________________
ર૬
જય વીયરાય ચિંતામણિરત્ન કોઈના પર રુષ્ટ કે તુષ્ટ નથી થતું પરંતુ તેની વિધિપૂર્વક ઉપાસના કરનારને ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેના પ્રભાવથી જ થાય છે.
અહીં પણ પરમાત્માના પ્રભાવથી જ પ્રથમ આઠ વસ્તુની પ્રાપ્તિની આશંસા કરાય છે.
આઠ વસ્તુનું સૂત્ર નીચે મુજબ છે.
૧. ભવનિબૅઓ, ૨. મમ્માણસારિઆ, ૩. ઈઠફલસિદ્ધિ, ૪. લોગવિરુદ્ધચ્ચાઓ, ૫. ગુરુજણ પૂઆ, ૬. પરFકરણ, ૭. ચ સુહગુરૂજગો, ૮. તqયણસેવણા આભવમખેડા
અર્થ -
૧. ભવનિર્વેદ, ૨. માર્ગાનુસારપણુ, ૩. ઈષ્ટફલસિદ્ધિ, ૪. લોકવિરૂદ્ધનો ત્યાગ, ૫. ગુરુજનો (માતાપિતાદિ લૌકિક વડિલો)ની પૂજા, ૬. પરાર્થકરણ. ૭. શુભ ગુરૂનો યોગ, ૮. તેમના વચનનુ અખંડ પાલન, સંસારના અંત સુધી (મોક્ષની પ્રાપ્તિ સુધી).
અહિં છેલ્લે જે 'આભવમખંડા કહ્યું તેનો અર્થ એ છે કે આ આઠે વસ્તુ મને ભવના છેડા સુધી અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થાય ત્યાં સુધી મળો અર્થાત્ દરેક ભવમાં મળતી રહો.