ત્યાંથી લઈને ભોજન કરશે-એમ માનીને શીકામાં રોટલા મૂકીને બે પૈસા વધારે મળશે એ આશાએ મા કામ પર ગઈ. ભુખ્યો પુત્ર ઘેર આવ્યો. માને જોઈ નહીં. શીકા પર નજર ન ગઈ. ભૂખથી ધૂંધવાઈ ગયો. ભયંકર આવેશમાં આવી ગયો. મા આવતાની સાથે "તને કોઈએ ફાંસીએ ચઢાવી હતી ? ક્યાં મરી ગઈ હતી ?" આવા ભયંકર શબ્દોમાં આક્ષેપ કર્યા. માતા પણ સામે જ આવેશમાં આવી ગઈ. "તારા હાથ કપાઈ ગયા હતા ? સામે શીકામાં તો રોટલા છે. લેતા શું થયુ ?" એમ પ્રતિ આક્ષેપ કર્યો. " થોડા સમયમાં વાયુદ્ધ બંધ થયુ. એટલું જ Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જય વીયરાય નહિં, પાછળથી તો બન્ને કોઈ ગુરુના સંપર્કથી ધર્મ પણ પામ્યા. પણ કરેલ પાપનું પ્રાયશ્ચિત્ત ન થયુ કે તીવરસવાળ નિકાચિત જેવું કર્મ બંધાયુ હોય, ગમે તેમ પણ બીજા ભવમાં બન્નેને પતિ-પત્નીનો સંબંધ થયો ત્યારે માતાનો જીવ પત્ની બનેલ તેના "હાથ કપાયા" પુત્રનો જીવ પતિ બનેલ તેને "ફાંસીની પીડા મળી." ધર્મ પામેલા હોવાના કારણે ગુરુનો યોગ થયો. અણસણ વગેરે કરીને સદ્ગતિ પામ્યા. પણ પૂર્વભવમાં આક્ષેપ કરેલા કર્મ અવશ્ય ભોગવવા પડ્યા... આમ બીજાના દુઃખમાં આનંદ કે બીજા પ્રત્યેના આક્ષેપો વગેરેથી થતા કર્મબંધને જાણી ખૂબ વિવેકપૂર્વક વર્તવુ એ જ આપણું કર્તવ્ય છે... આના પ્રતિપક્ષમાં બીજાના દુઃખે દુઃખી થવાય, તેમના દુઃખોનું શક્તિ મુજબ નિવારણ કરવાનું મન થાય, તે મુજબ પ્રવૃત્તિ થાય તો એનાથી જોરદાર પુણ્યકર્મ પણ બંધાય છે.... જંગલમાં દાવાનળ લાગે તો બધા પશુઓ બળી ન જાય માટે વૃક્ષવેલા વગરનું એક માંડલુ હાથીએ બનાવ્યું. દાવાનળ લાગતા જ પ્રાણીઓ બધા માંડલામાં આવીને ભરાઈ ગયા. આ હાથી પણ માંડલામાં જ Page #112 -------------------------------------------------------------------------- ________________ cu ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ આવી ગયો. પગને ખંજવાળ આવતા એક પગ હાથીએ ઉંચો કર્યો. અત્યંત ભીડના કારણે હાથીના પગની જગાએ સસલુ આવી ગયુ. પગ મુકે તો સસલુ કચડાઈ જાય, આથી સસલાની રક્ષા કરવા અઢી દિવસ સુધી પગ ઉંચો રાખનાર હાથી પરપીડાનિવારણના ભાવથી મૃત્યુ પામી શ્રેણિકનો પુત્ર મેઘકુમાર બન્યો. પ્રભુ મહાવીર મળ્યા. સંયમ પામી અનુત્તર દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થઈ મોક્ષે જશે. બીજાના દુઃખનો નાશ કરવાની ભાવના એ જ કરુણાભાવના છે. પરમાત્મા તીર્થંકર દેવોના જીવો પણ પૂર્વના ત્રીજા ભવમાં વિશ્વના સર્વજીવોના દુઃખનું નિવારણ કરવાની તીવ્ર ભાવના ભાવે છે, અને તે પ્રયત્ન પણ શક્તિ અનુસાર કરે છે એથી જ તેઓ તીર્થંકર નામકર્મનો નિકાચિત બંધ કરી તીર્થકર બને છે. સાર એ છે કે બીજાની પીડાની પ્રવૃત્તિ કરવી કે તેમાં આનંદ પામવો એટલે નરકગતિ તરફ પ્રયાણ... વિશ્વના સર્વદુઃખી જીવોના દુ:ખો દૂર કરવાની ભાવના અને તદનુરૂપ પ્રવૃત્તિ એટલે તીર્થકરપણાની પ્રાપ્તિ તરફ પ્રયાણ... Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જ્ય વીયરાય ખુબ વિવેકપૂર્વક આપણે પરપીડાની પ્રવૃત્તિથી વિરમીએ, પરપીડા નિવારણની પ્રવૃત્તિ તરફ પ્રયાણ કરીએ. હવે આમાં તો વળી એક વિશેષ વાત બતાવી છે - "ઉત્તમ પુરૂષોની આપત્તિમાં આનંદ પામવો" - આ તો વિશેષ કનિષ્ઠ અધ્યવસાય છે. આપણા શાસ્ત્રોમાં ચિત્ત-વિત્ત અને પાત્રની વાત બતાવી છે. શ્રેયાંસકુમારે આદિનાથ પ્રભુને પારણું કરાવ્યું ત્યાં આ ઉલ્લેખ શાસ્ત્રકારોએ કર્યો છે. આદિનાથ ભગવાન જેવું ઉત્તમપાત્ર, ઈક્ષરસ જેવી ઉત્તમ વસ્તુ (વિત) અને શ્રેયાંસકુમારનો ઉછળતો ઉત્સાહ (ચિત્ત), આ ત્રણે દ્વારા પુણ્યના જબરજસ્ત ગુણાકાર થયા. પુણ્યના ગુણાકારમાં પાત્ર એ પણ નિમિત્ત છે. આથી જ એક ગરીબને અનુકંપાથી દાન કરતા જે પુણ્ય બંધાય છે તેથી એક શ્રાવકને ભક્તિથી દાન કરતા અનેકગણ પુણ્ય બંધાય છે, તેથી એક સાધુને ભક્તિથી દાન કરતા અનેકગણ પુણ્ય બંધાય છે તેથી એક આચાર્યને ભક્તિથી દાન કરતા અનેકગણ પુણ્ય બંધાય છે. અને તીર્થકર પરમાત્મા સર્વશ્રેષ્ઠ પાત્ર હોઈ તેમને દાન કરવામાં અનંતગુણ પુણ્ય બંધાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ વળી આ બધા દાનમાં અપાતી વસ્તુનું પણ મહત્ત્વ છે. તમે થોડુક આપો તો થોડુ પુણ્ય બંધાય, ઘણું આપો તો ઘણું પુણ્ય બંધાય. આ વ્યવહાર માર્ગ છે, હજી દાન આપતી વખતના ભાવ પણ ફળમાં મહત્ત્વનું કારણ બને છે. સામાન્ય ભાવથી આપો તો સામાન્ય પુણ્ય બંધાય છે, વિશેષ ભાવોલ્લાસથી આપો તો વિશિષ્ટ પુણ્ય બંધાય છે. પાત્ર અને વસ્તુ ભાવમાં પણ નિમિત્તભૂત થાય છે. આ જ વસ્તુને હવે આપણે વર્તમાન વિષયમાં વિચારીએ છે. પાત્ર જેમ જેમ ઉચ્ચ તેમ તેમ દાનથી પુણ્ય વિશિષ્ટ મળે છે. એ જ રીતે પ્રતિપક્ષમાં જેટલુ પાત્ર ઉયુ, તેને અપાતી પીડામાં, દુઃખ આપવામાં કે તેમની આપત્તિમાં આનંદ પામવામાં તેટલો જ કર્મબંધ વિશેષ ઘોર થતો જાય છે. બીજાને આપત્તિ કે પીડા આપવી તે કરણરૂપ છે. બીજાને આપત્તિ કે પીડા અપાવવી તે કરાવણરૂપ છે. બીજાની આપતિમાં આનંદ અનુભવવો તે અનુમોદનારૂપ છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જય વીયરાય શાસ્ત્રકારોએ કરણ, કરાવણ, અનુમોદનના સરખા ફળ કહ્યા છે. ઉત્તમપુરૂષોના દુઃખમાં આનંદ પામવો એ તો અત્યંત પાશવીવૃત્તિ છે. ખરાબ મનુષ્યો અને દુર્જનોની પીડામાં પણ જ્યારે આનંદ થવો એ પાપ છે તો પછી ઉત્તમ ગુણીયલ વ્યક્તિઓના દુઃખમાં આનંદ એ કેટલુ બધુ મોટુ પાપ થાય ! વળી ઉત્તમપુરૂષો લોકમાં પણ પ્રાયઃ પ્રિય હોય છે તેથી તેમની આપત્તિમાં આનંદ એ લોકવિરૂદ્ધ કર્તવ્ય બની જાય છે. વળી ઉત્તમપુરૂષો ગુણીયલ હોય છે, તેથી તેમની પીડામાં આનંદ એ ગુણીજનો પરના તિરસ્કાર રૂપ હોઈ આપણને ભાવિમાં ગુણોની પ્રાપ્તિમાં અવરોધરૂપ બને છે. આગળ વધતા દુર્લભબોધિતા વગેરે કરાવી સંસારમાં રખડાવે છે. ઉત્તમ પુરૂષોના ગુણની અનુમોદનાથી તો ગુણોની પ્રાપ્તિ થાય છે. જ્યારે તેઓના તિરસ્કારથી આવેલા ગુણ ચાલ્યા જાય છે અને ભાવિમાં પ્રાપ્ત થવા પણ દુર્લભ બને છે. ઉત્તમ પુરૂષોની આપત્તિમાં આનંદ એ લગભગ મત્સર (ઈર્ષા) દોષનો જ અંશ કે ભેદ જણાય છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ પુરૂષોનો આપત્તિમાં સંતોષ-આનંદ બીજાની પ્રશંસાની, બીજાની આબાદીની, બીજાના ગુણોની અસહિષ્ણુતાને મત્સર દોષ કહેવાય છે. આપણે ખૂબ ઉંડાણથી વિચારશું તો આપણને સમજાશે કે પરના ગુણોની અસહિષ્ણુતાના કારણે જ લગભગ તેવા ગુણીયલ જીવની આપત્તિમાં આનંદ થાય છે. એટલે આ એક મત્સરદોષનો જ પ્રકાર છે. Ge ઈર્ષ્યા એ ભયંકર પાશવી દોષ છે. વળી અમુક વિશિષ્ટ સાધકોને છોડીને એ દોષ ચારે બાજુ લગભગ વ્યાપેલો છે. ઈર્ષ્યાદોષથી ગુણો ભડકે બળીને ખલાસ થઈ જાય છે. ઈર્ષ્યાદોષથી પુણ્યનો પણ નાશ થાય છે. જે ગુણ કે પુણ્યની ઈર્ષ્યા થાય છે તે ગુણ કે પુણ્યનો નાશ જ જ માત્ર નહીં પણ ભાવિમાં તેની પ્રાપ્તિ પણ અતિદુર્લભ થાય છે. આ જ આ બધુ વિચારીને પરપીડામાં આનંદ પામવાના પાશવી ભાવથી આપણે અટકીએ. પ્રતિપક્ષી પરપીડાથી દુ:ખી થવાના અને દુ:ખનિવારણ કરવાના શુભ ભાવને આપણે પામીએ. પરમાત્માને પણ આપણે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ! તમારા અચિંત્ય પ્રભાવથી ઉત્તમજીવોના દુઃખમાં આનંદ પામવા રૂપ લોકવિરુદ્ધભાવ અમારા જીવનમાંથી સદા માટે દૂર થઈ જાય, કદિ પણ આવે નહીં... Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૦) સ સમસ્થાન્નેિ પહિયારો 4 | છતી શક્તિએ પ્રતિકાર ન કરવો.... આ જગતમાં આપણી શક્તિ મુજબ આપણે જીવોના દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવાનો છે. એનાથી આપણી કરુણાભાવનાને વેગ મળે છે. ભાવનાઓ ખાલી મનથી જ ભાવવાની નથી પણ તેને શક્ય પ્રવૃત્તિરૂપ બનાવવાની છે. શક્યપ્રવૃત્તિરૂપ ન બનતી ભાવનાઓ નિરસ ભાવ વિનાની રહે છે. લગભગ નિષ્ફળ જાય છે. દુઃખી જીવોને જોઈને, તેમના દુઃખના નિવારણ માટે યોગ્ય પ્રયત્ન ન થાય તો આપણું હૃદય કઠોર બને છે. આપણે તો આપણું હૃદય માખણ જેવું કોમળ બનાવવાનું છે. કોમળ હૃદયમાં જ ધર્મના બીજ વવાઈ શકે છે. અંકુરા ફૂટે છે અને આગળ વધીને તે ગુણોરૂપી ફળોથી લચપચ વૃક્ષ બને છે. હૃદયને કોમળ રાખવા જ શાસ્ત્રકારોએ બાર ભાવના સાથે બીજી મૈત્ર્યાદિ ચાર ભાવના બતાવી છે. ત્યારે ભાવનાનું ટુંકુ સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યું છે... ૧. પરહિતચિત્તા મૈત્રી - પરના હિતની ચિંતા એ મૈત્રી. ૨. પરદુઃખવિનાશિની તથા કરુણા - પરના દુઃખને નાશ કરનારી ભાવના એ કરુણાભાવના. Page #118 -------------------------------------------------------------------------- ________________ છતી શક્તિએ પ્રતિકાર ન કરવો ૧૦૧ ૩. પરસુખતુષ્ટિમૃદિતા - બીજાના સુખમાં સંતોષ (આનંદ) એ પ્રમોદભાવના. ૪. પરદોષોપેક્ષણમુપેક્ષા - અશક્ય સંયોગોમાં બીજાના | દોષોની ઉપેક્ષા એ મધ્યસ્થભાવના... પરસુખમાં સંતોષને જ્યારે પ્રમોદભાવના કીધી ત્યારે પરદુઃખમાં સંતોષ કે આનંદ એ પ્રમોદ ભાવનાથી વિરૂદ્ધ હોઈ મત્સર દોષ બની જાય છે. એ જ રીતે શક્તિ છતાં બીજાના દુઃખનો નાશ ન કરવાથી બીજી ભાવના - પરદુઃખવિનાશિની વિરૂદ્ધ દોષ ઉભો થાય છે, હૃદય કઠોર બને છે. પૂર્વે કહ્યા મુજબ ગુણો કે ધર્મના બીજના રોપણ થઈ શકતા નથી. આમાં પણ વિશેષ ઉત્તમ ગુણિયલ પુરૂષો, અનેકના આધારભૂત વ્યક્તિઓને આપત્તિમાં નિવારણ માટે છતી શક્તિએ સહાયક ન થઈએ તો કેટલુ બધુ હૃદય કઠોર બને અને ઉત્તમપુરૂષની આપત્તિના કારણે તેને કે બીજાઓને પણ જે જે નુકસાન થાય, તેમાં આપણી ઉપેક્ષા કારણભૂત થઈ આપણે દોષિત બનીએ છીએ. શાસ્ત્રકાર ભગવંતોએ આથી જ શાસન અપભ્રાજનાનું છતી શક્તિએ નિવારણ ન કરે તે આત્માને પણ દોષપાત્ર Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જય વીરાય કહેલ છે. આજે જ્યારે દેશકાળના કારણે સાધર્મિકો આપત્તિમાં દેખાય છે ત્યારે તેમની આપત્તિના નિવારણનો પ્રયત્ન કરવો એ પણ એક કર્તવ્ય બની રહે છે. સાધર્મિકોને પણ ઉત્તમ પાત્ર કહેલ છે. પાવાપુરીની પ્રતિષ્ઠાનું શ્રેષ્ઠ અનુષ્ઠાન ઉલ્લાસપૂર્વક ચાલુ હતુ. એ સમયે જ વચ્ચે કચ્છના ધરતીકંપના સમાચાર આવ્યા. હજારો સાધર્મિકોના મૃત્યુ થયા હતા અને હજારો સાધર્મિકો ઘરબાર વિનાના થઈ રોડ પર આવી ગયા. ધર્મપ્રેમી સુશ્રાવક કુમારપાળ પ્રતિષ્ઠા પ્રસંગ છોડી પોતાના સાથીદારો સાથે સીધા કચ્છમાં પહોંચી ગયા. દિવસ-રાત સાધર્મિકોના અને બીજાના દુઃખો નિવારણ માટે લાગી પડ્યા. ભારે પરિશ્રમ કરી તેમણે હજારો સાધર્મિકોની રક્ષા કરી, મૂક પશુઓની પણ રક્ષા કરી આપત્તિમાં સહાયક થયા. ખૂબ વિચારીએ, વિવેકી બનીએ અને ઉત્તમ જીવોની આપત્તિઓમાં શક્તિ મુજબ નિવારણ કરી આત્માને કોમળ બનાવીએ. પ્રભુને પણ પ્રાર્થના કરીએ કે, 'હે દેવાધિદેવ ! આપના અચિંત્ય પ્રભાવથી મારો આત્મા પણ શક્તિ મુજબ બીજાની અને તેમાં પણ વિશેષ કરીને ઉત્તમ પુરુષોની આપત્તિમાં સહાયક બને. તેના નિવારણનો શક્તિ મુજબ પ્રયત્ન કરે. Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ પરલોક વિરૂદ્ધ દુઃખનું રિઝર્વેશન एवमाइयाई इत्थं लोयविरुद्धाइं णेयाई ।। આ આદિ લોકવિરૂદ્ધ કાર્યો જાણવા... અહિં આદિ શબ્દથી પૈશૂન્ય, અભ્યાખ્યાન, કલહ વગેરે બીજા કાર્યો પણ લોકવિરૂદ્ધ જાણવા... પૈશૂન્ય = કોઈની ચાડીયુગલી કરવી. અભ્યાખ્યાન = કોઈના પર ખોટા આળ મૂકવા, આરોપ કરવા. કલહ = ઝઘડો, કંકાસ કરવા. આ બધા કાર્યો લોકવિરુદ્ધ છે. હવે પ્રસંગ પામીને પરલોકવિરુદ્ધ પરલોકવિરૂદ્ધ ભયંકર દુર્ગતિમાં-પરલોકમાં ફેંકી દેનાર એવા મહારંભાદિ કાર્યો પરલોકવિરુદ્ધ છે. શાસ્ત્રકારોએ પંદર કર્માદાનના ધંધાને પરલોકવિરુદ્ધ જણાવી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પંદર કર્માદાનના ધંધા નીચે મુજબ શાસ્ત્રમાં જણાવેલ છે – ૧. અંગારકર્મ - લાકડા બાળી કોલસા વગેરે બનાવીને વહેંચવા. Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જય વીયરાય ૨. વનકર્મ - જંગલ ખરીદી, લાકડા વગેરે કાપી વહેંચવા. ૩. શકટીકર્મ - ગાડા વગેરે, ટુર્સ-ટ્રાવેલ્સ વગેરેનો ધંધો કરવો. ૪. ભાટી કર્મ - ભાડે બીજાના માલસામાનની ફેરાફેરી વગેરે કરવી, ટ્રાન્સપોર્ટ આદિ. ૫. ફોટી કર્મ - જમીન ખોદવી, સુરંગ ફોડવી વગેરે. સડકો બાંધવામાં આજે આ કરાય છે. દંતવાણિજ્ય - આદિવાસીઓને હાથીદાંતનું પહેલાથી મૂલ્ય આપે, તેથી તેઓ હાથીને મારે. તે દાંતના વેચાણાદિ કરવા. એમ શંખ વગેરે પણ સમજવા. લાક્ષાવાણિજ્ય - આમાં પણ ઉપર મુજબ જ સમજવું. લાક્ષા = લાલ રંગનો રસ હોય. તેમાં કૃમિ-કીડાની વિરાધના થાય છે. ૮. રસવાણિજ્ય - દારૂનું પીઠું ચલાવવું કે દારૂ વગેરેને લગતો ધંધો કરવો. ૯. કેશવાણિજ્ય - દાસી-નોકરાણી, ગુલામ વગેરેને લઈને બીજે વેચવા. આમાં પણ પરવશતા વગેરે અનેક દોષ છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ પરલોક વિરૂદ્ધ... દુઃખનું રિઝર્વેશન ૧૦. વિષવાણિજ્ય - ઝેર-ઝેરવાળી જંતુનાશક દવા વગેરેનું વેચાણ કરવું. તેમાં ઘણાં જીવોની વિરાધના થાય છે. ૧૧. યંત્રપીડનકર્મ - તલ, શેરડી વગેરેને યંત્રમાં પીલવા, તેલ વગેરે કાઢવું, તેલ ઘાણી ચલાવવી. ૧૨. નિલંછન કર્મ-પશુઓના નાકને વીંધવા, તેમના શરીર પર ડામ વગેરે દઈને ચિહ્ન કરવું, કાન વગેરે છેદવા, બળદ વગેરેને વર્ધિતકકરણ કરવું. ૧૩. દવાગ્નિ કર્મ - જંગલમાં આગ લગાડવી. ૧૪. સરશોષકર્મ - તળાવ, સરોવર વગેરેને સુકવી નાંખવા. પાણીને શોષી લેવું. ૧૫. અસતીપોષણ - પોપટ-મેના વગેરે પોષવા. દાસીઓને પોષી તેમનું ભાડું લેવું. આજે કતલખાના, પોસ્ટ્રીફાર્મ, માંસવેંચાણ, હિંસક દવાઓ, ક્રુરતાથી બનેલ સૌંદર્યપ્રસાધનો તથા આવા અનેક વ્યાપારો આ કક્ષામાં આવે છે. લાખો-કરોડો મનુષ્યના જીવનને ખતમ કરતા તંબાકુના વ્યાપાર, ગુટકાના વ્યાપાર બધા પરલોકવિરૂદ્ધ છે અને ભયંકર દુર્ગતિમાં કારણભૂત છે. આનો સાર એ છે કે ભયંકર હિંસાદિ પાપો જેને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જય વીયરાય માટે કરવા પડતા હોય તે બધા જ કર્માદાન છે, પરલોકવિરૂદ્ધ છે, માટે આ પાપો ઉત્તમજીવોએ વર્ષ કરવા જોઈએ, છોડી દેવા જોઈએ, કદી ન કરવા જોઈએ. આજે ચારે બાજુ ઘોર હિંસક એવા કારખાનાઓની વૃદ્ધિ થઈ રહી છે. સરકારે ઉદ્યોગોના વિકાસના નામે આમાં રાહતો આપવા માંડી છે. વિજ્ઞાને નવી શોધખોળો કરી ભારે હિંસા કરી શકાય તેવા હિંસક સાધનો ઉભા કરી દીધા છે. આજનું વિશ્વ, આજની સરકાર, આજના વેપારીઓ, આજનો સમાજ ઉધોગો પાછળ ગાંડો બન્યો છે. પરિણામે શાસ્ત્ર વર્ણવેલા કર્માદાનના ધંધાથી પણ ચડી જાય એવા મહારંભ-મહાસમારંભ અને મહાહિંસક ઉદ્યોગો થવા માંડ્યા છે. જે લગભગ નરકગતિમાં કારણભૂત બને છે. વળી આવા ઉદ્યોગો માટે શેરો વગેરે દ્વારા મૂડી એકઠી કરાય છે. શેરો ધરાવનારા પણ પાપના ભાગીદાર થાય છે. આજે વિશ્વ અધ્યાત્મ ભૂલ્યુ છે. પરલોકની માન્યતા પણ કોઈ સ્વીકારતા નથી. પરલોકનો ભય પણ ઉભો રહ્યો નથી. પરિણામે માત્ર પરલોક નહિં પણ Page #124 -------------------------------------------------------------------------- ________________ ઉભયલોક વિરુદ્ધ વસમા વ્યસનો ૧૦૭ પ્રજાનો આ લોક પણ બગડ્યો છે. પ્રજાને શુદ્ધ અન્ન, શુદ્ધ પાણી અને શુદ્ધ હવા દુર્લભ થઈ ગઈ છે. ઉદ્યોગપતિઓના જીવન પણ બહારથી દેખાતી જાહોજલાલીમાં પણ અંદરમાં તો અશાંતિની આગ ઉઠતી હોય છે. નૈતિકતા પણ નેવે મુકાઈ ગઈ છે. લાંચ-રૂશ્વત વગેરે વધ્યા છે. નીતિ-સદાચાર બાજુએ મુકાઈ ગયા છે. હિંસા અને લોહીથી ઉત્પન્ન થયેલ લક્ષમીમાં આંતરશાંતિ આપવાની તાકાત રહેતી નથી. અરે, ઘણીવાર તો આવી રીતે ઉપાર્જન કરેલી લક્ષ્મીને થોડા જ વર્ષોમાં નાશ પામતા પણ વાર લાગતી નથી. માટે ખૂબ વિવેકપૂર્વક વિચાર કરી સંતોષને જીવનનો આદર્શ બનાવી પરલોકવિરૂદ્ધ એવી ઘોર હિંસાદિની પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો.... ઉભયલોક વિરુદ્ધ द्यूतमांससुरावेश्या-खेटचौर्यपराङ्गनाः । महापापानि सप्तेति व्यसनानि त्यजेद् बुधः ।। (૧) જુગાર, (૨) માંસ, (૩) દારૂ, (૪) વેશ્યાગમન, (૫) શિકાર, (૬) ચોરી, (૭) પરસ્ત્રીગમન. આ સાત વ્યસનો મહાપાપ છે, ડાહ્યા માણસે તેનો ત્યાગ કરવો જોઈએ. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જય વીયરાય (૧) જુગાર - ફનફેરની રમતોથી માંડીને રેસકોર્સ ને શેરબજાર સુધીનો જુગાર છોડવા યોગ્ય છે. નળરાજા ને પાંડવોથી માંડીને આજ સુધીની વ્યક્તિઓએ જુગારના દુષ્પરિણામો ભોગવ્યા છે. (૨) માંસ - યોગશાસ્ત્ર આદિ ગ્રંથો કહે છે કે માંસમાં અનંત જીવો હોય છે. પંચેન્દ્રિય જીવના વધ વિના માંસ પ્રાપ્ત થતું નથી. મનુષ્યદેહ માટે માંસ અનુકૂળ નથી એવું આધુનિક વિજ્ઞાન પણ કહે છે. નરકના દ્વાર સમા માંસનો ત્યાગ કરવો જોઈએ. (૩) દારૂ - શાસ્ત્રો કહે છે જેની બુદ્ધિ ગઈ તેનું બધું ગયું, તેનો સત્યાનાશ નિશ્ચિત છે. વૃદ્ધિનાશ, પ્રશ્યતિ | દારૂ આદિ નશીલા દ્રવ્યો બુદ્ધિનાશ દ્વારા સર્વનાશ નોતરે છે. તમાકુથી માંડીને ડ્રગ્સ સુધીના બધા નશા આ વ્યસનમાં આવી જાય છે. (૪) વેશ્યાગમન - પોતાની પત્નીમાં પણ આસક્તિ રાખવી ઉચિત નથી, તો સર્વ પાપોના ભંડાર જેવી વેશ્યામાં તો શી રીતે આસક્તિ કરાય ? વેશ્યાને કારણે ભલભલા મહાન પુરુષો પણ અધઃપતન પામ્યા છે. આ લોક-પરલોક બન્નેમાં દુઃખી દુઃખી થઈ ગયા છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ ઉભયલોક વિરુદ્ધ... વસમા વ્યસનો (૫) શિકાર - કોઈ જીવને રંજાડી, તેના પ્રાણ હરીને આનંદ પામવો, એ ઘણી અઘમ વૃત્તિ છે, અસંખ્ય-અનંત ભવો સુધી રિબાવી રિબાવીને મારે એવું સાનુબંધ કર્મ શિકારથી બંધાય છે. (૬) ચોરી - કોઈનો જીવ લઈ લેવાથી તેને અલ્પ સમયનું દુઃખ થાય છે, પણ તેનું ધન લઈ લેવાથી તેને સપરિવાર આજીવન દુઃખ થાય છે. ચોરીથી આલોકમાં વધ-બંધન વગેરે ફળ મળે છે અને પરલોકમાં નરકની વેદના મળે છે. (૭) પરસ્ત્રીગમન - પ્રભુ વીરે કહ્યું છે - भक्खणे देवदव्वस्स परत्थीगमणेण य । सत्तमं नरयं નંતિ સત્તાવારી ૩ જોયમાં ! || - ગૌતમ ! દેવદ્રવ્યના ભક્ષણથી અને પરસ્ત્રીગમનથી જીવો સાત વાર સાતમી નરકમાં જાય છે. જીવ ધનાપહાર કે પ્રાણાપહારને હજી કદાચ જીરવી લે, પણ ભાર્યાવિપ્લવ તેને માટે અતિ દુઃસહ થઈ પડે છે. આ લોકમાં ય આ પાપ પ્રાણસંશય આદિ અનર્થ કરનારું છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. આ સાતે વ્યસનો આ લોકમાં જીવને નુકશાન કરે છે. પરલોકમાં દુર્ગતિમાં લઈ જાય છે. સંસાર પરિભ્રમણ વધારે છે. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જય વીયરાય પરમાત્માને પ્રાર્થના કરીએ કે આલોકવિરુદ્ધ, પરલોકવિરુદ્ધ, ઉભયલોકવિરુદ્ધ એવી સર્વ લોકવિરુદ્ધ પ્રવૃત્તિઓ મારા જીવનમાં ન આવે, પૂર્વે આવેલ હોય તો તેનો ત્યાગ થઈ જાય. હંમેશ માટે “લોકવિરુદ્ધ ત્યાગ” મારા જીવનમાં થાવ... (૫) ગુરુનાપૂની ગુરૂજનપૂજા होउ ममं तुह पभावओ गुरुजणपूआ । હે દેવાધિદેવ તમારા અચિંત્યપ્રભાવથી મને ગુરૂજનોની પૂજા પ્રાપ્ત થાવ. હું ગુરૂજનોની પૂજા કરનારો થાઉં. માતા-પિતાદિ વડિલો પ્રત્યે બહુમાનયુક્ત ઉચિત ભક્તિ કરનારો થાઉ. "લોકવિરૂદ્ધ ત્યાગ"ની ચોથી પ્રાર્થના પૂર્ણ કરી હવે પરમાત્માને "ગુરુજણપૂઆ' નામની આ પાંચમી પ્રાર્થના કરાય છે. ખાસ યાદ એ રાખવાનું છે કે "શુભ ગુરૂનો યોગ અને તેમના વચનનું સેવન આભવ એટલે ભવોભવ માટે પ્રાપ્ત થાય એ સૌથી મહત્ત્વની ૭મી અને ૮મી પ્રાર્થના છે. શુભગુરુ એટલે લોકોતર પ્રભુશાસનના પંચમહાવ્રતધારી ગીતાર્થ ગુરુ. આ ગુરુની પ્રાપ્તિ અને તેમના વચનના પાલનથી જ મોક્ષ મળે... Page #128 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા... એક આધ મંગલ ૧૧૧ પણ લોકોત્તર શુભ ગુરુનો યોગ થવો અને તેમના વચનનું પાલન થવુ એ દુર્લભ છે. એ પ્રાપ્ત કરવા આ પૂર્વના છ કર્તવ્યો બતાવ્યા છે. આ છ કર્તવ્યોને લોકિક સૌંદર્ય કહ્યું છે અને આના પ્રભાવથી પ્રાપ્ત થનાર શુભ ગુરુ (લોકોતર ગુરુ) અને તેમના વચનનું પાલન એ લોકોત્તર સૌંદર્ય છે. પરંતુ લૌકિક સૌંદર્ય (છ કર્તવ્યો) વિના લોકોત્તર સૌંદર્ય (સદ્ગુરુ અને તેમના વચનનું પાલન) પ્રાપ્ત થતું નથી... ક્યારેક કદાચ કોઈ લોકોત્તર ગુરુનો યોગ ઉક્ત છ લૌકિક સૌંદર્ય વિના પ્રાપ્ત થઈ જાય તો તે દ્રવ્યયોગ બને છે. ગુરુના વચનનું પાલન યથાર્થ થઈ શકતું નથી. ક્યારેક આશાતનાદિ થવાના કારણે સંસારવૃદ્ધિ પણ થાય છે. માટે ઉક્ત છ કર્તવ્યો માટે પ્રભુને પ્રાર્થના કરી તે જીવનમાં અવશ્ય પાલનરુપ બનાવવા... - હવે મૂળ "ગુરુજનપૂજા" પર આવીએ. લોકોતર ગુરુની વાત પછી કહેવાની છે એટલે અહિં "ગુરુજણપૂઆ" માં લૌકિક ગુરુ એટલે કે માતાપિતાદિ વડીલજનોને ગણવાના છે. લ. વિ. :-"ગુરુનપૂના" માતાપિત્રવિપૂતિ માવઃ | Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ વગેરે... તેમની પૂજા એટલે તેમના પ્રત્યે બહુમાન ભર્યુ ઉચિત આચરણ "ચિતપ્રતિપત્તિર્નુરુપૂના" તેના પ્રત્યેનુ ઉચિત આચરણ શાસ્ત્રોમાં નીચે મુજબ વર્ણવેલ છે * જય વીયરાય આદિથી વડીલ ભાઈ, બેન, શિક્ષક, ધર્મોપદેશક * અભ્યુત્થાન અભિયાન - આવે એટલે ઉભા થવું. સામે લેવા જવું, ઉપલક્ષણથી મુકવા - પણ જવું. અંજલિ - હાથ જોડવા. આસનપ્રદાન – આસન પર બિરાજવા વિનંતિ કરવી. - - ત્રિસન્ધ્યનમન – ત્રિકાળ પ્રણામ કરવા, ગેરહાજરીમાં - તેમના ફોટાને નમસ્કાર કરવા. મૃદુવચન તેમની સાથે તથા તેમની હાજરીમાં ઉંચા સ્વરે ન બોલવું. અત્યંત મીઠાશ ભર્યા બહુમાનમયુક્ત વચનપૂર્વક વાત કરવી. અન્તર્ભાષણત્યાગ - કોઈની સાથે તેઓ વાત કરતાં હોય ત્યારે વચ્ચે ન બોલવું. - નીચાસન તેમનાથી ઉચ્ચ-સમ આસને નહીં પણ નીચા આસને બેસવું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા . એક આધ મંગલ ૧૧૩ # સત્પતિપતિ - તેમના આદેશ વખતે.. કેમ ? શું છે ? શા માટે ? આ રીતના પ્રશ્નો ન કરવા. સમ્યકપણે તેમના આદેશનો હાજી, તહતિ વગેરે કહેવાપૂર્વક સ્વીકાર કરવો. અસ્થાને નામગ્રહણ ત્યાગ – સંડાસ, ઉકરડા વગેરે અશુચિસ્થાનમાં તેમનું નામ ન લેવું. # અવર્ણશ્રવણત્યાગ - તેમની નિંદા સાંભળવી પણ નહીં. # નિર્દેશવર્તિતા - તેમને પૂછીને બધું કરવું. નિભૃતાસન - તેમની પાસે વિનયપૂર્વક બેસવું. તદનિષ્ટ ત્યાગ – તેમને ન ગમે તેવું ન કરવું. તદિષ્ટ પ્રવર્તન - તેમને ગમે તેવું કરવું. (આ બંને વસ્તુ ધર્માદિમાં બાધા ન થાય તેમ ઔચિત્યપૂર્વક કરવી) # તત્પશ્ચાત્ ભોજન - તે જમી લે પછી જ જમવું. ગુણવર્ણન - તેમના ગુણગાન કરવા. યશ-પ્રદાન - એમને આગળ કરીને એમને જ જસ આપવો. # તદાસનાદિ અભોગ - તેમનું આસન, કપડા, વસ્તુ વગેરે પોતે ન વાપરવું. Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જય વીયરાય # સપ્રદાન - ભોજન, વસ્ત્ર વગેરેમાં આપણા કરતાં સારી વસ્તુ તેમને આપવી. પરિચર્યા - તેમની સેવા-પગચંપી કરવી. ચિકિત્સા - બીમારીમાં વિશેષ સેવા-સારવાર કરવી. # કાર્યકરણ – તેમનું કામકાજ કરી આપવું. ધર્મકારણ - તેમની પાસે ધર્મકાર્યો કરાવવા, તેમાં સહાય કરવી. # પૂજ્યભાવ - અંતરમાં તેમના પ્રત્યે અથાગ બહુમાન રાખવું. દોષાચ્છાદન - તેમના દોષોને ઢાંકવા. # તિતિક્ષા - ઉગ્ર સ્વભાવ હોય તો સ્વયં સહી લેવું પણ તેમનો તિરસ્કાર ન કરવો. # તીર્થે તદ્વિતયોજન - તેમના મરણ પછી જો તેમની અલંકારાદિ સંપત્તિ પોતે રાખે તો મરણમાં અનુમતિની સંભાવના રહે છે. એવું ન થાય માટે તેમની સંપત્તિ તીર્થમાં-ધર્મક્ષેત્રમાં વાપરવી. ગૃહસ્થો માટે માતા-પિતા તીર્થ સમાન છે. તેમના ઉપકારનો બદલો વાળી શકાય તેમ નથી. ઠાણાંગ સૂત્રમાં ત્રણ ઉપકારને અપ્રતિકાર્ય કહ્યા છે. તેમાં પ્રથમ માતા-પિતાના ઉપકારની વાત જણાવી છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા ... એક આધ મંગલ ૧૧૫ __ तिण्हं दुप्पडियारं समणाउसो ! तं जहा-अम्मापिउणो, भट्टिस्स, धम्मायरियस्स । હે શ્રમણ ! હે આયખાન્ ! ત્રણ વ્યક્તિનો ઉપકાર વાળી શકાય તેમ નથી. ૧. માતા-પિતા, ૨. ધંધો-નોકરી આપનાર શેઠ ૩. ધર્માચાર્ય. (સ્થાનાંગ સૂત્ર ૩-૧-૧૪૩) આમ માતા-પિતાના ઉપકારનો બદલો વાળવો અશક્ય છે. એકમાત્ર તેઓ કદાચ ધર્મથી વિમુખ હોય તો તેમને ધર્મ પમાડવા દ્વારા તેમના ઉપકારનો બદલો વાળી શકાય. માતા-પિતાદિ ઉપકારી હોઈ તેમની સેવા-ભક્તિથી કૃતજ્ઞતા અદા થાય છે. કૃતજ્ઞતા સર્વગુણનો પાયો છે. એટલે માતા-પિતાની સેવા વગેરેથી બીજા ગુણો પણ વિકસ્વર થાય છે. જે ઉપકારી એવા માતાપિતાદિની સેવા-ભક્તિ નથી કરતા, ઉપેક્ષા કે તિરસ્કાર કરે છે તેઓ આ જીવનને વ્યર્થ ગુમાવે છે. તેમનું જીવન નિષ્ફળ છે. તેઓ સર્વત્ર લગભગ નિષ્ફળ જાય છે. કૃતજ્ઞતાગણના અભાવે અત્રે બીજા ગુણો વિકસિત થતાં નથી તેથી આ લોક બગડે છે. પરલોકમાં દુર્ગતિ પ્રાપ્ત થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય હરિભદ્રસૂરિ મહારાજાએ માતા-પિતાની સેવાને પ્રવ્રજ્યાના ઉત્તમ મંગલ તરીકે વર્ણવ્યું છે 'प्रारम्भमङ्गलं ह्यस्या, गुरुशुश्रूषणं परम् । एतौ धर्मप्रवृत्तानां नृणां पूजास्पदं महत् ।।' ૧૧૬ " ટીકા अस्याः- प्रव्रज्यायाः । गुरुशुश्रुषणं - मातापितृपरिचरणम् परं प्रकृष्टं मङ्गलमित्यर्थः । एतौ गुरू (मातापितरौ ) धर्मप्रवृत्तानां मोक्षहेतुसदनुष्ठानसमुपस्थितानाम् । ગુરુશુશ્રુષા અર્થાત્ માતા-પિતાની સેવાભક્તિ એ પ્રવ્રજ્યાનું પ્રથમ પ્રકૃષ્ટ મંગલ છે. મોક્ષમાં હેતુભૂત એવા ધર્મમાં પ્રવૃત્ત થનારને આ માતા-પિતા વિશિષ્ટ પૂજાને પાત્ર છે અર્થાત્ મોક્ષાર્થીધર્માનુષ્ઠાન કરનાર જીવે માતા-પિતાની અવશ્ય પૂજા એટલે કે સેવા-ભક્તિ કરવી જોઈએ. રૂમૌ શુશ્રૂષમાળસ્ય, ગૃહાનાવસતો ગુરુ । प्रव्रज्यामानुपूर्व्येण, न्याय्याऽन्ते मे भविष्यति ।।' ગૃહમાં રહેતા આ માતા-પિતા રૂપ ગુરુની સેવા કરતા મને પ્રવ્રજ્યા ક્રમશઃ પ્રાપ્ત થશે. 'स कृतज्ञः पुमान् लोके, स धर्मगुरुपूजकः । स शुद्धधर्मभाक् चैव य एतौ प्रतिपद्यते ।।' 1 एतौ - मातपितरौ दुष्प्रतिकारत्त्वात्तयोः । Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ગુરુજનપૂજા... એક આધ મંગલ લોકમાં જે માતા-પિતાની સેવાને કરે છે તે લોકમાં કૃતજ્ઞ છે. ધર્મગુરૂનો સાચો પૂજક પણ તે જ બને છે. સંશુદ્ધ ધર્મની પ્રાપ્તિ પણ તેને જ થાય છે. 'उपकारीति पूज्यः स्याद् गुरू आधुपकारि एतौ । तावप्यर्च्यते यो न स हि धर्मगुरुं कथम् ? ।।' ઉપકારી હોવાના કારણે ગુરૂ પૂજ્ય છે, તો આ તો આદ્ય ઉપકારી છે. (તેથી વિશેષ પૂજ્ય છે.) આવા માતા-પિતાની પણ જે પૂજા-સેવા નથી કરતો તે ધર્મગુરુની ભક્તિ શી રીતે કરશે ? ખાસ તો માતા-પિતાની અવહેલના કરનાર, તિરસ્કાર કરનારને પ્રાયઃ ચારિત્ર મળતું નથી. કદાય મળી જાય તો તે ગુરુને સમર્પિત થઈ શકતો નથી અને તેનું ચારિત્ર પણ નિષ્ફળ જાય છે. જેને માતા-પિતાદિ સમસ્ત સંસારનો ત્યાગ કરીને સંયમ પંથે જવાનું છે તેને પણ માતા-પિતાનો તિરસ્કાર કરવાનો નથી, અવગણના-ઉપેક્ષા કરવાની નથી, સેવાભક્તિ કરવાના છે, તો પછી સામાન્ય સંસારમાં વ્યવહાર કરનારે માતા-પિતા પ્રત્યે કેવુ ગૌરવભર્યું વર્તન કરવું જોઈએ તે આપણે સમજી શકીએ છીએ... પ્ર. - સંયમાર્થીઓએ માતા-પિતાની સેવા-ભક્તિ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જય વીયરાય કરવાની છે તો પછી ઘણાં પ્રસંગોમાં માતા-પિતાનો નિષેધ છતાં દીક્ષા લેવાય છે, વળી શાસ્ત્રકારોએ પણ સોળ વર્ષ પછી (હાલ ૧૮ વર્ષનો વ્યવહાર છે) માતા-પિતાની સંમતિ ન હોય તો પણ દીક્ષા લેવાઆપવા માટે સંમતિ આપી છે તેનું શું ? ઉ. - પ્રથમ વાત એ છે કે દરેક કાર્યો ધર્મમાં બાધા ન આવે એ રીતે કરવાના છે. કાલસૌકારિક કસાઈનો રોજ ૫૦૦ પાડા મારવાનો ધંધો હતો. તેના મૃત્યુ પછી તેનો પુત્ર સુલસ જે અભયકુમારની મૈત્રીથી ધર્મ પામેલો, તેને સર્વકુટુંબી જનોએ પિતાના વ્યવસાયમાં જોડાવાનું કહ્યું, પણ નરકગતિમાં કારણભૂત એવી ઘોર હિંસાનું કાર્ય સુલતે સ્વીકાર્યું નથી અને એ યથાર્થ કાર્ય છે. સંયમાર્થી જીવને તો સંયમ પ્રાપ્તિ માટે પણ માતા-પિતાની સેવા-ભક્તિ મંગલરૂપ છે. સંયમમાં અવરોધભૂત કર્મોનો નાશ કરી શીવ્ર સંયમની પ્રાપ્તિમાં સહાયક છે. શાસ્ત્રમાં કહ્યું છે કે, સંપૂર્ણ સમર્પિતભાવથી ગુરુની સેવા-ભક્તિ કરનારને પરમગુરુ એવા તીર્થકર ભગવંતની ભવાંતરમાં ગુરુ તરીકે પ્રાપ્તિ થાય છે અને પરમાત્માની પાવન નિશ્રામાં સહેલાઈથી ચારિત્ર પામી મુક્તિની પ્રાપ્તિ થાય છે. બસ, એ જ રીતે ગૃહસ્થજીવનમાં માતા-પિતાની સેવા Page #136 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા... એક આધ મંગલ ૧૧૯ કરનારને ઉત્તમ ગુરૂનો યોગ મળે છે અને ઉત્તમ ગુરુ પાસે સુંદર ચારિત્ર તે પાળી શકે છે. આ રીતે ગણીએ તો પરંપરાએ માતા-પિતાની સેવા-ભક્તિ એ મુક્તિના બીજરૂપ થઈ જાય છે... સંયમપ્રાપ્તિ માટે જે વાત કરી તેમાં મહત્ત્વની વાત એ છે કે સંસારના દુઃખોથી અને પાપોથી ત્રાસેલ મુમુક્ષુને આ બધા દુઃખોથી છુટવા સંયમની તીવ્ર ભાવના થાય છે. તે જ વખતે તેને એમ પણ થાય છે કે, માતા-પિતાનો મારા પર મહાન ઉપકાર છે, તેઓ પણ સંસારમાં ન રખડે અને મુક્તિના સુખને શીધ્ર પામે તે માટે માતા-પિતાને પણ સંયમમાર્ગે સાથે જ લઈ જઉ. એ માટે એ માતા-પિતાને સમજાવે છે. અનેક પ્રયત્નો કરે છે. પરંતુ કોઈ કારણસર માતાપિતા પ્રતિબોધ પામતા નથી, સંયમને સ્વીકારવા તૈયાર થતા નથી, ત્યારે આ મુમુક્ષ વિચારે છે, સંયમ પ્રાપ્ત કરીને પણ હું તેમને પ્રતિબોધ કરીશ, ધર્મ પમાડીશ. મારી ચારિત્રની સાધનાના પ્રભાવથી માતા-પિતા સહેલાઈથી પ્રતિબોધ પામશે એટલે માતા-પિતા સંયમ માટે તૈયાર ન થતા મુમુક્ષુ માતા-પિતા પાસે પોતાના સંયમની અનુમતિ માંગે છે. અનેક રીતે સમજાવે છે, વિવિધ પ્રયત્નો કરે છે. દુ:સ્વપ્ન, ભાવિની આગાહી વગેરેની Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જય વીયરાય વાત કરી અનુમતિ માંગે છે, મેળવે છે અને સંયમ પ્રાપ્ત કરે છે, કરીને માતા-પિતાને પણ પ્રતિબોધ કરી દીક્ષા આપે છે. માતા-પિતા દીક્ષા ન ગ્રહણ કરી શકે, તો ગૃહસ્થજીવનમાં પણ સારી રીતે ધર્મ કરી શકે તેવી વ્યવસ્થા કરે છે. આ. સ્થૂલભદ્રસૂરિ મહારાજે (આ. લબ્ધિસૂરિ મ. ના) પોતાના અનેક વર્ષના પર્યાય પછી વયોવૃદ્ધ પિતાને ચારિત્ર આપ્યું. એટલું જ નહિં, દીક્ષા આપ્યા પછી તેમને વૃદ્ધાવસ્થાએ ગુરુ કરતા અધિક રીતે સાચવ્યા. પરમગુરુદેવ સિદ્ધાંતમહોદધિ સ્વ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પોતાના સંસારી પિતાની વૃદ્ધાવસ્થાને ખ્યાલમાં રાખી પ્રતિવર્ષ પિંડવાડા પોતાના વિશાળ સમુદાયમાંથી સાધુઓને ચાતુર્માસ મોકલ્યા. છેલ્લી અવસ્થામાં મુનિઓ દ્વારા તેમને સંથારાની દીક્ષા પણ આપી સદ્ગતિ પ્રાપ્ત કરાવી. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ ૧૬ વર્ષની ઉંમરે ચારિત્ર લીધેલ છતાં માતા-પિતા પ્રત્યે એટલો પ્રેમ હતો કે તેમની છેલ્લી અવસ્થામાં ખૂબ સમાધિ આપી. માતા-પિતાની અનુમતિથી દીક્ષા લઈ આ રીતે માતા-પિતાને ધર્મ પમાડી ઉપકારનો કિંચિત્ બદલો Page #138 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા. એક આધ મંગલ ૧૨૧ વાળી શકાય છે. પરંતુ ક્યારેક મોહાધીન માતા-પિતા કોઈ પણ રીતે અનેક પ્રયત્નો છતાં ન માને તો મુમુક્ષુએ શું કરવું ? ચારિત્ર ન લેવું ? આનુ સુંદર સમાધાન પંચસૂત્રકાર આપે છે કે - 'ગ્લાન ઔષધ ન્યાયે ચારિત્ર લેવામાં માતા-પિતાનો ત્યાગ વાસ્તવિક માતા-પિતાનો ત્યાગ નથી, પણ અત્યાગ છે. જ્યારે ચારિત્ર ન લઈ માતા-પિતા સાથે રહેવામાં માતાપિતાનો ત્યાગ છે... ગ્લાન ઔષધ ન્યાય આ પ્રમાણે છે - માતાપિતાની પરિચર્યા કરતો પુત્ર માતા-પિતા સાથે જ વિચરી રહ્યો છે. રસ્તામાં ગાઢ જંગલ આવે છે. માતાપિતાને અને પોતાને પણ રોગ લાગુ પડે છે. જંગલમાં રોગનું કોઈ ઔષધ નથી. ઔષધ વિના ત્રણેનું મૃત્યુ થાય તેમ છે. નગરમાં જઈ પોતે ઔષધ ગ્રહી માતાપિતા માટે ઔષધ લઈ આવે તો ત્રણેને બચવાની શક્યતા છે. માતા-પિતા આ રીતે પુત્રને એકલા જવાનો નિષેધ કરે છે. આમ છતાં સુપુત્ર એ છે કે, જે માતા-પિતાને જંગલમાં ખાવા-પીવા વગેરેની બીજી તકલીફ ન પડે તે રીતે ફલાદિની વ્યવસ્થા કરી, પોતે નગરમાં જઈ ઔષધ ગ્રહણ કરી, માતા-પિતાના માટે ઔષધ લઈ આવે છે. આ જ સાચો સુપુત્ર છે. માતા Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જય વીયરાય પિતાની વાત સ્વીકારી જંગલમાં બેસી રહેનાર પુત્ર માતા-પિતાના પણ મૃત્યુની ઉપેક્ષા કરનાર હોઈ સુપુત્ર નથી. જંગલમાં માતા-પિતાને યોગ્ય વ્યવસ્થા કરી ઔષધ માટે શહેરમાં જનાર પુત્રે માતા-પિતાનો ત્યાગ નથી કર્યો, માતા-પિતા પ્રત્યે એ પ્રતિબંધ (સ્નેહ)વાળો છે તેથી એ સુપુત્ર છે. માતા-પિતાનો અત્યાગી છે. આવા પ્રસંગે જંગલમાં બેસી રહેનાર પુત્ર તે માતાપિતાના રોગ અને મૃત્યુની ઉપેક્ષા કરનાર હોવાથી સુપુત્ર નથી અને માતા-પિતાનો ત્યાગ કરનાર છે. આ દૃષ્ટાંતનો ઉપનય કરતાં શાસ્ત્રકારો બતાવે છે કે, સંસારરૂપી જંગલમાં ફરતા પુત્ર-માતા-પિતા સૌને સંસારમાં અનેક જન્મ-મરણો' વગેરે કરાવનાર, દુર્ગતિમાં ભટકાવનાર કર્મનો ભયંકર રોગ લાગુ પડ્યો છે. શક્ય હોય તો માતા-પિતાને લઈને પુત્ર સંયમરૂપ નગરમાં જઈ સાધનારૂપ ઔષધથી ત્રણેના રોગનું નિવારણ કરે. આ શક્ય ન બને, માતા-પિતા નગરમાં પહોંચી શકે તેમ ન હોય, તેવી અવસ્થામાં પુત્ર સંયમનગરમાં જઈ ચારિત્રરૂપી ઔષધ પોતે લઈ, માતાપિતાને પણ ચારિત્રરૂપી ઔષધ પહોંચાડે, અથવા છેવટે સમ્યક્ત્વ પમાડે અને ભવના દુ:ખોથી બચાવે. આ Page #140 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા..... એક આધ મંગલ ૧૨૩ પુત્ર એ સુપુત્ર છે. એ માતા-પિતાને છોડી ચારિત્ર લે છે પણ માતા-પિતાનો ત્યાગી નથી. જે આવા સમયે સંયમ ગ્રહણ નથી કરતા, તેઓ પોતાના અને માતાપિતાના સંસારમાં ભયંકર ત્રાસદાયી, અનેક જન્મમરણોમાં રખડાવનાર, દુર્ગતિના દુઃખોને આપનારા કર્મરોગની ઉપેક્ષા કરવા દ્વારા માતા-પિતાના ત્યાગી છે. માતા-પિતા એક મહાન તત્ત્વ છે. તેમાં પણ માતા વિશિષ્ટ છે. અનેક માતાઓએ આર્થિક કે બીજી તકલીફોમાં દિવસ-રાત મહેનત કરીને, પેટે પાટા બાંધીને પોતાના બાળકોને ઉછેર્યા છે, મોટા કર્યા છે, ભણાવ્યા છે, રોગાદિ વખતે અનેક તકલીફો વેઠી ઉપચાર કરાવ્યા છે. અનેક સુપુત્રોને માતા-પિતાના ઉપકારને યાદ કરતા આંખમાં આંસુ ઝરે છે. બંગાળના ન્યાયાધીશ આશુતોષ મુખરજી બ્રિટીશ રાજ્ય વખતે વાઈસરોયનો આગળ અભ્યાસ માટે પરદેશ જવાનો આગ્રહ છતાં માતાની ઈચ્છા નહીં હોવાના કારણે વાઈસરોયને પણ ના પાડી દીધી. કુમારપાળ વિ. શાહ, હમણાં થોડા જ સમય પૂર્વે Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જય વીયરાય માતાનો સ્વર્ગવાસ થયો. કુમારપાળ રોજ માતાને નમસ્કાર કરતા. વિશિષ્ટ કાર્યો વખતે બહારગામ (પ્રવાસ) જતાં માતાના આશીર્વાદ લઈને નિકળતા. માતાના સ્વર્ગવાસની કુમારપાળને ખૂબ અસર થઈ. અત્યંત વ્યથિત થઈ ગયા. માતાના ઉપકારને યાદ કરતાં તેઓ બોલ્યા કે, અમારા દિવસો એવા હતા કે સાંજના ભોજનના પણ ઠેકાણા ન હતા. તેવા સમયે માતાએ અમને પાંચ ભાઈઓને જરા પણ ખબર પડવા દીધી નથી, એ રીતે મોટા કર્યા. માતાના આ ઉપકારને યાદ કરતા તેમની આંખો ભીની થઈ. કૃષ્ણ વાસુદેવ, ત્રણ ખંડના અધિપતિ, ૧૬ હજાર રાણીઓના સ્વામી.... દેવકી માતાને રોજ નમસ્કાર કરવા આવતા. ભારતના વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પોતાની માતાને રોજ નમસ્કાર કરતા. ક્યારેક પરદેશ જતાં ત્યારે માતાના વિશિષ્ટ આશીર્વાદ લઈને જતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે સંતાનોનું પોષણ કરતી માતાઓના તો લગભગ સો ટકા દષ્ટાંતો મળશે. ભારતની આઝાદી માટે અંગ્રેજ સલ્તનત સામે ભારે સંઘર્ષ કરી અંગ્રેજ સલ્તનતને ધ્રુજાવનાર અને Page #142 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા....... એક આધ મંગલ ભારતની આઝાદીમાં જેનો જ મુખ્ય ફાળો છે, માતૃભૂમિ ખાતર માથું હાથમાં લઈને ફરનાર ભારનતા એ મહાન સુપૂત સુભાષના માતૃપ્રેમને દર્શાવતુ લખાણ તેમના જ ચરિત્રમાં નીચે મુજબ છે. સુભાષનો માતૃપ્રેમ કલકત્તાના શ્રી સુભાષ બાબુના નિવાસસ્થાનમાં સુભાષ બાબુનો અને તેમના માતુશ્રીનો બન્નેના સૂવાના ઓરડા પાસે પાસે જ હતાં. સુભાષ બાબુ મોડી રાત સુઘી વાંચતાં-લખતાં હોય તો ઉંઘમાંથી ઉઠીને મા એમની પાસે આવતાં અને કહેતાં 'હજી કેમ નથી સૂતો બેટા સુભાષ !' અને સુભાષ માને સંતોષ આપવા સૂઈ જતા. સુભાષ આવડા મોટા થયાં છતાં એમના માટે આવી મમતા રાખનાર માતા પ્રત્યે સુભાષ બાબુનું સાવઝ-દિલ બહુ જ કોમળ હતું, જ્યારે ને ત્યારે આઝાદ હિંદ ફોજના પોતાના સાથીઓ પાસે તે માની વાત કરતા અને એના નામોચ્ચારની સાથે એ રડી પડતાં. ૧૨૫ હિંદ છોડી જતાં પહેલા સુભાષ બાબુના દિલમાં માતા અને ફરજ વચ્ચે જબ્બર મંથન ચાલતું હતું. માયાળુ હેત-પ્રીતવાળી માને છોડીને ચાલ્યા જવું કે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જય વીયરાય ફરજને જતી કરવી ? આ વાત એમને ઘણાં દિવસોથી સતાવ્યા કરતી હતી. માને છોડીને ચાલ્યા જવા માટે એ ત્રણ-ત્રણ વખત તૈયાર થયા હતાં. પરંતુ રાત્રે સૂતી માનું દર્શન કરવા જતાં ત્યારે તેમનું દિલ પીગળી જતું અને ચાલ્યા જવાનો વિચાર છોડી દેતા. આ રીતે હિંદ છોડી જવાનું ત્રણ વખત માંડી વાળ્યું હતું. પરંતુ માભોમ પ્રત્યેની એમની ફરજ એમને સાદ દેતી હતી, હિંદની આઝાદી એમને પોકારતી હતી અને એમણે ફરજને માયા-મમતા કરતાં પ્રથમ સ્થાન આપ્યું. છેલ્લી વખત નીકળ્યા ત્યારે માયા-મમતાને દિલમાં દાબીને, યારી માતાની એક છબી સાથે રાખીને, ઘેરથી ચાલી નીકળ્યા. માની એ છબી નિહાળતાંનિહાળતાં નેતાજી ઘણી વાર રડી પડતાં. આઝાદ હિંદ ફોજે કોઈ પણ જાતની યુદ્ધ વખતની અંધાધૂંઘીમાં હિંદની મા-બહેનોની લાજ સાચવવાનો નિર્ણય કર્યો હતો. બોઝ કહેતા, “અમારા ધ્યેયને હાંસલ કરતાં ગોરા સાહેબને બદલે પીળા સાહેબ (જાપાનીઓ) ન ઘૂસી જાય તે અમારે જોવાનું છે.' જૈનેતર શાસ્ત્રોમાં પણ માતા-પિતાની સેવાનું ઘણું Page #144 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનપૂજા.... એક આધ મંગલ ૧૨૭ મહત્ત્વ બતાવ્યું છે. મનુસ્મૃતિમાં કહ્યું છે કે માતાપિતાએ માત્ર જન્મ આપવા દ્વારા જ જે ઉપકાર કર્યો છે, તેનો બદલો તેમની સો વર્ષ સેવા કરવાથી પણ ન વાળી શકે. માતા પૃથ્વી સ્વરૂપ છે. પિતા બ્રહ્માસ્વરૂપ છે. તેમની સેવા એ ઉગ્ર તપ છે, સર્વધર્મોના પાલન સમાન છે. જે તેમની સેવા નથી કરતો, તેની સર્વ ક્રિયાઓ નિષ્ફળ જાય છે. માતા-પિતાને પ્રણામ કરવાથી ચાર ફળ મળે છે. ૧. આયુષ્ય ૨. વિધા, ૩. કીર્તિ, ૪. બળ. મહાભારતનો એક પ્રસંગ છે. એક યક્ષ યુધિષ્ઠિરને પ્રશ્ન કરે છે કે, 'મહાન અને સર્વશક્તિમાન કેવી રીતે બની શકાય ?" યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે - માતા-પિતા અને ગુરુના શ્રદ્ધા અને ભક્તિથી ચરણસ્પર્શ કરે, તેમની સેવા કરે અને પ્રસન્નચિત્ત તેઓ જે આશીર્વાદ આપે તેનાથી જ મહાન અને સર્વશક્તિમાન બની શકાય છે. શિવપુરાણમાં કહ્યું છે કે પુત્ર માટે મહાન તીર્થ કોઈ હોય, તો એ માતા-પિતાના ચરણકમળ છે - पुत्रस्य च महत्तीर्थं, पित्रोश्चरणपङ्कजम् । બીજો કોઈ ધર્મ કરવો હોય તો કદાય વિM Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ જય વીયરાય પણ આવે. બધાની શક્તિ ન પણ પહોંચે. પણ આ ધર્મ એવો છે કે પ્રાયઃ બધાને તેની આરાધનાસાધના સુલભ છે - સુમન્ ધર્મસાધનમ્ | એટલે કે માતા-પિતાની સેવા એ બધા માટે સુલભ છે. આ રીતે કલાચાર્ય, વડિલ બંધુઓ, શિક્ષક વગેરે પ્રત્યે પણ વિનયાદિ યથાયોગ્ય અવશ્ય કરવા જોઈએ. ખુદ ભગવાન મહાવીરદેવ પણ નંદિવર્ધન પ્રત્યે અદ્ભુત વિનય રાખતા... એક સુભાષિત શ્લોકમાં સુંદર જણાવ્યું છે - પશુઓ સ્તનપાન કરે ત્યાં સુધી, અધમપુરૂષો પત્ની મળે ત્યાં સુધી, મધ્યમપુરૂષો ઘરનું કામકાજ કરે ત્યાં સુધી, ઉત્તમપુરૂષો યાવજીવ સુધી તીર્થસ્વરૂપ માની માતાપિતાની સેવા-ભક્તિ કરે છે. આ બધુ સમજી પરમાત્માને ભાવપૂર્વક પ્રાર્થના કરીએ કે, હે દેવાધિદેવ ! આપના અચિંત્ય પ્રભાવથી ગુરુજનપૂજા-માતાપિતાદિ વડીલોની સેવા હંમેશા મારા જીવનમાં થતી રહે... (૬) પરાર્થકરણ 'होउ ममं तुह पभावओ परत्थकरणं । Page #146 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર....... વિશ્વવાત્સલ્યની પ્રતિક્રિયા "પ્રભુ ! તમારા અચિંત્ય પ્રભાવથી મારા જીવનમાં પરાર્થકરણની બુદ્ધિ અને પ્રવૃત્તિ હોજો." 'પર એટલે આપણાથી બીજા જીવો. તેમના પ્રયોજન કરવા, તેમને સહાયક થવુ, તેમના માટે યથાશક્તિ કરી છુટવુ, તન-મન-ધનની શક્તિનો નિઃસ્વાર્થપણે બીજા માટે ઉપયોગ કરવો એ પરાર્થકરણ... ટીકાકાર જણાવે છે 'परार्थकरणं सत्त्वार्थकरणं जीवलोकस्य सारं पौरूष વિદ્નમેતત્ ।' - ૧૨૯ જીવલોકમાં સારભૂત પરાર્થકરણ છે. પુરૂષાર્થનું સાચુ ચિહ્ન આ છે. પરાર્થકરણ એટલે જીવોનું કરવુ તે. મનુષ્ય જીવનનો સાર 'પરાર્થકરણ' જ છે. અનાદિકાળના સંસ્કાર એકમાત્ર સ્વાર્થના છે. આ જીવનમાં પણ જો સ્વાર્થને જ પોષવાનો હોય તો પશુજીવન અને મનુષ્યજીવનમાં શું ફેર ? આપણે જોઈએ છીએ, પશુઓ પોતાના સ્વાર્થમાં જ સદા મગ્ન છે. કૂતરાઓને ખાવાનું નાંખશો તો કૂતરો પોતાનું ખાવાનું પૂર્ણ કરી બીજાનું ઝુંટવવા જશે. Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ hતાના જય વીયરાય આજે સ્વાર્થ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. લક્ષ્મીના લોભે જીવોને અત્યંત સ્વાર્થી બનાવી દીધા છે. કુદરતે, પૂર્વની પરંપરાએ આ દેશમાં સૌ શાંતિથી આજીવિકા મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. આજે વિજ્ઞાને થોડા યંત્રાદિ સાધનો આપ્યા અને સ્વાર્થી મનુષ્યો તેના દ્વારા અનેકની રોજી ઝુંટવી પોતાના સ્વાર્થને પોષવા ઉદ્યમ કરી રહ્યા છે. આજના ઉદ્યોગપતિઓ જગતનું ગમે તે થાય, બધા જ ઉધોગો, વ્યાપરો પોતાના હસ્તગત કરવા પ્રયત્નશીલ છે. લાખો લોકોની રોજી ઝુંટવી રહ્યા છે. લાખો-કરોડો લોકોને બેકાર કરી રહ્યા છે. તેમના વ્યાપારો પોતાના સંપત્તિના બળે, લાંચીયા રાજકારણીઓ અને અધિકારીઓની સહાયથી હસ્તગત કરી બીજા જીવોને ભૂખમરામાં ધકેલી રહ્યા છે. અરે, પોતાના સ્વાર્થ ખાતર પશુઓને ઘાસ ચરવાની ગામડાઓની ગોચર જમીન પણ પોતાના કારખાના વગેરે કરવા માટે મફતના ભાવમાં હસ્તગત કરી રહ્યા છે. થોડાક બુદ્ધિશાળી શ્રીમંતોએ આજે લગભગ આખા જગતને બાનમાં લીધું છે અને જેમ જગતને વધુને વધુ લૂંટાય તેમ તેઓ પોતાની બુદ્ધિથી લૂંટી રહ્યા છે. Page #148 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર..... વિશ્વ વાત્સલ્યની પ્રતિક્રિયા ૧૩૧ હજારો લાખો લોકોને આ રીતે પરોક્ષપણે લુંટીને મોટા સ્વાર્થ સાધીને તેઓ સંપત્તિથી તગડા બની રહ્યા છે. પણ આ સંપત્તિ પણ તેઓને આંતરિક શાંતિ આપી શકતી નથી. અનેક પ્રકારના સંક્લેશોથી જીવન છિન્નભિન્ન થાય છે. કદાચ પૂર્વભવના પાપાનુબંધિ પુણ્યથી જો તેઓ સુખ-શાંતિ મેળવી શકે તો પણ ભાવિમાં તેઓની દુર્ગતિ નિશ્ચિત છે. એટલુ જ નહીં પણ દુર્ગતિની પરંપરાઓ ચાલે છે. અસંખ્ય-અનંતકાળ સુધી ઘોર દુઃખોના તેઓ ભાજન બને છે. સ્વાર્થ ઘાતક છે. પરાર્થકરણ એ જબરજસ્ત આત્મવિકાસનું સાધન છે. આના પછી 'સુહગુરુજોગો (શુભ ગુરુના યોગ)ની પ્રાર્થના કરવાની છે. શુભગુરુનો યોગ સફળ થાય તે માટે પૂર્વભૂમિકામાં સ્વાર્થનો નાશ કરીને પરાર્થ કરવાનું વિધાન છે. પરાર્થકરણની પરિણતિ વિના મળેલો ઉત્તમગુરુનો સંયોગ અને બીજી બધી શાસન અને સંઘની સામગ્રી પણ લગભગ નિષ્ફળ જાય છે. કુદરતનો એવો નિયમ છે, જે તમે બીજાને આપો તે તમને મળે છે. આપણાં પરાર્થકરણ દ્વારા બીજાને જે સુખ મળે છે, શાંતિ મળે છે, સમાધિ મળે છે, તે અનેકગણ થઈને આપણને પુનઃ પ્રાપ્ત થાય છે. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જય વીયરાય પરાર્થથી પ્રકૃષ્ટ પુણ્ય બંધાય છે. વળી નિઃસ્વાર્થભાવે પરાર્થ હોઈ પુણ્યાનુબંધિ પુણ્ય બંધાય છે. જેટલો જેટલો પરાર્થ થાય છે તેટલા તેટલા લેણદાર બનાય છે. જેટલો જેટલો સ્વાર્થ સાધીએ તેટલા દેવાદાર બનાય. આપણે જાણીએ છીએ, એક ગરીબ ગોવાળના બાળકે સાધુને ખીરના દાનનું પરાર્થકરણ કર્યું, તો તે બીજા ભવમાં શાલિભદ્ર બન્યો, દેવતાઈ ભોગની સામગ્રી પામ્યો. નયસારના ભાવમાં સાધુને દાન કરવા દ્વારા મહાવીરના બીજ નંખાયા. આવા તો જબરજસ્ત ફળને આપનારા અગણિત દષ્ટાંતો છે. શારામાં એક સુંદર શ્લોક આવે છે - 'श्रूयतां धर्मसर्वस्वं, श्रुत्वा चैवावधार्यताम् । आत्मनः प्रतिकूलानि, परेषां न समाचरेत् ।। ધર્મની બધી વાતો સાંભળો, ધારણા કરો પણ તેનો સાર એટલો જ ગ્રહણ કરો કે - આપણને પ્રતિકૂળ આચરણ લાગે તેવું બીજા પ્રત્યે આપણે ન આયરવું. વળી કરોડો ગ્રંથોનો સાર એક જ વાક્યમાં બતાવતા જણાવ્યું છે - 'श्लोकार्थेन प्रवक्ष्यामि, यदुक्तं ग्रन्थकोटिभिः । Page #150 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર........ વિશ્વ વાત્સલ્યની પ્રતિક્રિયા ૧૩૩ परोपकारः पुण्याय, पापाय परपीडनम् ।। કરોડો ગ્રંથમાં કહેલ વાત અડધા શ્લોકમાં કહું છુંપરોપકાર પુણ્ય માટે છે, પરપીડન પાપ માટે છે. પરોપકારથી પુણ્યકર્મ બંધાય છે. પરપીડનથી પાપકર્મ બંધાય છે. દેવાધિદેવ તીર્થકર ભગવંતોની પણ વિશેષતા બતાવતા જણાવ્યું છે - 'માવનિમેતે પરાર્થવ્યનિઃ ' તીર્થકર પરમાત્માના જીવો સંસારમાં પણ હમેશ માટે પરાર્થવ્યસની હોય. પરાર્થ કર્યા વગર તેઓને ચાલે જ નહિં. તેઓ હંમેશા સ્વાર્થને ગૌણ કરી પરાર્થને જ મહત્ત્વ આપનારા હોય છે. મહાત્માઓ પણ પરાર્થ માટે ઉપદેશ વગેરે આપી જીવોને ધર્મમાં જોડે છે. તેમના હિતનું આચરણ કરાવે છે. ભૂતકાળમાં અનેક શ્રેષ્ઠીઓ થઈ ગયા જેઓએ પરાર્થ માટે પોતાની લગભગ બધી જ સંપત્તિ ખુલ્લી મુકી દીધી. જગડુશાને મહાત્માએ ચેતવ્યો, ત્રણ વર્ષનો ભયંકર દુકાળ ભાવિમાં છે. જગડુશાએ પોતાની સંપત્તિથી બને તેટલુ અનાજ ગામોગામથી ખરીદીને ગોદામો ૧૦ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જય વીયરાય ભર્યા. દુષ્કાળનો પ્રારંભ થતાં અનાજ વિના ટળવળતા ગરીબોને મફત અનાજ અપાવવા માંડ્યું. લાખો લોકોની દુવા પ્રાપ્ત કરી. સિંઘ વગેરેના રાજાઓ જગડુશા પાસે માંગે તેટલા મૂલ્ય આપી અનાજ ખરીદવા આવ્યા. જગડુએ સૌને ગરીબો માટે વિનામૂલ્યે અનાજ આપ્યુ. મેવાડના રાણા પ્રતાપ, અકબર સાથેના યુદ્ધમાં જ્યારે થાકીને નિરાશ થઈ ગયેલ તે અવસ્થામાં ભામાશાહે પોતાની સંપત્તિના ભંડારો ખુલ્લા મુકી દીધા. રાણા પ્રતાપને સમર્પિત કર્યા અને મેવાડ દેશની રક્ષા કરી. કુમારપાળ, પેથડશા, વિમલશા, ભામાશા, વસ્તુપાળ, તેજપાળ વગેરે અગણિત દૃષ્ટાંતો પરાર્થકરણના નોંધાયેલા છે... પરાર્થકરણ એ જીવનનું મુખ્ય કર્તવ્ય છે પણ આપણા આત્મા પર સ્વાર્થના સંસ્કારો અનાદિકાળના લાગેલા છે. માટે પરમાત્માને ભાવપૂર્વક પ્રાર્થના કરીએ 'होउ ममं तुह पभावओ परत्थकरणं' હે દેવાધિદેવ ! તમારા અચિંત્ય પ્રભાવથી મારા જીવનમાં પરાર્થકરણની પ્રાપ્તિ થાય. સ્વાર્થી એવો હું પરાર્થકરણના પરિણામવાળો બનુ.... Page #152 -------------------------------------------------------------------------- ________________ (૭) શુભ-ગુરૂનો યોગ 'होउ ममं तुह पभावओ सुहगुरुजोगो ।' હે નાથ ! તમારા પ્રભાવથી મને શુભ ગુરૂનો યોગ થાવ. ભવનિર્વેદથી પરાર્થકરણ સુધીની છ લોકિક વિષયની પ્રાર્થનાઓ પૂર્ણ કરી હવે લોકોત્તર વિષયક પ્રાર્થના શરૂ થાય છે. લોકિક એટલે જિનશાસન ન પામ્યા હોય તેમને પણ જે લાગુ પડી શકે છે. તેઓને પણ સુંદર જણાય તે... માત્ર જિનશાસનમાં જ લાગુ પડી શકે તે લોકોત્તર - સર્વજ્ઞ કથિત ધર્મની દષ્ટિએ સુંદર છે. ઉપરોક્ત છ પ્રાર્થનાઓમાં પ્રાર્થિત કરેલ ગુણની પ્રાપ્તિ થયા પછી એ ગુણો કે કર્તવ્યોથી વાસિત થયેલ જીવમાં હવે ઉત્તમગુરુની પ્રાપ્તિની યોગ્યતા પ્રગટ થઈ ગઈ હોય છે. તેથી હવે પરમાત્મા પાસે ઉત્તમગુરુના યોગની પ્રાર્થના કરીએ છીએ. જો ઉપરની છ વસ્તુ જીવનમાં ન હોય તો પ્રાયઃ શુભગુરુનો યોગ પ્રાપ્ત થતો નથી અને કદાય પ્રાપ્ત થાય તો પણ પ્રાયઃ સફળ થતો નથી. અહિં પ્રાયઃ શબ્દ લખવાનું પ્રયોજન એ છે કે ક્યારેક કોઈ જીવ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જય વીયરાય વિશેષને ઉપરોક્ત છ વસ્તુઓની પ્રાપ્તિ ન થઈ હોય અને સીધો જ સદ્ગુરુનો યોગ થાય અને ભવિતવ્યતા કંઈ અનુકૂળ હોય તો ગુરુપ્રાપ્તિના યોગથી ઉપરોક્ત છ વસ્તુઓની, અનેક સદ્ગણોની પ્રાપ્તિ થઈ જાય છે અને તેનું કામ સફળ થાય છે પરંતુ આવુ ક્યારેક જ ક્યાંક બને છે તેથી તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તો ભવનિર્વેદાદિ છ વસ્તુની પ્રાપ્તિ પછી સદ્ગુરુનો યોગ પ્રાપ્ત કરવાનો છે, અન્યથા ક્યારેક નુકસાન પણ થવાનો સંભવ છે. જેમ કે 'ભવનિર્વેદ ન હોય, ભવનો તીવ્ર રાગ હોય તો ગુરુની પ્રાપ્તિનો ઉપયોગ ભૌતિક સામગ્રીની પ્રાપ્તિ માટે કરાય જે નુકસાનકારક બને. માર્ગાનુસારિતા ન હોય અને ઉત્તમગુરુની પ્રાપ્તિ થતાં ક્યારેક ગુરુથી વિપરીત માન્યતાના કદાગ્રહમાં પડી ગુરુની આશાતના કરાય છે. “ઈષ્ટફલસિદ્ધિ ન હોય અને મન સંક્લેશમાં રમતુ હોય તો ઉત્તમગુરુનો લાભ લઈ શકાતો નથી. નિંદાદિ 'લોકવિરુદ્ધ નો ત્યાગ ન હોય તો ક્યારેક ગુરુનિંદાના પાપ પણ બંધાઈ જાય છે. 'ગુરુજનપૂજા સંસારમાં માતા-પિતાની સેવા-પૂજા ન કરનાર ગુરુની સેવા શું કરવાનો ? અને 'પરાર્થકરણ' ન હોય અને એકાંત સ્વાર્થમય જ જીવન હોય તો ગુરુભક્તિ Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ શુભ ગુરુયોગ.... મહોદયની લીલી બત્તી વગેરે શી રીતે થઈ શકવાની ? માટે જ શાસ્ત્રકારોએ બરાબર જ કહ્યું છે કે, 'ઉક્ત છ લૌકિક વસ્તુની પ્રાપ્તિ થયા પછી જ ઉત્તમગુરુનો યોગ થતાં એ સફળ થાય છે અન્યથા વિપરીતપણાનો સંભવ છે. લ. વિ. - સત્યેતાવતિ નવિ સૌન્દર્ય નોકોત્તરઘર્માધિારીત્યંત ગાઈ | 'શુમારુયો:' - વિશિષ્ટचारित्रयुक्ताचार्यसम्बन्धः । अन्यथाऽपान्तराले सदोषपथ्यलाभतुल्योऽयमित्ययोग एव । આ લૌકિક સૌન્દર્ય હોય તો લોકોતર ધર્માધિકારી થાય, માટે કહે છે "સહુગુરુજોગો" અર્થાત્ શુભ ગુરુનો એટલે વિશિષ્ટ ચારિત્ર યુક્ત આચાર્યનો સંબંધ થાઓ. અન્યથા (લૌકિક સૌંદર્ય વિના ચારિત્ર સંપન્ન ગુરુનો યોગ) દોષયુક્ત પુરુષને પથ્ય (પોષ્ટિક)ની પ્રાપ્તિ તુલ્ય આ અયોગરૂપ જ થાય. શુભગુરુનો યોગ અને તદ્વયનસેવા આ બે ખુબ જ મહત્ત્વની વસ્તુ છે. આ બે મોક્ષના પ્રધાન કારણ છે. અરે, આ બે જ મોક્ષના કારણ છે. આ બે બરાબર મળ્યા પછી મુક્તિ અત્યંત નિકટ થાય છે. લલિતવિસ્તરામાં આ બે લોકોતર સોંદર્ય કીધા છે. લોકોતર એટલે અસર્વજ્ઞોના (લૌકિક) ધર્મ કરતા આગળનો ઉંચી કોટિનો સર્વજ્ઞ કથિત ધર્મ.. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જય વીયરાય જીવની પાત્રતા વિકસિત થઈ હોય અર્થાત્ યોગ્યતા પ્રગટ થઈ હોય તો તેને શુભગુરુનો યોગ પ્રાપ્ત થતાંની સાથે જ તેનો આધ્યાત્મિક વિકાસ શરુ થઈ જાય છે. તેનું મોક્ષમાર્ગ તરફ પ્રયાણ શરુ થઈ જાય છે. પાત્રતા વિના શુભગુરુનો યોગ સફળ થતો નથી. ઉત્તમ ગુરુના યોગથી મોક્ષ સુધીની સાધના અત્યંત સરળપણે થાય છે. ગુરુનો યોગ અમોઘ છે. આજ સુધી અસંખ્ય, અનંતકાળની અપેક્ષાએ અનંત જીવો ઉત્તમ સદ્ગુરુને પ્રાપ્ત કરીને ભવસાગર તરી ગયા છે. ૧. ભગવાન ઋષભદેવ, તેર ભવ પૂર્વે ધના સાર્થવાહના ભવમાં ઉત્તમગુરુના યોગથી ગુરુને વહોરાવતા સમ્યગ્દર્શન પામ્યા. ૨. ભગવાન મહાવીર પરમાત્મા નયસારના ભવમાં જંગલમાં ભૂલા પડેલા સાધુ ભગવંતના યોગથી સમ્યગ્દર્શન પામ્યા. ૩. શાલિભદ્રના જીવે પૂર્વભવમાં ઉત્તમ તપસ્વી મુનિને ખીરના દાન દ્વારા ભવાંતરમાં શાલિભદ્રની દિવ્ય ભોગની સામગ્રી મેળવી. પ્રભુ મહાવીર મળ્યા, ચારિત્ર લઈ ઘોર તપ તપી અનુત્તર દેવલોકમાં ગયા. મોક્ષને પામશે. Page #156 -------------------------------------------------------------------------- ________________ શુભગુરુયોગ....... મહોદયની લીલી બત્તી ૪. હજારોનો હત્યારો દૃઢપ્રહારી મુનિના યોગે પ્રતિબોધ પામી ચારિત્ર સ્વીકારી ઉગ્ર તપ કરી કેવળજ્ઞાન પામી મુક્તિએ ગયો. ૧૩૯ ૫. પંદરસો તાપસો અષ્ટાપદની યાત્રા કરવા તપ કરી પુરૂષાર્થ કરવા છતાં સફળ થતાં નથી. ગૌતમસ્વામીને સૂર્યના કિરણ પકડીને અષ્ટાપદ પર પહોંચી જતા જોયા. પાછા વળતા ગૌતમસ્વામીને ગુરુ તરીકે સ્વીકારી તેમના શિષ્ય થયા. ગૌતમસ્વામી ગુરુએ લબ્ધિથી એક જ પાતરાની ખીરથી પંદરસોને પારણું કરાવ્યું. ગુરુના અચિંત્ય મહિમાનું ચિંતવન કરતા ૫૦૦ ત્યાં કેવળજ્ઞાન પામ્યા. ભગવાન મહાવીર પાસે જતાં, ભગવાનના દર્શન થતાં ૫૦૦ કેવળજ્ઞાનને પામ્યા, અને ભગવાનની વાણીનું શ્રવણ કરતા ૫૦૦ કેવળજ્ઞાન પામ્યા. ૬. ગૌતમસ્વામી પાસે દીક્ષા લેનાર પચાશ હજાર મુનિઓ તે જ ભવમાં કેવળજ્ઞાન પામ્યા એમાં પ્રભાવ ગુરુ ગૌતમનો.... ૭. આર્યસુહસ્તી ગુરુથી પ્રતિબોધ પામી ચારિત્ર પામી એક જ દિવસમાં સાધના કરી અવંતિસુકુમાલ પહેલા દેવલોકમાં નલિનીગુલ્મ વિમાનમાં દેવ થયા. