________________
૧૬૨
જય વીયરાય ઉપમિતિમાં સિદ્ધર્ષિ ગણિએ વિમલકુમારની પ્રભુ પ્રાર્થનામાં જણાવ્યું છે :
भीमेऽहं भवकान्तारे, मृगशावकसन्निभः । विमुक्तो भवता नाथ ! किमेकाकी दयालुना ?।। इतश्चेतश्च निक्षिप्तचक्षुस्तरलतारकः । निरालम्बो भयेनैव, विनश्येऽहं त्वया विना ।।
સંસારરૂપી ભયંકર અટવીમાં હરણના બચ્ચા જેવા મને હે નાથ ! દયાળુ એવા તમે કેમ એકલો મૂકી દીધો ?
આમ-તેમ આંખના ડોળા ફેરવતો, આલંબન વિનાનો હે નાથ! તમારા વિના ભયથી જ હું વિનાશ પામીશ.
કુમારપાળ મહારાજાએ પણ પ્રભુને વિનંતિ કરી છેजिनधर्मविनिर्मुक्तो, मा भूवं चक्रवर्त्यपि । स्यां चेटोऽपि दरिद्रोऽपि, जिनधर्माधिवासितः ।।
-યોગશાસ્ત્ર 13.૧૪|| દરિદ્ર થવું પડે, દાસ થવું પડે તો માન્ય છે પણ તમારા શાસન વિનાનું ચક્રવર્તીપણું પણ મને ઈષ્ટ
નથી.
ઘોર અને બિહામણા સંસારમાં પરમાત્માની કૃપાથી જ આપણી રક્ષા થાય છે.