________________
બહુજન વિરૂદ્ધ સંગ વગેરેથી ખલાસ થઈ જાય છે. અન્યાયોપાર્જિત દ્રવ્ય માણસને વિપરીત માર્ગ પણ લઈ જાય છે. ચારિત્ર્યથી ભ્રષ્ટ પણ કરે છે.
સ્વામીનો દ્રોહ, જેણે વિશ્વાસ રાખ્યો છે તેવા મિત્રનો દ્રોહ, બંધુનો દ્રોહ, કુટુંબનો દ્રોહ વગેરેથી પ્રાપ્ત થયેલ દ્રવ્ય એ અન્યાયોપાર્જિત દ્રવ્ય છે. આજના ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ વગેરેના કાયદાઓ પણ અનીતિમાં નિમિત્તભૂત બને છે...
જેને ત્યાં નોકરી કરી હોય, જેના દ્વારા ધંધાની લાઈન વગેરે મળી હોય, જેની પાસેથી ધંધો શિખવા મળ્યો હોય તેની સામે પડો, તેની સાથે તે જ ધંધામાં હરીફાઈ કરવી, તેના જ ઘરાકો વગેરે ઝડપી લેવા એ સ્વામીદ્રોહ છે. જેની પાસેથી ધંધાની કંઈ લાઈન વગેરે મળી હોય તેના પ્રત્યે સદા કૃતજ્ઞતા ભાવને રાખવો જોઈએ.
હીરાના મોટા વેપારી, કરોડોના દાન કરનાર કે. પી. સંઘવીવાળા બાબુભાઈ વારંવાર પ્રસંગોમાં પોતાનો પહેલો હાથ પકડી ધંધામાં જોડનાર પોતાના બનેવી નટુભાઈને સતત યાદ કરે છે.
ખંભાતના બાબુભાઈ નોકરી ધંધા માટે મુંબઈ ગયા. દવાની દુકાનમાં વર્ષો સુધી નોકરી કરી. આવડત