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જય વીયરાય ૮. કેશી ગણધરના સંપર્કથી ભયંકર નાસ્તિક એવો પ્રદેશી રાજા આસ્તિક થયો. સૂર્યકાંતા રાણીના જીવલેણ ઉપસર્ગમાં સમાધિ જાળવી દેવલોક પામ્યો. વર્તમાનમાં પણ સેંકડો-હજારો જીવો ગુરુ ભગવંતોના સંસર્ગથી પરિચયથી સમ્યગ્દર્શન, દેશવિરતિ યાવત્ સર્વવિરતિ ધર્મની સાધના સુધી પહોંચી જવાના અગણિત દષ્ટાંતો છે. હજારો આત્માઓ ગુરુ ભગવંતોના પ્રવચન શ્રવણથી ઉમાર્ગમાંથી સન્માર્ગગામી બન્યા છે. હજારો યુવાનો ગુરુ ભગવંતોની નિશ્રામાં શિબીરો દ્વારા ઉત્તમ ધર્મને પામ્યા છે. ગુરુ તત્ત્વનું વર્ણન થઈ શકે તેમ નથી. ગુરુ વિના કોઈનો ઉદ્ધાર થતો નથી. કંઈક નરક તરફ પ્રયાણ કરતા જીવોના ગુરુઓના સંપર્કથી - ઉપદેશથી મુક્તિ તરફ પ્રયાણ થઈ ગયા છે. અરે, ગુરુના દર્શન માત્રથી પણ જીવો બોધ પામી ગયાના પણ દષ્ટાંતો છે. નિપાણીનો લિંગાયતધર્મ માનનાર યુવક - ગુરૂપાદપ્રા. નિપાણી ગામમાં જૈનાચાર્ય પ્રેમસૂરીશ્વરજી મ. પોતાના વિદ્વાન શિષ્યો આ. રામચંદ્રસૂરિ મ., મુનિશ્રી ભાનુવિજયજી, મુનિશ્રી પદ્મવિજયજી વગેરે સાથે Page #158 -------------------------------------------------------------------------- ________________ શુભગુરુયોગ....... મહોદયની લીલી બત્તી ૧૪૧ પધાર્યા છે. પ્રવચનોની શ્રેણિઓ ગોઠવાઈ છે. જૈનજૈનેતરો પ્રવચનમાં રંગાઈ ગયા છે. શ્રાવકોને ત્યાં નોકરી કરતા આ યુવાનના પિતાજી પણ રોજ પ્રવચન શ્રવણ કરી રહ્યા છે. ગમે તે કારણે પુત્રને ઘણી પ્રેરણા કરવા છતાં તે પ્રવચન શ્રવણ કરવા જવા તૈયાર નથી. તેને પોતાના ધર્મનું અભિમાન છે. બીજા ધર્મગુરુ પાસે શા માટે જવું ? દિવસો પસાર થયા. મુનિઓનો વિહાર નક્કી થયો. ગુરૂપાદપ્પાના પિતા કહે છે - મહારાજો વિહાર કરી જશે. એકવાર દર્શન તો કરી આવ. પિતાશ્રીના અત્યંત આગ્રહથી અનિચ્છાએ પણ યુવક ગુરુદેવના દર્શને આવ્યો. ઉપાશ્રયના દરવાજામાં પેસતા જ સામે પાટ પર બેઠેલા કલ્યાણમૂર્તિ ગુરુદેવ આચાર્ય પ્રેમસૂરીશ્વરજી મ. પર દૃષ્ટિ પડતા જ ચમત્કાર થયો. યુવકના હૃદયના ભાવ પલટાઈ ગયા. ત્યાં જ એના મનમાં નિર્ણય થયો કે હવે તો આ મહાપુરૂષના ચરણે જ જીવન સમર્પિત કરવું. યુવક ગુરુદેવ પાસે આવ્યો. ગુજરાતી ભાષા આવડતી ન હતી. પણ શાળામાં સંસ્કૃતનો અભ્યાસ કરેલો. સંસ્કૃત અને હિંદીમાં ગુરુદેવ સાથે વાત કરી. યુવાન ગુરૂદેવને સમર્પિત થઈ ગયો. બીજા દિવસે માતા-પિતાની અનુમતિ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જય વીયરાય ન હોવા છતાં યુવાને ગુરુદેવ સાથે વિહાર કર્યો. બે વર્ષ સતત ગુરૂદેવ સાથે રહી મુંબઈ સાંતાક્રુઝમાં જમનાદાસ મોરારજીના બંગલામાં યુવાને દીક્ષા લીધી. પૂ. ભાનુવિજયજી મ. (આ. ભુવનભાનુસૂરિ મ.)ના શિષ્ય મુનિશ્રી ગુણાનંદવિજયજી થયા. સંયમની સાધના સાથે વિશિષ્ટ ક્ષયોપશમના કારણે શાસ્ત્રપારગામી થયા. અનેક મુનિઓના જ્ઞાનદાતા થયા. આચાર્ય વિજય ગુણાનંદસૂરિ થયા. શુભગુરુનો યોગ આત્મવિકાસમાં પ્રધાન કારણ છે. સદ્ગુરુની પ્રાપ્તિ પણ અત્યંત દુર્લભ છે. કહ્યું છે 'सुलभा एव संसारे, मामरमहर्द्धयः । संयोगः सद्गुरूणां तु, जन्तूनामतिदुर्लभः ।। મનુષ્યપણાની અને દેવપણાની મોટી રિદ્ધિઓ સુલભ છે પરંતુ જીવોને સગુરૂનો સંયોગ થવો અતિદુર્લભ છે.. વર્તમાનમાં કેટલાક જીવો ગુરુ વિના સાધના કરવાની હિમાયત કરે છે. એ લોકો અંધારામાં બાયકા ભરે છે, પાયા વિનાના ઘર ચણે છે. ગુરુ વિના સાધના શક્ય જ નથી જ. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪3 શુભગુયોગ. મહોદયની લીલી બત્તી ૧૪૩ ગુરુ કેવા જોઈએ ? લલિતવિસ્તરાકાર લખે છે - 'शुभगुरुयोग:-विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः । 'ગુરુ' તત્વનો આટલો મહિમા વિચાર્યા પછી 'ગુરુ'નું સ્વરુપ પણ વિચારવું આવશ્યક... ઉત્તમ ગુરુના બદલે કોઈ કનિષ્ઠ ગુરુનો, અયોગ્ય ગુરુનો યોગ થઈ જાય તો લાભને બદલે નુકસાન થઈ જાય. માટે શાસ્ત્રકાર આપણને ગુરુ તરીકે કોને સ્વીકારવા તે જણાવે છે. શુભગુરુ યોગ તરીકે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્યનો સંબંઘ જાણવો. અર્થાત્ ગુરુ તરીકે શ્રેષ્ઠ સંયમી ગીતાર્થ આચાર્યને સ્વીકારવાના છે. દર્શન અને જ્ઞાન યુક્ત જ ચારિત્ર હોય છે એટલે વિશિષ્ટ ચારિત્રયુક્ત કહેતા વિશિષ્ટ દર્શનયુક્તતા અને વિશિષ્ટજ્ઞાનયુક્તતા પણ આવી જ જાય છે, એટલે ગીતાર્થતા પણ આવી જાય. ચારિત્ર એટલે પાંચ મહાવ્રતનું સુંદર પાલન. આચાર્ય એટલે પંયાચારના સુંદર પાલક, એટલે ગુરૂના જીવનમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ સ્વરૂપ પાંયે મહાવ્રતોનું સુંદર પાલન જોઈએ. ગુરૂ કંચન-કામિનીના સર્વાશે ત્યાગી જોઈએ. જિનાજ્ઞાના પાલક હોય, આહારાદિ પણ નિર્દોષથી નિર્વાહ કરતા Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જય વીયરાય હોય. તેવી જ રીતે જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચારતપાયાર-વીર્યાચારનું પણ સુંદર પાલન કરતા હોય. ઉત્તમ ગુરુના યોગથી જ કઠણ સાધનાઓ પણ સરળતાથી થઈ શકે છે. અત્યંત શ્રેષ્ઠ અને ઉગ્ર ચારિત્રના પાલક ગુરુઓના સાન્નિધ્યથી ચારિત્રપાલન સરળ બને છે. બ્રહ્મસમ્રાટ સ્વ. પરમગુરુદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજાનું બ્રહ્મચર્ય એટલુ બધુ નિર્મળ હતું કે તેમના સાન્નિધ્યમાં રહેવા માત્રથી વાસનાઓવિકારો શાંત થઈ જતા. આચારસંપન્ન ગુરુના આલંબનથી પણ સુંદર આયાર સહેલાઈથી પાળી શકાય છે. જ્ઞાનસંપન્ન ગુરુના યોગથી જ્ઞાનપ્રાપ્તિ પણ સરળતાથી થઈ શકે છે. ગીતાર્થ ગુરુના યોગથી ઉત્સર્ગ-અપવાદ યથાસ્થાને આવરી શકાય છે. ભવભીત ગુરુ શિષ્યોના યોગક્ષેમ સુંદર કરે છે. તેથી આપણને પણ અપ્રાપ્ત ગુણોનો સુંદર યોગ થાય છે અને પ્રાપ્ત ગુણોની સુંદર રક્ષા થાય છે. અહિં ક્યારેક કોઈ સંયોગોમાં ઉત્તરગુણોમાં ઉણપવાળા ગુરુ હોય પણ મૂળગુણોમાં એટલે મહાવ્રતોમાં વ્યવસ્થિત ગુરુ હોય તો તેમની પણ શુભ-ગુરુમાં ગણના કરી છે. આમ શુભ-ગુરુના યોગથી સાધના સરળ બને Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ ગુવજ્ઞાપાલન પ્રત્યક્ષ મોક્ષ છે, મુક્તિ નિકટ થાય છે. માટે દેવાધિદેવને ખુબ જ ભાવથી પ્રાર્થના કરીએ - 'આપના અચિંત્ય પ્રભાવથી મને શુભ-ગુરુનો યોગ થાવ...' અહિં, જેને શુભ-ગુરુનો યોગ પ્રાપ્ત છે તે આત્માઓને પણ પ્રાપ્ત ગુરુયોગ કાયમ રહે, ભવાંતરમાં મોક્ષપ્રાપ્તિ સુધી મળતો રહે તે માટે, તથા પ્રાપ્ત શુભગુરુનો યોગ વિશેષ ભાવપૂર્વકનો બને, દિલમાં ગુરુ પ્રત્યેનું બહુમાન વધતું જ જાય, ઉત્તરોત્તર કક્ષાના ગુરુયોગની પ્રાપ્તિ થતી રહે તે માટે ગુરુયોગ પ્રાપ્ત મુનિઓએ પણ આની આશંસા કરતા રહેવાની છે. એટલે વીતરાગતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ગણધર ભગવંતો પણ આ આશંસા કરતા રહે છે... (૮) તવયUસેવ ગામવમવંડા | ઉત્તમગુરુનો પ્રાપ્ત થયેલ યોગ પણ તેમના વચનના સેવન-પાલન વિના સફળ થતો નથી. તેથી પરમાત્માને એ પણ પ્રાર્થના કરીએ કે ઉત્તમગુરુના વચનનુ સેવન - ઉપાસના પણ મારા જીવનમાં થતી રહે. આ ગુરુની સેવા-ઉપાસના ક્યાં સુધી કરવાની ? આ માટે લલિતવિસ્તરામાં પૂજ્ય હરિભદ્રસૂરિ મ. જણાવે છે - 'ર સત્ત, નાથત્યવનિમિત્કાદ - 'મવમવન્ડા' Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જય વીયરાય - आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेति - एतावत् कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः ।।' એક વાર નહીં, અલ્પકાળ નહીં, પરંતુ આભવમ્ એટલે જીંદગીના છેડા સુધી તથા બીજો અર્થ 'આભવમ્ ભવના = સંસારના અંત સુધી. જ્યાં સુધી વીતરાગ દશા પ્રાપ્ત ન થાય, કેવળજ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુનો યોગ અને તેમના વચનનું પાલન થાય તેવી પ્રભુ પાસે પ્રણિધાનપૂર્વક આશંસા-પ્રાર્થના કરીએ... ખરી હકીકત તો એ છે કે ઉત્તમ ગુરુનો યોગ થાય અને તેમના વચનનું યથાર્થ પાલન થાય, જીવન તેમને સમર્પિત થઈ જાય એટલે મુક્તિ નિકટ થઈ જ જાય. અહિં 'આભવમખંડા' એ માત્ર આ બે વસ્તુ માટે જ નહિં પણ ભવનિર્વેદથી માંડીને આઠ વસ્તુની પ્રાપ્તિ આભવ સુધી એટલે ભવોભવ સુધી થાય તેવી આશંસા કરવાની છે, તેવી પરમાત્માને પ્રાર્થના કરવાની છે. પૂર્વે બતાવી જ ગયા છીએ કે શુભગુરુનો યોગ પૂર્વની નિર્વેદાદિ છ વસ્તુઓ મળ્યા વિના સફળ થતો નથી. તેમના વચનનું યથાર્થ પાલન થઈ શકતું નથી. તેથી આ આઠે વસ્તુ છેક મોક્ષમાં Page #164 -------------------------------------------------------------------------- ________________ ગુવજ્ઞાપાલન પ્રત્યક્ષ મોક્ષ ૧૪૭ જઈએ અથવા કેવળજ્ઞાન પામીએ ત્યાં સુધી જરુરી છે. એટલે અહિં પરમાત્માને ભવનિર્વેદાદિ આઠે વસ્તુની મને સંસારના અંત સુધી અખંડ-સંપૂર્ણ પ્રાપ્તિ થાય, પ્રાપ્તિ થતી રહે એવી પ્રાર્થના કરી છે... ગુરુવચનનું સેવન એટલે ગુરુની ઉપાસના... મન-વચન-કાયાના સંપૂર્ણ સમર્પણભાવથી જ ગુરુની ઉપાસના કરવાની છે. પૂજ્ય પ્રગુરુદેવશ્રી ભુવનભાનુસૂરિ મ. એ પરમતેજમાં આ માટે લખ્યું છે, તે વિચારીએ "આપણી રુચિ, ઈચ્છા, માન્યતા, સન્માન, સગવડ, અનુકૂળતા વગેરે કશું નહિં. ગુરુની રુચિ એ આપણી રુચિ, ગુરુની ઈચ્છા એ આપણી ઈચ્છા, ગુરુનો મત એ આપણો મત, ગુરુની સગવડ-અનુકૂળતા એ આપણી અનુકૂલતા, ગુરુનું માન-પૂજા-પ્રતિષ્ઠા એ જ આપણા માન-પૂજા-પ્રતિષ્ઠા લાગે, એમનો યશવાદ એ જ આપણો યશવાદ, એમને ઠીક ન લાગે એ આપણને ઠીક ન જ લાગે, એમની ઈચ્છા ન હોય એની આપણને પણ ઈચ્છા નહિં. ભલે આપણને સન્માન-પ્રતિષ્ઠા મળતી હોય પરંતુ જો ગુરુનું અપમાન થતુ હોય, એમનો યશવાદ રૂંધાતો હોય તો એ આપણા પોતાનું અપમાન-અપયશ લાગે, એમને પ્રતિકૂળ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જ્ય વીયરાય હોય તો એ આપણને પણ પ્રતિકૂળ જ લાગે. ત્યાં આપણી અનુકૂળતાની કિંમત નહિં. જતી કરવાની..." લલિત વિસ્તરામાં કહ્યું છે - 'तद्वचनसेवना-यथोदितगुरु-वचनसेवना न जातुचिदयમહિતમાદેતિ | 'તદ્વયનસેવના' એટલે ગુરુએ જે રીતે કહેલ હોય તે રીતે ગુરુવચનને સેવવુ કેમકે ઉત્તમ ગુરુ કદી પણ અહિતની વાત કરે જ નહિ. આપણામાં પણ પરમશ્રદ્ધા હોવી જોઈએ કે ગુરુ મ. નુ ગમે તેવું પણ વચન મારા હિતને માટે જ થશે. ગુરુનું વચન તો અમૃત છે. મોહના ઝેરનુ નાશક છે. આજ સુધી અનંત જીવો ગુરુવચનની આરાધના કરી મોહના વિષનો નાશ કરી વીતરાગદશાને પામ્યા છે. સુશિષ્યો સતત ગુરુના આદેશની ઉત્કંઠાવાળા હોય છે. આદેશ પ્રાપ્ત થતાં અત્યંત હર્ષને અનુભવે છે. ગુરુવચનને અત્યંત શ્રદ્ધાપૂર્વક 'તહતિ' કહી સ્વીકારે છે અને એનો શીઘ અમલ કરે છે. ગુરુનું બતાવેલ કાર્ય અત્યંત હર્ષોલ્લાસથી કરે છે. આ હર્ષોલ્લાસથી આરાધનામાં વિઘ્ન ભૂત અનેક કર્મોનો પણ ધ્વસ Page #166 -------------------------------------------------------------------------- ________________ ગુવજ્ઞાપાલન પ્રત્યક્ષ મોક્ષ ૧૪૯ થાય છે. એટલે આરાધના ચીલ ઝડપે આગળ વધતી જાય છે. ગુરુ કદાચ ક્યારેક કાગડાને કાળાને બદલે ધોળો કહે તો પણ શિષ્ય એ વચનને ઉલ્લાસપૂર્વક, શ્રદ્ધાપૂર્વક 'તહતિ' કહી સ્વીકારી લે છે. પછી એકાંતમાં તેનું રહસ્ય પૂછે છે. પંયસૂત્રમાં ગુરુપદનો-ગુમ્બહુમાનનો જબરજસ્ત મહિમા બતાવ્યો છે – 'નો મં પવિત્રફ સો પુરું તિ તયા' ભગવાનની આજ્ઞા છે કે જે મને સ્વીકારે છે તે ગુરુને માને છે. અર્થાત્ ગુરુને માનવા એ જ જિનાજ્ઞા છે. ___"आयओ गुरुबहुमाणो अवंझकारणत्तेण, अओ परमગુરુસંગોનો તો સિદ્ધિ સંસ" - મોક્ષનું અવંધ્યકારણ હોવાના કારણે ગુરુબહુમાન એ જ મોક્ષ છે. ગુરુ બહુમાનથી પરમગુરુ તીર્થંકરદેવનો સંયોગ થાય છે અને તેથી નિયમા સિદ્ધિ અર્થાત્ મોક્ષ થાય છે. અવંધ્યકારણ એટલે કદિપણ નિષ્ફળ ન જાય તેવું કારણ. એનો અર્થ એ છે કે દુનિયાના અન્ય કારણોથી કાર્ય ન પણ નિપજે તેવું બને પરંતુ ગુરુબહુમાનથી મોક્ષ ન થાય તેવુ કદીપણ બને જ નહિં. હજી આગળ પંચસૂત્રકાર કહે છે 'પોર સુદોવા ગુરુ બહુમાન એ જ શુભોદય છે. ૧૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જય વીયરાય ગુરુ બહુમાન એ જ શુભોદયાનુબંધ છે. અર્થાત્ ગુરુ બહુમાનનો ભાવ થયો એટલે તમારો શુભોદય ચાલુ થઈ ગયો. ખાલી ઉદય જ નહિં પણ શુભ ઉદયની પરંપરા શરુ થઈ ગઈ. આરાધનાનો ઉત્કર્ષ થતો જાય છે. શુભોદયના અનુબંધથી શુભની પરંપરા શરુ થાય છે. तथा भवव्याधिचिकित्सको गुरुबहुमान एव, हेतुफलभावात्। સંસારરુપી વ્યાધિનો ચિકિત્સક ગુરુબહુમાન જ છે. ફળમાં કારણરુપ છે માટે... 'न इओ सुंदरं परं । उवमा इत्थ न विज्जइ । ગુરુ બહુમાનથી બીજુ અધિક સુંદર કાંઈ જ નથી. ગુરુ બહુમાનને કોઈ ઉપમા આપી શકાય તેમ નથી. કોઈ સાથે સરખાવી શકાય તેમ નથી. આવા મહામહિમાશીલ ગુરુ બહુમાનને ધારણ કરવા પૂર્વક ગુરુના વચનનું પાલન કરવું એ જ આપણું કર્તવ્ય છે. છેક મોક્ષ સુધી આ ગુરુવચનનું પાલન આપણને લઈ જશે. પ્રતિપક્ષી ગુરુવચનનો અસ્વીકાર કરવાથી, અવજ્ઞા કરવાથી અશુભ અનુબંધો પડે છે. પૂર્વના અશુભ અનુબંધો મજબુત બને છે. સદ્ગુરુની પ્રાપ્તિ ભાવિમાં Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ ગુવડાપાલન......... પ્રત્યક્ષ મોક્ષ દુર્લભ બને છે. કુગુરુઓની પ્રાપ્તિ થાય છે અને સંસારભ્રમણ વધે છે. ગુરુની અવજ્ઞા કરનારને પંચાશકમાં લગભગ અભિન્નગ્રંથી કહ્યા છે. અભિન્નગ્રંથી એટલે અનાદિમિથ્યાદષ્ટિ- એકવાર પણ જેઓ સમકિત પામ્યા નથી. जे इह होंति सुपुरिसा कयण्णुया ण खलु ते अवमन्नंति । कल्लाणभायणत्तणेण गुरुजणं उभयलोयहियं ।। जे उ तह विवज्जत्था, सम्मं गुरुलाघवं अयाणंता । सग्गाहा किरियरया, पवयणखिंसावहा खुद्दा ।। पायं अहिण्णगंठितमाउ तहदुक्करंपि य कुव्वंता । बज्झा व ण ते साहू, धंखाहरणेण विन्नेया ।। જે ઉત્તમપુરુષો કૃતજ્ઞ છે તેઓ કલ્યાણના પાત્ર હોવાથી ઉભયલોકના હિત કરનાર ગુરુની અવજ્ઞા કરતા નથી. જેઓ આનાથી વિપરીત છે, ગુરુ-લાઘવ-સારઅસારથી અજ્ઞાત છે, સ્વાગ્રહી છે, ક્રિયામાં રક્ત હોવા છતાં ગુરુની અવજ્ઞા કરનારા જીવો ક્ષદ્ર છે અને પ્રવચન (શાસન)ની નિંદા કરાવનારા થાય છે. આવા જીવો ઘોર-દુષ્કર તપાદિ કરવા છતાં પ્રાયઃ અભિન્નગ્રંથી છે. તેઓ સાધુતાથી બાહ્ય છે. સાધુ નથી. કાગડાના દષ્ટાંતથી જાણવું. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ જય વીયરાય અહિં વાત એવી છે કે, ગુરુની નિશ્રામાં આજ્ઞાપૂર્વક વિશાળ સંખ્યામાં આરાધના કરનાર સાધુઓના સમુદાયને ગુરુકુળવાસ કહેવાય છે. આવા ગુરુકુળવાસમાં જ્ઞાન, ધ્યાન, સંયમની સુંદર આરાધના થતી હોય છે. પરંતુ ક્યારેક વિશાળ સંખ્યાના કારણે આહારાદિ કે બીજા દોષો સેવવા પડે છે, વળી પરસ્પરમાં ક્યારેક કષાયાદિ પણ થાય છે. ગુરુઓના ઠપકા વગેરે પણ સાંભળવા પડે છે. આના કારણે આહારાદિના પણ દોષ રહિત ઉગ્ર સંયમ પાળવા કેટલાક જીવો ગુરુકુળવાસ છોડીને એકલા વિચરે છે. આવા જીવોને માટે શાસ્ત્રકારો કહે છે કેતેઓ અજ્ઞાની છે. ગુરુ-લાઘવને જાણતા નથી, લાભાલાભની વિચારણા તેઓને નથી. " जह सागरम्मि मीणा, संखोभं सागरस्स असहंता । निति तओ सुहकामी निग्गयमेत्ता विणस्संति ।। एवं गच्छसमुद्दे सारणवीइहिं चोइया संता । निति तओ सुहकामी मीणा व जहा विणस्संति ।।" જેમ સાગરના સંક્ષોભ (મોજા-ભરતી વગેરે)ને સહન નહીં કરતા, સુખની ઈચ્છાવાળા માછલા સમુદ્રની બહાર નિકળતાની સાથે જ વિનાશ પામે છે, એ જ રીતે Page #170 -------------------------------------------------------------------------- ________________ ગુર્નાડાપાલન... પ્રત્યક્ષ મોક્ષ ૧૫૩ ગચ્છરુપી સમુદ્રમાં સારણાદિ (પ્રેરણા-ઠપકાદિ)નહીં સહન થવાના કારણે સુખશીલ સાધુઓ ગચ્છની બહાર નિકળતાની સાથે જ માછલાની જેમ વિનાશને પામે છે. તેઓના ચારિત્રનો નાશ થાય છે. આ પ્રમાણેના જ્ઞાનના અભાવે ઉગ્ર ચારિત્ર માટેના સ્વાગ્રહી જીવો ગુરુવચનની અવગણના કરીને ગચ્છ બહાર એકલા વિચરે છે. તેઓ ક્ષુદ્ર, તુચ્છ બુદ્ધિવાળા છે. સ્વાગ્રહી છે. તેઓના એકલા વિચરવાથી શાસનની પણ હેલના થાય છે. એટલુ જ નહિં પણ ગચ્છ બહાર નિકળીને દુષ્કર એવા સંયમ ને તપ કરવા છતાં તેઓ સાધુતાથી બાહ્ય છે. સાધુ નથી. અરે, તેઓ લગભગ અભિન્ન ગ્રંથી છે. એટલે પૂર્વે પણ ક્યારેય સભ્યત્વને પામ્યા નથી. અનાદિ મિથ્યાદષ્ટિ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે એકવાર પણ ગ્રંથિભેદ કરીને જેઓ સમ્યક્તને પામ્યા છે તેઓ પ્રાયઃ આવુ હીન પાપ કરતા નથી.... - ગુરુવચન આપણને કેવા લાગે છે, આપણે એને કેવી રીતે સ્વીકારીએ છીએ, આવકારીએ છીએ, તેના ઉપર આપણી આધ્યાત્મિક પ્રગતિનો આધાર છે. પૂર્વસંચિત કોઈ પુણ્ય કદાય આત્મામાં સત્તામાં Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જય વીયરાય હશે તો તાત્કાલિક બાહ્યથી કંઈ નુકશાન નહિં દેખાય, પરંતુ ગુરુવચનની અવગણનાથી અત્યંતર સાધનામાં ચોક્કસ અવરોધ આવશે અને બાહ્ય પણ અનુકૂળતા લાંબી ટકશે નહિં. અંતિમ સમાધિને પણ અસર થશે. સમાધિ દુર્લભ થશે... અંતિમ સમય બહુ કપરો હોય છે. સમસ્ત શરીરમાં ફેલાયેલ આત્મપ્રદેશો બધા ભેગા થાય અને પછી શરીરમાંથી આત્મા બહાર નિકળે છે. તેથી પીડામૂંઝવણ ઘણી હોય છે. વળી આયુષ્ય બંધ પણ મોટાભાગે અંતિમ અવસ્થામાં થાય છે. એટલે અંતિમ શારીરિક પીડા વચ્ચે સમાધિ શી રીતે જળવાય ? જીવનભર સુધી ઉચ્ચ બહુમાનપૂર્વક કરેલી ગુરુવચનની આરાધનાથી જ લગભગ અંતિમ સમાધિ પ્રાપ્ત થાય છે અને અંતિમ સમાધિ દ્વારા જ સદ્ગતિ પ્રાપ્ત થાય છે. માટે અંતિમ સમાધિ પ્રાપ્ત કરવા, ભવાંતરમાં સદ્ગતિ પ્રાપ્ત કરવા, મુક્તિના શાશ્વત સુખને મેળવવા, આધ્યાત્મિક પ્રગતિ માટે, આંતરિક સાધના માટે ગુરુને દિલમાં વસાવીએ, મનમાં વસાવીએ, તેમના પ્રત્યેના ભક્તિ-બહુમાનને અત્યંત ઉચ્ચકક્ષાએ લઈ જઈએ, Page #172 -------------------------------------------------------------------------- ________________ ગુર્વાજ્ઞાપાલન....... પ્રત્યક્ષ મોક્ષ તેમના પ્રત્યેક વચનમાં અમૃતના સ્વાદને અનુભવીએ અને ગુરુવચનને ખૂબ જ ઉલ્લાસપૂર્વક આનંદપૂર્વક સ્વીકારી તેનું યથાર્થ પાલન કરી જીવનને સફળ કરીએ. પરમાત્માને પણ પ્રણિધાનપૂર્વક પ્રાર્થના કરીએદોષ માં તુઃ માવો, તન્વયળસેવા ।।' હે પ્રભુ ! મને તમારા અચિંત્ય પ્રભાવથી ગુરુવચનનું પાલન પ્રાપ્ત થાવ. ૧૫૫ आभवमखण्डा 1 आभवमखण्डा-आजन्म आसंसारं वा सम्पूर्णा भवतु ममेतिएतावत्कल्याणावाप्तौ द्रागेव नियमादपवर्गः । ભવનિર્વેદથી માંડી શુભગુરુનો યોગ, તેમના વચનનું પાલન, સુઘીની આઠ વસ્તુની પ્રભુ પાસે પ્રાર્થનાનું વિવેચન પૂર્ણ થાય છે. - અલ્પકાળ હવે આની પ્રાપ્તિ ક્યાં સુધી જોઈએ ? તેનો કાળ બતાવતા જણાવે છે એક વાર નહિં, નહીં પણ આખી જીંદગી સુધી... અરે, એટલું નહિં 'આસંસાર' સંસારકાળના છેડા સુધી, મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી ભવનિર્વેદાદિ આઠે વસ્તુઓની પ્રાપ્તિ થાવ. વળી આઠે વસ્તુની અખંડ એટલે સંપૂર્ણપણે પ્રાપ્તિ થાવ. એટલે સામાન્યથી, સહજ માત્ર નહિં Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જય વીયરાય પણ વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાવ. વળી વચ્ચે ખંડિત ન થાય એ રીતે. દા.ત. ભવનિર્વેદ-સંસાર પર નિર્વેદ, વૈિરાગ્ય થાય પણ પાછો ચાલ્યો જાય, પાછો ભવનો રાગ ઉભો થઈ જાય આવું ખંડિત નહિં પણ અખંડપણે સતત ચાલુ જ રહે એ રીતે પ્રાપ્ત થાવ. જેમકે - ભવવૈરાગ્ય તીવ્ર અને સદાકાળ રહે તેવો પ્રાપ્ત થાય. માર્ગાનુસારીપણું એટલે તત્વાનુસારીપણું સર્વત્ર અને સદા માટે રહે. ઈષ્ટફલસિદ્ધિ પણ સંપૂર્ણ હંમેશ માટે રહે. લોકવિરુદ્ધત્યાગ સંપૂર્ણ હંમેશ માટે રહે. ગુરુ (વડિલ) જનપૂજા સંપૂર્ણ હંમેશ માટે રહે. પરાર્થકરણ સંપૂર્ણ હંમેશ માટે રહે. શુભગુરુનો યોગ સંપૂર્ણ હંમેશ માટે રહે. શુભગુરુના વચનનું પાલન સંપૂર્ણ હંમેશ માટે રહે. આ વસ્તુઓ અલ્પ પ્રમાણમાં પ્રાપ્ત થાય તથા ખંડિત પ્રાપ્તિ થાય, એટલે કે ક્યારેક મળે પાછી ચાલી જાય, પાછી મળે તો આમાં ભલીવાર ન આવે. જે ફળ જોઈએ તે ન મળે. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ ગુવજ્ઞાપાલન.. પ્રત્યક્ષ મોક્ષ | માટે પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આ આઠે વસ્તુની હમેંશ માટે સંપૂર્ણપણે અખંડ પ્રાપ્તિ થાવ તેવી આશંસા કરાય છે. પરમાત્માના અચિંત્ય પ્રભાવથી તેઓ સમક્ષ કરેલ આ આશંસા અવશ્ય સફળ થશે. અર્થાત્ આઠે વસ્તુની અવશ્ય પ્રાપ્તિ થશે. અને આ કલ્યાણસ્વરુપ આઠ વસ્તુની પ્રાપ્તિથી નિયમા શીઘ મોક્ષની પ્રાપ્તિ થાય. આઠે વસ્તુને શાસ્ત્રકારે કલ્યાણસ્વરુપ કીધી. કલ્યને આણે તે કલ્યાણ. કલ્ય એટલે સુખ. સાયા શાશ્વત સુખને જે લાવી આપે તે કલ્યાણ. અરિહંત પરમાત્મા કેટલા મહાન ! કેવો અનુપમ ઉપકાર... પરમાત્મા સમક્ષ પ્રણિધાનપૂર્વક જયવીયરાય સૂત્ર' નું ઉચ્ચારણ માત્ર આપણને છેક મોક્ષ સુધીનો રસ્તો વ્યવસ્થિત કરી આપે છે. માટે સમસ્ત ચતુર્વિધ સંઘને ખાસ વિનંતિ છે-અવશ્ય ચૈત્યવંદન કરવું અને ગૃહસ્થોએ તો ઉત્તમ દ્રવ્યોથી પ્રભુપૂજા કરવા પૂર્વક દેવવંદન કરવાનું છે.... Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જય વીયરાય वारिज्जइ जइ वि नियाणबंधणं वीयराय! तुह समये । तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं ।। હે વીતરાગ પ્રભુ ! જો કે નિદાન કરવાનું આપના શાસનમાં નિષિદ્ધ છે, તો પણ મને ભવોભવ તમારા ચરણ કમલની સેવા પ્રાપ્ત થજો. સંયમ, તપાદિના પ્રભાવથી સંસારિક વસ્તુઓની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે નિદાન (નિયાણું) કહેવાય. 'जं संसारनिमित्तं पणिहाणं तं तु भन्नइ नियाणं । तं तिविहं इहलोए परलोए कामभोगेसु ।।। જે સંસાર નિમિત્તક પ્રણિધાન (પ્રાર્થના) હોય છે તે નિયાણું કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે ૧. આલોકવિષયક ૨. પરલોક વિષયક ૩. કામભોગ વિષયક. ધર્મના પ્રભાવથી આલોકમાં સૌભાગ્ય, યશ, કીર્તિ, એશ્વર્ય, ધન, સ્ત્રી, રાજ્ય, બળ, રૂ૫, અનુકૂળ વિષયો વગેરેની પ્રાર્થના કરવી તે ઈહલોકવિષયક નિયાણું કહેવાય. દેવલોકના, ઈંદ્રાદિના, ચક્રવર્તીપણા વગેરેની પ્રાર્થના કરવી તે પરલોક વિષયક નિયાણું કહેવાય. જેમ સંભૂતિમુનિએ ચક્રવર્તીપણું પ્રાપ્ત કરવાનું નિદાન કર્યું, બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈ સાતમી નરકે ગયા. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ પ્રાર્થના... નિદાન વિવેક પ્રભુ મહાવીરે વિશ્વભૂતિના ભવમાં અપૂર્વ બળી બનવાનું નિયાણું કર્યું. ત્રિપૃષ્ઠ વાસુદેવ થઈ સાતમી નરકમાં ગયા. નંદિષેણે ભાવિમાં રૂપ અને સૌભાગ્ય (સ્ત્રીઓને પ્રિય થવાનુ) નિયાણું કર્યું. કૃષ્ણના પિતા વસુદેવ થયા. દેવલોકના કે ઈંદ્રાદિની સંપત્તિના નિયાણા પણ જીવો કરે છે. સીમંધરપ્રભુ પાસે નિગોદનું વર્ણન સાંભળી, આવુ વર્ણન ભરતક્ષેત્રમાં કાલિકસૂરિ કરી શકે છે તેમ જાણી બ્રાહ્મણ વેશે ઈંદ્ર પરીક્ષા કરવા આવ્યા. કાલિકસૂરિ મ. પાસે નિગોદનું વર્ણન સાંભળી પોતાના ઈંદ્રપણાને પ્રગટ કરતા કાલિકસૂરિ મ. એ થોડો સમય થોભી મુનિઓને દર્શન આપવા જણાવતા ઈંદ્ર ભય વ્યક્ત કર્યો કે મુનિઓ ઈંદ્રના સુખનું નિદાન કરશે. આ બન્ને પ્રકારના નિયાણા સંસારમાં રખડાવનાર છે... સંયમ-તપના પ્રભાવથી ભવાંતરમાં ભોગસુખોની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે કામભોગ વિષયક નિયાણું કહેવાય. વળી ક્યારેક ક્રોધને વશ થઈ સંયમ-તપના પ્રભાવથી Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જય વીયરાય બીજાના ઘાતની, પીડાની, તકલીફોની ઈચ્છા કરવી તે પણ દ્વેષપૂર્ણ નિદાન છે અને અત્યંત અનિષ્ટ છે. જેમ અગ્નિશર્મા બ્રાહ્મણે ગુણસેન રાજા માટે ભવોભવ મારનાર થવાનુ નિયાણું કર્યું. જેના કારણે અનેકવાર નરકાદિ દુર્ગતિમાં ભટકવાનું થયું તથા અનંત સંસારભ્રમણ થયુ. આ બધા જ પ્રકારના નિદાનો સંસારમાં રખડાવનાર છે.. હવે અહિં વિચારીએ તો ભવોભવ પ્રભુના ચરણકમલની સેવાની પ્રાર્થના કરવી તેમાં ઉપરોક્ત નિયાણાનું લક્ષણ ઘટતુ નથી. તેથી આ પ્રાર્થના ઉચિત છે... તેથી ભવોભવ પ્રભુ ચરણની સેવાની પ્રાર્થના અત્રે કરાય છે.” હકીકત એ છે કે સંસાર ખુબ બિહામણો છે, ભયંકર છે. જીવની સંસારમાં કારમી દુઃખદ સ્થિતિ છે. જન્મ-મરણના ચક્રમાં જીવ પિસાય છે. નરક, નિગોદ, પૃથ્વીકાયાદિમાં જન્મ-મરણો થઈ રહ્યા છે અને ભારે દુઃખો જીવોને સહન કરવા પડે છે. કુદરતની વિચિત્રતા જુઓ, મનુષ્યભવમાં તીવ્ર મૂચ્છના કારણે તીવ્રઅનુબંધવાળા અશુભકર્મો બાંધી જીવ Page #178 -------------------------------------------------------------------------- ________________ પ્રાર્થના............. નિદાન વિવેક ૧૬૧ નિગોદમાં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સાથે જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેના ત્યાં અનંતકાળ એટલે કે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી જન્મ-મરણો થાય છે, અનંતાભવો થાય છે. નિગોદમાં જઘન્ય આયુષ્ય ૨૫૬ આવલિકા છે એટલે કે લગભગ એક સેકંડના ૨૩માં ભાગ જેટલું હોય છે. ઉત્કૃષ્ટ આયુષ્ય પણ અંતર્મુહૂર્ત એટલે બે ઘડીની અંદર હોય છે. અનંતજીવોનું ભેગુ એક જ શરીર બને છે. પૃથ્વીકાય, અપ્લાય વગેરેમાં પણ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણીઅવસર્પિણીની છે એટલે તેટલા કાળ સુઘી અશુભ કર્મના તીવ્ર અનુબંધવાળો જીવ ત્યાં જન્મ-મરણ કરે છે. વિકલેન્દ્રિયના ભવો પણ કારમાં દુઃખમય છે. મનુષ્ય-તિર્યંચોના જીવન પણ રોગ-શોક-ચિંતા-ઉપાધિઓથી ભરેલા છે. દેવોને પણ ક્ષણભર શાંતિ નથી. આવા વિકરાળ સંસારમાં પણ જીવની રક્ષા કરે એવા એકમાત્ર અરિહંત પરમાત્મા છે. પરમાત્મા મોક્ષ સુધી પહોંચાડે છે. મોક્ષમાં ન પહોંચીએ ત્યાં સુધી ભવોમાં પણ રક્ષા કરે છે. સમાધિ અને શાંતિ આપે છે, એટલે પરમાત્મા વિના ચાલવાનું નથી. આ ભવમાં તો પ્રભુ મળ્યા પણ બીજા ભવોમાં પાછા પ્રભુ જો ન મળે તો જીવની દશા શું ? Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ જય વીયરાય ઉપમિતિમાં સિદ્ધર્ષિ ગણિએ વિમલકુમારની પ્રભુ પ્રાર્થનામાં જણાવ્યું છે : भीमेऽहं भवकान्तारे, मृगशावकसन्निभः । विमुक्तो भवता नाथ ! किमेकाकी दयालुना ?।। इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः । निरालम्बो भयेनैव, विनश्येऽहं त्वया विना ।। સંસારરૂપી ભયંકર અટવીમાં હરણના બચ્ચા જેવા મને હે નાથ ! દયાળુ એવા તમે કેમ એકલો મૂકી દીધો ? આમ-તેમ આંખના ડોળા ફેરવતો, આલંબન વિનાનો હે નાથ! તમારા વિના ભયથી જ હું વિનાશ પામીશ. કુમારપાળ મહારાજાએ પણ પ્રભુને વિનંતિ કરી છેजिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ।। -યોગશાસ્ત્ર 13.૧૪|| દરિદ્ર થવું પડે, દાસ થવું પડે તો માન્ય છે પણ તમારા શાસન વિનાનું ચક્રવર્તીપણું પણ મને ઈષ્ટ નથી. ઘોર અને બિહામણા સંસારમાં પરમાત્માની કૃપાથી જ આપણી રક્ષા થાય છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ બિહામણો આ સંસાર ૧૬૩ શુભ વસ્તુઓ અને સુખ વગેરે પણ પરમાત્માની કૃપાથી જ મળે છે. લલિતવિસ્તરામાં જે આઠ પ્રાર્થના પૂર્વે કરી તે પરમાત્માના અચિંત્યપ્રભાવથી ફળે છે, એમ સ્પષ્ટ હરિભદ્રસૂરિ મ. જણાવે છે - 'फलति चैतदचिन्त्यचिन्तामणेभगवतः प्रभावेनेति થયાર્થઃ | આ આઠ વસ્તુની આશંસા અચિંત્ય ચિંતામણી સ્વરૂપ પરમાત્માના પ્રભાવથી જ ફળે છે. આમ બે ગાથાનો અર્થ થયો.... શક્ય છે, જો અહિં આપણો સંસાર પ્રત્યે વૈરાગ્ય કે પરમાત્મા પ્રત્યે તીવ્ર રાગ ન હોય તો કદાચ અહિંની શુભક્રિયાઓ વગેરેથી સ્વર્ગના કે મનુષ્યપણાના ઉંચા સુખો મળી જાય અને એ સુખોમાં જીવ લીન બની, પરમાત્માને ભૂલી જાય તો શું થાય ? પાછા ઘોર અશુભ કર્મો બાંધી જીવ સંસારમાં રખડતો થઈ જાય. પ્રભુ મહાવીરે મરીચિના ભવમાં ત્રઋષભદેવ પ્રભુ પાસે ચારિત્ર લીધા પછી સુખશીલતામાં લીન બની અન્ય વેશ કર્યો. આગળ વધતા ઉસૂત્રપ્રરૂપણા કરી સંસાર વધાર્યો. મરીચિના ભવ પછી અનેક ભવો Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ જય વીયરાય. ત્રિદંડિક, દેવ તથા બીજા થયા. પ્રભુનું શાસન અસંખ્યકાળ પછી વિશ્વભૂતિના ભવમાં મળ્યું. પાછુ ચાલ્યું ગયું. સાતમી ને ચોથી નરકમાં પણ જઈ આવ્યા. માટે પ્રભુના ચરણની સેવા વિના ચાલે તેમ જ નથી. તેથી ખૂબ તીવ્ર પ્રણિધાનપૂર્વક પ્રાર્થના કરીએ... હે પ્રભુ ! મને ભવોભવ તમારા ચરણકમલની સેવા પ્રાપ્ત થાઓ... આ પ્રાર્થના એવા ભાવવિભોર થઈને કરીએ કે જેના પ્રભાવથી ભવોભવ પ્રભુ મળતા જ રહે.. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ બિહામણો આ સંસાર 'दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । संपज्जउ मह एअं, तुह नाह पणामकरणेणं ।। હે નાથ ! તમને પ્રણામ કરવા દ્વારા મને ૧. દુઃખનો ક્ષય, ૨. કર્મનો ક્ષય, ૩. સમાધિમરણ અને ૪. ભાવિમાં બોધિનો લાભ પ્રાપ્ત થાવ. પ્રથમ બે ગાથામાં આઠ વસ્તુની પ્રાર્થના કરી ત્રીજી ગાથામાં ભવોભવ પ્રભુ ચરણની સેવાની નવમી પ્રાર્થના કરી. હવે આ ગાથામાં એક સાથે છેલ્લી ચાર પ્રાર્થના પ્રભુ પાસે કરાય છે અર્થાત્ આશંસા પ્રગટ કરાય છે. પ્રાચ્ય એવી આ ચાર વસ્તુઓ પણ ખૂબ મહત્ત્વની છે. જીવમાત્રને પ્રિય છે સુખ. જીવ માત્રને અપ્રિય છે દુઃખ. અનાદિકાળથી આજ સુધી જીવનો એક માત્ર દુઃખથી છુટવા માટેનો અને સુખને પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન છે. આ જગતના સર્વ જીવોની એક માત્ર ઈચ્છા છે દુઃખથી છુટવાની અને સુખને પ્રાપ્ત કરવાની. આવી તીવ્ર ઈચ્છા તથા તે માટેના પ્રયત્ન છતાં જીવોનો દુઃખથી છુટકારો થયો નથી અને સુખની ૧૨ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ જય વીયરાય પ્રાપ્તિ થઈ નથી. ક્યારેક મધુબિંદુ જેવા ક્ષણિક ભૌતિક સુખની પ્રાપ્તિ થાય છે પણ તે ક્ષણિક હોવાના કારણે પાછી જતી રહે છે. લાંબો કાળ ટકતી નથી. ઉલ્ટ થોડુ ભૌતિક સુખ ભોગવીને પાછા જીવો ભયંકર દુઃખો પામે છે. છ ખંડના આધિપત્યના સુખને ભોગવતો ચક્રવર્તી, ચોસઠ હજાર અંતપુરની સ્ત્રીઓ અને નવ્વાણુ કરોડ ગ્રામાદિ રાજ્યના સુખોમાં લીન બની જીવનના છેડા સુધી જો રાજ્ય છોડીને સંયમ ન સ્વીકારે તો અવશ્ય નરકમાં જાય છે. સાતમી નરકમાં તો ૩૩ સાગરોપમ કાળ સુધી કારમાં દુઃખ વેઠે છે. - ત્રણ ખંડના અધિપતિ વાસુદેવો અવશ્ય નરકમાં જ જાય છે. મોટા રાજા-મહારાજાઓ વગેરે પણ અનીતિ-અન્યાયહિંસાદિ પાપો આચરી લગભગ નરકમાં જાય છે. મંત્રીઓ, સેનાપતિઓ પણ યુદ્ધાદિમાં હજારો મનુષ્યોની કતલ કરી ભયંકર દુર્ગતિમાં જાય છે. વણિકો, વ્યાપારીઓ વગેરે વ્યાપારમાં અનેક પ્રકારની અનીતિઓ આચરી, ઘોર અનુબંધવાળા કર્મો બાંધીને સંસારમાં અસંખ્ય અને અનંતકાળ સુધી રખડે છે. ભયંકર દુઃખોને ભોગવે છે. Page #184 -------------------------------------------------------------------------- ________________ બિહામણો આ સંસાર ૧૬૭ સંસાર એટલે દુઃખનો દાવાનળ છે. શારીરિક અને માનસિક અસંખ્ય દુઃખોથી જીવો પીડાઈ રહ્યા છે. નારકીમાં ભૂખ, તરસ, શીત, ઉષ્ણ, રોગો વગેરેની કારમી પીડાઓ હોય છે. સાથે પરસ્પરના વૈરના કારણે પરસ્પર કાપાકાપી થાય છે. વધારામાં પરમાધામી દેવો નારકીના જીવોને છેદન-ભેદન-અગ્નિમાં બાળવાવૈતરણી નદીના અત્યન્ત ઉકળતા પાણીમાં ઝબોળવાના, શસ્ત્રોના ઘાતથી શરીરના અંગોપાંગો કાપવા વગેરે ઘોર પીડાઓ આપે છે જેનું વર્ણન કરવું પણ શક્ય નથી. તિર્યયમાં પણ ભૂખ-તરસ-ઠંડી-ગરમી, પરાધીનતા, ભાર ખેંચવા છેવટે કતલખાનામાં જીવતા કપાવા વગેરેની કારમી વેદના સહન કરવી પડે છે. મનુષ્યોના જીવો પણ દુ:ખથી ભરેલા છે. રોગશોક-દરિદ્રતા-દૌર્ભાગ્ય-ચિંતા-પરાધીનતા વગેરે લાખો દુઃખો માનવો આજે ભોગવી રહ્યા છે. બહારથી ભૌતિક સુખોની ટોચે બેઠેલા દેખાતા મનુષ્યો પણ અંદરથી અનેક પ્રકારની ચિંતા વગેરેના દાવાનળમાં બળી રહ્યા છે. અને ભૌતિક સુખના શિખરે બેઠેલા દેવો પણ દુ:ખી છે. ઈષ્ટવિયોગ, અનિષ્ટ સંયોગ, પરાધીનતા, ઈર્ષ્યા, મત્સર વગેરે દુઃખોથી તેઓ પણ પીડાય છે. સંસારમાં ક્યાંય સુખનો અંશ પણ દેખાતો નથી. Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ જય વીયરાય સંસારના આ ઘોર અને ભયંકર દુઃખો વર્ણનાતીત છે. શબ્દોથી વર્ણવી શકાય તેમ નથી. મનથી પણ કલ્પી શકાય તેમ નથી. આવા વર્ણનાતીત-કલ્પનાતીત દુઃખો આ જીવ અનંતકાળથી ભોગવત આવ્યો છે. પંયસૂત્રમાં કહ્યું છે - 'अणाइ जीवे, अणाइ जीवस्स भवे, अणाइ कम्मसंजोगनिवत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे । જીવ અનાદિથી છે (જીવનો પ્રારંભ નથી). જીવનો સંસાર પણ અનાદિ છે. સંસાર અનાદિકર્મના સંયોગથી નિવર્તિત છે. (પ્રવાહથી કર્મસંયોગ અનાદિકાળથી છે) અને આ સંસાર દુઃખરૂપ છે. દુઃખના ફળવાળો છે. અને દુઃખની પરંપરાવાળો છે. આ દુઃખોની પરંપરાવાળા સંસારનો અંત એક માત્ર અરિહંત પરમાત્માના શરણથી જ થાય છે. સંસારના દુઃખોમાં આપણે સબડીએ છીએ એનું કારણ એકમાત્ર પરમાત્મા સાથેનો સંયોગ નથી થયો તે જ છે. માટે જ પરમાત્માને પ્રણિધાનપૂર્વક અંતરથી પ્રાર્થના કરીએ... હે નાથ ! આપને કરેલા પ્રણામના અયિત્ય પ્રભાવથી, આપને નમસ્કાર કરવાના શુભ ભાવના Page #186 -------------------------------------------------------------------------- ________________ બિહામણો આ સંસાર ૧૬૯ પ્રભાવથી, મારા સઘળા દુઃખોનો ક્ષય થાવ. શારિરિક અને માનસિક બંને પ્રકારના દુઃખો નાશ પામો. सारीरमाणसाणं दुक्खाणं खओ त्ति दुक्खखओ । (૧૧) મેશ્વો - કર્મક્ષય હે નાથ ! આપના અચિત્ય પ્રભાવથી મારા કર્મનો ક્ષય થાવ. જીવોને દુઃખનું કારણ એકમાત્ર કર્મ છે. જીવને કર્મનો સંબંધ અનાદિકાળથી છે એકમાત્ર સર્વજ્ઞા ભગવંતોએ જ જીવ અને કર્મના સંબંધ, કેવી રીતે થાય છે, કર્મના સંબંધથી જીવની કેવી સ્થિતિ થાય છે, કર્મના સંબંધથી મુક્ત થવાનો, ઉપાય શો છે ? કર્મના સંબંધથી મુક્ત જીવનું સ્વરૂપ અનંતજ્ઞાનમયઆનંદમય છે વગેરે વિશિષ્ટ વર્ણન કર્યું છે. કર્મના સંબંધ થવામાં કારણ જીવના રાગ-દ્વેષાદિ મલિન ભાવો છે. જગતમાં અનેક પ્રકારના પુદ્ગલો છે તેમાં અત્યંત સૂક્ષ્મ કાર્મણ નામના પુદ્ગલો છે. સંસારી જીવમાત્ર (ચૌદમા ગુણસ્થાનકવર્તી સિવાયના) પ્રતિસમય અનંતકાશ્મણ વર્ગણાઓને ગ્રહણ કરી આત્મસાત્ કરે છે. તે જ રીતે સુખ દુઃખને ભોગવતો ૧. કાળના અત્યંત સૂક્ષ્મ વિભાગને સમય કહે છે. એક સેકંડમાત્રમાં અસંખ્ય સમય થાય છે. અર્થાત્ એક સમય એટલે સેકંડનો અસંખ્યાતમો ભાગ. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જય વીયરાય જીવ પ્રતિસમય અનંતકાશ્મણ પુદ્ગલોને આત્મામાંથી મુક્ત પણ કરતો જાય છે અને કર્મનિર્જરા કહેવાય છે. આ રીતે કર્મના ગમનાગમન અનાદિકાળથી ચાલે છે. પ્રતિસમય સંસારી જીવોને કર્મનો ઉદય ચાલુ હોય છે અને જ્યારે જે જે કર્મો ઉદયમાં આવે છે તદનુરૂપ જીવને સુખ દુઃખનો અનુભવ થાય છે. આ રીતે જીવ અને કર્મનું ચક્ર અનાદિ કાળથી ચાલે છે. રાગદ્વેષ વગેરેની મલિનતાના કારણે જીવ અત્યંત અશુભકમ બાંધે છે અને જન્મ-જરા-મરણરોગ-શોક-દરિદ્રતા-ચિંતા-ઈષ્ટવિયોગ-અનિષ્ટસંયોગ વગેરેના ઘોર દુઃખો ભોગવે છે. તીવ્ર ક્રૂર અધ્યવસાયોથી (રૌદ્રધ્યાનથી) નરકના પણ આયુષ્ય વગેરે કર્મો બાંધી જીવ નરકમાં પહોંચે છે ત્યાં ઘોર દુઃખોને ભોગવે છે તેવી જ રીતે મધ્યમ અશુભ ભાવોથી (આર્તધ્યાનથી) તિર્યંચગતિમાં જીવ રખડે છે. કંઈક શુભધ્યાનથી મનુષ્યગતિ પામે છે. વિશેષ શુભ ધ્યાનથી દેવગતિ પામે છે. પણ મનુષ્યગતિમાં પણ આવ્યા પછી પાછા અર્થ અને કામ (ઈન્દ્રિયના સુખો)ની લાલસાથી ઘોર અશુભ કર્મો બાંધી જીવ પાછો એકેન્દ્રિયાદિ તિર્યંચગતિમાં અને નરકાદિગતિમાં ઉત્પન્ન થાય છે. દેવગતિમાં રહેલા દેવો પણ વિષયસુખમાં ચકચૂર બનીને Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૧ બિહામણો આ સંસાર એકેન્દ્રિયાદિમાં પરિભ્રમણ કરે છે. આમ જીવ અને કર્મનું ચક્ર અનાદિકાળથી ચાલે છે. જીવનું સ્વરૂપ અનંતજ્ઞાનમય, અનંત સુખમય છે. કર્મના આવરણના કારણે જીવ દુઃખી થઈ રહ્યો છે. કર્મના આવરણથી સંપૂર્ણ મુક્ત થયા પછી જીવને જન્મ-જરા-મરણ-રોગ-શોકાદિ કોઈ દુ:ખો ભોગવવાના રહેતા નથી. મોક્ષમાં હંમેશ માટે આત્મા રહે છે અને ત્યાં અનંતસુખને અનુભવે છે. ત્રણે કાળના સર્વ પદાર્થોને તથા ભાવોને મુક્ત જીવ પ્રતિસમય જાણે છે અને જુવે છે. વળી ત્રણે કાળના વિશ્વના સર્વ જીવોના ભૌતિક સુખોનો સરવાળો કરીએ તેથી અનંતગણ સુખ પ્રત્યેક મુક્ત જીવ પ્રતિસમય અનુભવે છે. હકીકતમાં આત્મા સ્વરૂપે અનંતજ્ઞાનમય, અનંતશક્તિમય, અનંતસુખમય છે, સ્થિતિ પણ અક્ષય છે, સ્વરૂપ અરૂપી છે, પરંતુ મલિન ભાવોથી લાગતા કર્મો ઉદયમાં આવીને સુખસ્વરૂપ જીવને દુઃખી કરે છે. આત્માના સુખમય સ્વરૂપને પ્રગટ કરવા માટે મલિન ભાવોથી (રાગ-દ્વેષ-ક્રોધાદિ કષાયો વગેરે) નિવૃત્ત થવું પડે અને તેના માટે દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના અથવા પંયાયારનું (જ્ઞાનાચાર, દર્શનાયાર, ચારિત્રાયાર, Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ જય વીયરાય તપાયાર, વીર્યાચારનું) સુંદર પાલન કરવું પડે. ઉગ્ર સંયમ-તપની આરાધના કરવી પડે. અનાદિકાળના મલિન ભાવોના સંસ્કારથી વાસિત જીવને આ દુષ્કર છે, પરંતુ પરમાત્માના અયિત્ય પ્રભાવથી દુષ્કર એવી સાધના પણ શક્ય બને છે અને તેના દ્વારા કમનો ક્ષય થાય છે. માટે જ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ ! તમને પ્રણામ કરવા દ્વારા ઉગ્ર સાધના કરવાનું બળ મળે અને એના દ્વારા મારા કર્મનો ક્ષય થાવ. અથવા અત્યંત ઉત્કૃષ્ટ ભાવથી પરમાત્માને પ્રણામ કરવા દ્વારા પણ કર્મનો વિપુલ પ્રમાણમાં ક્ષય થાય છે. કુમારપાળ બત્રીશીમાં જણાવ્યું છે – 'तवस्तवेन क्षयमङ्गभाजां, भजन्ति जन्मार्जितपातकानि । कियचिरं चण्डरुचेमरीचि, स्तोमे तमांसि स्थिति-मुद्वहन्ति?।। પ્રભુ પ્રાણીઓ તમારી સ્તવના કરવા દ્વારા ભવોભવમાં ભેગા કરેલા પાપોનો ક્ષય કરે છે. ચંડ કિરણોવાળા સૂર્યની હાજરીમાં અંધકાર કેટલી સ્થિતિ સુધી ટકી શકે ? તેથી જ પ્રભુને પ્રાર્થના કરી છે કે તમને પ્રણામ કરવા દ્વારા મારા વિપુલ પ્રમાણમાં કર્મનો ક્ષય થાવ. Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૨) સમરિમર સમાધિ મરણ... પૂર્વે દુ:ખના ક્ષયની પછી કર્મના ક્ષયની પ્રાર્થના કરી. આના પ્રભાવે જો સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય તો તો મોક્ષ મળી જાય, જન્મ-મરણ હંમેશ માટે અટકી જાય. પણ હાલ આ ભવમાં પ્રથમ સંઘયણના અભાવે જ્યારે મુક્તિ મળે તેમ નથી ત્યારે અંતિમ મરણ સુધરી જાય અને સદ્ગતિ પ્રાપ્ત કરવા માટે સમાધિ મરણની આવશ્યકતા છે. માટે જ અત્રે પ્રભુને સમાધિમરણની પ્રાર્થના કરાય છે. भण्णइ समाहिमरणं रागदोसेहिं विप्पमुक्काणं । રાગ-દ્વેષથી મુક્ત આત્માનું મરણ સમાધિમરણ કહેવાય છે. અહિં બે વાત યાદ રાખવા જેવી છે. ૧. જે લેગ્યાએ અહિ જીવનું મરણ થાય છે તે લેશ્યાએ ભવાન્તરમાં જીવની ઉત્પત્તિ થાય છે. ૨. વર્તમાન ભવના આયુષ્યનો ત્રીજો ભાગ શેષ રહે ત્યારે આગામિભવનું આયુષ્ય બંધાય છે. તે વખતે ન બંધાય તો બાકીના આયુષ્યના ત્રીજા ભાગ શેષે બંધાય છે. એમ કરતાં યાવત્ છેલ્લા અંતર્મુહૂર્ત Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ જય વીયરાય પણ ભાવિભવનું આયુષ્ય બંધાય છે. એટલે અંતિમકાળે જો સમાધિ ન રહે તો ભવાન્તરમાં દુર્ગતિના ભવો નિશ્ચિત થાય છે અને અશુભલેશ્યા લઈને પરલોકમાં જવાનું થાય છે. કૃષ્ણ મહારાજા ક્ષાયિક સમ્યગ્દષ્ટિ હતા. જંગલમાં એકલા જરાસંઘના બાણથી વિંધાયા ત્યારે શુભભાવનાથી નેમિનાથ પ્રભુના શરણ વગેરે સ્વીકાર્યા. દુષ્કૃતનિંદા, સુકૃત અનુમોદના વગેરે સુંદર આરાધના કરી. પણ નરકમાં જવાનું હોઈ છેલ્લી ક્ષણે ક્રૂર અધ્યવસાય આવી ગયા. દ્વારિકાને બાળનાર તૈપાયન યાદ આવી ગયો. તેના પર ભયંકર ગુસ્સો આત્મામાં ઉભો થઈ ગયો. કહેવાય છે કે નરકમાં જવાનું હોઈ ક્રૂર લેશ્યા તેમને લેવા આવી. જીવનનો અંતિમ કાળ ખૂબ મહત્ત્વનો છે. જીવનભર સુંદર આરાધના કરેલી હોય પણ અંતિમ કાળે જો પરિણામ બગડે તો નિશ્ચિત દુર્ગતિ થાય છે. પ્રતિપક્ષમાં જીવન કદાચ ખરાબ હોય પણ છેલ્લો કાળ સુધરી જાય તો સદ્ગતિ પ્રાપ્ત થાય છે. આગમાં બળતાં સર્પને અંતે નવકાર મળ્યો અને તેમાં મન સ્થિર થયું તો ધરણેન્દ્ર થયો. અંતિમકાળે Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ સમાધિ મરણ શાશ્વત સુખનું રહસ્ય મુનિના મુખથી ભાવપૂર્વક નવકાર સાંભળી સમડી રાજકુમારી થઈ. જીવનભર ચોરી કરનાર યોર શૂળી ઉપર નવકારમંત્રના મરણને ભાવપૂર્વક કરી વ્યંતરદેવ થયો. અઢળક દષ્ટાનો છે. અંતિમકાળ સુધારવા દ્વારા અનેક જીવો સદ્ગતિ પામ્યા છે. અરે ! પરમાત્મા પર તેજોલેશ્યા મૂકનાર ગોશાળાને પણ છેલ્લે ભારે પશ્ચાત્તાપ, આત્મનિંદા થવા દ્વારા સખ્યત્ત્વની પ્રાપ્તિ થઈ અને બારમા દેવલોકમાં ઉત્પન્ન થયો. (અલબત્ત પ્રભુની અને મહાત્માઓની આશાતનાના કારણે સાતે નરક વગેરેમાં રખડશે, અનંત સંસાર ભટકશે.) માટે મરણ વખતે સમાધિની અત્યન્ત આવશ્યકતા છે. અંતિમકાળે કોઈ ભારે સંક્લેશો, રાગદ્વેષની પરિણતિઓમાં જીવનું મરણ થાય તો ભયંકર દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. કુરુમતી-કુરુમતી કરતાં મરીને બ્રહ્મદત્ત ચક્રવર્તિ સાતમી નરકમાં ગયા. અંતિમકાળે મુનિ પ્રત્યે ક્રોધના અધ્યવસાયમાં મૃત્યુ પામી તપસ્વી મુનિ પરંપરાએ ચંડકૌશિક સર્પ થયા. એક શ્રાવકે અનશન કર્યું હતું. અંતિમ સમયે બોરડીના વૃક્ષ પર નજર ચોંટી ગઈ, આર્તધ્યાનમાં ચડી ગયા અને બોર તરીકે ઉત્પન્ન થઈ ગયા. Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જય વીયરાય દેવશર્મા બ્રાહ્મણ પત્નીના રાગમાં મૃત્યુ પામ્યો તો પત્નીના જ ગુમડામાં કીડા તરીકે ઉત્પન્ન થયો. શિષ્ય પ્રત્યેની ઈર્ષાના ભાવમાં મરીને એક આચાર્ય ભગવંત મરીને કાળા નાગ થયા. ખાવાની આસક્તિમાં મરીને મંગુ આચાર્ય ગટરના ભૂત થયા. અલંકારોની-વાવડીઓની-માનસરોવરની-માછલીઓની કલ્પવૃક્ષોની - દેવવિમાનની આસક્તિમાં મરીને પ્રતિસમય અસંખ્ય દેવો તિર્યંચગતિમાં એકેન્દ્રિયાદિ જાતિમાં જઈ રહ્યા છે. અલબત સમાધિમરણ માટે સ્વસ્થ-સારુસાત્વિક જીવન પણ આવશ્યક છે. આખુ જીવન ભયંકર પાપોમાં વ્યતીત કરનારને સમાધિમરણ પ્રાપ્ત થવું દુર્લભ છે. ક્યારેક કોઈકને થાય છે તે અપવાદરૂપ છે. પણ જીવન શક્ય સારું જીવવા છતાં અંતિમ કાળે ગફલતમાં રહેવાય અને કોઈ અશુભ પરિણામમાં મૃત્યુ થાય તો દુર્ગતિ ઉભી થાય છે. વળી અંતિમકાળે શરીરમાં રોગાદિ પીડાઓ પણ હોય છે અને તે વખતે સહન ન થઈ શકે અને મન પીડામાં જાય તો પણ અસાધિમરણ થઈ જાય અને દુર્ગતિ સાંપડે. Page #194 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ. શાશ્વત સુખનું રહસ્ય ૧૭૭ દેવાધિદેવ ત્રણ જગતના નાથ પ્રગટપ્રભાવી પાર્શ્વનાથ પ્રભુનું પણ મરુભૂતિના ભવમાં સારું ઉંચુ વૈરાગી જીવન હતું. ભાઈને (કમઠને) સામે ખમાવવા ગયા, ત્યાં કમઠના શિલાના પ્રહારથી શરીરની વેદનામાં વિહવળ બની પરમાત્મા પણ હાથીના ભાવમાં ગયા. એટલે સમાધિ મરણ માટે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. પરમગુરૂદેવ પ્રેમસૂરીશ્વરજી મહારાજાની છેલ્લા થોડા સમયની બિમારીમાં હંમેશ સમાધિમરણ માટે ખૂબ જ સાવધાન રહેતા. શિષ્યાદિ પરિવારને પણ સમજાવેલું કે ક્યારેક બેભાન થઈ જઉ તો મારી સમાધિ માટે મને જાગૃત કરજો, નવકારાદિ સંભળાવજો તેઓ અંતિમ કાળે ઘણા દિવસોથી સાવધાન થઈ ગયેલા. જો કે આખું જીવન સાધનાપૂર્ણ હતું પરંતુ છેલ્લી અવસ્થામાં વિશેષ સાવધાન બની ગયા.. ૧. તેઓએ પોતાની અંતિમ આરાધના માટે જીવનભરમાં શાસન કે સંઘ પ્રત્યેના કાર્યોમાં પોતાનાથી કંઈ પણ અવિધિ થઈ હોય કે દેવગુરુની આજ્ઞાવિરુદ્ધ થયું હોય તેની વર્તમાનપત્રો દ્વારા જાહેર ક્ષમાપના કરેલી. એટલું જ નહીં પોતાના પરિવાર સાધુઓ વગેરેના પણ લખાણ વગેરેમાં કંઈ પણ ઉસૂત્ર આવી Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ જય વીયરાય ગયુ હોય, તો તે માટે પણ પોતાની જવાબદારી સમજી જાહેર ક્ષમાપના કરેલી. ૨. છેલ્લી અવસ્થામાં હરરોજ ઉપમિતિ ભવપ્રપંચ કથા જેવો વૈરાગ્યનો આકર ગ્રંથ સાંભળતા. (પૂ. મેઘસૂરિ મ. અંતિમ અવસ્થામાં સંવેગરંગશાળા ગ્રંથની અનુપ્રેક્ષા કરતા) ૩. રાત્રે રોજ મુનિઓના મુખે પ્રભુભક્તિના વૈરાગ્યવર્ધક સ્તવનો અને સઝાયો સાંભળતા. ૪. દિવસે વાંચેલ ઉપમિતિ ગ્રંથની વાતો રાત્રે યાદ કરતા. તથા સાથે ૫. રોજ દુષ્કૃત ગહ - સુકૃત અનુમોદના - ચાર શરણ સ્વીકાર વગેરે પણ ભાવપૂર્વક કરતાં. તે માટે પંચસૂત્રના પહેલા સૂત્રનો રોજ પાઠ કરતાં.. સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી પંન્યાસશ્રી પદ્યવિજયજી ગણિવર આમ તો પિંડવાડામાં કાળ કરી ગયા. પણ સુરેન્દ્રનગરમાં અત્યંત ભયંકર અંતિમ અવસ્થા જેવો હુમલો આવ્યો ત્યારે તેમને ખૂબ જાગૃતિપૂર્વક જે અંતિમ સાધના કરી તે અભુત હતી. હકીકત એ હતી કે આજથી ૫૯ વર્ષ પૂર્વે તેમને ૨૦૦૭ માં મુંબઈ ચાતુર્માસ દરમ્યાન કેન્સરના રોગનું Page #196 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ. શાશ્વત સુખનું રહસ્ય ૧૭૯ નિદાન થયુ, તે વખતે પરિમિત ઉપચારો હતા. ૨૮ કિરણો લીધા, કેન્સરની ગાંઠ ઓગળી, થોડો વખત થોડી રાહત થયા પછી ફરી કેન્સરની બીજી ગાંઠ અમદાવાદમાં સં. ૨૦૧૪માં નીકળી. પાછા અમદાવાદથી મુંબઈ જઈ ફરી કિરણો લીધા. ગાંઠ ઓગળી પણ બીજી તકલીફો ભયંકર થવા માંડી. કિરણોથી ગરમી આખા શરીરમાં વ્યાપી ગઈ. આખા શરીરે દાહ થવા લાગ્યો. રાત્રે માથાનો સખત દુઃખાવો શરુ થયો. નિદ્રા પણ લગભગ બંધ થઈ ગઈ. રાત્રિઓના ઉજાગરા થવા માંડ્યા. કેન્સર વ્યાધિ પણ ઠીક ઠીક વધવા લાગ્યો. છેવટે ચાતુર્માસ પછી પુનઃ ગુજરાત તરફ પ્રયાણ કરી પોતાના ગુરુદેવો પૂ. પ્રેમસૂરિ મ. તથા પૂ. ભાનુવિજયજી ગણિવરને શંખેશ્વર ભેગા થયા. પૂજ્યપાદશ્રીની નિશ્રામાં સિદ્ધગિરિનો સંઘ હતો તેઓ પણ સંઘની સાથે સુરેન્દ્રનગર સુધી પહોંચ્યા. પૂજ્યપાદ ગુરુદેવો સંઘ સાથે પાલિતાણા પહોંચ્યા. સુરેન્દ્રનગર સંઘના આગ્રહથી તથા તબિયતની અસ્વસ્થતાના કારણે ગુરુદેવોની આજ્ઞાથી તેઓ કેટલાક મુનિઓ સાથે સુરેન્દ્રનગર રોકાયા. પૂજ્યપાદ ગુરુદેવો પણ સંઘનું કાર્ય પતે પાછા સુરેન્દ્રનગર આવ્યા. ચાતુર્માસ પણ પૂ. પ્રેમસૂરિ મ. સા. નું, પૂ. મંગળવિ. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જય વીયરાય મ., પૂ. પં. કાંતિવિજય મ., પૂ. પં. મલયવિજય મ., પૂ. પં. ભાનુવિજયજી મ. સા. વગેરે પ૩ સાધુઓ સાથે પૂજ્યપાદશ્રી પદ્મવિજયજી મ. ના સ્વાથ્યના કારણે સુરેન્દ્રનગર નક્કી થયુ. પં. પદ્મવિજય મ. ને કેન્સર પ્રસરવા માંડ્યું. ખોરાક લેવાતો બંધ થયો. માત્ર પ્રવાહી જ ઉતરતુ. બોલવાનું પણ બંધ થયું. છતાં વાંચન, જાપ, ધ્યાન, કાઉસ્સગ્ગ વગેરે વિપુલ આરાધનાઓથી દિવસો પસાર કરે છે. દ્રવ્ય ઉપચાર સાથે ભાવ ઉપચાર પ્રબળ ચાલુ છે. સંવત્સરી ભાદરવા સુદ ૪ ના ઉપવાસ કર્યો વિશેષ ભાવ વધતા ઉપવાસ આગળ વધાર્યા. એકેક વધતા ચોવીશ ઉપવાસ થયા. પૂ. ગુરુદેવોની આજ્ઞાથી પારણું કર્યું પણ પારણા પછી શરીરમાં ગરમી ખૂબ વધી. ત્રીજા દીવસે આખા શરીરે ભયંકર દાહ ઉપડ્યો. ઉપચાર છતાં શાંતિ મળતી નથી. આખી રાત્રી નિદ્રા વગર પસાર થાય છે. પણ નવકારનો જાપ ચાલુ છે. બીજી ઉપાધિ શરુ થઈ ? અન્ન નળી સંકોચાઈ ગઈ. હવે પ્રવાહી ઉતરતુ પણ બંધ થયુ. આહાર પાણી બંધ થયા. ઉલટી થઈ તેમાં વિકૃત લોહી Page #198 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ... શાશ્વત સુખનું રહસ્ય ૧૮૧ નીકળ્યું. તબિયત કથળતી જાય છે, અસ્વસ્થતા વધતી જાય છે. ડોક્ટરો આવ્યા. તપાસી થોડા કલાકના મહેમાન છે એમ જણાવ્યું. સૌરાષ્ટ્રના આસો મહિનાનો ભયંકર તાપ છે. લીધેલા કિરણોની ઘણી ગરમી છે, મોટુ બંધ છે, ખોરાક નહીં પાણી પણ બંધ છે. પાણીનું એક ટીપું પણ ઉતરતું નથી. પૂજ્ય ગુરુદેવો ગમગીન થઈ ગયા. કોઈને કાંઈ સુઝતું નથી પણ પૂજ્યશ્રી શાંત છે. પોતે પોતાનો અંતિમકાળ જાણી લીધો છે. આરાધના માટે હૃદય અત્યંત ઉત્સુક છે. - પૂજ્યપાદ આચાર્ય ભગવંત, પંન્યાસજીઓ, પૂ. ગુરુદેવશ્રી પં. ભાનુવિજયજી ગણિવર્ય વગેરે પ૩ સાધુઓ પૂજ્યશ્રીની આજુબાજુ વીંટળાઈ ગયા. શ્રાવક શ્રાવિકાઓ પણ આવવા માંડ્યા, ચતુર્વિધ સંઘ એકત્ર થયો. પૂજ્યપાદશ્રીની અંતિમ આરાધના શરુ થાય છે. શ્વાસની ધમણ ચાલે છે. છાતીમાં કફ ભરાઈ ગયો છે. દર્દીને પણ ખ્યાલ આવી ગયો છે કે હું હવે થોડાક સમયનો મહેમાન છું પણ આરાધક ભાવ તીવ્ર છે. જીવનભર ગુરુસમર્પિતભાવે કરેલ રત્નત્રયીની આરાધનાનું આ સુંદર પરિણામ છે. ખૂબ જ સ્વસ્થતાપૂર્વક પોતાની અંતિમ આરાધનાનો પ્રારંભ કરે છે. પૂજ્યપાદ આચાર્યદેવ વગેરે ગ્રેપન સાધુઓ આરાધનામાં સહાયક થઈ રહ્યા ૧૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જય વીયરાય છે. વાતાવરણ ખૂબ જ ગંભીર બન્યું છે. પૂજ્યશ્રી (પદ્રવિજયજી મ.) પરમ ગુરુદેવના ખોળામાં માથું મૂકી ધ્રૂજતા હાથે અંજલી જોડી, અવાજ બેસી ગયો છે છતાં ગદ્ગદ્ સ્વરે ક્ષમાની યાચના કરતાં કહે છે "સંસારના દાવાનળમાંથી બહાર કાઢી સંયમના સુખકારી ભવનમાં પ્રવેશ કરાવી શ્રુતજ્ઞાનનું દાન કરી ઉચ્ચસ્થિતિ સુધી પહોંચાડનાર મહોપકારી પરમોપકારી ગુરુદેવશ્રી આપનો જીવનમાં મેં ઘણો અવિનય કર્યો છે, અપરાધઆશાતના મન-વચન-કાયાથી જે કર્યા છે તેની આપ ઉદાર યિતે ક્ષમા આપશો." પૂજ્યપાદ આચાર્ય ભગવંત દ્રવિત થયા. આંખમાં આંસુ દ્વારા પ્રશિષ્યના મસ્તકે અભિષેક કરી ક્ષમા આપી, પોતાના ગુરુદેવ પંન્યાસજી ભાનવિજયજી મ. સન્મુખ અંજલિ કરી, "ગુરુદેવ આપે અનંતા ઉપકારો વરસાવ્યા છે. તેનો બદલો હું વાળી શકું તેમ નથી. ક્યારે ઋણમુક્ત બનીશ ? અવિનય અપરાધની ક્ષમા યાયું છું" અશ્રુભીની સૌની આંખોમાં આંસુ આવ્યા. વિસ્મયભાવે આ અંતિમ આરાધના સૌ જોઈ રહ્યા છે. પ્રત્યેક મુનિની સામે આંગળી કરતાં ક્ષમાપના કરતાં જાય છે. ત્રેપન મુનિઓ સાથે ક્ષમાપનાનો અદ્ભુત અવસર બન્યો. પછી સાધ્વીજીઓ સાથે શ્રાવક-શ્રાવિકારૂપ Page #200 -------------------------------------------------------------------------- ________________ સમાધિ મરણ... શાશ્વત સુખનું રહસ્ય ૧૮૩ સંઘ જોડે પણ ક્ષમાપના કરી. આટલુ થયા પછી બહારગામ રહેલ મુનિઓને પણ તેમના કહેવાથી તેમના નામે ક્ષમાપના પત્રો લખાયા. પૂજ્યપાદ આચાર્યદેવે તેમને અનુમોદનાર્થે સવા લાખ સ્વાધ્યાયના સુકૃતનું દાન કર્યું. અન્ય પણ મુનિગણ, સાધ્વીજીઓ, શ્રાવક-શ્રાવિકાઓ તથા સંઘે સુકૃતોના દાન કર્યા. હવે પૂજ્યશ્રીની ઈચ્છા પાંચ મહાવ્રત ઉચ્ચરવાની થઈ. પરમાત્માની પ્રતિમાજી પધરાવી તેની સમક્ષ પૂ. પં. કાન્તિવિજયજી ગણિવર્યે નંદિનું ચૈત્યવંદન વગેરે કરાવી મહાવ્રતોના આલાવા ઉચ્ચરાવ્યા. આમ ક્ષમાપના, સુકૃતાનુમોદના, મહાવ્રત ઉચ્ચારણની આરાધના થઈ. દુષ્કૃતગહ, નવકાર જાપ, ધ્યાન વગેરે આરાધનાઓ પૂજ્યશ્રીની સતત ચાલુ રહેતી. વળી પૂજ્યપાદશ્રી આચાર્ય ભગવંત પાસે પોતે વારંવાર અતિચારોની આલોચના તો કરી જ લેતા. તેથી હૃદય હંમેશ માટે નિઃશલ્ય રહેતું. અહિં આ રીતે સમાધિમરણની આરાધનાનું પૂજ્ય ગુરુદેવશ્રીના દષ્ટાનથી માત્ર થોડુ દિગ્દર્શન કરાવ્યું છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જય વીયરાય. એ વખતે તો રાજકોટથી ડોક્ટર આવ્યા અને ઓપરેશન કરી પેટમાં હોજરી જોડે નળી જોડી. નળી દ્વારા પ્રવાહી શરુ થતાં પૂજ્યપાદશ્રીની ઘાત ટળી. પછી બે વર્ષ નીકળી ગયા. આવી સ્થિતિમાં ત્યાર પછી પૂજ્યપાદશ્રીએ પછીના ચાતુર્માસમાં માસક્ષમણ કર્યું. અનેકવાર છઠ-આઠમો કર્યા. સાથે વાંચનાજાપ-ધ્યાન વગેરે આરાધનાઓ જોરદાર કરી. સં. ૨૦૧૭ માં પિંડવાડા મુકામે શ્રાવણ વદ ૧૧ પોતાના ગુરુ મ. ના મુખેથી તથા ચતુર્વિધ સંઘના મુખે નવકાર સાંભળતાં અત્યંત સમાધિપૂર્વક તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. સમાધિ મરણના ઉપાયો ૧. સમાધિ મરણ માટે જીવન પણ સમતાપૂર્વકનું સુંદર જોઈએ. કષાયોની અલ્પતા, વિષયોના રાગનો હાસ થવો જોઈએ. ૨. જીવનમાં લાગેલા દોષો, સેવાયેલા દોષોનું ગીતાર્થ એવા ગુરુ પાસે અત્યન્ત સરળભાવે પ્રાયશ્ચિત લઈ નિઃશલ્ય થવું. ૩. જગતના કોઈપણ જીવ પ્રત્યે અસદ્ભાવ ન રાખવો. સર્વ જીવોને વારંવાર ખમાવવા. