________________
ॐ ह्रीँ श्रीँ अर्हं नमः । नमो नमः श्रीगुरुप्रेमसूरये । ऐं नमः
અવર્ણનીય, અર્ચિત્ય, અકથનીય મહિમાને ધારણ કરતા દેવાધિદેવ અરિહંત પરમાત્માને ભાવથી નમસ્કાર કરુ છું.
ત્રણ લોકના સર્વજીવો જેના ગુણગણને ગણવા માંડે, ગણિત પણ પરાર્ધ્યની આગળ વધે, બધાના આયુષ્ય પૂર્ણ ન થાય તો પણ જેઓના ગુણ ગણી શકાય તેમ નથી, તેવા જિનેશ્વર પરમાત્માના ચરણોમાં સર્વોત્કૃષ્ટ ભાવથી પ્રણામ કરુ છું.
આ અવસર્પિણીમાં સૌ પ્રથમ મોક્ષમાર્ગને પ્રગટ કરનાર યુગાદિદેવને,
ચિંતાના દાવાનળમાં બળતા પ્રાણીઓને પરમશાંતિ અને સ્વસ્થતાને બક્ષતા શાંતિનાથ પ્રભુને,
જેમના નામ માત્ર સ્મરણથી બ્રહ્મચર્ય જેવું ઉગ્ર વ્રત સુલભ થઈ જાય તેવા નેમિનાથ સ્વામીને,
વિઘ્નના મોટા સમૂહોને પણ જેઓ નામ માત્ર સ્મરણથી વિદારણ કરે છે, તેવા પાર્શ્વનાથ પ્રભુને, વિશેષ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