________________
૧૫૭
ગુવજ્ઞાપાલન.. પ્રત્યક્ષ મોક્ષ | માટે પરમાત્માના અચિંત્ય પ્રભાવથી આ આઠે વસ્તુની હમેંશ માટે સંપૂર્ણપણે અખંડ પ્રાપ્તિ થાવ તેવી આશંસા કરાય છે.
પરમાત્માના અચિંત્ય પ્રભાવથી તેઓ સમક્ષ કરેલ આ આશંસા અવશ્ય સફળ થશે. અર્થાત્ આઠે વસ્તુની અવશ્ય પ્રાપ્તિ થશે. અને આ કલ્યાણસ્વરુપ આઠ વસ્તુની પ્રાપ્તિથી નિયમા શીઘ મોક્ષની પ્રાપ્તિ થાય.
આઠે વસ્તુને શાસ્ત્રકારે કલ્યાણસ્વરુપ કીધી. કલ્યને આણે તે કલ્યાણ.
કલ્ય એટલે સુખ. સાયા શાશ્વત સુખને જે લાવી આપે તે કલ્યાણ.
અરિહંત પરમાત્મા કેટલા મહાન ! કેવો અનુપમ ઉપકાર... પરમાત્મા સમક્ષ પ્રણિધાનપૂર્વક જયવીયરાય સૂત્ર' નું ઉચ્ચારણ માત્ર આપણને છેક મોક્ષ સુધીનો રસ્તો વ્યવસ્થિત કરી આપે છે. માટે સમસ્ત ચતુર્વિધ સંઘને ખાસ વિનંતિ છે-અવશ્ય ચૈત્યવંદન કરવું અને ગૃહસ્થોએ તો ઉત્તમ દ્રવ્યોથી પ્રભુપૂજા કરવા પૂર્વક દેવવંદન કરવાનું છે....