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ સમાધિ મરણ... શાશ્વત સુખનું રહસ્ય 'खामेमि सव्वजीवे, सव्वे जीवा खमंतु मे । मित्ति मे सव्व भूएसु, वेरं मज्झ न केणइ ।।" આ ગાથા વારંવાર યાદ કરી હૃદયને ભાવિત કરવું. 'जं जं मणेण बद्धं, जं जं वारण भासि पावं । जं जं काएण कयं, मिच्छामि दुक्कडं तस्स ।। આ ગાથા વારંવાર યાદ કરી મન-વચન-કાયાના પાપોનું 'મિચ્છામિ દુક્કડમ્ દેવું. દેવ-ગુરુની આશાતના, હિંસાદિ પાપોને પણ યાદ કરીને નિંદા-ગહ કરવી. ૫. વિશિષ્ટ વ્યવહારમાં આવેલ જીવો જોડે વિશિષ્ટ વ્યક્તિગત ક્ષમાપના કરવી. ૬. પોતાના જીવનમાં થયેલ સુકૃતોની મનમાં અનુમોદના કરવી. સાથે સાથે જગતમાં થતાં અરિહંતાદિ પરમાત્માના સુકૃતોની પણ ખૂબ અનુમોદના કરતા રહેવી. અન્ય જીવોના સુકૃતોની પણ ભાવપૂર્ણ અનુમોદના કરવી. ૭. ચાર શરણનો (અરિહંત, સિદ્ધ, સાધુ, ધર્મ) વારંવાર સ્વીકાર કરવો. ૮. નવકારમંત્રનું સ્મરણ કરવું. ૯. શાસ્ત્રના કોઈ એકાદ પદ કે શ્લોકમાં ચિત્ત વાસિત થતું હોય, તેની અનુપ્રેક્ષામાં ચિત્તને જોડવું. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જય વીયરાય ૧૦. સમ્યક્ત્વ ઉચ્ચરવું. "अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिणपण्णत्तं तत्तं इअ सम्मत्तं मए गहिअं ।। " 1 અરિહંત મારા દેવ છે. સુસાધુ મારા ગુરુ છે. પ્રભુનુ વચન એ જ તત્ત્વ છે. આ સમ્યક્ત્વને હું ગ્રહણ કરું છું. ૧૧. સાધુઓએ અંતિમકાળે પાંચ મહાવ્રત ઉચ્ચરવા. ગૃહસ્થોએ પણ સંથારા દીક્ષા અંતિમકાળે લઈ શકાય. તેમાં પણ સર્વવિરતિ સામાયિક ઉચ્ચરવું, તે શક્ય ન બને તો શ્રાવકના વ્રતોને ઉચ્ચરવા. ૧૨. શક્તિ મુજબ ચારે આહાર કે ત્રણે આહારનો ત્યાગ કરાય. રોજ-રોજના ઉપવાસના પચ્ચક્ખાણ કરી અણસણ કરવું. શક્ય ન હોય તો બીજા વિશેષ તપ વગેરેનો અભિગ્રહ કરવો. મુદ્ઘસી વગેરે અલ્પકાલીન પચ્ચક્ખાણો કરવા. ૧૩. સાધુઓએ ઉપધિ વગેરે વોસિરાવી દેવી. શ્રાવકોએ જરૂરી શરીર-આહાર-વસ્ત્ર-જગા વગેરે રાખી બાકી સર્વ પ્રકારનો પરિગ્રહ વોસિરાવી દેવો. શરીરને પણ છેલ્લે શ્વાસે વોસિરુ છું એમ પરિણામ કરવા. આ માટેની ગાથા રોજ રાત્રે યાદ કરી શકાય. Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ બોધિલાભ.... એક અણમોલ રત્ન આહાર શરીર અને ઉપધિ, પચ્ચખું પાપ અઢાર, કાળ કરું તો વોસિરે, જીવું તો આગાર. આવી રીતે અંતિમ આરાધના દ્વારા સમાધિની લગભગ પ્રાપ્તિ થાય છે. પ્રભુને વારંવાર પ્રણિધાનપૂર્વક પ્રાર્થના કરીએ-આપને કરેલા નમસ્કારના પ્રભાવથી મને સમાધિ મરણની પ્રાપ્તિ થાવ... વોહિનામો | હે નાથ ! તમને પ્રણામ કરવાના શુભ ભાવના પ્રભાવથી મને પરલોકમાં બોધિ (રત્નત્રય અથવા સમ્યક્ત)નો લાભ થાવ. આ છેલ્લી પ્રાર્થના ભવાંતર માટે છે. સમાધિમરણના પ્રભાવથી સદ્ગતિ મળે, સદ્ગતિ એટલે કે મનુષ્ય કે દેવનો ભવ. પણ આ સદ્ગતિના ભાવમાં પણ જો સમ્યક્ત કે રત્નત્રયરૂપ બોધિ ન મળે તો પાછુ જીવનું પતન શરુ થાય છે. પૂર્વે સામાન્યથી ભવોભવ પ્રભુ ચરણ સેવા માંગી છે. હવે અહિંથી જે ભવમાં જવાનું છે તેમાં પણ મને સમ્યગ્દર્શન અવશ્ય મળે તે માટે પ્રાર્થના કરાય છે. સમ્યગ્દર્શન આત્માનો ખૂબ જ મહત્ત્વનો ગુણ છે. Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જય વીયરાય સમ્યગ્દર્શન ગુણનો પ્રભાવ એવો છે કે એક વાર પણ સમ્યગ્દર્શન ગુણની પ્રાપ્તિ કરનાર અવશ્ય મોક્ષને પામે છે. 'तुह सम्मत्ते लद्धे, चिन्तामणिकप्पपायवब्भहिए । पावन्ति अविग्घेणं, जीवा अयरामरं ठाणं ।।' હે પ્રભુ ! ચિંતામણી અને કલ્પવૃક્ષથી અધિક એવું તમારું સમ્યક્ત પ્રાપ્ત થયે છતે જીવો અવિળથી (વિપ્ન વગર) અજરામર સ્થાન (મોક્ષ)ને પ્રાપ્ત કરે છે. આગળની ગાથામાં પ્રભુ પાસે ભવોભવ સખ્યત્ત્વની યાચના કરી છે. 'ता देव दिज्ज बोहिं, भवे भवे पासजिणचंद ।' તેથી હે દેવ ! હે પાર્શ્વનાથ પ્રભુ ! ભવોભવ બોધિને આપજો. એકવાર પણ સમ્યક્ત પામેલ જીવ કદાચ કોઈ પાપના ઉદયથી સમ્યક્ત ગુમાવી મિથ્યાત્વ દશાને પામે તો પણ મોડામાં મોડા અર્ધપગલપરાવર્ત કાળે પુનઃ સમ્યક્ત પામી મોક્ષમાં જાય છે. જો કે અર્ધપગલપરાવર્ત કાળ પણ ખૂબ લાંબો છે. પણ જેઓ સમ્યક્ત પામ્યા પછી સમ્યક્તને ગુમાવીને દેવ-ગુરુ-ધર્મની ઘોર આશાતના અને નિંદા વગેરે કરે Page #206 -------------------------------------------------------------------------- ________________ બોધિલાભ... એક અણમોલ રત્ન ૧૮૯ છે તે જીવોનો આટલો દીર્ઘ સંસાર થાય છે. અર્જતસિદ્ધ-ચૈત્ય-તપ-કૃત-ગુરુ-સાધુ- સ ત્યનીવડતયા ટર્શનमोहनीयं कर्म बध्नाति येनासावनन्तसंसारसमुद्रान्तःपात्येवावતિષ્ઠતે | આચારાંગ ટીકા - મૃ. ૧૯૪ આટલા દીર્ઘ સંસાર પરિભ્રમણ પછી પણ તે જીવોનો મોક્ષ થાય છે એ સખ્યત્ત્વનું ફળ છે. સમ્યક્ત સહિત કાળ કરનાર મનુષ્ય અવશ્ય વૈમાનિક દેવલોકમાં જ જાય છે. સખ્ય સહિત ચ્યવન પામનાર દેવો હંમેશા ગર્ભજ મનુષ્યભવને જ પ્રાપ્ત કરે છે. અર્થાત્ સમ્યક્તથી દુર્ગતિનો નાશ થઈ જાય છે. તીર્થકરનામકર્મના બંધમાં પણ મુખ્ય કારણ સમ્યક્ત જ છે. તેથી ગૃહસ્થપણામાં રહેલ શ્રેણિક મહારાજા વગેરેએ પણ સમ્યક્તના પ્રભાવે તીર્થકર નામકર્મ બાંધ્યું છે. સમ્યક્તથી દેશવિરતિ અને સર્વવિરતિ પણ સુલભ બને છે. સમ્યક્ત સહિતની અથવા સમ્યક્ત પ્રાપ્તિ માટેની જ ધર્મક્રિયાઓ વાસ્તવિક ધર્મરૂપ બને છે. તેથી સમ્યત્ત્વની પ્રાપ્તિ માટે અને પ્રાપ્ત થયેલ સખ્યત્ત્વની રક્ષા માટે, અને સભ્યત્ત્વની નિર્મળતા માટે આપણે સતત પ્રયત્નશીલ બનવું જોઈએ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જય વીયરાય હવે સભ્યત્ત્વનું સ્વરૂપ વિચારીએ. સમ્યક્ત એ આત્માનો એક શુભભાવ છે, પરિણામ છે, અધ્યવસાય છે. આ શુભભાવ મિથ્યાત્વમોહનીયકર્મના ઉપશમથી, ક્ષયોપશમથી કે સર્વથા ક્ષયથી પ્રાપ્ત થાય છે. જીવના ઉપર આઠ કર્મો લાગેલા છે અને તેના કારણે જ જન્મ-મરણાદિરૂપ સંસાર ચાલુ છે. આઠે કર્મોથી મુક્ત થતાં જીવ મોક્ષને પામે છે. આ આઠે કર્મોમાં મોહનીયકર્મ મુખ્ય છે. તેના બે વિભાગ છે. ૧. દર્શનમોહનીય, ૨. ચારિત્રમોહનીય. મોહનીયકર્મને મદિરાપાનની ઉપમા આપી છે. મદિરાપાન કરેલ જીવ જેમ વિવેક રહિત થાય છે તેવી રીતે દર્શનમોહનીયકર્મના ઉદયથી જીવો વિવેકરહિત વિપર્યાસ દ્રષ્ટિવાળા થાય છે. ચારિત્રમોહનીયકર્મના ઉદયથી જીવો અસદાચરણવાળા થાય છે. વિપર્યાસ દ્રષ્ટિ એટલે હિતાહિતના વિવેકના અભાવવાળી દ્રષ્ટિ. હિતકારી વસ્તુઓ દેવ-ગુરુ-ધર્મ-સાધર્મિક વગેરે અહિતકારી જણાય અને અહિતકારી વસ્તુઓ ઈન્દ્રિયના વિષયો-ભૌતિકસુખો-સાધનો-અર્થપ્રાપ્તિ-તેના સાધનો હિતકારી જણાય. આને વિપર્યાસ દષ્ટિ કહેવાય છે. આ જ મિથ્યાત્વ છે, આ જ સમ્યક્તનું Page #208 -------------------------------------------------------------------------- ________________ બોધિલાભ.... એક અણમોલ રત્ન ૧૯૧ અવરોધક છે. આનાથી જ સંસારનું જન્મ-મરણનું ચક્ર ચાલે છે. સંસાર અનંત દુઃખસ્વરૂપ છે. સંસાર દુઃખફલક છે. સંસાર દુઃખની પરંપરાવાળો છે. આવું ભાન થાય, આવો વિવેક પ્રગટે ત્યારે સમ્યક્તની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દષ્ટિ જીવો સંસારના કારણભૂત આશ્રવો (જેનાથી આત્મામાં કર્મનો પ્રવાહ આવે તેવા મિથ્યાત્વ, અવિરતિ, કષાય, અને યોગ) ને હેય (છોડવા યોગ્ય) માને છે અને મોક્ષના કારણ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રને, તેના કારણોને ઉપાદેય (આદરવા યોગ્ય) માને છે. આ સમ્યત્ત્વનું બાહ્ય સ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિ જીવો ઉત્તમ દેવ-ગુરુ-ધર્મ-સંઘ-સાધર્મિક વગેરે પ્રત્યે અત્યન્ત બહુમાનવાળા હોય છે. વળી તેઓ અરિહંત પરમાત્માને જ દેવ તરીકે અને સુસાધુઓને જ ગુરુ તરીકે અને પ્રભુની આજ્ઞાને જ ધર્મરૂપ માને છે. ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસિક્યને સમ્યક્તના લક્ષણરૂપે શાસ્ત્રકારોએ બતાવ્યા છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જય વીયરાય ૧. ઉપશમ - અપરાધીનું પણ હિતચિંતવન, અપરાધીનું પણ સારું થાય તેવો ભાવ. ૨. સંવેગ - મોક્ષની તીવ્ર ઈચ્છા. સુર-નર સુખ દુઃખરૂપે લાગે. 3. નિર્વેદ - સંસાર (વિષય-કષાય) પ્રત્યે અરૂચિ. ચક્રવર્તિઓ કે ઈન્દ્રોના પણ સુખો પ્રત્યે અસ્વરસ. ૪. અનુકંપા - દુઃખી અને પાપી જીવો પ્રત્યે દ્રવ્ય-ભાવ કરુણા. તેમના દુઃખ દૂર કરવાની તથા પાપથી પાછા વાળવાની ભાવના. ૫. આસ્તિક્ય - જીવ, કર્મ, કર્મનો બંધ, કર્મની નિર્જરા, કર્મનો કર્તા અને કર્મ રહિત મોક્ષ, આ બધી વાતો પર અત્યંત શ્રદ્ધા. આ જ રીતે સમ્યગ્દષ્ટિ જીવના ત્રણ લિંગ છે. ૧. મોક્ષમાં કારણભૂત જિનવચન છે. તેથી જિનવયનને સાંભળવાની દિવ્ય સંગીતને સાંભળવાની દેવોની ઈચ્છાથી અધિક તીવ્ર ઈચ્છા. ૨. મોક્ષમાં કારણભૂત ચારિત્ર છે માટે ચારિત્રધર્મ પ્રત્યેનો તીવ રાગ. ભૂખ્યા બ્રાહ્મણને મોદક પ્રત્યેના રાગથી અધિક. . દેવ-ગુરુની વિદ્યાસાધકની જેમ અપ્રમત્તપણે નિયમપૂર્વકની વૈયાવચ્ચ. Page #210 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન.......... સંવેદનાની સરગમ ૧૯૩ જે જીવોને સ્વાર્થ ઘવાતા માત્રથી જ, ક્રોધાદિ કષાય થતાં હોય, જે જીવોને સંસારના સુખ પ્રત્યે તીવ્ર આસક્તિ હોય, જે જીવોને મોક્ષના સુખની તીવ્ર ઈચ્છા ન થતી હોય, જે જીવોને જગતના દુઃખી જીવોને જોઈને પોતાની સંપત્તિનો ઉપયોગ કરી તેમના દુઃખોને દૂર કરવાની ભાવના ન થતી હોય અને જે જીવોને જેવું કર્મ કરીશું તેવું ફળ પામીશું વગેરે શ્રદ્ધા ન હોય તેવા જીવોમાં સમ્યક્તના લક્ષણો કેવી રીતે ઘટશે ? તેવા જીવોમાં સમ્યત્ત્વના લક્ષણો કેવી રીતે હોઈ શકે ? એ જ રીતે જે જીવોને જિનવયન પર પ્રેમ ન હોય, સાંભળવાની કે જાણવાની ઈચ્છા જ ન થતી હોય, ચારિત્ર ધર્મ પ્રત્યે રાગ ન હોય અને દેવ-ગુરુ પ્રત્યે પ્રતિકૂળ માનસિક કે શારિરિક વર્તન હોય તેવા જીવોમાં પણ સમ્યક્ત ઘટતું નથી. સમ્યગ્દષ્ટિ જીવોના મનમાં સતત નીચેની ભાવનાઓ રમી રહી હોય છે. १. तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं । તે જ સાચું અને નિઃશંક છે જે જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલું છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જય વીયરાય ૨. પુસ દ્ગુ, પુત્ત પરમત્કે, સેસે અળદ્ધે । આ ચારિત્રમાર્ગ એ જ સાચો અર્થ છે. આ ચારિત્રમાર્ગ એ જ સાચો પરમાર્થ છે. આના સિવાય બધું અનર્થ નકામું છે. 'રૂ. અરિહંતો મદ લેવો, ખાવખ્ખીવં સુસાદુળો ગુરુનો | जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ।। યાવજ્જીવ અરિહંત મારા દેવ છે. = સુસાધુ મારા ગુરુ છે. પ્રભુએ પ્રરૂપેલ તત્ત્વ ધર્મ છે. આ સ્વરૂપવાળા સમ્યક્ત્વને હું સ્વીકારું છું. '४. आज्ञाऽऽराद्धा विराद्धा च, शिवाय च भवाय च । પ્રભુની આજ્ઞાની આરાધના મોક્ષ માટે થાય છે. પ્રભુની આજ્ઞાની વિરાધના સંસાર માટે થાય છે. '५. आकालमियमाज्ञा ते हेयोपादेयगोचराः । आश्रवः सर्वथा हेय उपादेयश्च संवरः ।। હંમેશ માટે હે પ્રભુ ! હેયોપાદેય વિષયક તારી આજ્ઞા છે. આશ્રવ સર્વથા હેય (ત્યાજ્ય) છે. સંવર સર્વથા ઉપાદેય (આદરવા યોગ્ય) છે. જેનાથી કર્મનો સમૂહ આત્મામાં આવે તે આશ્રવ. Page #212 -------------------------------------------------------------------------- ________________ સમ્યગ્દર્શન....... સંવેદનાની સરગમ ૧૯૫ જેનાથી કર્મનો સમૂહ આત્મામાં આવતો અટકે તે સંવર. (અહીં કર્મના નાશમાં કારણભૂત નિર્જરાને સંવરની અંતર્ગત ગણી લેવું.) ૬. અરિહંત મારા નાથ છે. અરિહંત મારા દેવ છે. અરિહંત મારા સ્વામી છે. અરિહંત મારા પ્રભુ છે. હું પ્રભુનો આશ્રિત છું. હું પ્રભુનો દાસ છું. હું પ્રભુનો સેવક છું. હું પ્રભુનો નોકર છું. અહિં સમ્યક્ત્વનો મહિમા-સ્વરૂપ-ફળ વગેરે વિચાર્યું. પરમાત્માને પ્રાર્થના કરીએ કે આવું મહામૂલુ સમ્યક્ત્વ ભવાન્તરમાં પણ આપને પ્રણામ કરવાના પ્રભાવથી મને પ્રાપ્ત થાઓ. આ રીતે અહિં પ્રભુ પાસે કરાયેલ તેર પ્રાર્થનાઓનો અધિકાર પૂર્ણ થાય છે. ઉત્તમ દ્રવ્યોથી પરમાત્માની દ્રવ્યપૂજા કરી, અંતે અત્યંત ભાવપૂર્વક પ્રભુનું ચૈત્યવંદન, પ્રણિધાનપૂર્વક આ તેર વસ્તુઓની પ્રાર્થના કરીએ, Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જય વીયરાય પ્રભુના અચિત્ય પ્રભાવથી એ મેળવીને સર્વ કર્મ ખપાવી (નિર્જરા કરી) સિદ્ધપણાના અનન્ત સુખોના ભોક્તા આપણે સહુ બનીએ. પુનઃ પુનઃ સકલ ચતુર્વિધ સંઘને પ્રાર્થના છે કે ગણધર ભગવંતોના રચેલા ઉત્તમકોટિના નમુત્થણ આદિ સૂત્રો દ્વારા અત્યંત ભાવવિભોર થઈને પરમાત્માની સમુખ જ એક માત્ર દષ્ટિ રાખીને ચૈત્યને (પરમાત્માને) વંદના કરીએ અને જીવન સફળ કરી શીઘ મુક્તિને પામીએ. જન્મ-જરા-મરણ આદિના દુઃખોથી છૂટી અનંતશાશ્વત સુખના ભોક્તા બનીએ. (૪) જે પ્રાણીઓ વિશુદ્ધ શ્રદ્ધાથી પ્રભુ પ્રત્યે એક નમસ્કાર પણ કરેલ છે તે અવશ્ય સમ્યગ્દષ્ટિ છે, જીવ વૈમાનિક દેવલોક સિવાય બીજુ આયુષ્ય બાંધતો નથી તેવું શાસ્ત્રવચન છે. જો કદાચ પૂર્વે આયુષ્યબંધ થઈ ગયો હોય વગેરે કારણે અથવા ભવપરંપરાએ મનુષ્ય કે તિર્યચોમાં ઉત્પન્ન થાય તો પણ પરમાત્માને કરાયેલ નમસ્કારના પ્રભાવથી તે વારંવાર દુઃખનું ભાજન બનતો નથી. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ પ્રણિધાન . પરમતાની પગદંડી પ્રણિધાન : આટલુ વિવેચન કર્યા પછી હજી શુભ પ્રણિધાનને વધુ મજબૂત તીવ્ર કરવા પ્રણિધાન અંગે કેટલીક વિચારણા કરીએ. જયવીયરાય સૂત્રને પ્રણિધાન સૂત્ર કહ્યું છે. આ સૂત્ર મુક્તાશક્તિ મુદ્રાથી બોલવાનું જણાવ્યું છે. બે હાથોને મોતીની છીપની જેમ આંગળીઓના અગ્રભાગને સામે રાખી સમાન રૂપે જોડી હાથ લલાટ પર લગાવાથી મુક્તાશક્તિ મુદ્રા થાય છે. કેટલાક લલાટ પર સ્પર્શ ન કરતા થોડે આગળ રાખવાનું કહે છે. પ્રણિધાન ખૂબ જ મહત્ત્વનું વિશિષ્ટ કાર્ય છે. પ્રણિધાન એટલે આશંસા. જેનું પ્રણિધાન કરીએ તે પ્રાપ્ત કરવાની અભિલાષા, સામાન્યથી ચિત્તની એકાગ્રતાને પ્રણિધાન કહેવાય છે. યિતનું તે તે વિષય પર વ્યાસ-સ્થાપન, તે તે વિષયનું પ્રણિધાન કહેવાય છે. આમ તો પ્રણિધાન બે પ્રકારે હોય છે. ૧. શુભ. ૨. અશુભ. ૧૪ Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જય વીયરાય અર્થ અને કામને પ્રાપ્ત કરવાની તીવ્ર અભિલાષા, તેના સાધનો-કારણો પ્રત્યે મનની અત્યંત તીવ્ર એકાગ્રતા, આ બધુ અશુભ પ્રણિધાન છે. અશુભ પ્રણિધાનના અશુભ ફળ મળે છે. પ્રણિધાન જેટલું તીવ્ર એટલું ફળ તીવ્ર મળે છે. મોટા મગરમચ્છની આંખની પાંપણમાં ઉત્પન્ન થતો તંદુલિયો મત્સ્ય અંતર્મુહૂર્ત સુધીના તીવ્ર હિંસાના પ્રણિધાનથી મૃત્યુ પામી ૭મી નરકે જાય છે. દેવો પણ વિમાનના રત્નો, વાવડીના પાણી કે બગીચાના વનસ્પતિઓના પ્રણિધાનથી મૃત્યુ પામી ત્યાં તે તે રૂપે એકેન્દ્રિય તરીકે ઉત્પન્ન થાય છે. વળી પ્રણિધાનથી અનુબંધવાળુ કર્મ બંધાય છે. અનુબંધવાળુ એટલે પરંપરાવાળુ.... એક અશુભકર્મ બાંધ્ય, તે ઉદયમાં આવતા ફરી અશુભભાવો પણ વધ્યા અને પુનઃ અશુભકર્મ બંધાયુ. આમ કર્મબંધની પરંપરાઓ અનુબંધથી ઉભી થાય છે. જેમ અશુભકર્મ છે, તેમ શુભમાં પણ જાણી લેવું. Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૯૯ પ્રણિધાન... પરમતાની પગદંડી નીચેની ત્રણ ગાથામાં શુભ પ્રણિધાનનું સ્વરૂપ, ફળ વગેરે બતાવ્યું છે – प्रणिधानकृतं कर्म मतं तीव्रविपाककृत् । सानुबन्धत्वनियमात्, शुभांशाच्चैतदेव तत् ।। विशुद्धभावनासारं, तदर्थार्पितमानसम् ।। यथाशक्तिक्रियालिङ्ग, प्रणिधानं मुनिर्जगौ ।। उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ।। પ્રણિધાનથી કરેલ કર્મ તીવ્ર વિપાકવાળુ માનેલ છે. વળી એ નિયમા સાનુબંધ હોય છે. તેમાં રહેલ શુભાંશોથી તે આવું બને છે. અહિં પ્રણિધાનનું ફળ બતાવ્યું છે. પ્રણિધાનથી કરેલ કોઈપણ કાર્યનું ફળ તીવ્ર મળે છે. પ્રણિધાનની જેટલી તીવ્રતા તેટલી ફળની તીવ્રતા સમજવી. વળી પ્રણિધાનના પ્રભાવથી શુભ અનુબંધ પણ ઉભો થાય છે. એટલે તે શુભકાર્યની પરંપરા ચાલે છે. પ્રણિધાનથી કરેલ થોડી પણ જિનભક્તિ પરભવમાં પ્રભુભક્તિની પરંપરાને વધારે છે. કુમારપાળ મહારાજાએ પાંચ કોડીના અઢાર ફૂલથી પ્રણિધાનપૂર્વક પૂજા કરી. પ્રણિધાનથી કરેલ આ પૂજાથી કુમારપાળના બીજા ભવમાં અનેક ચૈત્યોના નિર્માણ Page #217 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય જીર્ણોદ્ધાર, સંઘપ્રભુભક્તિના અનેક કાર્યો થયા. અરે! પ્રણિધાનપૂર્વકની આ ફૂલપૂજાનો કેવો પ્રભાવ કે કુમારપાળના ભવમાં પ્રભુની અત્યંત સુંદર પુષ્પોથી પૂજા કરી, એટલું જ નહી પ્રભુ પર ચઢાયેલા ફૂલો જોઈને તેમને વળી તીવ્રભાવના થઈ કે છયે ઋતુના પુષ્પોથી એક સાથે પ્રભુપૂજા કરુ... તીવ્ર અભિગ્રહ કર્યો કે સર્વ ઋતુના ફૂલથી પૂજા ન થાય તો ત્યાં સુધી ચારે આહારનો ત્યાગ. કુદરતે સહાય કરી. ઉધાનમાં એક સાથે સર્વ ઋતુના પુષ્પો થઇ ગયા... અને પૂજાની પોતાની ભાવના પૂર્ણ થઈ. જીવનભર સુધી પ્રભુની દ્રવ્યપૂજા સાથે ગુરુભક્તિ-શ્રાવકના વ્રતોનું ધારણ, રાજ્યમાં અમારિ પ્રવર્તન વગેરે દ્વારા ભાવપૂજામાં પણ આગળ વધ્યા... સમાધિ મૃત્યુ પામી દેવલોકમાં ગયા... હવે ગણધરપદ પામી મોક્ષે જશે... અત્યંત પ્રણિધાનપૂર્વક પરમાત્માની કરેલી ફૂલપૂજા કઈ પરાકાષ્ઠાએ પહોંચી. કુમારપાળ જેવા બીજા પણ અનેક દૃષ્ટાંતો છે. તીવ્ર પ્રણિધાનપૂર્વક ગોવાળીયાના ભવમાં મુનિને ખીર વહોરાવનાર બીજા ભવમાં ભારે રિદ્ધિપૂર્વકનો શાલિભદ્રનો અવતાર પામ્યો. પ્રભુ મહાવીર પાસે ચારિત્ર પામી અનુત્તર દેવલોકમાં જઈ મહાવિદેહમાં મોક્ષે જશે... શાસ્ત્રમાં જે સમ્યગ્દર્શનને પામેલો જીવ વહેલો મોડો પણ મુક્તિમાં અવશ્ય જાય છે, એવું જે કહ્યું ૨૦૦ Page #218 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન... પરમતાની પગદંડી ૨૦૧ છે, મોડામાં મોડો ૦| પુગલ પરાવર્તકાળ પૂર્વે આમાં પણ પ્રણિધાનની તીવ્રતા જ કારણભૂત છે. સમ્યક્ત પ્રાપ્તિ વખતે જે શુભપ્રણિધાન ઉભુ થાય છે. તેના પ્રભાવે અત્યંત શુભાનુબંધવાળુ કર્મ બંધાય છે. જેથી પરંપરાએ વધુને વધુ શુભ નિમિત્તો, શુભાનુષ્ઠાનો મળતા થાય છે. અને પરિણામની શુદ્ધિમાં આગળ વધતો જીવ શીઘ મુક્તિને પામે છે. સમ્યત્ત્વ પ્રાપ્તિ પૂર્વે જીવે કોઈ અશુભ અનુબંધ બાંધેલ હોય, તે સામાન્ય હોય તો આ પ્રણિધાનના પ્રભાવથી નાશ પામે છે, પણ કોઈ તીવ્ર અશુભ અનુબંધ બાંધેલો પૂર્વનો પડ્યો હોય, અને તે ઉદયમાં આવે તો પામેલું સમ્યક્ત પણ ચાલ્યુ જાય છે. જીવ પાછો મિથ્યાત્વદશા પામી પાપો કરી સંસારમાં રખડતો થઈ જાય છે, કર્મોને તેના અનુબંધોની સ્થિતિ ખૂબ જ વિચિત્ર હોય છે. ચૌદ પૂર્વધરો જેવા જ્ઞાની પુરુષોને પણ પૂર્વના કોઈ અશુભ અનુબંધ ઉદયમાં આવતા પટકાઈ જાય છે, પતન પામે છે અને અનંતકાળ માટે નિગોદમાં ધકેલાઈ જાય છે. અહીં પણ પૂર્વે જ અશુભ તીવ્ર અનુબંધ બંધાયા તેમાં પણ કારણ અશુભ તીવ્ર પ્રણિધાન જ છે ને ? Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ જય વીયરાય - હવે મુખ્ય વાત એ છે કે સમ્યક્તપ્રાપ્તિ વખતના શુભ-અનુબંધની કેટલી બધી તીવ્રતા છે ! સામાન્ય અશુભ અનુબંધને તો એ તોડી નાખે છે. પણ અત્યંત તીવ્ર અશુભ અનુબંધોવાળા બંધાયેલા પૂર્વના કર્મો ઉદયમાં આવતા છેક સાતમી નારકીમાં લઈ જાય તેવા દુષ્ટ પરિણામો ઉભા કરી શકે છે. આમ છતાં આ દુષ્ટ પ્રણિધાન પિરિણામો પણ સમ્યક્ત પ્રાપ્તિ વખતે થયેલ પ્રણિધાનથી આત્મામાં પડેલા શુભાનુબંધોના અંશોનો સર્વથા નાશ કરી શકતો નથી, ઉલટો સમ્યક્તપ્રાપ્તિ વખતે થયેલ તીવ્ર પ્રણિધાનના અંશો દ્વારા આ અશુભ તીવ્ર પ્રણિધાન દ્વારા થયેલા અશુભ અનુબંધો નાશ પામે છે. અને જીવ પાછો સ્વસ્થાને આવે છે. શુભ પ્રણિધાનોમાં આગળ વધી છેક ક્ષપકશ્રેણિમાં જ મુક્તિને પ્રાપ્ત કરે છે. હવે આપણે પ્રણિધાનનું સ્વરૂપ વિચારીએ. અહિં શુભપ્રણિધાનનો વિષય ચાલે છે. બીજી ગાથામાં પ્રણિધાનનું સ્વરૂપ બતાવેલ છે. 'विशुद्धभावनासारं, तदार्पितमानसम् । यथाशक्तिक्रियालिङ्ग, प्रणिधानं मुनिर्जगौ ।। પ્રણિધાનમાં ત્રણ વસ્તુ બતાવી. Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ પ્રણિધાન.... પરમતાની પગદંડી ૧. વિરુદ્ધમાવનારંએટલે વિશુદ્ધ ભાવનાના સારવાળુ હોય. હૃદયના ભાવો વિશુદ્ધ જોઈએ. અંદરમાં વૈરના, કષાયોના, સાંસારિક સુખોની તીવ્ર ઝંખના વગેરેના શલ્યથી રહિત હૃદય જોઈએ. અહિં વિશુદ્ધભાવના કોને કહેવાય તે ત્રીજા શ્લોક દ્વારા બતાવે છે, તે આગળ જોઈશું... સામાન્યથી સરલતા, નિઃસ્પૃહતા વગેરેવાળુ મન તે વિશુદ્ધ મન.. ૨. તથતિમનસમૂ | જે અનુષ્ઠાન સાધતા હોઈએ, જે ક્રિયા વગેરે કરતાં હોઈએ, તેના અર્થમાં મન સંપૂર્ણ અર્પિત કરવાનું, તે સિવાયના કોઈ પણ પ્રયોજનમાં મન ન જાય તો જ તેને પ્રણિધાન કહેવાય. ચૈત્યવંદન કરતાં હોઈએ તો તેના શબ્દોમાં, અર્થમાં અને આલંબનમાં ચિત્ત એકાગ્ર કરી દેવાનું. રૂ. યથારરૂિઝિયાતિમ્ - જે અનુષ્ઠાન હોય તેમાં શારીરિક ક્રિયા પણ જે બતાવી તે બધી બરાબર થવી જોઈએ. જેમ કે ચૈત્યવંદનમાં મુદ્રા, પંચાગ પ્રણિપાત ખમાસમણા, અરિહંત Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જય વીયરાય ચેઈયાણ વગેરેમાં ઉભા થવાનું, આ બધુ બરાબર થવું જોઈએ, પ્રતિક્રમણમાં વાંદણા વગેરેના આવર્તા, ઉભા ઉભા બોલવાના સૂત્રો, કાઉસ્સગ્ન વગેરે ઉભાઉભા જ થાય. - અહિં 'યથાશક્તિ' શબ્દ વાપર્યો છે, એટલે કોઈ ગાટ બિમારીમાં, અશક્તિમાં અતિ થાકવામાં કે લકવા વગેરે થયેલ હોય તો તે અવસ્થાદિમાં સંપૂર્ણ ક્રિયામુદ્રાદિ ન સચવાય. તે-તે અવસ્થાનુરૂપ ક્રિયાઓ કરવી જોઈએ. અહીં આ ત્રીજા મુદ્દા દ્વારા એકાંત જ્ઞાનવાદીઓ કે જેઓ ક્રિયાને સહેજ પણ માનતા નથી, તેઓને શાસ્ત્રકારે પ્રણિધાનનું સાચું સ્વરૂપ સમજાવી દીધું. છતી શક્તિએ ક્રિયા ન કરનારનું પ્રણિધાન વાસ્તવિક નથી, એમ આ દ્વારા શાસ્ત્રકારે સ્પષ્ટતા કરી. કેટલાક એકાંત જ્ઞાનવાદીઓ સંયમ, તપ, ક્રિયા વગેરેને માનતા નથી. તેઓ તો એક માત્ર સ્વાધ્યાય અને ધ્યાન કરવાનું કહે છે. શાસ્ત્રકારોને આ વાત માન્ય નથી. શાસ્ત્રકારોના કથન મુજબ શક્ય સંયમ Page #222 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન . પરમતાની પગદંડી ૨૦૫ તપ વિના મનમાં ધ્યાન થઈ શકતું નથી. માટે જ ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષના માર્ગ તરીકે જ્ઞાન, સંયમ અને તપ ત્રણના સમાયોગની વાત કરી છે. "नाणं पयासयं सोहओ तवो संजमो य गुत्तिकरो । तिण्हंपि समाओगे मोक्खो जिणसासणे भणिओ ||" જ્ઞાન પ્રકાશક છે. (આત્મામાં પ્રકાશ કરે છે.) તપ શોધક છે. (કર્મને દૂર કરી આત્માને શુદ્ધ કરે છે.) સંયમ ગતિકાર છે. (નવા કર્મ લાગવા દ્વારા આત્માને અશુદ્ધ થતો અટકાવે છે.) ત્રણેના સમાયોગથી મોક્ષ થાય છે, એમ જિનશાસનમાં કહ્યું છે. આમ શુભ પ્રણિધાનમાં આ ત્રણેની આવશ્યકતા રહે છે. એટલે હૃદયના શુદ્ધભાવવાળા યથાશક્તિ ક્રિયામાં પ્રવૃત વચન કાયાવાળાના સાધ્ય અનુષ્ઠાનમાં સમર્પિત મનને મુનિઓએ (જ્ઞાનીઓએ) પ્રણિધાન કહેલ છે. આવા જ શુભ પ્રણિધાનથી જબરદસ્ત કોટિની કર્મ નિર્જરા, શુભ પુણ્યના અનુબંધો થવા દ્વારા મુક્તિની નિકટતા થાય છે. હવે 'વિશુદ્ધ ભાવનાસા' નો શાસ્ત્રકાર પણ જે એક શ્લોકમાં અર્થ બતાવે છે તે જોઈએ. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જય વીયરાય 'उपादेयधियाऽत्यन्तं, सञ्जाविष्कम्भणान्वितम् । फलाभिसन्धिरहितं, संशुद्धं ह्येतदीदृशम् ।। સંશુદ્ધ હૃદય માટે પણ ત્રણ વાત જણાવે છે. ૧. ચૈત્યવંદનાદિ જે અનુષ્ઠાન કરીને તેમાં અત્યંત ઉપાદેયબુદ્ધિ એટલે કર્તવ્યતાની બુદ્ધિ જોઈએ. કર્તવ્યતાની બુદ્ધિ થવાથી જેમ ભૂખ્યાને ભોજનમાં કે લોભિયાને પૈસા મળે એમાં જે ઉલ્લાસ હોય, તેમ અહીં પણ ચૈત્યવંદનાદિમાં ભારે ઉલ્લાસ પ્રગટ થાય અને ખૂબ મમત્વથી અને આનંદથી કરાય છે. ૨. આહારાદિ સંજ્ઞાનો વિખંભ-નિરોધ-અટકાયત જોઈએ. કમસે કમ ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન સેવતી વખતે આહાર-ભય-મૈથુન-પરિગ્રહ કોઈપણ સંજ્ઞા ઉભી ન થવી જોઈએ. નહિ તો ચાલુ અનુષ્ઠાન ડહોળાઈ જાય, મનની એકાગ્રતા ઉડી જાય છે. તેથી આહારાદિ સંજ્ઞાનો જીવનમાં પણ હાસ અને અનુષ્ઠાન સમયે તદ્દન અભાવ દ્વારા જ શુદ્ધ હૃદય બને છે. અહિં આહારાદિ ચારની સાથે ક્રોધ-માન-માયા-લોભ-લોક અને ઓઘ સંજ્ઞાનો પણ અભાવ સૂચવ્યો છે. 