________________
૨૮
જય વીયરાય અહીં શાસ્ત્રકાર ભગવંતે આપણને અત્યંત સંવેગથી ભાવિત મનવાળા થઈને આ આશંસા કરવાનું કહ્યું છે. અર્થાત્ અત્યંત સંવેગ સાથે, પ્રણિધાનપૂર્વક, એકાગ્રચિત્તે, ગદ્ગદ્ કંઠે આ બધી વસ્તુ શીધ્ર પ્રાપ્ત થાય તેવા ભાવથી અખ્ખલિતપણે સૂત્ર બોલવાનું છે, પ્રણિધાન-આશંસા અને સંવેગ વગેરે જેટલુ તીવ્ર હોય તેટલી જલ્દી અને ઉત્કૃષ્ટ કોટિની વસ્તુઓની પ્રાપ્તિ થાય.
ચાલો, હવે એક એક પ્રાર્થનાને વિસ્તારથી વિચારીએ. આપણે પરમાત્માને વિશેષ પ્રાર્થના કરીએ. પ્રત્યેક આશંસામાં 'હોઉ મમં તુહ પભાવો જાણી લેવું.
(૧) ભવનિર્વેદ "હોઉ મમં તુહ પભાવઓ ભયજં ભવનિબેઓ"' હે ભગવંત ! મને તમારા પ્રભાવથી ભવનિર્વેદની પ્રાપ્તિ થાઓ. ભવ એટલે સંસાર, નિર્વેદ એટલે કંટાળો. પ્રભુ ! મને તમારા પ્રભાવથી સંસાર પર કંટાળો થાઓ. અભાવ થાઓ. વૈરાગ્યભાવ વિસ્તૃત થાવ. અહિં આપણે થોડુ સંસારનું સ્વરૂપ વિચારીએ
સંસાર બે પ્રકારનો છે -