________________
૧૫૮
જય વીયરાય वारिज्जइ जइ वि नियाणबंधणं वीयराय! तुह समये । तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं ।।
હે વીતરાગ પ્રભુ ! જો કે નિદાન કરવાનું આપના શાસનમાં નિષિદ્ધ છે, તો પણ મને ભવોભવ તમારા ચરણ કમલની સેવા પ્રાપ્ત થજો.
સંયમ, તપાદિના પ્રભાવથી સંસારિક વસ્તુઓની પ્રાપ્તિની ઈચ્છા કરવી તે નિદાન (નિયાણું) કહેવાય.
'जं संसारनिमित्तं पणिहाणं तं तु भन्नइ नियाणं । तं तिविहं इहलोए परलोए कामभोगेसु ।।।
જે સંસાર નિમિત્તક પ્રણિધાન (પ્રાર્થના) હોય છે તે નિયાણું કહેવાય છે. તે ત્રણ પ્રકારે છે
૧. આલોકવિષયક ૨. પરલોક વિષયક ૩. કામભોગ વિષયક.
ધર્મના પ્રભાવથી આલોકમાં સૌભાગ્ય, યશ, કીર્તિ, એશ્વર્ય, ધન, સ્ત્રી, રાજ્ય, બળ, રૂ૫, અનુકૂળ વિષયો વગેરેની પ્રાર્થના કરવી તે ઈહલોકવિષયક નિયાણું કહેવાય.
દેવલોકના, ઈંદ્રાદિના, ચક્રવર્તીપણા વગેરેની પ્રાર્થના કરવી તે પરલોક વિષયક નિયાણું કહેવાય.
જેમ સંભૂતિમુનિએ ચક્રવર્તીપણું પ્રાપ્ત કરવાનું નિદાન કર્યું, બ્રહ્મદત્ત ચક્રવર્તી થઈ સાતમી નરકે ગયા.