3. ફળની ઈચ્છાથી રહિત - પ્રભુ વંદનાદિ કોઈપણ શુભ અનુષ્ઠાન ફળની આશંસાથી રહિત Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન....... પરમતાની પગદંડી જોઈએ. પૌદ્ગલિક ફળની આશંસા મુક્તિ માટે કરાતા શુભ અનુષ્ઠાનને અત્યંત નિઃસાર કરી દે છે. પૌદ્ગલિક ફળની આશંસા ન હોવા છતાં ધાન્ય માટે કરાતી ખેતીમાં આનુષંગિક રીતે જેમ ઘાસની પ્રાપ્તિ થાય છે તેમ પૌદ્ગલિક પદાર્થોની પ્રાપ્તિ સ્વભાવિક જ થાય છે. પણ પૌદ્ગલિક પદાર્થોની આશંસાથી થતા શુભ અનુષ્ઠાનમાં મુક્તિના ફળમાં અવરોધ થાય છે. પૌદ્ગલિક ફળની આશંસા જ્યાં તીવ્ર કોટિની હોય છે, ત્યાં ચિત્ત તેમાં જ રમતુ રહેશે. પ્રભુ ભક્તિ આદિ ગૌણ બની જશે. પૌદ્ગલિક આશય મુખ્ય બની જશે ક્યારેક કોઈ સાધનામાં વિઘ્નો કે આપત્તિ વગેરેના નિવારણ માટે શુભાનુષ્ઠાનો કરાય છે. તેમાં પણ પરંપરાએ આશય વિઘ્નો કે આપત્તિ નિવારણ પછી સાધનામાં આગળ વધવાનો હોય છે. ભદ્રક બાળ જીવોને ધર્મમાં પ્રારંભમાં જોડવા માટે પૌદ્ગલિક ફળો પણ જણાવાય છે. તેમાં પણ તે જીવને જોડ્યા પછી આગળ વઘતા પૌદ્ગલિક આશય છૂટી જાય તેવા આશયથી કરાવાય છે. જ્યારે પ્રણિધાનની વાત છે ત્યારે પૌદ્ગલિક આશયનું અવશ્ય વર્જન કરવું જરૂરી છે. ૨૦૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જય વીયરાય આ રીતે અત્યંત ઉપાદેય બુદ્ધિ, સંજ્ઞા વિષ્ફભતા અને પૌદ્ગલિક ફળની આશંસા રહિતપણાથી હૃદયની શુદ્ધિ થાય છે. આવા શુદ્ધ હૃદયથી યથાશક્તિ વચન, કાયક્રિયાથી યુક્ત શુભાનુષ્ઠાનમાં સમર્પિત મન એ જ પ્રણિધાન છે. પ્રણિધાન અંગે અગ્યાર મુદ્દા લલિતવિસ્તરામાં પ્રણિધાન પર પ્રકાશ પાડવા માટે ૧૧ મુખ્ય વાતો જણાવી છે. १. सकलशुभानुष्ठाननिबन्धनमेतद् પ્રણિધાન સઘળા શુભાનુષ્ઠાનમાં કારણભૂત થાય છે. કોઈ પણ શુભાનુષ્ઠાન કે કોઈ પણ ગુણની નિર્મળ હૃદયથી આશંસા-પ્રણિધાન કરવાથી અવશ્ય પ્રાપ્તિ થાય છે. જેમ અનુષ્ઠાનમાં મનના સમર્પણને પ્રણિધાન કીધુ તેમ શુભાનુષ્ઠાનન પ્રાપ્ત કરવાની એકાગ્રપણે આશંસા એ પણ પ્રણિધાન છે. જંબુસ્વામીને પૂર્વના ત્રીજા શિવકુમારના ભવમાં માતા-પિતાની અનુમતિના અભાવે સંયમની પ્રાપ્તિ થઇ નહીં. પણ બાર વર્ષ સુધી સતત સંયમની આશંસાથી ત્રીજા જંબૂકુમારના ભવમાં સોળ વર્ષની નાની વયે શીઘ્ર ચારિત્ર મળ્યુ. માતા Page #226 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન....... પરમતાની પગદંડી ૨૦૯ પિતા આઠ પત્નીઓ, આઠ પત્નીના માતા-પિતા, પાંચસો ચોરો વગેરેને (૫૭) એક સાથે ચારિત્રની પ્રાપ્તિ થઈ, આવા તો અઢળક દાખલા છે. જેનું પ્રણિધાન થાય તે અવશ્ય પ્રાપ્ત થાય છે. અધ્યાત્મ જગતનો એક નિયમ છે. જે વસ્તુને તમે ઈચ્છો તે અવશ્ય મળે છે. જેટલી ઈચ્છા તીવ્ર હોય તેટલી તેની પ્રાપ્તિ શીઘ બને છે. ઈચ્છા મંદ હોય તેની પ્રાપ્તિ વિલંબે થાય છે. અરે ! એક વાર પણ શુદ્ધ હૃદયથી મોક્ષની પ્રાપ્તિની ઈચ્છા જેને થાય તેને મોડામાં મોડો પણ એક પુદ્ગલ પરાવર્તની અંદર મોક્ષ મળે જ છે. ઉપર ઉપરના શુભ અનુષ્ઠાનો તેના પ્રણિધાન દ્વારા પ્રાપ્ત થાય છે. જેમ પ્રભુપૂજા કરનારને સંયમની પ્રાપ્તિ થાય છે. સંયમ સાધક આત્માઓને ક્ષપકશ્રેણિકેવલજ્ઞાન-મુક્તિની પ્રાપ્તિ થાય છે. તમારે ઉચ્ચ કોટિના શુભાનુષ્ઠાન પ્રાપ્ત કરવા છે? સાચા હૃદયથી ખૂબ પ્રણિધાન કરતાં રહો તમને અવશ્ય મળશે... Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જય વીયરાય (૨) અપવર્તતમેવ આ શુભ પ્રણિધાનથી પરંપરાએ પણ અંતિમ ફળ મોક્ષ છે. (३) अनिदानं तल्लक्षणायोगात् આ શુભ આશંસાદિ પ્રણિધાનમાં પૌદ્ગલિક આશંસા નથી, પરંતુ અસંગતામાં આસક્ત ચિત્ત છે. તેથી તે નિદાનરૂપ નથી. (४) न प्रणिधानादृते प्रवृत्त्यादयः ૪. પ્રણિધાન વગર પ્રવૃત્તિ આદિ થતાં નથી. પ્રથમ પ્રણિધાનથી લક્ષ્ય નક્કી થાય છે. પછી તે દિશામાં પ્રવૃત્તિ થાય છે. વચ્ચે વિઘ્નો આવતાં વિઘ્નજય કરાય છે. આગળ લક્ષ્ય સિદ્ધ થાય છે. અને જેની પ્રાપ્તિ થાય છે તેનો અન્યમાં વિનિયોગ થાય છે. આમ પ્રણિધાનથી વિનિયોગ સુધીમાં પ્રણિધાન મુખ્ય ५. प्रणिधानाधिकारित्वलक्षण महत्त्वानि अधिकारिणश्चास्य य एव वन्दनाया उक्ताः, तद्यथा एतद्बहुमानिनः, विधिपराः, उचितप्रवृत्तयः । Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ પ્રણિધાન.... પરમતાની પગદંડી પ્રણિધાનના અધિકારી ૧. પ્રણિધાનના વિષય પ્રત્યે બહુમાનવાળા ૨. વિધિમાં તત્પર ૩. ઉચિત વૃત્તિવાળા જે ઉચ્ચ કોટિની સાધનાનું પ્રણિધાન કરીએ તેના પર અત્યંત બહુમાન હોવું જોઈએ, તો તે સાધના સફળ થાય. પ્રણિધાન પણ સુંદર થાય. વળી પ્રણિધાન કરી આગળ જે પ્રવૃત્તિ વગેરે થાય તેમાં વિધિ પણ સાચવવી અત્યંત જરૂરી ગણાય. વિધિની ઉપેક્ષા એ પ્રણિધાનની જ ન્યૂનતા છે. અધિકારીપણાનું ત્રીજુ મહત્ત્વનું લક્ષણ ઉચિત પ્રવૃત્તિ. ઉચિતપ્રવૃત્તિ એટલે સંસારમાં આજીવિકા વગેરેમાં સ્વકુલોચિત પ્રવૃત્તિ જોઈએ. અનુચિતવૃત્તિના મૂળમાં રહેલું કલુષિત હૃદય તો એનું એ જ અહિં રહેવાનું ને ? પ્રણિધાનના સ્વરૂપમાં જ વિશુદ્ધ નિર્મળ હૃદયવાળા, શક્ય કાયાદિની પ્રવૃત્તિવાળાના મનના તે-તે શુભયોગોમાં સમર્પણને જ પ્રણિધાન કહ્યું છે. પ્રણિધાનની પહેલી શરત જ હૃદયની નિર્મળતા છે. આર્યદેશમાં હદયની નિર્મળતા રહે, તે માટે જ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જય વીયરાય તે-તે ફુલોચિત વૃત્તિ બતાવી છે. કમનસીબે આજે આનું શીર્ષાસન થઈ ગયું છે. સંપત્તિ મેળવવા માણસ ગમે તે કાર્યો કરવા તૈયાર થઈ જાય છે. કુલોચિતવૃત્તિમાં ન્યાયસમ્પન્નતાની પ્રધાનતા છે. આજે ગમે તે રીતે ઘોરહિંસા, ભારે વિરાધના, અન્યાય, અનીતિ કરીને મનુષ્ય ધન મેળવવાની પાછળ દોટ મૂકી છે. અનીતિ, અન્યાય, ઘોર આરંભ-સમારંભથી ધન મેળવવામાં હૃદય કેટલું બધુ કલુષિત થાય છે ! આવા કલુષિત હૃદયવાળાને શુભ પ્રણિધાન સિદ્ધ શી રીતે થાય ? આજે ધર્મસંસ્થાઓમાં આવતાં આ ક્લિષ્ટ દ્રવ્યથી ધર્મ સંસ્થાઓ વગેરેમાં પણ ભારે દૂષિત વાતાવરણ દેખાય છે. શ્રાવકોએ ધનના લોભ ખાતર થતી અત્યંત અનુચિત પ્રવૃત્તિઓનો અવશ્ય ત્યાગ કરવો જ પડશે, તો જ તેઓની પ્રભુભક્તિ વગેરે વાસ્તવિક બનશે. ૬. પ્રણિધાનનું લિંગ - प्रणिधानलिङ्गं तु विशुद्धभावनादिः પૂર્વે પ્રણિધાનનું સ્વરૂપ આ રીતે બતાવેલ છે. શ્રેષ્ઠ પ્રણિધાનને જાણવાના આ જ લક્ષણ છે. ૧. હૃદયની વિશુદ્ધિ ૨. શક્ય બાહ્ય ક્રિયા. 3. તે-તે વિષયમાં મનનું સમર્પણ. Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન........ પરમતાની પગદંડી ૨૧૩ આ લિંગો દ્વારા પ્રણિધાનની ઓળખ થાય છે. ૭. પ્રણિધાનનું સામર્થ્ય - स्वल्पकालमपि शोभनमिदं सकलकल्याणाक्षेपात् । આ રીતે વિશુદ્ધ હૃદયથી થતાં પ્રણિધાનનું સામર્થ્ય છે. અલ્પ પ્રણિધાનથી સકલ કલ્યાણોનું આકર્ષણ થાય છે. પ્રણિધાન એ મનનો વિષય છે. મનુષ્યનું મન ખૂબ જ બળવાન છે. વચન-કાયાની પ્રવૃત્તિ મનના પરિણામમાં સહાયક કારણ બને છે પણ કર્મબંધનિર્જરા તો મનના પરિણામને અનુસારે જ થાય છે. એટલે ચોરીમાં લગ્નની પ્રવૃત્તિ વખતે પણ તીવ્ર વૈરાગ્યમાં રમતા મન દ્વારા ગુણસાગરે ક્ષપકશ્રેણિ માંડી કેવલજ્ઞાન મેળવ્યું. પૃથ્વીચંદ્રએ એ જ રીતે રાજ્યગાદી પર બેઠા-બેઠા કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. અલ્પ સમયનું પણ શુભ પ્રણિધાન વિપુલ કર્મનિર્જરા અને પુણ્યાનુબંધિ પુણ્યને ઉપાર્જન કરાવી આપે છે. મોહનીય કર્મની નિર્જરા દ્વારા સુંદર ક્ષયોપશમ પ્રાપ્ત થતાં ગુણોની પ્રાપ્તિ થાય છે. ધર્મનો ઉલ્લાસ વધતો જાય છે સંવેગ ભાવની વૃદ્ધિ થતી જાય છે. બીજી બાજુ પુણ્યાનુબંધિ પુણ્યની વૃદ્ધિ દ્વારા સ્વર્ગાદિના ૧૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ જય વીયરાયા સુખો પ્રાપ્ત થાય છે. મનુષ્યભવમાં પણ ઉત્તમકુળમાં જન્મ, સુંદર આરોગ્ય, પાંચે ઈન્દ્રિયની પરિપૂર્ણતા, ઉત્તમ યશ, કીર્તિ, આદેયતા વગેરેની પ્રાપ્તિ થાય છે. આમ પ્રણિધાનથી બાહ્ય-અત્યંતર સમૃદ્ધિમાં આગળ વધતો જીવ છેક ક્ષપકશ્રેણિ પર આરોહણ કરી કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી શીઘ મુક્તિ મેળવે છે. આમ પ્રણિધાન સર્વકલ્યાણોનું આકર્ષણ કરે છે. માટે પ્રણિધાનને પ્રાપ્ત કરવા યથાશક્ય પ્રયત્ન કરવો એ કલ્યાણકામી જીવોનું કર્તવ્ય છે. માટે હે ભવ્ય જીવો ! ૧. પ્રભુ ભક્તિ ચૈત્યવંદન પ્રત્યે ખૂબ જ બહુમાનવાળા બની ૨. શક્ય વિધિ સાચવવામાં તત્પર થઈ ૩. સાથે સંસાર વ્યવહારમાં પણ ઉચિત વૃત્તિવાળા થઈ પ્રણિધાનના અધિકારી બનો. પછી અંદર પ્રણિધાન થાય માટે ઉત્તમ દ્રવ્યોથી વિધિપૂર્વક પ્રભુની અષ્ટપ્રકારી વગેરે પૂજા કરો. અને ત્યાર પછી અત્યંત ભાવવાહી થઈ પ્રભુનું ચૈત્યવંદન કરો. ચૈત્યવંદનના સૂત્રો અખ્ખલિતપણે અને શુભ ભાવપૂર્વક ઉચ્ચારી અંતે જયવીયરાય સૂત્ર દ્વારા અત્યંત પ્રણિધાનપૂર્વક આઠ અને તેર વસ્તુની આશંસા કરો. પ્રભુને પ્રાર્થના કરો. આ બધુ ખૂબ ઉલ્લાસથી વિધિપૂર્વક Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પ્રણિધાન... પરમતાની પગદંડી કરતાં તમને તે વસ્તુઓની પ્રાપ્તિ થશે. અને તેના દ્વારા શીઘ સંસારમાંથી મોક્ષ થશે. સર્વ દુઃખનો નાશ થવા દ્વારા અનંત સુખની પ્રાપ્તિ થશે. ૮-૯ પ્રત્યક્ષ-પરોક્ષ લાભ अतिगम्भीरोदारमेतत्, अतो हि प्रशस्तभावलाभाद् विशिष्टक्षयोपशमादिभावतः प्रधानधर्मकायादिलाभः । तत्रास्य सकलोपाधिशुद्धिः दीर्घकाल-नैरन्तर्यसत्कारासेवनेन श्रद्धावीर्य-स्मृति-समाधि-प्रज्ञावृद्ध्या । આ પ્રણિધાન અત્યંત ગંભીર અને ઉદાર સાધના છે. આનાથી પદાર્થોના છેક ઉંડાણમાં પહોંચી પારમાર્થિક તત્વની પ્રાપ્તિ થાય છે. શુભવિષયના પણ ગંભીર અને વિશાળ સ્વરૂપની પ્રાપ્તિ આનાથી થાય છે માટે આ ગંભીર અને વિશાળ છે. આ પ્રણિધાનથી જે અત્યંત પ્રશસ્ત ભાવનો લાભ થાય છે તેનાથી તાત્કાલિક મિથ્યાત્વમોહનીય, ચારિત્રમોહનીય વગેરે કર્મનો ક્ષયોપશમ ભાવ પ્રાપ્ત થાય છે, અર્થાત્ રાગ-દ્વેષાદિની ગ્રંથિઓ વિલય પામે છે. બીજા પણ ઘાતિકર્મના ક્ષયોપશમ ભાવ પ્રાપ્ત થાય છે, એટલે સમ્યગ્દર્શન ઉજ્વળ બને છે. ચારિત્ર નિર્મળ બને છે. જ્ઞાન, વીર્ય વગેરેની વૃદ્ધિ થાય છે, આત્મા અત્યંત શુભ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જય વીયરાય ભાવોમાં રમે છે. કષાયો મંદ થાય છે. આ બધા આ લોકના પ્રત્યક્ષ લાભ છે. વલી પ્રણિધાનથી જે પુણ્યાનુબંધિ પુણ્યનો બંધ થયો તેના પ્રભાવે પરલોકમાં 'પ્રધાનધર્મ-ાયાવિ-નામ:' એટલે દૃઢ સંઘયણ, ઉત્તમ સંસ્થાન વગેરેથી યુક્ત ધર્મ આરાધનાને યોગ્ય ઉત્કૃષ્ટ શરીરની પ્રાપ્તિ થાય છે. શરીરની સાથે જ ઉત્તમકુલજાતિ આર્યદેશ, કલ્યાણમિત્ર (ઉત્તમગુરુ) વગેરેનો યોગ પણ પ્રાપ્ત થાય છે. અને ત્યાં ઉત્તમ ભવમાં ઉત્તમ શરીર-કુલ-જાતિ દેશ-કલ્યાણમિત્રાદિના યોગે દીર્ઘકાળ સુધી નિરંતર જિનપૂજાદિ (પ્રણિધાન)થી શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, સમાધિ અને પ્રજ્ઞાની પણ વૃદ્ધિ થતી જાય છે. શ્રદ્ધા - સમ્યગ્દર્શનની નિર્મળતા-મોક્ષમાર્ગ પ્રત્યે તીવ્રરુચિ. વીર્ય - મોક્ષમાર્ગની સાધનાની શ્રેષ્ઠ શક્તિ. સ્મૃતિ પૂર્વ સાધનાઓનું સદા સ્મરણ. સમાધિ ચિત્તની સ્વસ્થતા - - - પ્રજ્ઞા અનેક અતિગહનવિષયોને પણ સમજવાની શક્તિ. (વવદુવિધાવિનવિષયાવવોધત્તિ) અથવા ગહન વિષયોનું પણ બહુ-બહુવિધ-શીઘ્ર-સહજ-અસંદિગ્ધ અને સ્થિર જ્ઞાન કરવાની શક્તિ... Page #234 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન...... પરમતાની પગદંડી ૨૧૭ ભવાનરમાં મહાવિદેહક્ષેત્રમાં કે ભરત-ઐરાવતમાં ચોથા આરામાં લાખો પૂર્વેના આયુષ્યવાળો મનુષ્ય ભવ મળે છે. ઉત્તમ કુળમાં જન્મ પ્રાપ્ત થાય છે, કલ્યાણ મિત્રોનો યોગ મળે છે અને ત્યાં નિરંતર દીર્ઘકાળ સુધી અત્યંત બહુમાનપૂર્વક જિનપૂજાદિ થાય છે અથવા ભાવપૂજારૂપ સંયમની પ્રાપ્તિ થાય છે. નિરંતર એટલે વચ્ચે પડ્યા (ખંડિત થયા વગર સતત જે સાધના થાય છે તેના પ્રભાવે ઉક્ત શ્રદ્ધા-વીર્ય-સ્મૃતિ-સમાધિ અને પ્રજ્ઞા ખૂબ વધતી જાય છે અને આ પાંચના કારણે સર્વવિશેષણોની શુદ્ધિ થાય છે અર્થાત્ સાધનામાં વિધ્ધભૂત-અવરોધભૂત સઘળા અનિષ્ટો ખતમ થઈ જાય છે અને સકલોપાધિ-શુદ્ધ એટલે સાધનાની એક પણ અંગની ખામી રહેતી નથી. સાધનાના સઘળા વિશુદ્ધ ઉત્કૃષ્ટ અંગો પ્રાપ્ત થાય છે અને આ સર્વ ઉપાધિ વિશુદ્ધ સાધનાથી જીવ શીધ્ર સકલ કર્મબંધનોથી મુક્ત થઈ શાશ્વત અનંત સુખને પ્રાપ્ત કરે છે. ' (૧૦-૧૧) પ્રણિધાનનું માહા - 'सेयं भवजलधिनौः प्रशान्तवाहितेति परैरपि गीयते ।' अज्ञातज्ञापनफलः सदुपदेशो हृदयानन्दकारी परिणमत्येकान्तेन । Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જય વીયરાય આ પ્રણિધાન સંસાર સમુદ્ર તરવા માટે નૌકા સમાન એવી પ્રશાન્તવાહિતા છે. અર્થાત્ પ્રણિધાન સાધક જીવનું ચિત્ત અત્યંત રાગાદિ આંતરશત્રુઓના ક્ષય, ક્ષયોપશમ અને ઉપશમથી યુક્ત રહે છે. રાગાદિના કોઈ ઉછાળા નહિ. ચિત્તમાં સદા પ્રશાન્તતા જ ચાલ્યા કરે. આ પ્રશાન્તવાહિતા એ સંસારસમુદ્ર તરવા માટે નૌકા સમાન છે. પ્રણિધાનના ઉપદેશનો પ્રભાવ - પ્રણિધાનના આ ઉપદેશ દ્વારા અજ્ઞાત જીવોને પ્રણિધાન વિષયક જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને હૃદયને આનંદ થાય છે. વળી હૃદયમાં ઉપદેશ એકાંતે પરિણમે છે અને પ્રણિધાનના આ માર્ગની જાણ થતાં સાધના અખંડિત ચાલે છે, ખંડિત થતી નથી. અનાભોગથી પણ તેમનું પ્રયાણ મોક્ષમાર્ગ તરફ જ ચાલુ રહે છે. લૌકિક નિકાચિત પુણ્યના ભોગવટામાં પણ તેમની આત્મપરિણતિ સદા જાગૃત હોઈ તેઓ મોક્ષમાર્ગ તરફ જ આગળ વધે છે. આ રીતે પ્રણિધાન પર વિશેષ વાતો વિયારી, પ્રણિધાનનું મહાભ્ય પ્રભાવ વગેરે વિચાર્યા. સમસ્ત ચૈત્યવંદન પ્રણિધાનપૂર્વક કરવાનું છે, આમ છતાં છેલ્લા 'જયવીયરાય સૂત્રમાં પરમાત્મા પાસે આશંસા Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રણિધાન......... પરમતાની પગદંડી ૨૧૯ કરવાની છે, પ્રાર્થના કરવાની છે. તે વિશિષ્ટ પ્રણિધાનપૂર્વક કરવાની છે માટે 'જયવીયરાય સૂત્રનો 'પ્રણિધાનસૂત્રમ્ તરીકે ઉલ્લેખ કરાય છે. આમ આવા પ્રકારના શ્રેષ્ઠ ફળને આપવાવાળા પ્રણિધાન સૂત્ર સુધી ચૈત્યવંદન થયું. શાસ્ત્રકાર કહે છે - આ રીતે ચૈત્યવંદન કરીને આચાર્યાદિ (આયાર્ય-ઉપાધ્યાય-સાધુ વગેરે)ને વંદન કરી કદાગ્રહ રહિત બની યથોચિત કર્તવ્ય કરે. આમ અહિં આપણે પ્રણિધાન વિષે ખૂબ શક્ય વિસ્તારથી વિચાર્યું. ચૈત્યવંદનભાષ્યની ટીકામાં ચૈત્યવંદનમાં કરાતા પ્રણિધાન વિષેની ગાથાઓનો અર્થ વિચારીએ. इह पणिहाणं तिविहं मणवयकाइयाण जं समाहाणं । रागद्दोसाभावो उवओगित्तं न अन्नत्थ ।। एयं पुण तिविहं पि हु वंदंतेणाइओ हु कायव्वं । चिइवंदण मुनिवंदण पत्थणरुवं तु पज्जंते ।। अत्र चेयं भाष्योक्ता भावना - चिंतइ न अन्नकज्जं, दूरं परिहरइ अट्टरुद्दाइं । एगग्गमणो' वंदइ मणपणिहाणं हवइ एयं । ૧. પર્યાનસ્વનયોરિતિ | | Page #237 -------------------------------------------------------------------------- ________________ જય વીયરાય विगहाविवायरहिओ, वज्जंतो मूयढड्ढरं सद्दं वंदइ सपयच्छेयं वायापणिहाणमेयं तु ।। पेहंतो पमज्जंतो उट्ठाणनिसीययाइं कुणइ । वावारंतरहिओ वंदइ इय कायपणिहाणं || અહિં (ચૈત્યવંદનને વિષે) મન-વચન-કાયાની સમાધિ અવસ્થા (સ્વસ્થતા), રાગદ્વેષનો અભાવ, અન્યત્ર ક્યાંય ઉપયોગ ન રહે એ ત્રણ પ્રકારનું પ્રણિધાન જાણવું. ૨૨૦ આ ત્રણ પ્રકારનું (મન-વચન-કાયા) પ્રણિધાન ચૈત્યવંદનમાં પ્રારંભથી જ કરવાનું છે. અંતે ચૈત્ય (પ્રતિમા)વંદના મુનિવંદન, અને પ્રાર્થના સ્વરૂપ પ્રણિધાન કરવાનું છે. (જાવંતિ ચેઈયાઈં, જાવંત કેવિ સાહૂ, જયવીયરાય સૂત્રથી) અહિં ભાષ્યમાં કહેલ ભાવના આ મુજબ છે. અન્ય કોઈ પણ કાર્યનું ચિંતન ન કરે. આર્ય-રૌદ્ર ધ્યાન દૂર કરે. એકાગ્ર ચિત્તથી વંદના કરે, આ મનપ્રણિધાન થયું. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૧ પ્રણિધાન... પરમતાની પગદંડી વિકથા અને વિવાદથી રહિત બને, મુક, ટટ્ટર (હુંકારાદિ શબ્દનું પણ વર્જન કરે.) પદચ્છેદ (શબ્દો છુટા પાડીને બોલવુ) પૂર્વક વંદન કરે. આ વચન પ્રણિધાન થયુ. પ્રેક્ષા અને પ્રમાર્જનાપૂર્વક ઉઠે, બેસે, બીજી કોઈ પ્રવૃત્તિ ન કરે. આ રીતે વંદન એ કાય પ્રણિધાન થયું. Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ક્ય વીયરાય ચૈત્યવંદનની સિદ્ધિ માટેના કર્તવ્યો સર્વશ્રેષ્ઠ એવા ચૈત્યવંદનના પ્રણિધાન વિષે વિચાર્યું, પણ પ્રણિધાન કંઈ અત્યંત સરળ નથી કે સહેલાઈથી પ્રાપ્ત થઈ જાય. તે માટે ઉત્તમ વિચારો અને આચારોનું પાલન જોઈએ. તો જ ઉચ્ચકોટિનું પ્રણિધાન (ભાવો) પ્રાપ્ત થાય. લલિતવિસ્તરામાં આ પ્રણિધાન કે ચૈત્યવંદનની પ્રાપ્તિ માટે ભૂમિકાના તેત્રીશ કર્તવ્ય બતાવ્યા છે જે સંક્ષેપમાં વિચારી લઈએ. एतत्सिद्ध्यर्थं तु, १. यतितव्यमादिकर्मणि આદિ ધાર્મિકના કર્તવ્યોમાં પ્રયત્નશીલ રહેવુ. આદિઘાર્મિક એટલે ધર્મના પ્રારંભ માટે જોઈતા દયા, દાન, ક્રોધ ત્યાગ, સત્ય, પ્રીતિ, ગુણાનુરાગ, સદાચાર, નમ્રતા, ગુરુજનોની પૂજા, દેવગણોને વંદન, પરિવાર પ્રત્યે વાત્સલ્ય, નિંદા ત્યાગ, ગુણગ્રહણ, સ્વપ્રશંસામાં લજ્જા, પરાર્થકરણ, ધર્મજનની અનુમોદના વગેરે ગુણો તથા કર્તવ્યોમાં પ્રયત્નશીલ રહેવું. २. परिहर्तव्यो अकल्याणमित्रयोगः 'સંગ તેવો રંગ સમજીને અકલ્યાણમિત્રોના સંયોગનો ત્યાગ કરવો. આત્મહિતમાં જોડે તે કલ્યાણ મિત્ર. Page #240 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની કમનીય કેડી ૨૨૩ આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિમાં જોડે તે અકલ્યાણમિત્ર. ३. सेवितव्यानि कल्याणमित्राणि કલ્યાણમિત્રોને સેવવા-સંગ કરવો. જેથી આત્મહિત પ્રવૃત્તિઓમાં વેગ મળે... ૪. ન નધનીયોતિસ્થિતિઃ ઉચિતમર્યાદાઓને ઓળંગવી નહીં. અર્થોપાર્જનમાં પ્રામાણિકતાની અને કામપુરૂષાર્થમાં સદાચારની મર્યાદા ઓળંગવી નહીં. બીજી પણ મર્યાદાઓ ઓળંગવી નહી. ५. अपेक्षितव्यो लोकमार्गः લોકમાર્ગની સાપેક્ષ રહેવું. લોકમાર્ગ એટલે શિષ્ટજનમાન્ય દેશાયાર, સમાજમાં પણ શિષ્ટ પુરૂષોએ લોક સન્માર્ગમાં રહે તે માટે અમુક દેશાયારો સ્થાપન કરેલા હોય છે. તેની ઉપેક્ષા કરવાથી ઉન્માર્ગ પ્રયાણ થાય. લોકમાં પણ નિંદાને પાત્ર બનાય માટે તેમ ન કરવું. ६. माननीया गुरुसंहतिः માતા-પિતા, વડિલબંધુ, અન્ય વડિલો, વિદ્યાગુરુ, ધર્માચાર્ય આ બઘા પર અંતરથી બહુમાન રાખી ઉચિત વિનય કરવો. આનાથી ઘણાં લાભ થાય છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જય વીયરાય ૭. ભવિતવ્યતત્તન્ત્રા વડિલોને પરાધીન રહેવું. આનાથી અનેક દોષોથી બચી જવાય છે. સ્વાયત્તતાનો પણ નાશ થાય છે. ૮. પ્રવર્તિતવ્ય વાનાવી શક્તિ મુજબ જ્ઞાનદાન, પાત્રદાન, ઉચિતદાન, અનુકંપા, જીવદયા વગેરેમાં પ્રવૃત થવું. આદિથી શીલ, સદાચાર, તપ અને ઉત્તમ ભાવનાઓમાં પ્રવૃત થવું. ९. कर्तव्योदारपूजा भगवतां પરમાત્માની ઉત્તમદ્રવ્યોથી શક્તિ મુજબ પૂજા કરવી. આનાથી પ્રભુ પ્રત્યે પ્રીતિ-બહુમાન વધે છે. શ્રેષ્ઠ પુણ્યનો સંચય થાય છે. १०. निरूपणीयः साधुविशेषः સાધવિશેષની-ઉત્તમ ત્યાગી, સંયમી ગુરૂની શોધ કરવી અને પ્રાપ્ત ગુરૂને જીવનના માર્ગદર્શક બનાવવા. આનાથી બે મોટા લાભ થાય છે. અહત્વ ઓગળી જાય છે .. જીવનભર સુધી ઉત્તમ માર્ગદર્શક મળે છે. આનાથી ચિત્ત પ્રસન્ન અને ટેન્સન રહિત રહે છે. . ११. श्रोतव्यं विधिना धर्मशास्त्रं વિધિપૂર્વક ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરવું. ઉત્તમકોટિના Page #242 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની કમનીય કેડી ધર્મશાસ્ત્રોનું શ્રવણ કરાવવુ એ જ ઉત્તમ મુનિઓનું કર્તવ્ય છે. ગૃહસ્થોએ પણ ગુરુ પાસેથી ઉત્તમ શાસ્ત્રોનું શ્રવણ કરવું જેથી વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થાય, ધર્મના પરિણામો વિશેષ પ્રકારે જાગતા રહે. १२. भावनीयं महायत्नेन ૨૨૫ શાસ્ત્રોના શ્રવણમાત્રથી વિશેષ લાભ ન થાય. જિનવચન, શાસ્ત્રવચનો અતિશય ગંભીર હોય છે. અનેક અર્થસભર હોય છે. શાસ્ત્રવાક્યોના ચિંતનમનન ખુબ કરતા રહેવાના, શાસ્ત્રવચનોથી આત્માને ભાવિત કરવા પ્રયત્ન કરતા રહેવાનો, શાસ્ત્રવચન આત્મામાં પરિણત થાય અને તે મુજબ આપણી પરિણતિનું ઘડતર થાય. १३. प्रवर्तितव्यं विधानतः શાસ્ત્રમાં કહેલ વાતોને આચરણમાં મુકવી. શાસ્ત્રશ્રવણ અને ભાવન થયા પછી પણ શક્ય પાલન ન આવે તો ભાવિતપણું કે પરિણતિ બહુ ટકતી નથી. શાસ્ત્રશ્રવણનો સાર દુષ્કૃતોનો શક્ય ત્યાગ અને સુકૃતોનું શક્ય આચરણ છે. આનાથી જ જીવનનું ઉત્થાન થાય છે. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ જય વીયરાય १४. अवलम्बनीयं धैर्यं . કર્મના ઉદયે કોઈ પણ આપત્તિ વગેરે આવે તો ધૈર્યનું આલંબન લેવું. ધૈર્ય ગુમાવવું નહિ. વિહ્વળ થવું નહીં. શાંત અને સ્વસ્થચિત્તે આપત્તિ નિવારણનો ઉપાય વિચારવો. १५. पर्यालोचनीया आयतिः ભવિષ્યનો વિચાર કરવો. આલોક અને પરલોક ઉભય દૃષ્ટિએ પણ ભવિષ્ય વિચારવું. લૌકિક જીવન પણ એવું ન જીવવું કે જેથી ભવિષ્ય બગડે. એ જ રીતે પરલોક પણ બગડે નહિં, એની તકેદારી રાખવી. કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ કરતા તેના ભવિષ્યના ફળ વિચારી લેવા. જેથી ભાવિ નુકશાનમય બને તેવી પ્રવૃત્તિથી બચી જવાય. १६. अवलोकनीयः मृत्युः જન્મેલા સર્વેનું આ જગતમાં આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુ થાય છે. મૃત્યુ વખતે આ જગતમાં મેળવેલુ ધન, ધાન્ય, સુવર્ણ, રજત, રત્નો, મકાનો, કુટુંબ, પરિવાર બધાને છોડીને જવાનું છે. અહિં જીંદગી સુધી ભેગુ કરેલું કશું સાથે આવવાનું નથી, કશું કામ લાગવાનું નથી. કૃષ્ણ મહારાજાએ હજાર વર્ષ Page #244 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની કમનીય કેડી ૨૨૭ સુધી અનેક યુદ્ધો વગેરે ખેલી સંપત્તિ પ્રાપ્ત કરી, સુવર્ણની દ્વારિકા નિર્માણ કરી, અંતિમકાળે આખી દ્વારિકા પણ ખલાસ થઈ અને છેલ્લે જંગલમાં પોતાના જ ભાઈ જરાકુમારના હાથે બાણથી હણાયા અને નરકમાં પહોંચી ગયા. આપણે પણ વિચારવું કે, મૃત્યુ ઝડપથી સામે આવી રહયું છે. મૃત્યુ પછી પુણ્ય-પાપ જ સાથે આવવાના છે. બાકી બધું અહિં જ રહી જવાનું છે, તો પછી શા માટે ખોટા મમત્વ કરી મારે ગતિ બગાડવી કે સંસાર વધારવો. મૃત્યુ નજર સામે રાખી અપ્રમાદપણે આરાધના કરતા રહેવું. સ્વ. પૂ. આ. યશોદેવસૂરિ મ. (પૂ. આ. શ્રી પ્રેમસૂરિ મ. ના પટ્ટધર) છેલ્લે વૃદ્ધાવસ્થામાં રાત્રે જાગીને કાઉસ્સગ્ન વગેરે કરતા. તે વખતે તેમના પટ્ટધર પૂ. ગિલોયનસૂરિ મ. વિનંતિ કરી કે, 'ગુરૂદેવ ! શરીરને આરામ આપો ને ? ત્યારે પૂ. યશોદેવસૂરિ મ. એ બહુ થોડા જ શબ્દોમાં કહ્યું - "જો સામે દિવાલમાં મને વંચાય છે કે - 'મારું મૃત્યુ નજીકમાં છે.... હવે મારે પ્રમાદ કેવી રીતે પોષાય ?" આપણે પણ મૃત્યુને નજર સમક્ષ રાખી ધર્મ આરાધના વેગવંતી બનાવવી જોઈએ. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જય વીયરાય १७. भवितव्यं परलोकप्रधानेन જીવનની બધી ચર્યા પરલોકની પ્રધાનતા રાખીને કરવી. એટલે અર્થવ્યવસ્થા, કામસુખો વગેરેમાં નજર સામે પરલોક રાખી પ્રવૃત્તિ કરવી. અહિં કંઈ પણ અન્યાય, અનીતિ, અસદાચાર આચરશું તો પરલોકમાં અશુભ ફળ ભોગવવું પડશે. એવા પરલોકના ભયથી પણ પાપોથી અટકી જવાય છે અને પુણ્ય વધે તેવી પ્રવૃત્તિ થાય છે. માટે સતત પરલોક નજર સામે રાખી પ્રવર્તવું. ૧૮. વિતવ્યો ગુરુનઃ વડિલોની સેવા કરવી. માતા-પિતાદિ વડિલો, વિદ્યાગુરૂ અને ધર્મગુરુની સેવાભક્તિ ખૂબ કરવી. વડિલોની સેવા કરનાર વડિલોના શુભ આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ખૂબ સુખ-શાંતિ-સંપત્તિ વગેરે પ્રાપ્ત કરે છે. માતા-પિતાની ખૂબ સેવા કરનાર કંઈક પુણ્યશાળી જીવો ખુબ આગળ વધી રહ્યા છે. ભવિષ્યમાં ચારિત્ર વગેરે પણ મળે છે, ઉતમગુરુનો યોગ પણ મળે છે અને ઉત્તમગુરુઓની સેવા પણ ખુબ સારી કરી શકે છે. યાવત્ પોતાની મુક્તિને નિકટ કરી શકે છે. પ્રતિપક્ષમાં માતા-વડિલોની સેવા ઉપાસના નહીં કરનારના Page #246 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની કમનીય કેડી ૨૨૯ જીવન અત્યંત વ્યથાઓથી ભરપૂર બને છે. તેઓ ચારિત્ર લઈને સદ્ગુરુની સેવા પણ શી રીતે કરી શકવાના ? માટે ગૃહસ્થ જીવનમાં પણ વડિલોની સેવા ખૂબ કરી જીવન સફળ કરવું. १९. कर्तव्यं योगपट्टदर्शनं યોગપટ્ટ એટલે મંગાક્ષરાદિથી સહિત ઈષ્ટદેવતા વગેરેના ચિત્રમય પટના દર્શન કરવા. આનાથી શ્રદ્ધાબળ અને એકાગ્રતાનો અભ્યાસ મળે છે. ધ્યાનયોગમાં આગળ વધાય છે. મન પવિત્ર અને સ્થિર થાય છે. ૨૦. રથા નીયં તદ્રુપમ યોગપટના દર્શન વારંવાર કર્યા પછી અભ્યાસથી તેના અભાવમાં પણ મનમાં તેનું સ્થાપન કરી ધ્યાન કરી શકાય છે. જિનપ્રતિમાદિના દર્શન પણ આ જ રીતે કરી તેનું ધ્યાન કરી શકાય છે. આનાથી પણ મનની વિશિષ્ટ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. २१. निरूपयितव्या धारणा યોગપટને હૃદયમાં સ્થાપન કર્યા પછી તેની ધારણા કરતા રહેવું. આખા યોગપટને હૃદયમાં સ્થાયી વારંવાર ચિંતન કરવું. આનાથી શુભ સંસ્કાર ગાઢ બને છે. ૧૬ Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ જય વીયરાય २२. परिहर्त्तव्यो विक्षेपः શુભ પ્રણિધાનમાં વિક્ષેપો વારંવાર આવે છે. યોગપટના દર્શન, હૃદયમાં સ્થાપન અને ધારણા પ્રવૃત્તિ ચાલતી હોય, ત્યારે વચ્ચે અનેક વિક્ષેપો આવે છે. આ વિક્ષેપોથી ધ્યાન, ધારણા બહોળાઈ જાય છે. આપણને અનુભવ છે - શુભ કાર્યો કે ચિંતનમાં ઘણા આડા-અવડા વિકલ્પો આવી જાય છે અને આપણી ઉત્તમ સાધનાને ડહોળી નાંખે છે. માટે આ બધા વિક્ષેપોને પણ દૂર કરવા. २३. यतितव्यं योगसिद्धौ યોગ સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરવો. કોઈ પણ સાધના પ્રારંભ કર્યા પછી બિલકુલ પ્રમાદ વગર એને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ. સામાન્યથી 'યોગ'શબ્દનો અર્થ મોક્ષની સાથે જોડી આપે તેવી મન, વચન, કાયાની પ્રવૃત્તિ છે. પરંતુ, વિવિધ અવસ્થામાં વિવિધ પ્રકારની સાધનાઓ હોય છે. આ બધી સાધનાઓને સિદ્ધ કરવા પ્રયત્ન કરવો જોઈએ. પાઠાંતરમાં 'યોગશુદ્ધો પાઠ છે એનો અર્થ સ્પષ્ટ છે. મન, વચન અને કાયાના યોગો જે રાગાદિથી અશુદ્ધ બન્યા છે તેને વધુને વધુ શુદ્ધ કરવા પ્રયત્ન કરવો. Page #248 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની કમનીય કેડી ૨૩૧ २४. कारयितव्या भगवत्प्रतिमा પ્રભુનો અનંત ઉપકાર આપણા પર છે. પ્રભુ પ્રતિમા ભરાવવાથી ભવિષ્યમાં બોધિ સુલભ થાય છે. આપણે એને ભૂલી ન શકીએ, કૃતજ્ઞતાનું પાલન થાય છે. જૈન શ્રેષ્ઠિના અજૈન મિત્રે શ્રેષ્ઠિના ઉપરોધથી પ્રતિમા ભરાવી. કાળાંતરે અનેક ભવ પછી મૃત્યુ પામી ઘોડાના ભવને પામ્યો. અશ્વમેઘ યજ્ઞમાં રાજા એને હોમી દેવાના હતા. પૂર્વનું પ્રતિમા ભરાવવાનું પુણ્ય ઉદયમાં આવ્યું અને સાક્ષાત્ મુનિસુવ્રતસ્વામી અશ્વને પ્રતિબોધ કરવા રાત્રિમાં ૬૦ યોજન વિહાર કરી પધાર્યા. અશ્વને પ્રતિબોધ કર્યો. તે સમકિત પામી, અનશન કરી, સ્વર્ગે ગયો. જિનપ્રતિમા ભરાવવાનો મહાલાભ છે. સમ્યક્ત્વ, ચારિત્ર, શ્રેષ્ઠ પુણ્યાનુબંધિ પુણ્ય વગેરે પ્રાપ્ત થાય છે. પરંપરાએ મુક્તિની પ્રાપ્તિ થાય છે. २५. लेखनीयं भुवनेश्वरवचनं પરમાત્માના વચનો (શાસ્ત્રો) લખાવવા, દુઃષમકાળમાં જીવોને જિનપ્રતિમા અને જિનાગમનો આધાર છે. "દુષમ કાળે ઇણ ભરતે, બહુ મતભેદ કરાલ રે, જિન, કેવલી, પૂરવધર વિરહે ફણિસમ પંચમકાળ રે... Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જય વીયરાય તેહનું ઝેર નિવારણ મણિસમ, તુજ આગમ તુજ બિંબ જી, નિશી દીપક, પ્રવહણ જિમ દરિયે, મરુમાં સુરતરુ લુંબજી..." વર્તમાનકાળમાં આ ભરતક્ષેત્રમાં મતભેદો ઘણાં છે. વળી તીર્થંકર ભગવંત, કેવલજ્ઞાની, પૂર્વઘર મહાત્માઓનો પણ વિરહ છે. એટલે આ કાળ ફણિ (સર્પ) જેવો થઈ ગયો છે. પણ આ ફણિના ઝેરનું નિવારણ કરવા માટે મણિ સમાન બે મહાન વસ્તુઓ જિનશાસનમાં મળી છે. ૧. જિનાગમ ૨. જિનપ્રતિમા. પૂર્વે મુનિઓ જિનાગમ કંઠસ્થ રાખતા, પરંપરા આગળ વધતી, પણ સ્મૃતિ ઘટવાથી તેને પુસ્તકારૂઢ કરવાનું થયું. હવે આ મહાપુરૂષોના વચનોની પરંપરા લેખન વગેરેથી આગળ વધે છે. જો આમાં ધ્યાન ન અપાય તો મહાપુરૂષોના અનેક કિંમતી શાસ્ત્રો વિચ્છેદ પામી જાય. ભૂતકાળમાં પૂર્વજોએ લાખો શાસ્ત્રો લખાવેલા પણ કાળદોષે અને આપણી ઉપેક્ષાના કારણે લાખો શાસ્ત્રોના નાશ થઈ ગયા. આપણે શાસ્ત્રસંપત્તિમાં દરિદ્ર બન્યા. પરદેશીઓના હાથમાં ગયેલ શાસ્ત્રોના આડા-અવળા અર્થ પણ ક્યાંક થવા લાગ્યા. આપણે આ બાબતમાં ખૂબ જાગૃત થવું પડશે. ખૂબ શાસ્ત્રોના સર્જન, લેખન, પ્રકાશન વગેરેથી આપણાં Page #250 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની કમનીય કેડી ૨૩૩ શાઅવારસાને પુનઃ સમૃદ્ધ કરવો પડશે. ગૃહસ્થોએ ઓછામાં ઓછા એક તથા શક્તિ મુજબ અનેક શાસ્ત્રોનું લેખન-પ્રકાશન વગેરેમાં લાભ લઈ શ્રતને સમૃદ્ધ કરવા પ્રયત્ન કરવો પડશે. મહાત્માઓએ પણ આના પર વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરવું પડશે. ર૬. વર્તવ્યો મનન પ્રભુના નામનો મંગલ જાપ કરવો. નવકારમંત્રાદિનો પણ જાપ કરવો. જાપ એક સુંદર યોગ છે. એકને એક પદનું પ્રણિધાનપૂર્વક વારંવાર પરાવર્તન થવાથી તેના સંસ્કાર દઢ થાય છે. ખુબ જાપ થયા પછી ક્યારેક તો વગર ઉપયોગે તેનો મનમાં અજપાજાપ ચાલુ રહે છે. વળી મંત્રોના અક્ષરોના પરાવર્તનથી એક જાતની ઉર્જા ઉત્પન્ન થાય છે જેના પ્રભાવથી વિઘ્નોનો નાશ થાય છે અને ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. જાપની સાધના મંગળમય છે. આમાં શક્ય તેટલુ અવશ્ય પ્રવૃત્ત થવું. २७. प्रतिपत्तव्यं चतुःशरणं ૨૮. રિંતવ્યનિ ટુકૃતાનિ २९. अनुमोदनीयं कुशलं પંયસૂત્રમાં આ ત્રણ દ્વારા ભવ્યત્વનો પરિપાક Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ જય વીયરાય થાય તેમ જણાવેલ છે. ભવ્યત્વ એટલે આપણા આત્માની મુક્તિમાં જવાની યોગ્યતા... આ યોગ્યતાનો જેમ-જેમ પરિપાક થાય તેમ તેમ પાપકર્મોનો વિગમ થાય અને તેનાથી વધુને વધુ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય. પરિણામે દુઃખમય સંસારનો ઉચ્છેદ થાય. જન્મજરા-મરણના ચક્રમાંથી છુટકારો થાય. અનંત શાશ્વત સુખની પ્રાપ્તિ થાય. માટે શાસ્ત્રકારે હંમેશ ત્રણ વખત આ કરવાનું કહ્યું છે. વળી સંક્લેશ હોય તો વારંવાર આ કરવાનું કહ્યું છે. ચાર શરણમાં "અરિહંત-સિદ્ધ-સાધુ અને જિનધર્મ"નું શરણું લેવાનું છે. અરિહંતો પુણ્યથી સમૃદ્ધ છે. સિદ્ધો સર્વકર્મમુક્ત સ્વરૂપાનંદથી સમૃદ્ધ છે. મુનિઓ ઉત્તમ આચાર-વિચારોથી, સમતાદિ શુભભાવોથી સમૃદ્ધ છે. જિનધર્મ સ્વરૂપથી અત્યંત શુદ્ધ છે, શ્રેષ્ઠ છે, સકલ કર્મોનો નાશક છે. માટે આ ચારે મહાન તત્ત્વોના શરણથી આપણને પણ પુણ્યની વૃદ્ધિ, પાપની હાનિ, સુંદર આયારવિચારો અને નિર્મળ-શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થાય છે. ચાર શરણ ખૂબ જ મહત્ત્વના છે. સર્વ ભયોથી Page #252 -------------------------------------------------------------------------- ________________ કર્તવ્યની કમનીય કેડી ૨૩૫ આપણને મુક્ત કરનારા છે. આ ચાર શરણ સ્વીકારીને આપણે નિશ્ચિત થઈ શકીએ છીએ. જેમ કોઈ નિર્બળ રાજા કે દેશ પોતાનાથી બળવાન શત્રુઓના ભય વખતે શત્રુ કરતા પણ વધુ બળવાળા અન્ય રાજા કે દેશના શરણે જાય તો તેને કોઈ ભય રહેતો નથી, એ જ રીતે ભવજંગલમાં સર્વ શ્રેષ્ઠ, બળવાન એવા આ ચારને શરણે ગયા પછી આપણને પણ કર્મરૂપી શત્રુઓ કે દોષરૂપી અંતરંગ શત્રુઓનો ભય રહેતો નથી. પણ વાસ્તવિકતા એ છે કે સાચા હૃદયથી શરણ સ્વીકારવું આવશ્યક છે. શરણના સ્વીકાર સાથે ગયા ભવોના કે આ ભવમાં પણ થયેલ દુષ્કતોની આત્મ સાક્ષીએ નિંદા અને ગુરુ સાક્ષીએ ગહ કરવી અત્યંત આવશ્યક છે. પૂર્વે અજ્ઞાનપણામાં, અનાદિકાળના કુસંસ્કારોના અભ્યાસના કારણે અનેક દુકૃતો આપણે કર્યા છે. તેનાથી અશુભ કર્મ પણ બાંધ્યા છે. વળી ક્યારેક તીવ્ર સંક્લેશથી તીવ્ર અશુભ અનુબંધ પણ બંધાયા છે. અનુબંધના કારણે દુષ્કતોની પરંપરા ચાલે છે. આમાંથી છૂટવાનો ઉપાય એક જ છે-'દુષ્કૃત ગહ'... Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જય વીયરાય અરિહંત પરમાત્માદિ પાંચે પરમેષ્ઠિની આશાતના, અવગણના, માતા-પિતાદિ વડિલો પ્રત્યે પણ અસદ્ભાવ, અનિષ્ટ વર્તન વગેરે અનેક પ્રકારના દુકૃતોનો સમુદાય આપણે કર્યો છે. આ બધાની તીવ્ર સંવેગપૂર્વક, તીવ્ર પશ્ચાત્તાપ પૂર્વક નિંદા થતાં આ બધા દોષોના અનુબંધ તૂટે છે. એના દ્વારા બંધાયેલા કર્મોનો સંપૂર્ણ નાશ થાય છે અથવા રસ ઘટે છે. વળી જેમ દુષ્કતો હેય છે તેમ સુકૃતો ઉપાદેય છે. સ્વજીવનમાં થયેલ સુકૃતોની અને અન્ય પણ વિશ્વમાં થયેલ, થતા, થનારા સુકૃતોની પણ અત્યંત ભાવપૂર્વક અનુમોદના એ કર્તવ્ય છે. આનાથી આપણા પુણ્યના અનુબંધવાળુ એટલે પુણ્યાનુબંધિ પુણ્ય પુષ્ટ થાય છે. તેનાથી ભરપૂર શુભાનુષ્ઠાનોની પ્રાપ્તિ થાય છે જે અલ્પસમયમાં નિર્વાણપદે પહોંચાડે છે. - આ ત્રણે વસ્તુઓ પ્રણિધાનપૂર્વક વારંવાર કરવાથી આપણું તથાભવ્યત્વ પરિપાક થયે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ દ્વારા શીઘ મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે આ ત્રણ અવશ્ય હંમેશ કરવા. ३०. पूजनीया मन्त्रदेवता મંત્રોનો જાપ વગેરે કરવાની સાથે મંત્રના Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ કર્તવ્યની કમનીય કેડી અધિષ્ઠાયકોને પણ યાદ કરી તેમનું પૂજન કરવુ જોઈએ જેથી મંત્રના ફળની શીધ્ર પ્રાપ્તિ થાય છે. ३१. श्रोतव्यानि सच्चेष्टितानि ઉત્તમ પુરૂષોના શ્રેષ્ઠ આચરણોવાળા દૃષ્ટાંતો સાંભળતા રહેવા. શાલિભદ્ર, મેઘકુમાર, વિજય શેઠ-વિજયા શેઠાણી, પૃથ્વીચંદ્ર-ગુણસાગર, પન્ના અણગાર, સનસ્કુમાર ચક્રવર્તી, ભગવાન મહાવીર પરમાત્મા, શાંતિનાથ ભગવાન આદિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, તથા તીર્થકરો, ચક્વર્તીઓ વગેરેના ઉત્તમ ચરિત્રો સાંભળવા. તેમણે કરેલા તપ, ત્યાગ, સંયમ, બ્રહ્મચર્યપાલન, દાન વગેરેના દૃષ્ટાતો સાંભળવાથી આત્મામાં વીર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ થાય છે. આપણને પણ તેમના જેવા કાર્યો કરવાનું મન થાય છે. વૈરાગ્યની વૃદ્ધિ થાય છે. ઉત્તમ આરાધનામાં પરાક્રમોની વૃદ્ધિ થાય છે. પૂ. ગુરુદેવશ્રી ભાનવિજયજી મ. સા. મુંબઈમાં સં. ૨૦૦૫-૨૦૦૭, ૨૦૦૮ વગેરે ચાતુર્માસમાં વ્યાખ્યાનમાં ઉત્તમ પુરૂષોના પરાક્રમનુ જ વારંવાર ખૂબ વર્ણન કરતા, જે સાંભળવા દ્વારા અનેક આત્માઓ વૈરાગી બન્યા અને સંયમના સાધક બન્યા. માટે ઉત્તમપુરૂષોની ઉત્તમ સાધનાના પ્રસંગોને અવશ્ય સાંભળવા. Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ જય વીયરાય ३२. भावनीयमौदार्य ઉદારતા એ સૌથી મહત્ત્વનો ગુણ છે. એક માત્ર ઘનત્યાગ પૂરતી ઉદારતાની વાત નથી પણ સર્વત્ર, સર્વ પ્રસંગોમાં ઉદારતા આવશ્યક છે. બીજાની સાથેના વ્યવહારમાં ઉદારતાથી સામાનો પ્રેમ જીતી શકાય છે. બીજાનું આપણાં પ્રત્યે પ્રતિકૂળ વર્તન હોય તો તેને ભૂલીને પ્રસંગે આપણે તેના પ્રત્યે અનુકૂળ વર્તન કરવું. બદલો લેવાની જરા પણ ઈચ્છા ન કરવી, આ બધી ઉદારતા છે. ઉદારતાથી નિઃસ્વાર્થીપણું, પરાર્થવૃત્તિ, તત્તાનુસારિતા વગેરે પ્રાપ્ત થાય છે. પ્રસંગે આપણા સ્વાર્થને, આપણી મોટાઈને ગૌણ કરીને સામાને માન આપવું તે પણ ઉદારતા છે. આશ્રિતોના અવિનયાદિને પણ ભૂલી જઈ તેમના હિત માટે પ્રવૃત્તિ કરવી એ પણ ઉદારતા છે. અનેક પ્રકારની ઉદારતા જીવનમાં આચરવાની અને તેનાથી હૃદયને ભાવિત કરવાનું. ३३. वर्तितव्यमुत्तमज्ञातेन આપણી સામે ઉત્તમપુરૂષોના અને અધમપુરૂષોના બધા જ આલંબનો છે. આપણે તેમાંથી ઉત્તમપુરૂષોના આલંબનને સ્વીકારી તે મુજબ વર્તન કરતા રહેવાનું. Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ કર્તવ્યની કમનીય કેડી આનાથી ઉત્તમતા પ્રાપ્ત થાય, અને ગુણોની સાધના દ્વારા શીઘ નિર્વાણપદની પ્રાપ્તિ થાય છે... આવા ભૂમિકાના ગુણોને ધારણ કરનારની પ્રવૃતિ સમ્યક હોય છે. એટલે આવા જીવો માર્ગાનુસારી અપુનબંધકાદિ હોય છે. કેમકે અપૂનબંધકાદિમાં જ આવા ગુણો હોય છે. અન્યમાં નથી હોતા. અને તેથી આવા અપુનબંધકાદિ જીવોને ચૈત્યવંદન સિદ્ધ થાય છે. સમ્યફ થાય છે. માટે ભૂમિકાના ગુણો અને કર્તવ્યો કરતા જવાના. સાથે પરમાત્મા દેવાધિદેવની ઉત્તમ દ્રવ્યોથી પૂજા વગેરે પણ શ્રાવકોએ કરવાની. પછી અત્યંત ભાવપૂર્વક ચૈત્યવંદન કરવું. ઉત્કૃષ્ટ દેવવંદનમાં આવતા નમુત્થણં, અરિહંત ચેઈઆણં, લોગસ્સ, પુષ્પરવરદી, સિદ્ધાણં બુદ્ધાણં વગેરે સૂત્રો દ્વારા પરમાત્માના ગુણો યાદ કરાય છે અને અત્યંત ભાવપૂર્વક વંદના થાય છે. વંદનામાં અંતે "જયવીયરાય" સૂત્રમાં પ્રભુને અત્યંત સંવેગ ગર્ભિત પ્રાર્થના કરાય છે, તેમાં છ + બે + એક + ચાર (આમ ચાર વિભાગમાં થઈ) કુલ તેર વસ્તુની યાચના કરાય છે. અહિં જયવીયરાય સૂત્રનું વિશેષ વિવેચન કરાયું Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ જય વીયરાય છે, અર્થની સમજણ આપી છે. પણ નમુન્થુણં વગેરે ચૈત્યવંદનના બધા જ સૂત્રોના વિશિષ્ટ અર્થો સમજવાથી ભાવની વૃદ્ધિ થાય છે. લલિતવિસ્તરામાં હરિભદ્રસૂરિ મ. જણાવે છે "शुष्केक्षुचर्वणप्रायमविज्ञातार्थमध्ययनम् । रसतुल्यो ह्यत्रार्थः । स खलु प्रीणयत्यन्तरात्मानम् । ततः संवेगादिसिद्धेः, अन्यथा त्वदर्शनात् । तदर्थं चैष प्रयासः ।" - અર્થના જ્ઞાન વિનાનું સૂત્ર સુકી શેરડી ચાવવા જેવું છે. કેમકે અહિં અર્થ રસસમાન છે. અને તે આત્માને અત્યંત આનંદ આપે છે, તેનાથી (અર્થથી) સંવેગાદિ સિદ્ધ થાય છે, તેના વિના સંવેગાદિ ભાવોની સિદ્ધિ દેખાતી નથી. ચૈત્યવંદન વગેરેના સૂત્રો ચિંતામણી રત્ન સમાન છે. પરંતુ ચિંતામણી રત્ન પણ એના વિશિષ્ટગુણ સારી રીતે જાણે અને એના પર શ્રદ્ધા બહુમાનાદિ અતિશયભાવ પૂર્વક તથા અવિધિ રહિત એને સેવે તેને જ લાભ કરે છે. ભીલ જેવો અબુઝ မှဲ့ ચિંતામણિ હાથમાં છતા એની વિશેષતા જાણતો નથી અને બીજા કાચના ટુકડા સમાન એને લેખે છે એને Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૧ કર્તવ્યની કમનીય કેડી એનો લાભ ક્યાંથી થાય ? એ જ પ્રમાણે સૂત્રો પણ એના અર્થનો સારી રીતે બોઘ હોય, તેથી એના પર અતિશય શ્રદ્ધા-બહુમાનાદિ જાગી, અવિધિરહિત ચૈત્યવંદનાનુષ્ઠાન રૂપે એની ઉપાસના કરતો હોય, એને જ મહાકલ્યાણ સાધી આપે છે, અર્થની ઉપેક્ષા કરનારને નહિ. અહિં "જયવીયરાય" સૂત્રનું વિવેચન પૂર્ણ થાય છે. પ્રભુભક્તિમાં, ચૈત્યવંદનમાં, તથા જયવીયરાય સૂત્રમાં કરાતી પ્રાર્થનાઓમાં ખૂબ સુંદર ભાવવૃદ્ધિ થાય તે માટે યત્કિંચિત્ પ્રયત્ન કરેલ છે. - પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીહરિભદ્રસૂરિ મ. વિરચિત લલિતવિસ્તરા, પૂજ્યપાદ આ. શાંતિસૂરિ મ. વિરચિત ‘ચેઈયવંદણ મહાભાસ, પૂજ્યપાદ દેવેન્દ્રસૂરિ મ. સા. વિરચિત ચૈત્યવંદનભાષ્ય (સંઘાચાર સટીક), તથા પૂજ્યપાદ પ્રગુરુદેવ ન્યાયવિશારદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ. વિરચિત લલિતવિસ્તરા પરના "પરમતેજ" નામના વિવેચન વગેરે ગ્રંથોના આધારે આ "જયવીયરાય" સૂત્રના આ વિવેચનનું નિર્માણ કર્યું છે. એ પૂજ્યો પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રગટ Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ જય વીયરાય કરુ છું, તેઓશ્રીના અપાર ઉપકારને સ્મૃતિપથમાં લાવું છું. સહુ કોઈ આના વાંચન, મનન, નિદિધ્યાસન વગેરે દ્વારા પ્રભુ ભક્તિના ભાવોની ખૂબ જ વૃદ્ધિ કરે એજ શુભેચ્છા, આમાં કંઈ પણ શાસ્ત્ર વિરુદ્ધ આવેલ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્ દેવાની સાથે સજ્જનોને તેની શુદ્ધિ સૂચવવા આગ્રહ ભરી વિનંતિ છે. जो जाणइ अरिहंतं दव्वगुणपज्जवंतेहिं ।। सो जाणइ अप्पाणं, मोहो खलु जादि तस्स लयं ।। દ્રવ્ય ગુણ પર્યાયથી જે અરિહંત પરમાત્માને જાણે છે, તે આત્માને (પોતાને) જાણે છે, તેનો મોહ નાશ પામે છે. Page #260 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट -.१ : सूत्र -- 15। .२४3 પરિશિષ્ટ - ૧ सूत्र - टी जय वीयराय ! जगगुरु ! होउ ममं तुह पभावओ भयवं । भवनिव्वेओ मग्गाणुसारिआ इट्ठफलसिद्धि ||१|| लोगविरुद्धच्चाओ गुरुजणपूआ परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखण्डा ।।२।। टीकाः- जय वीतराग! जगद्गुरो! इति भगवतस्त्रिलोकनाथस्य बुद्ध्यां सन्निधानार्थमामन्त्रणम्, भवतु जायतां ममेत्यात्मनिर्देशः, तव प्रभावतः तव सामर्थ्येन, भगवन्निति पुनः सम्बोधनं भक्त्यतिशयख्यापनार्थम् । किं तदित्याहभवनिर्वेदः संसारनिर्वेदः । न हि भवादनिर्विण्णो मोक्षाय यतते, अनिर्विण्णस्य तत्प्रतिबन्धान्मोक्षे यत्नोऽयत्न एव, निर्जीवक्रियातुल्यत्वात् । तथा मार्गानुसारिता असद्ग्रहविजयेन तत्त्वानुसारिता, तथा इष्टफलसिद्धिरभिमतार्थनिष्पत्तिः ऐहलौकिकी, ययोपगृहीतस्य चित्तस्वास्थ्यं भवति तस्माच्चोपादेयप्रवृत्तिः । तथा लोकविरुद्धत्यागः सर्वजननिन्दादिलोक विरुद्धानुष्ठानवर्जनम् । यदाह . सव्वस्स चेव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । उज्जुधम्मकरणहसणं रीढा जणपूयणिज्जाणं ।।१।। Page #261 -------------------------------------------------------------------------- ________________ २४४ જય વીયરાય बहुजनविरुद्धसंगो देसादाचारस्सलंघणं चेव । उव्वणभोओ अ तहा दाणाइवियडऽमन्ने उ ।।२।। साहुवसणम्मि तोसो सइ सामत्थम्मि अपडियारो अ । एमाइयाइं इत्थं लोगविरुद्धाइं णेयाई ||३|| गुरुजनस्य पूजा उचितप्रतिपत्तिर्गुरुपूजा, गुरुवरश्च यद्यपि धर्माचार्य्या एवोच्यन्ते तथापीह मातापित्रादयोऽपि गृह्यन्ते । यदुक्तम् - माता पिता कलाचाय्य, एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मतः ।।१।। परार्थकरणं सत्त्वार्थकरणं जीवलोकसारं पौरुषचिह्नमेतत् । सत्येतावति लौकिके सौन्दर्ये लोकोत्तरधर्माधिकारी भवतीत्याहशुभगुरुयोगो विशिष्टचारित्रयुक्ताचार्यसम्बन्धः, तथा तद्वचनसेवा सद्गुरुवचनसेवना, न जातुचिदयमहितमुपदिशति, आभवमासंसारमखण्डा सम्पूर्णा । इदं च प्रणिधानं न निदानरूपम्, प्रायेण निस्सङ्गाभिलाषरूपत्वात् । एतच्चाप्रमत्तसंयतादर्वाक् कर्तव्यम्, अप्रमत्तादीनां मोक्षेऽप्यनभिलाषात् । तदेवंविधशुभफलप्रणिधानपर्यन्तं चैत्यवन्दनम् ।।-।। Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ પરિશિષ્ટ - ૧ : સૂત્ર - ટીકા અનુવાદ ગાથા - હે વીતરાગ ! હે જગ_રુ ! તમે જય પામો, તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ - ૧. ભવનિર્વેદ ૨. માર્ગાનુસારિતા ૩. ઈષ્ટફલસિદ્ધિ ૪. લોકવિરૂદ્ધનો ત્યાગ. ૫. ગુરૂજનપૂજા . પરાર્થકરણ ૭. શુભગુરુનો યોગ ૮. તેમના વચનનું સેવન ભવના અંત સુધી અખંડ. (પ્રાપ્ત થાવ.) ટીકાર્ય - "જય વીતરાગ, ગગુરુ" - આ ત્રણલોકના નાથ ભગવંતને બુદ્ધિમાં સંનિદાન માટે આમંત્રણ છે... મને મારા આત્માને તમારા પ્રભાવથી એટલે તમારા સામર્થ્યથી...'ભગવંત પ્રાપ્ત થાવ (નીચેની વસ્તુઓ). અહિં (પૂર્વે વીતરાગ અને જગદ્ગુરૂ તરીકે સંબોધન કર્યા પછી) ફરીથી "ભગવંત" એ ભક્તિનો અતિશય પ્રગટ કરવા માટે કર્યું છે... શું પ્રાપ્ત થાય ? 'ભવનિર્વેદ' - સંસાર પર નિર્વેદ (કંટાળો). ભવથી વૈરાગ્ય થયા વગર મોક્ષ માટે પ્રયત્ન થતો નથી. સંસારથી નિર્વેદ વગરનાને તેના (સંસાર) પર પ્રતિબંધ હોવાથી મોક્ષ માટે કરાતો યત્ન નિર્જીવ ક્રિયા તુલ્ય હોવાના કારણે અયત્ન જ છે નિષ્ફળ છે. તથા, ૧૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જય વીયરાય 'માર્ગાનુસારિતા' એટલે અસગ્રહ (કદાગ્રહ) પરના વિજયના કારણે તત્ત્વાનુસારિતા. તથા, 'ઇષ્ટફલસિદ્ધિ' એટલે આલોકની ઇચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ. જેની પ્રાપ્તિથી ચિત્તની સ્વસ્થતા થાય અને તેથી ઉપાદેય (પ્રભુભક્તિ)માં પ્રવૃત્તિ થાય. તથા, 'લોકવિરૂદ્ધત્યાગ'-સર્વજનનિન્દાદિ લોકવિરૂદ્ધ અનુષ્ઠાનોનું વર્જન. કહ્યું છે કે - સર્વની નિંદા, વિશેષ કરીને ગુણ સમૃદ્ધ જનોની નિંદા, સરળભાવે ધર્મ કરનારની મશ્કરી, જન પૂજનીય જનોની હેલના, બહુજન વિરૂદ્ધ સંગ, દેશાચારોનું લંઘન, ઉદ્ભટ ભોગો, દાનાદિ સત્કાર્યોને પ્રગટ કરવા, સજ્જન પુરુષોની આપત્તિમાં આનંદ, છતી શક્તિએ તેનો અપ્રતિકાર... આ બધા અહિં લોકવિરૂદ્ધ જાણવા. ગુરુજનોની પૂજા = ઉચિત પ્રતિપત્તિ. ગુરૂઓ તરીકે જો કે ધર્માચાર્ય ગણાય છે, પણ અહિં માતાપિતાદિ પણ ગ્રહણ કરાય છે કેમકે કહ્યું છે કે માતા-પિતા, કલાચાર્ય, જ્ઞાતિજનો, વૃદ્ધો, તથા ધર્મદેશના આપનારાઓને સજ્જનોએ ગુરુવર્ગ તરીકે માનેલ છે. - 'પરાર્થકરણ' જીવોને માટે કરવુ. સમસ્ત લોકના સારભૂત અને પુરૂષાર્થનું આ લક્ષણ છે. Page #264 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ : સૂત્ર - ટીકા ૨૪૭ આ લૌકિક સૌંદર્ય હોતે છતે લોકોતર ધર્મના અધિકારી થવાય છે માટે હવે કહે છે - 'શુભગુરુનો યોગ એટલે વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય જોડે સંબંધ તથા 'તદ્વયન સેવા એટલે સદ્ગુરૂના વચનની સેવા, ક્યારેય પણ આ લોકો અહિતનો ઉપદેશ આપતા નથી. 'આભવમ્ એટલે આસંસારમ્ સંસારના છેડા સુધી. 'અખંડા એટલે સંપૂર્ણ. આ પ્રણિધાન નિદાન રૂપ નથી કારણ કે પ્રાયઃ નિઃસંગ અભિલાષ રૂપ છે. આ અપ્રમત્તસંયત(૭માં ગુણસ્થાનકે)થી પૂર્વે કરવુ. (અપુનર્બલકથી છટ્ઠા ગુણસ્થાનક સુધી) કેમકે અપ્રમતાદિને (૭ અને તેથી ઉપરના ગુણસ્થાનકવાળાને) મોક્ષની પણ ઈચ્છા હોતી નથી. આમ આવા શુભ ફળના પ્રણિધાન સુધી ચૈત્યવંદન છે.... Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ન્ય વીયરાય ક , , , , , , , પરિશિષ્ટ - ૨ ત્રણ પ્રકારની પ્રભુપૂજા (અહિં થોડા સમય પૂર્વે લખેલ પ્રભુપૂજા - ચૈત્યવંદનના મહત્ત્વને વર્ણવતો લેખ રજુ કરેલ છે.) थयथुइमंगलेणं भंते जीवे किं जणयइ ? थयथुइमंगलेणं नाणदंसणचरित्तबोहिलाभं जणयइ नाणदंसणचरित्तबोहिलाभसंपन्ने य जीवे अंतकिरियं कप्पोविमाणोववत्तियं आराहणे आराहेइ. (ઉત્તરાધ્યયનસૂત્ર-૧૧૨૭) સ્તવ-સ્તુતિરૂપ મંગલથી હે પ્રભુ ! જીવને શું પ્રાપ્ત થાય છે ? સ્તવ-સ્તુતિરૂપ મંગલથી જીવને જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫ બોધિલાભ પ્રાપ્ત થાય છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂ૫ બોધિલાભ પ્રાપ્ત થવાથી જીવને કર્મના અંતને કરનારી મુક્તિની આરાધના થાય છે અથવા વૈમાનિક કલ્પમાં ઉત્પન્ન કરનારી આરાધના થાય છે. | મુક્તિને પામવા રાજમાર્ગ ઉગ્ર સંયમ અને ઘોર તપ છે. મહાત્માઓ અનેકવિધ ઉપસર્ગ પરિષહોને હસતા મુખે સહન કરતા કરતા ભારે કર્મનિર્જરા કરી શીઘ નિર્વાણ પામે છે. પણ જેઓ પાસે આવું સત્ત્વ Page #266 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ : ત્રણ પ્રકાની પ્રભુપૂજા ૨૪૯ નથી એ જીવોએ આવું સત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું? એનો ઉપાય કયો ? અથવા બીજા અર્થમાં આ પ્રશ્ન વિચારીએ તો મુક્તિનો સરળ ઉપાય કયો ? | મુક્તિનો સરળ ઉપાય છે - ભક્તિયોગ... ભક્તિયોગ દ્વારા કર્મના ક્ષયોપશમ પ્રાપ્ત થતા ઉગ્ર સંયમ અને ઘોર તપની તાકાત સહેલાઈથી આવી જાય છે. વર્તમાનકાળમાં જ્યારે ઉગ્ર સંયમ અને ઘોર તપ ખુબ જ દુર્લભ છે ત્યારે ભક્તિયોગનું મહત્ત્વ ખુબ જ વધી જાય છે. વળી બીજી એક હકીકત છે કે - ગમે તેટલા ઉગ્ર સંયમ અને ઘોર તપ હોવા છતાં જેના હૈયામાં દેવ-ગુરુ અને સંઘ પ્રત્યેની ભક્તિ નથી તેના સંયમ-તપ નિરર્થક જાય છે, નિષ્ફળ જાય છે. આમ દેવ-ગુરૂની ભક્તિનું મહત્ત્વ અતિશય વધી જાય છે... ઈતરોમાં ભક્તિયોગમાં લીન બનેલા મીરા, નરસિંહ મહેતા વગેરેના દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે તો જૈનદર્શનમાં પણ ભક્તિયોગને આત્મસાત્ કરનારા આનંદઘનજી, દેવચંદ્રજી, મહોપાધ્યાય યશોવિજયજી મ. વગેરે અનેક પુણ્ય પુરૂષોના નામ પ્રસિદ્ધ છે... ભક્તિયોગ એવો સુંદર યોગ છે કે એમાં લીન Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ જય વીયરાય બનનાર પોતાના અસ્તિત્વને ભૂલી જાય છે અને પરમાત્મામાં પોતાની જાતને સમર્પિત કરી દે છે. જૈન શાસનમાં પરમાત્મા દેવાધિદેવની ભક્તિ માટે પરમાત્માના દર્શન-પૂજન-વંદન-સ્તોત્રપાઠ-સ્તુતિપાઠ વગેરે બતાવેલ છે. શ્રેષ્ઠ કોટિની ભક્તિ તો આજ્ઞાપાલન છે. આને શાસ્ત્રમાં પ્રતિપતી પૂજા તરીકે કીધી છે. પણ તેની પૂર્વે અંગપૂજા-અગ્રપૂજા અને ભાવપૂજા બતાવેલ છે... અંગપૂજાથી વિઘ્નો નાશ થાય છે અગ્રપૂજાથી આબાદી વધે છે. ભાવપૂજાથી મુક્તિ નિકટ થાય છે. માટે જ અંગપૂજાને વિMવિનાશિની, અગ્રપૂજાને અભ્યદયસાધની અને ભાવપૂજાને નિર્વાણસાધની તરીકે ભાષ્યમાં બતાવેલ છે. विग्घोवसामिगेगा अब्भुदयपसाहणी भवे बीया । नेव्वाणसाहणी तह फलया उ जहत्थनामेहिं ।। चेइयवंदणमहाभासं પરમાત્માના અંગ પર થતી અભિષેક પૂજા, વાસક્ષેપ પૂજા, ચંદન પૂજા, ફૂલ પૂજા, આભૂષણ પૂજા વગેરે અંગ પૂજામાં સમાવિષ્ટ થાય છે.... Page #268 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૨ : ત્રણ પ્રકાની પ્રભુપૂજા ૨૫૧ પરમાત્માની સન્મુખ રહીને કરાતી ધૂપપૂજા, દીપકપૂજા, અક્ષતપૂજા, નૈવેદ્યપૂજા, ફળપૂજા, ચામરપૂજા વગેરે અગ્રપૂજા છે. પરમાત્માની સમક્ષ બોલાતી સ્તુતિઓ, સ્તવનો, કરાતા ચૈત્યવંદનો વગેરે ભાવપૂજા છે... પરમાત્માની આજ્ઞાનું પાલન એ પ્રતિપત્તિ પૂજા છે... જેમ કોઈ રાજાની પાસે જઈને પહેલા ભેટયું ધરાય છે પછી રાજાની સ્તુતિ કરાય છે, પોતાની લઘુતા પ્રગટ કરાય છે અને અંતે આપણા કાર્યનું નિવેદન કરીને તે પ્રાર્થના પૂર્ણ કરાય છે, આ જ રીતે - પરમાત્માની અંગપૂજા અને અગ્રપૂજા ભટણાંના સ્થાને છે. ભાવપૂજા (ચૈત્યવંદન)માં પરમાત્માના ગુણો ગવાય છે આપણી લઘુતા પ્રગટ થાય છે અને અંતે જયવીયરાય સૂત્ર દ્વારા પરમાત્મા આગળ આપણી માંગણી રજુ કરાય છે. ઉત્તમ રાજા પાસે પૂર્વોક્ત રીતે કરાયેલી પ્રાર્થના સફળ થાય છે, પૂર્ણ થાય છે. ઉત્તમોત્તમ એવા દેવાધિદેવ પાસે પણ આ રીતે Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર જય વીયરાય વિનયભક્તિપૂર્વક કરાયેલ પ્રાર્થના અવશ્ય સફળ થાય જૈન શાસનના સ્યાદ્વાદની એક વિશેષતા જુઓ કે પરમાત્મા વીતરાગ છે. તેમને ભક્ત પ્રત્યે રાગ નથી, દુશ્મન પ્રત્યે દ્વેષ નથી. તેથી તેઓ ભક્તને કશું આપતા નથી અને તેમના પ્રત્યે દ્વેષ ધારણ કરનારનું કશું જ ખરાબ કરતા નથી. પરંતુ પરમાત્માને ભક્તિપૂર્વક પ્રાર્થના કરનારની પ્રાર્થના ભક્તિના શુભભાવોના કારણે સફળ થયા વગર રહેતી નથી અર્થાત્ ભક્તને પરમાત્માની પાસે માંગેલ મળ્યા વગર રહેતું નથી, તે જ રીતે પરમાત્મા પ્રત્યે દ્વેષ રાખનારને અશુભ પરિણામના કારણે ભારે અનિષ્ઠ ફળ મળ્યા વગર રહેતુ નથી.... પરમાત્માની આ ત્રણ પ્રકારની પૂજા એ મહાન યોગની પ્રક્રિયા છે. તેના દ્વારા જબરદસ્ત કોટિની સાધના થાય છે. ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. ચૈત્ય શબ્દનો અર્થ કરતા પણ શાસ્ત્રકારોએ બતાવેલ છે - 'चैत्यानि-प्रशस्तचित्तसमाधिजनकानि बिम्बानि-अरिहंतचेइआणि जिनसिद्धप्रतिमा इत्यर्थः' Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ પરિશિષ્ટ - ૨ ઃ ત્રણ પ્રકાની પ્રભુપૂજા ચૈત્યો એટલે પ્રશસ્ત ચિત્તની સમાધિ ઉત્પન્ન કરનાર. બિંબ એટલે અરિહંત અને સિદ્ધ પરમાત્માની પ્રતિમા. વર્તમાન જૈન સંઘમાં આ ત્રણે પ્રકારની પૂજા ભાવપૂર્વક, ઉપયોગપૂર્વક થાય તો સંઘના વિઘ્નોનો નાશ, સંઘનો અભ્યદય અને સંઘના સભ્યોને મુક્તિ તરફ પ્રયાણ શીઘ થાય તેમાં કોઈ શંકા નથી. જે કોઈ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે ગામમાં પણ આ ત્રણ પ્રકારની પ્રભુપૂજા સુંદર રીતે થાય તો તે વ્યક્તિ, કુટુંબ, સમાજ કે ગામમાં પણ અપૂર્વ ઉન્નતિ, પરમ શાંતિ-સમાધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ ત્રણ પૂજામાં ભાવપૂજા મહત્ત્વની છે. પહેલી બે પૂજા ઉત્સાહ વધારવા માટે છે. તેવા પ્રકારનું વાતાવરણ ઉભુ કરે છે. ભાવ વધારે છે. પછી વધેલા ભાવથી થતી સ્તોત્ર, સ્તવના, ચૈત્યવંદન, દેવવંદન આદિ વિધિ અપૂર્વ કર્મનિર્જરા અને પુણ્યાનુબંધિ પુણ્યને પ્રાપ્ત કરાવે છે... પ્રભુ પૂજાની વિધિ પ્રથમ પરમાત્માને મોરપીંછીથી પ્રમાર્જન કરવું. પછી દેવો પરમાત્માને ક્ષીરસમુદ્રના જલથી અભિષેક કરે છે તેના પ્રતિકરૂપે દૂધ અને જળ મિશ્રિત કરી તેમાં Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ જય વીયરાય ઉત્તમ સુગંધી દ્રવ્યો મેળવી તેનાથી મેરૂપર્વત પર ઈંદ્રાદિ દેવો જે રીતે પરમાત્માના અભિષેક કરે છે તે રીતે ઉલ્લાસપૂર્વક પરમાત્માના મસ્તક ઉપર અભિષેક કરવો. અર્થાત્ અભિષેક કરતી વખતે આપણે ઈંદ્ર છીએ અને સાક્ષાત્ પ્રભુ મેરૂ પર્વત પર છે અને સિંહાસન પર બિરાજમાન પરમાત્મા પર આપણે અભિષેક કરીએ છીએ તેવું ચિંતન કરવું. પછી યોધ્ધા જળનો અભિષેક કરી મૃદુ એવા વસ્ત્રથી પરમાત્માની પ્રતિમાને લુછવી. એક બે અને ત્રણ વસ્ત્રથી અંગભૂંછણા કર્યા પછી ઉત્તમ કેસર સુખડથી પરમાત્માના નવ અંગે પૂજા કરવી, પછી સુગંધિદાર ઉત્તમ પુષ્પ ચડાવવા. ત્યાર પછી પરમાત્માના ગભારાની બહાર પુંઠ ન પડે તે રીતે પાછલા પગે આવીને ડાબી બાજુ ઉભા રહી ધૂપ પૂજા કરવી. જમણી બાજુ ઉભા રહી દીપક પૂજા કરવી. પ્રભુ સંમુખ પાટલો લઈ અક્ષતથી સ્વસ્તિક ઉપર ત્રણ ઢગલી અને તેની ઉપર સિદ્ધશિલા કરવી. (શક્ય હોય તો નંદાવર્ત પણ કરી શકાય). ત્યારબાદ થાળીમાં નૈવેધ લઈ પ્રભુ સન્મુખ ધરી સાથિયા પર મુકવુ. એજ રીતે ફળ પૂજા કરવી... દરેક પૂજા કરતા પૂર્વે તે તે પૂજાને લગતા દુહા બોલવા. Page #272 -------------------------------------------------------------------------- ________________ ચૈત્યવંદન આ રીતે અષ્ટપ્રકારી પૂજા કર્યા પછી ચૈત્યવંદનનો કે દેવવંદનનો પ્રારંભ કરાય છે. ભાષ્યમાં ત્રણ પ્રકારના દેવવંદન કહ્યા છે. ૧. જઘન્ય ૨. મધ્યમ. 3. ઉત્કૃષ્ટ. વળી દરેકના બીજા પેટા ત્રણ ત્રણ ભેદો બતાવેલ છે. જેથી કુલ નવ ભેદ થયા. સામાન્યથી હાલમાં પ્રથમ ઈરિયાવહી કરી ત્રણ ખમાસમણા દઈ "ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરૂ" આદેશ માંગીને સકલકુશલવલ્લિ સૂત્ર બોલીને-ચૈત્યવંદન, જં કિંચિ, નમુન્થુણં, જાવંતિ ચેઈયાÛ, ખમાસમણ, જાવંત કે વિ સાહુ, સ્તવન, જયવીયરાય આખા તથા ઉભા થઈ અરિહંત ચેઈયાણં, અન્નત્ય-એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્હત્ સૂત્રપૂર્વક એક થોય બોલી ખમાસમણ દઈ ચૈત્યવંદન પૂર્ણ કરાય છે. આ સિવાય ઉપરમાં કહ્યા મુજબ નમુત્ક્ષણં સુધી બોલીને ઉભા થઇને અરિહંત ચેઈયાણં-અન્નત્ય-એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્હત્ પ્રથમ થોય પછી લોગસ્સ-સવલોએ અરિહંત ચેઈયાણં-અન્નત્ય એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને બીજી થોય-પુક્બરવરદીવડ્વે-સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ વંદણ Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જય વીયરાય વત્તિયાએ. અન્નત્ય-એક નવકારનો કાઉસગ્ગ પારીને ત્રીજી હોય-સિદ્ધાણં બુદ્ધાણ-વેરાવઢગરાણું સંસિગરાણું સમ્મદિદ્ધિસમાહિગરાણ કરેમિ કાઉસ્સગ્ગ અન્નત્ય એક નવકારનો કાઉસ્સગ્ગ પારીને નમોડર્તત કહીને ચોથી થોય - નમુત્થણ-જાવંતિ ચેઈયાઈ-ખમાસમણ-જાવંત કે વિ સાહુ-સ્તવન-જયવીયરાય પૂર્ણ બોલો એટલે ચૈત્યવંદન પૂર્ણ થાય છે. આ સિવાય ઈરિયાવહી કરીને ચૈત્યવંદન-જે કિંચિનમુત્થણ-જયવિયરાય આભવમખેડા સુધી કરી બીજીવાર ચૈત્યવંદન-કિંચિ-નમુત્યુપં-ઉપર મુજબ ચાર થોયનમુત્થણ-બીજી વાર ચાર થોય. નમુસ્કુર્ણ-જાવંતિ ચેઈયાઈ ખમાસમણ-જાવંત કેવિ સાહૂ-નમોહ-સ્તવન-જયવીયરાય આભવમખેડા સુધી કરી ત્રીજી વાર ખમાસમણ દઈ ચૈત્યવંદન-જંકિંચિ-નમુથુણં-જયવીયરાય સંપૂર્ણ બોલીને દેવવંદન સમાપ્ત કરાય છે. આ ઉત્કૃષટ દેવવંદન છે.. આ માત્ર મુખ્ય પ્રકારો બતાવ્યા છે. બીજા પણ પ્રકારો ચૈત્યવંદનના કહ્યા છે. શ્રાવક-શ્રાવિકાએ હંમેશા ત્રણવાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની તથા સાધુ-સાધ્વીજી મહારાજે બે વાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવાની પ્રભુની આજ્ઞા છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૭ ચૈત્યવંદન સવારે શરીરશુદ્ધિ કરીને શુદ્ધ વસ્ત્રપૂર્વક પરમાત્માની વાસક્ષેપ પૂજા કરીને દેવવંદન કરવું. બપોરે અષ્ટપ્રકારી પૂજા કરીને દેવવંદન કરવું. સાંજે ધૂપદીપ-આરતી-મંગળદીવો કરીને દેવવંદન કરવું. ચૈત્યવંદનના બાર અધિકાર ઉત્કૃષ્ટ દેવવંદનના શાસ્ત્રમાં બાર અધિકાર બતાવ્યા છે. ચૈત્યવંદન દ્વારા કેટકેટલી આરાધના થાય છે તે સંક્ષેપમાં વિચારીયે - પ્રથમ ઈરિયાવહીથી નિઃશલ્ય થવાય છે, આત્મશુદ્ધિ થાય છે. એટલે ત્યાર પછી કરાતા ચૈત્યવંદનમાં એકાગ્રતા આવે છે. ચૈત્યવંદન, સ્વાધ્યાય, ધ્યાનની પૂર્વે ઈરિયાવહી કરવાની શાસ્ત્રજ્ઞા છે. એથી એમાં એકાગ્રતા આવે છે... ચૈત્યવંદન મુખ્યતઃ દેવાધિદેવ તીર્થકર ભગવંતને વંદન માટે કરાય છે. તીર્થકર ભગવંતના ચાર નિક્ષેપ છે - નામ-સ્થાપન-દ્રવ્ય-ભાવ-અહી (૪ થોય કે ૮ થાયવાળા) દેવવંદનમાં ચારે પ્રકારના અરિહંતોને વંદન થાય છે. લોગસ્સસૂત્રને નામસ્તવ કહેવાય છે. તેમાં નામ તીર્થકરોને વંદન થાય છે. અરિહંત ચેઈયાણ - Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જય વીયરાય સૂત્ર દ્વારા સ્થાપનાનિક્ષેપ (સન્મુખ રહેલા પ્રતિમાજી)ને વંદન થાય છે. નમ્રુત્યુાંની છેલ્લી ગાથા - "જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસંતિણાગએ કાલે સંપઇઅ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ" આનાથી અતીતકાલમાં થયેલા અનંતા તીર્થંકર ભગવંતોને, અનાગતકાળમાં થનારા અનંતા તીર્થંકરોને તથા વર્તમાનમાં પણ છદ્મસ્થપણામાં અથવા ગૃહસ્થપણામાં રહેલા તીર્થંકરોને વંદના કરાય છે. આ બધા દ્રવ્યજિન કહેવાય છે. તેથી આ ગાથા દ્વારા દ્રવ્ય તીર્થંકરોને વંદન કરાય છે.. નમુત્ક્ષણં અર્થાત્ નમુન્થુણંથી નમો જિણાણું જિઅભયાણં સુધીના સૂત્ર દ્વારા ભાવતીર્થંકરને વંદન કરાય છે.... ભગવંતના નામને નામજિન કહેવાય છે. ભગવંતના પ્રતિમાને સ્થાપનાજિન કહેવાય છે. ભાવજિનની પછી અને પૂર્વની અવસ્થામાં રહેલા ભગવાનને દ્રવ્યજિન કહેવાય છે. તીર્થંકરનામકર્મના વિપાક ઉદયે વર્તતા, સમવસરણમાં દેશના આપતા કે વિહાર કરતા જિનને ભાવજિન કહેવાય છે... Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ શાશ્વત તીર્થવંદના 'नामजिणा जिणनामा, ठवणजिणा पुण जिणिंदपडिमाओ । दव्वजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ।। આમ ચૈત્યવંદનથી ચારે નિક્ષેપાથી જિનેશ્વર પ્રભુને વંદન થાય છે. હજી આગળ વધીએ - ચાર થોયના દેવવંદનમાં અરિહંત ચેઈઆણું અને નવકારનો કાઉસ્સગ તથા પ્રથમ થોયથી સામે રહેલા જિનપ્રતિમાને વંદન થાય છે તેથી સ્થાપના નિક્ષેપાને વંદન, ત્યારબાદ લોગસ દ્વારા નામસ્તવ કર્યા પછી સવ્વલોએ અરિહંત ચેઈયાણ સૂત્ર અને તેની પછીના નવકારના કાઉસ્સગ્ગ તથા થોય દ્વારા લોકમાં એટલે કે ચૌદરાજલોકમાં રહેલ શાશ્વત-અશાશ્વત સર્વ ચૈત્યને (પ્રતિમાને) વંદનાદિ થાય છે. યોદરાજલોકમાં બે પ્રકારના ચૈત્યો હોય છે. ૧. શાશ્વત, ૨. અશાશ્વત. શાશ્વત ચૈત્યો એટલે પરમાત્માના મંદિરો અને પ્રતિમા જેનુ નિર્માણ કોઈએ કર્યું નથી. સ્વાભાવિક જ પુદ્ગલો હંમેશ માટે આ આકારે ગોઠવાઈ ગયા છે. ઉદાહરણ તરીકે સૂર્ય-ચંદ્રતારા-ગ્રહ-નક્ષત્ર આપણી સામે જ છે. સૂર્ય-ચંદ્રને Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જય વીયરાય કોઈએ નથી બનાવ્યા. અનાદિકાળથી આ જ અવસ્થામાં છે. અલબત પુગલોનું ગમાગમ તેમાંથી ચાલુ છે પણ આકૃતિ સ્વરૂપ આ જ રહે છે. તે બદલાતુ નથી. આ રીતે અનાદિકાલીન શાશ્વતચૈત્યો પણ જગતમાં છે. આની સંખ્યા અસંખ્યાત છે. વૈમાનિક દેવલોકમાં (બાર દેવલોક-નવગ્રેવેયક - પાંચ અનુત્તર મળી) ૮,૪૭,૦૨૩ જિનમંદિરો છે અને ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ (એક અબજ બાવન ક્રોડ ચોરાણુ લાખ, યુમ્માલીશ હજાર સાતસો સાઠ) પ્રતિમાઓ છે. નીચે ભવનપતિમાં ૧૦ પ્રકારના નિકાય છે તેમાં ૭,૭૨,૦૦,૦૦૦ (સાત ક્રોડ વ્હોંતેર લાખ) જિનમંદિર છે અને ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ (તેર અબજ, નેવ્યાસી ક્રોડ, સાઠ લાખ) જિનપ્રતિમાઓ છે. પૃથ્વીની નીચે વ્યંતરદેવોના નિવાસ છે. તેમાં અસંખ્ય જિનમંદિરો અને જિનપ્રતિમાઓ છે. આકાશમાં દેખાતા સૂર્ય-ચંદ્રગ્રહ-નક્ષત્ર-તારા એ પણ જ્યોતિષના વિમાન છે. આવા સમસ્ત તિચ્છલોકમાં અસંખ્ય સૂર્ય-ચંદ્ર છે. દરેકમાં એક-એક ચૈત્ય હોઈ અસંખ્ય જિનમંદિરો અને પ્રતિમાઓ (દરેકમાં ૧૮૦ ના હિસાબે) જ્યોતિષ દેવલોકમાં છે. Page #278 -------------------------------------------------------------------------- ________________ શાશ્વત તીર્થવંદના ૨૬૧ આ ઉપરાંત જંબુદ્વીપમાં સરોવરો-કુલધરપર્વતો-વૈતાદ્ય પર્વતો-મહાવિદેહ ક્ષેત્ર-જંબુવૃક્ષ-શાભલિવૃક્ષ-કંચનગિરિઓગજદંત પર્વતો-ઉત્તરકુરૂ-દેવકુરૂ-મેરૂપર્વત વગેરેમાં થઈ કુલ ૬૩૫ જિનમંદિરો છે. ઘાતકીખંડમાં ૧૨૭૨ તેમજ પુષ્કરાર્ધદ્વીપમાં પણ ૧૨૭૨, માનુષોતર પર્વત પર ૪, રૂચક પર્વત પર ૪, કુંડલ પર્વત પર ૪, નંદીશ્વર દ્વીપમાં પર અને ઈંદ્રાણીની રાજધાનીમાં ૧૬ થઈને તીર્થાલોકમાં કુલ ૩૨૫૯ જિનમંદિરો છે અને પ્રતિમાજી નંદીશ્વરદ્વીપ-પર તથા રૂચક-કુંડલ પર્વતના ૮ થઈ કુલ ૬૦ મંદિરોમાં દરેકમાં ૧૨૪ બાકીનામાં ૧૨૦ થઈ કુલ ૩,૯૧,૩૨૦ (ત્રણ લાખ એકાણુહજાર ત્રણસો વીશ) જિનપ્રતિમા થઈ. આમ શાશ્વત ચૈત્યો વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય તે સિવાય - વૈમાનિક - ૮૪,૯૭,૦૨૩ ભવનપતિ - ૭,૭૨,૦૦,૦૦૦ તિર્જીલોકમાં - ૩,૨૫૯ ૮,૫૭,૦૦,૨૮૨ સતાણવઈ સહસ્સા લક્ના છપ્પન્ન અઠકોડિઓ, બત્તીસસય બાસીઆઇં, તિઅલોએ ચેઈએ વંદે. ૮ ક્રોડ, પ૬ લાખ, ૯૭ હજાર, ૩૨ સો બ્યાસી ૧૮ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જય વીયરાય એટલે ૮ ક્રોડ, ૫૭ લાખ, ૨૮૨ ત્રણલોકમાં રહેલા ચૈત્યોને હું વંદન કરું છું... પન્નરસકોડિસયાઈ, કોડી બાયાલ લક્ષ્મ અડવન્ના, છત્તીસ સહસ અસીઇં, સાસય બિંબાઈ પણમામિ. પંદર સો ક્રોડ, બેંતાલીસ ક્રોડ, ૫૮ લાખ, ૩૬ હજાર, એંશી શાશ્વતપ્રતિમાને વંદન કરું છું. પ્રતિમાજી પણ વ્યંતર-જ્યોતિષમાં અસંખ્ય. વૈમાનિકમાં ૧,૫૨,૯૪,૪૪,૭૬૦ ભવનપતિમાં ૧૩,૮૯,૬૦,૦૦,૦૦૦ તીર્ચ્યુલોકમાં ૩,૯૧,૩૨૦ ૧૫,૪૨,૫૮,૩૬,૦૮૦ આ બધા જિનપ્રતિમાને વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરેનો લાભ સવલોએ અરિહંત ચેઈયાણંના સૂત્રથી નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને સ્તુતિ બોલવાથી મળે છે. આ ઉપરાંત પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રમાં, પાંચ ઐરાવત ક્ષેત્રમાં, પાંચ ભરતક્ષેત્રમાં, વૈતાઢ્ય પર્વતો પર, શત્રુંજય, અષ્ટાપદ, ગિરનાર, સમેતશિખર, અર્બુદગિરિ, શંખેશ્વર આદિ અનેક તીર્થો, ગામોના જિનમંદિરોમાં રહેલા તથા બીજા પણ જિનપ્રતિમાને Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ મ પ્રદ શ્રુત વંદના વંદનાદિનો લાભ આ સૂત્ર તથા પછી કરેલ ૧ નવકારના કાઉસ્સગ્ગ દ્વારા મળે છે. આમ ચૈત્યવંદનની આરાધના દ્વારા ૧૪ રાજલોકમાં રહેલ જિનપ્રતિમાઓને વંદનાદિનો લાભ મળે છે... | સર્વલોકના ચૈત્યોને વંદન કર્યા પછી પુષ્પરવરદીવ' સૂત્ર દ્વારા પ્રથમગાથામાં વીશવિહરમાનને વંદના થાય છે. પુષ્કરાર્ધદ્વીપ, ઘાતકીખંડ અને મહાવિદેહ ક્ષેત્ર (જંબુદ્વીપ) માં ધર્મની આદિ કરનારા તીર્થકરોને નમસ્કાર કરૂં છું. આમ પ્રથમ ગાથામાં અઢીદ્વીપમાં વર્તમાન તીર્થના સ્થાપક વીશવિહરમાન જિનને વંદન કર્યા. મૃતવંદના :- (પુષ્પરવરદીવડ્યું સૂત્રની બાકીની ગાથામાં શ્રુતજ્ઞાનની સ્તુતિ કરી છેવટે સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ન વંદણવત્તિયાએ.. વગેરે દ્વારા શ્રુતજ્ઞાનની વંદનાદિ નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ્ન કર્યો. પારીને સ્તુતિ બોલ્યા. આ રીતે શ્રુતજ્ઞાનની પણ આરાધના થઈ. શ્રુતજ્ઞાનની આરાધના નિમિત્તે ૧ નવકારનો કાઉસ્સગ્ન કરી પ્રગટ શ્રુતજ્ઞાનની સ્તુતિ બોલ્યા પછી દેવવંદનમાં 'સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર આવે છે. આ સૂત્રમાં પાંચ અધિકાર આવે છે... Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જય વીયરાય ૧. સિદ્ધવંદના - પ્રથમ ગાથા દ્વારા સિદ્ધ ભગવંતનું સ્વરૂપે પ્રગટ કરવાપૂર્વક વંદન કરાય છે... 'नमो सया सव्वसिद्धाणं' સર્વ સિદ્ધોને મારો સદા નમસ્કાર થાય. ૨. વીરવંદના - બીજી અને ત્રીજી ગાથા દ્વારા આસન્ન ઉપકારી એવા દેવાધિદેવ ચરમતીર્થકર શ્રી મહાવીર પરમાત્માનો મહિમા પ્રગટ કરવા સાથે તેમને વંદન કરાય છે. ૩. ઉજ્જતતીર્થ વંદના - ચોથી ગાથામાં ઉજ્જત એટલે કે ગિરનારતીર્થ ઉપર નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકને યાદ કરવાપૂર્વક પ્રભુજીને વંદના કરાય છે. ૪. અષ્ટાપદ વંદના - છેલ્લી ગાથામાં ચાર, આઠ, દસ અને બે આમ ચોવીશ તીર્થકર ભગવંતો પૂર્વાદિ દિશામાં અષ્ટાપદમાં જે રીતે સ્થાપન કરવામાં આવ્યા છે તે યાદ કરી તેમને વંદન કરાય છે. આમ અષ્ટાપદ તીર્થની વંદના થાય છે. જો કે આ ગાથામાં ચત્તારિ આદિ સંખ્યાને વિવિધ રીતે ગોઠવીને નંદીશ્વરના પર, નંદીશ્વરના ઈંદ્રાણીના ચૈત્યો સાથે - ૬૮, વિહરમાન વીશ, ભરત-ઐરવતમાં એક સાથે Page #282 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન અધિકાર ૨૬૫ જન્મ પામતા દશ તથા મતાંતરે ૧૦ વિહરમાન, મહાવિદેહમાં ઉત્કૃષ્ટ ૧૬૦, ૧૫ કર્મભૂમિમાં ઉત્કૃષ્ટ કાળે વિચરતા ૧૭૦, ત્રણે ચોવિશીના ૭૨, પાંચે ભરતની વર્તમાન ચોવિશીના ૧૨૦, પાંયે ભરતની ત્રણે ચોવિશીના ૩૬૦, જંબુદ્વીપના ભરત-ઐરવતની ત્રણે ચોવિશીના ૧૪૪, પાયે ભરત તથા પાયે ઐરાવતની વર્તમાન યાવિશીના કુલ ૨૪૦, જંબુદ્વીપના ૬૩૫ શાશ્વત ચૈત્યો, ત્રણે ભુવનમાં વૈમાનિક આદિ ૨૪ પ્રકારના શાશ્વત ચૈત્યો વગેરેને વંદના થાય છે. આ વિગત સંઘાયારભાષ્યમાં જણાવી છે... ૫. સમ્યગ્દષ્ટિદેવનું સ્મરણ - 'સિદ્ધાણં બુદ્ધાણં' પછી 'વેયાવચ્ચગરાણં સૂત્ર દ્વારા સમકિતી દેવને યાદ કરાય છે. તેમની સંઘ કે પ્રવયનની વૈયાવચ્ચ આદિ કાર્યોની ઉપબૃહણા નિમિત્તે અથવા તો પ્રમાદમાં હોય તો યાદ કરાવવા માટે એક નવકારનો કાઉસગ્ગ કરી સમકિતી દેવોની છેલ્લી સ્તુતિ કરાય છે. આમ દેવવંદનના કુલ ૧૨ અધિકાર થાય છે. ક્રમશઃ તેના નામ નીચે પ્રમાણે છે - ૧. ભાવતીર્થકર વંદના ૨. દ્રવ્યતીર્થકર વંદના Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ જય વીયરાય ૩. સ્થાપના તીર્થકર વંદના ૪. નામ તીર્થંકર વંદના ૫. સર્વલોકમાં સ્થાપાના અરિહંતની ઉપાસના ૬. વિહરમાન જિન વંદના ૭. શ્રુત સ્તવના ૮. સિદ્ધ સ્તવના ૯. વીર વંદના ૧૦. ઉજ્જયંત તીર્થ વંદના ૧૧. અષ્ટાપદ તીર્થ વંદના ૧૨. સમ્યગ્દષ્ટિદેવનું સ્મરણ... આ રીતે દેવવંદનના બાર અધિકાર થયા. આમ એક જ દેવવંદન દ્વારા કેટલી બધી આરાધના થાય છે. હજી આગળ વધીએ. આટલી આરાધના થયા પછી પણ હજી દેવવંદનમાં આગળ જાવંતિ ચેઈયાઈ સૂત્ર દ્વારા ફરીથી સંક્ષેપમાં ઉર્ધ્વલોક, તિર્થાલોક ને અઘોલોકમાં રહેલી સર્વ જિનપ્રતિમાને વંદન કર્યા. તે નિમિત્તે ખમાસમણું દીધુ. પછી ભરતઐરવત-મહાવિદેહમાં જે કોઈ સાધુઓ છે તે સર્વને “જાવંત કે વિ સાહુ” સૂત્ર દ્વારા વંદન કરાય છે... હવે મહત્ત્વની ભક્તિનો પ્રસંગ આવે છે. પરમાત્માનાં Page #284 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન અધિકાર ૨૬૭ પ્રસંગો, ગેયપદ્ધતિથી ગવાતા પ્રભુના સ્તવનથી આપણા હદયમાં અનેરો ભક્તિભાવ પ્રગટ થાય છે. પરમાત્માના વિવિઘ ગુણની અનુમોદના થાય છે. પરમાત્માના જીવન પ્રસંગો યાદ કરાય છે. પ્રભુના માતા-પિતા-પત્ની વિ.ને જીવનમાં યાદ કરાય છે. પ્રતિપક્ષી આપણાં દોષો બતાવી આપણી લઘુતા પ્રગટ કરાય છે. જીવનમાં ગેયપંક્તિમાં એકતાન થઈ આપણે ઘણીવાર પરમાત્મામાં લીન બનીએ છીએ... સૂત્રના શબ્દ અને અર્થ તથા સામે રહેલ જિનપ્રતિમા ત્રણેમાં આપણે એકમેક થઈ જઈએ. સૂત્ર બોલતી વખતે તેના ભાવથી આપણો આત્મા વાસિત બને ને ગદ્ગદ્ હૈયે પ્રભુના સ્તવન ગવાય પછી અત્યંત પ્રણિધાનપૂર્વક જયવીયરાય સૂત્રમાં પ્રભુ પાસે તેર વસ્તુની યાચના થાય. આ બધો દેવાધિદેવ પ્રત્યેનો વિનય છે. આત્મસ્વભાવમાં રમણતા કરવા સર્વપ્રથમ સર્વદા શુદ્ધ-પૂર્ણ પરમાત્માના ચારે નિક્ષેપાઓની અનન્ય ભાવે આરાધના કરવાની છે. - આ. કલાપૂર્ણસૂરિ મ. Page #285 -------------------------------------------------------------------------- ________________ परिशिष्ट - 3 ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો, પુણ્યનો પ્રભાવ અને પુણ્ય પુષ્ટ કરવાના ઉપાયો. સમસ્ત સંસાર પુણ્ય-પાપના આધારે ચાલે છે. પુણ્યથી લીલા લહેર અને પાપથી ઘોર વિડંબણાઓ આવે છે. અહિં પુણ્યનો પ્રભાવ બતાવી સાથે પુણ્ય પુષ્ટિના ઉપાયો બતાવ્યા છે, આ ઉપાયો આચરીને આપણે પુણ્યાનુબંધી પુણ્ય પુષ્ટ કરીને શીઘ મુક્તિના શાશ્વત સુખને પામીએ. जं बुद्धीण अविसयं, अगोचरं जं च पुरिसायरस्स । जं इह अइदुस्सज्झं, जं च ठियं दूरदेसम्मि ।। तं पि हु पुन्नोदयओ, संपज्जइ पुव्वविहियसुकयाणं । नवि हेउमंतरेणं, कयावि किर जायए कज्जं ।। तं पुण पुन्नं अहिगारसुद्धचिइवंदणविहाणेण । जिणणाहपूयणेणं, दाणाइधम्मकरणेणं ।। सुमुणिपयसेवणाए, निच्चं चिय धम्मसत्थसवणेण । इंदियविणिग्गहेणं, णिम्मलसंमत्तधरणेणं ।। आसववेरमणेणं, साहम्मियवग्गवच्छलणेणं । कल्लाणमित्तजोगेण, गच्छइ उवचयं० ।। चैत्यवन्दन भाष्य Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૬૯ પરિશિષ્ટ - ૩ : ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો જે બુદ્ધિનો અવિષય છે, જે પુરૂષાર્થને પણ અગોચર છે, જે અત્યંત દુઃસાધ્ય છે, જે દૂર દેશમાં સ્થિત છે - તે પણ પૂર્વે સુકૃત કરેલા જીવોને પુણ્યનાદિયથી પ્રાપ્ત થાય છે કેમકે હેતુ વગર ક્યારેય કોઈ પણ કાર્ય થતાં નથી. આ પુણ્યને પુષ્ટ કરવાના ઉપાય. ૧. અધિકાર શુદ્ધ ચૈત્યવંદન કરવાથી. ૨. જિનેશ્વરની પૂજા કરવાથી. ૩. દાનાદિ (આદિથી શીલ-તપ-ભાવ) ધર્મ કરવાથી. ૪. સુમુનિ ચરણ કમલની સેવાથી ૫. હંમેશા ધર્મશાસ્ત્રના શ્રવણથી ૬. ઈન્દ્રિયોના નિગ્રહથી ૭. નિર્મળ સમ્યક્ત ધારણ કરવાથી. ૮. આશ્રવના વિરમણથી ૯. સાધર્મિક વાત્સલ્યથી ૧૦. કલ્યાણમિત્રના યોગથી પુષ્ટ થાય છે. અહિં વિશેષ એ લક્ષમાં લેવાનું છે કે, પુણ્યપુષ્ટિના ઉપાયોમાં સૌ-પ્રથમ ચૈત્યવંદન અને બીજી જિનપૂજા બતાવી છે. આ આપણે જાણી લઈએ... Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ જય વીયરાય ચૈત્યવંદનના અધિકારી वंदणकहासु पीई असवण निन्दाइ निंदगऽणुकंपा । मणसो निच्चलणासो, जिन्नासा तीए परमा य ।। गुरुविणओ तह कालाविक्खा उचिआसणं च सइकालं। उचियस्सरो य पाठे, उवउत्तो तह य पाठमि ।। लोगपियत्तमनिंदियचिट्ठा वसणंमि धीरया तह य । सत्तीए तह चाओ य, लद्धलक्खत्थणं चेव ।। एएहिं लिंगेहिं नाउणऽहिगारिणं तओ सम्मं । चिइवंदणपाठाइ वि दायव्वं होइ विहिणा उ ।। ૧. ચૈત્યવંદનની વાતોમાં પ્રીતિ થાય. ૨. ચૈત્યવંદનની નિંદાનું અશ્રવણ. ૩. ચૈત્યવંદનની નિંદા કરનાર પ્રત્યે અનુકંપા. ૪. ચૈત્યવંદનમાં મનનું નિ૨લ સ્થાપન. ૫. ચૈત્યવંદનના વિષયમાં તીવ જિજ્ઞાસા. (જાણવાની ઈચ્છા) ૬. ગુરૂવિનય. ૭. શાસ્ત્ર બતાવેલ કાળે ચૈત્યવંદન કરવાની અપેક્ષા. ૮. હંમેશા ઉચિત આસન-મુદ્રા વગેરે. ૯. ચૈત્યવંદન બોલવામાં યોગ્ય મધુર સ્વર. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ પરિશિષ્ટ - ૩ : ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો ૨૭૧ ૧૦. ચૈત્યવંદનના પાઠમાં ઉપયોગ. ૧૧. લોકમાં પ્રિયપણું. ૧૨. અનિંદિતયેષ્ટા અર્થાત્ લોકમાં નિંદા થાય તેવા આયારો ન હોય. ૧૩. વ્યસન એટલે આપત્તિ-સંકટ...તેમાં ઘીરતા. ૧૪. શક્તિ મુજબ ત્યાગ. ૧૫. લબ્ધલક્ષ્યતા. ગુરુએ આ લક્ષણોથી અધિકારી જાણી પછી સમ્યફવિધિપૂર્વક ચૈત્યવંદનના પાઠ વગેરે આપવા... ચૈત્યવંદનના અધિકારી જાણ્યા પછી હવે ચૈત્યવંદનના લક્ષણો જેનાથી આપણું ચૈત્યવંદન ભાવ ચૈત્યવંદન બને... એ જાણીએ. ભાવચૈત્યવંદનાના લક્ષણો उवओग अत्थचिंतण गुणराओ लाहविम्हओ चेव । लिंगाणि विहिअभंगो भावे दव्वे विवज्जइओ ।। वेलाविहाण तग्गयमणतणुवयणाणि तह य लिंगाणि । रोमंचभाववुड्ढीइ भावचिइवंदणाइ भवे ।। ૧. ચૈત્યવંદનના સૂત્રોને વિષે ઉપયોગ. ૨. ચૈત્યવંદનના સૂત્રોના અર્થનું ચિંતન. 13. ગુણાનુરાગ. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ જય વીયરાય ૪. ચૈત્યવંદનના લાભની પ્રાપ્તિનો વિસ્મય. ૫. વિધિનો અભંગ (વિધિનો ભંગ ન કરવો.) ૬. ઉચિત કાળ સાચવવો. ૭. મન-વચન-કાયાથી ચૈત્યવંદનમાં એકાત્મતા. ૮. રોમાંચ વિકસ્વર થાય. ૯. ભાવની વૃદ્ધિ થાય. આનાથી ભાવ ચૈત્યવંદન થાય છે. ચૈત્યવંદનાનું ફળ ચૈત્યવંદન એક મહાન યોગિક પ્રક્રિયા છે. ભાવપૂર્વક થતી ચૈત્યવંદનની ક્રિયા મહાન ફળ આપનારી છે. અહિં ચૈત્યવંદન ભાષ્યમાંથી ચૈત્યવંદનનું ફળ બતાવેલ सुरभवणं नियभवणं व होइ, तह किंकरव्व चक्कसिरी । सुइरं विलसंति य सतणुम्मि उग्गसोहग्गपमुहगुणा || सुहउत्तारो गुप्पयजलं व अवि एस हुज्ज भवजलहि । सिद्धिसुहं पि अभिमुहं नराणं चिइवंदणपराणं ।। ચૈત્યવંદનમાં તત્પર જીવોને - દેવલોકના વિમાનો સ્વભવન થાય છે. ચક્રવર્તીની લક્ષ્મી દાસી જેવી બને છે. Page #290 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૩ : ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો ૨૭૩ ઉગ્ર સૌભાગ્યાદિ ગુણો શરીરમાં વિકાસ પામે છે. આ ઘોર સંસાર સાગર ખાબોચીયા જેવો સુખેથી ઉતરી શકાય તેવો થાય છે અને સિદ્ધિ સુખ અભિમુખ थाय छे... ચૈત્યવંદનમાં નમુત્થણ વગેરે સૂત્રો કેવી રીતે બોલવા? इह प्रणिपातदण्डकपूर्वकं चैत्यवंदनम् तत्र चायं विधिः इह साधुः श्रावको वा, चैत्यगृहादावेकान्तप्रयतः, परित्यक्तान्यकर्तव्यः प्रदीर्घतरतद्भावगमनेन, यथासम्भवं भुवनगुरोः सम्पादितपूजोपचारः, ततः सकलसत्त्वानपायिनी भुवं निरीक्ष्य, परमगुरुप्रणीतेन विधिना प्रमृज्य च, क्षितिनिहतजानुकरतलः, प्रवर्द्धमानातितीव्रशुभपरिणामो, भक्त्यतिशयात् मुदश्रुपरिपूर्णलोचनो, रोमाञ्चाञ्चितवपुः, मिथ्यात्वजलनिलयानेककुग्राहनक्रचक्राकुले भवाब्धावनित्यत्वाच्चायुषोऽतिदुर्लभमिदं सकलकल्याणैककारणं चाधाकृतचिन्तामणिकल्पद्रुमोपमं भगवत्पादवन्दनं कथञ्चिदवाप्तम्, न चातः परं कृत्यमस्तीति अनेनात्मानं कृतार्थमभिमन्यमानो भुवनगुरौ विनिवेशितनयनमानसोऽतिचारभीरुतया सम्यगस्खलितादिगुणसम्पदुपेतं, तदर्थानुस्मरणगर्भमेव, प्रणिपातदण्डकसूत्रं पठति, तच्चेदं नमोत्थुणं अरहंताणमित्यादि । Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જય વીયરાય લલિતવિસ્તરા સાધુ કે શ્રાવક દેરાસરમાં એકાંતયત્નવાન બનીને, બીજા કર્તવ્યો છોડીને, લાંબો કાળ સુધી ચૈત્યવંદનના ભાવ ચાલે તેવી રીતે તૈયાર થઈને, સંયોગાનુસાર જગદ્ગુરુ પરમાત્માની પૂજા-ભક્તિ કરીને, પછી કોઈ પણ જીવની વિરાધના ન થાય તેવી જીવ વગરની ભૂમિને ચક્ષુથી જોઈને તથા પરમાત્માએ બતાવેલ વિધિથી પ્રમાર્જના કરીને પૃથ્વી ઉપર ઢીંચણ તથા હાથના તળીયાને સ્થાપન કરીને, વધતા જતા અત્યંત તીવ્રતર શુભપરિણામવાળા થઈને, ભક્તિના અતિશયથી હર્ષપૂર્ણ આંખવાળો થઈને, રોમાંચિત શરીરવાળો થઇને... મિથ્યાત્વરૂપી જળથી ભરેલ અને અનેક કુગ્રહ રૂપી જળચરોથી યુક્ત સંસારરૂપી સમુદ્રમાં આયુષ્ય અનિત્ય હોવાથી અત્યંત દુર્લભ એવુ, સકલ કલ્યાણમાં એક માત્ર કારણભૂત, ચિંતામણી અને કલ્પવૃક્ષની ઉપમાને પણ નીચી પાડી છે તેવી પરમાત્માની વંદના... મહામુશ્કેલીએ ગમે તે રીતે પ્રાપ્ત થયેલ છે. આનાથી વિશેષ બીજુ કાર્ય નથી. આ રીતે આનાથી પોતાની જાતને કૃતકૃત્ય માનતો, જગદ્ગુરુ પરમાત્મા વિષે નયન અને મનને સ્થાપન કરીને, અતિચારના ભયથી Page #292 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ ૩ : ચૈત્યવંદન અંગે વિશિષ્ટ વાતો અસ્ખલિતાદિ ગુણયુક્ત, અર્થના સ્મરણપૂર્વક પ્રણિપાત દંડક (બોલે) ભણે... શ્રાવકોએ રોજ ત્રિકાળ દેવવંદન કરવા. (પૂજાપૂર્વક) भो भो देवाणुप्पिया । अज्ज पभिइए जावज्जीवं तिकालियं अणुत्तावलेग्गचित्तेणं चेइए वंदियव्वे । इणमिव भो मणुयत्ताओ असुइअसासयखणभंगुराओ सारंति । तत्थ पुव्वण्हे ताव उदगपाणं न कायव्वं जाव चेइए साहू य न वंदिए, तहा मज्झहे ताव असणकिरियं न कायव्वं जाव चेइए न वंदिए, तहा अवरण्हे चेव तहा कायव्वं जहा अवंदिएहिं चेइएहिं नो सेज्जायलमइक्कमिज्जत्ति | ૨૭૫ હે દેવાનુપ્રિય ! આજથી માંડીને યાવજ્જીવ સુધી ઉતાવળ વિના એકાગ્રચિત્તથી ત્રિકાળ ચૈત્યને વાંદવા. આજ અશુચિ-અશાશ્વત-ક્ષણભંગુર એવા મનુષ્ય જીવનનો સાર છે. આમાં પ્રભાતે ચૈત્ય અને સાધુને વંદન ન થાય ત્યાં સુધી પાણી પણ પીવુ નહિ. મધ્યાહ્ન, ચૈત્યોને વંદન ન થાય ત્યાં સુધી ભોજન ન કરવું, તથા રાત્રિમાં ચૈત્યને વંદન ન થાય ત્યાં સુધી શય્યા ન કરાય. (સુવાય નહિં.) Page #293 --------------------------------------------------------------------------  Page #294 -------------------------------------------------------------------------- ________________ ભવનિર્વેદ (સંસાર પર વૈરાગ્ય) માર્થાનુસારીપણું ઈષ્ટલ સિદ્ધિ s CODES el) DOPODES Re, ગુરુજનપૂજા લોક વિરુદ્ધ ત્યાગ જયવીરાણમાં પરમાત્મા પાસે કરાતી પરાર્થકરણ હું પ્રાથનાઓ Durupe ગઈક015 [બનો DESDE દ્વEER , ધr ગરવચન સેવા ભવોભવ. પ્રભુચરણfી સેવા. દુઃખાન કર્મય સમાધિમરણ MULTY CRAPHICS (022) 2887:3222 23884272 બોધિલાભ